લખાણ પર જાઓ

મીનાક્ષી

વિકિપીડિયામાંથી
મીનાક્ષી
મદુરાઈનાં સંરક્ષક દેવી[]
દેવી મીનાક્ષી
અન્ય નામોAṅgayaṟkaṇṇi, Taḍādakai, Mīnāṭci, Mantriṇi, Mangayakarasi, Maduraidevi
જોડાણોપાર્વતી, દેવી
રહેઠાણમદુરાઈ
પ્રાણીકાળા કાંઠાવાળો સૂડો
વ્યક્તિગત માહિતી
જીવનસાથીસુંદરેશ્વર રૂપે શિવ
માતા-પિતા
  • મલયધ્વજ[] (પિતા)
  • કાંચનમલાઈ[] (માતા)
સહોદરઅળગાર (વિષ્ણુ)
કુળPandya dynasty[]

મીનાક્ષી, કે જેઓ અંગયર્કણ્ણી અથવા તડાદકાઈ તરીકે પણ ઓળખાય છે, એક હિન્દુ દેવી છે. તેઓ મદુરાઈનાં સંરક્ષક દેવી છે અને તેમને દેવી પાર્વતીનું એક સ્વરૂપ પણ માનવામાં આવે છે.[] તેઓ શિવના સ્વરૂપ સુંદરેશ્વરનાં દિવ્ય પત્ની અને વિષ્ણુ સ્વરૂપ અળગરનાં બહેન છે.[] તેમનો સાહિત્યમાં પ્રાચીન મદુરાઈ સ્થિત પાંડ્ય સામ્રાજ્યનાં રાણી તરીકે ઉલ્લેખ જોવા મળે છે, અને પાછળથી તેમને દેવી તરીકે ઓળખવામાં આવે છે.[] આદિ શંકર દ્વારા દેવીની શ્રી વિદ્યા તરીકે પણ પ્રશંસા કરવામાં આવે છે.[]

તેમની મુખ્યત્વે તમિલનાડુમાં સ્થિત મદુરાઈ ખાતે પૂજા કરવામાં આવે છે; જ્યાં તેમનું એક મોટું મંદિર સ્થિત છે જે મીનાક્ષી મંદિર તરીકે ઓળખાય છે. મીનાક્ષી, કામાક્ષી અને વિશાલાક્ષી- આ ત્રણને દેવી પાર્વતીનાં શક્તિ સ્વરૂપો માનવામાં આવે છે.[]

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

મીનાક્ષી એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ 'માછલીની આંખ' થાય છે, જે 'મીન' એટલે કે 'માછલી' અને 'અક્ષી' એટલે કે 'આંખ' શબ્દો પરથી ઉતરી આવ્યો છે. તેમને તમિળ નામ તડાદકાઈ એટલે કે 'માછલીની આંખવાળી' નામ દ્વારા પણ ઓળખવામાં આવતાં હતાં. જેમનો પ્રારંભિક ઐતિહાસિક અહેવાલમાં મીનાક્ષી તરીકે ઉગ્ર, અપરિણીત દેવી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમને તમિળ નામ અંગયર્કણ્ણી દ્વારા પણ ઓળખવામાં આવે છે. અન્ય એક સિદ્ધાંત અનુસાર દેવીના નામનો શાબ્દિક અર્થ 'માછલીનું શાસન' થાય છે.

આધુનિક સમયગાળાની શરૂઆતમાં દેવી પરના ઘણા મહાન સ્તોત્રો ઘણા સંતો અને વિદ્વાનો દ્વારા રચવામાં આવ્યા હતા, જેમાં પ્રખ્યાત નીલકાંત દીક્ષિત સમાવેશ થાય છે. મીનાક્ષી પંચરત્નમ (મીનાક્ષીના પાંચ રત્નો) એ મીનાક્ષી દેવીનો એક મંત્ર છે જે આદિ શંકર (૮મી સદી CE) દ્વારા રચવામાં આવ્યો હતો. જોકે મીનાક્ષી સીધા લલિતા સહસ્રનામ સ્તોત્રમમાં દેખાતાં નથી, તેમ છતાં તેણીનો સંદર્ભ વાક્ય વક્રલક્ષ્મી પરિવાહ કલાન મીનાભ ઓકાના (તેણીનો ચહેરો લક્ષ્મીનો છે અને તેના ચહેરાની નદીમાં માછલી જેવી આંખો છે)માં જોવા મળે છે.[]

દંતકથા

[ફેરફાર કરો]

૧૩મી સદીના તમિળ શૈવ ગ્રંથ તિરુવિલૈયાદલ પુરાણમમાં રાજા મલયધ્વજ પાંડ્ય અને તેમની પત્ની કંચનમલાઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે વારસદાર માટે પુત્રની શોધમાં યજ્ઞ કર્યો હતો. પુત્રના બદલે તેમને એક પુત્રી જન્મે છે, જે પહેલેથી જ ત્રણ વર્ષની છે અને તેને ત્રણ સ્તનો છે. શિવ દરમિયાનગીરી કરે છે અને માતાપિતાને તેણી સાથે પુત્રની જેમ વર્તવાની જાણ કરે છે, અને તેમને કહે છે કે જ્યારે તેણી તેના પતિને મળશે, ત્યારે તેણી પોતાનું ત્રીજું સ્તન ગુમાવશે. તેઓ આ સલાહને અનુસરે છે. છોકરી મોટી થાય છે, રાજા તેને તેના વારસદાર તરીકે તાજ પહેરાવે છે. જ્યારે તે શિવને મળે છે, ત્યારે તેના શબ્દો સાચા પડે છે, તે મીનાક્ષીનું સાચું સ્વરૂપ લે છે.[][] સુસાન બેલીના જણાવ્યા અનુસાર, મીનાક્ષી પ્રત્યે આદર એ હિન્દુ દેવી પરંપરાનો એક ભાગ છે જેમાં હિન્દુ સમાજ સાથે એકીકૃત થાય છે જ્યાં સામાજિક સંબંધોની "સ્ત્રી એ પ્રણાલીની મુખ્ય આધારસ્તંભ છે".[૧૦]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. The Great Temple of Madurai: English Version of the Book Koilmanagar. Sri Meenakshisundareswarar Temple Renovation Committee. 1963.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; William P. Harman 1992 24નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  3. Menon, A. Sreedhara (1978). Cultural Heritage of Kerala: An Introduction (અંગ્રેજીમાં). East-West Publications. p. 250.
  4. Howes, Jennifer (2003-09-02). The Courts of Pre-Colonial South India: Material Culture and Kingship (અંગ્રેજીમાં). Routledge. p. 27. ISBN 9781135789961. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  5. Rajarajan, R. K. K. (2005-01-01). "Minaksi or Sundaresvara: Who is the first principle?". South Indian History Congress Annual Proceedings. XXV. Madurai: Madurai Kamaraj University: 551–553. મૂળ સંગ્રહિત માંથી March 30, 2019 પર સંગ્રહિત. {{cite journal}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  6. Journal of Kerala Studies (અંગ્રેજીમાં). ખંડ  36. University of Kerala. 2009. p. 97.
  7. Nelson, Louis P. (2006). American Sanctuary: Understanding Sacred Spaces (અંગ્રેજીમાં). Indiana University Press. p. 121. ISBN 9780253218223.
  8. Rupenaguntla, Satya Narayana Sarma (2018-05-29). Hidden meanings of Lalita Sahasranama (અંગ્રેજીમાં). Panchawati Spiritual Foundation. p. 21. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  9. ૯.૦ ૯.૧ Harman 1992, p. 44-47.
  10. Susan Bayly (1989). Saints, Goddesses and Kings: Muslims and Christians in South Indian Society, 1700-1900. Cambridge University Press. pp. 29–30. ISBN 978-0-521-89103-5. મૂળ સંગ્રહિત માંથી 25 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2017. {{cite book}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]