આ પાનું અહીં હાલમાં બદલાવાયેલા મુખપૃષ્ઠના દેખાવને વધુ સુંદર અને વધુ ઉપયોગી બનાવવાના પ્રયાસરૂપે-પ્રયોગાત્મક કાર્ય માટે, અસંરક્ષિત છે. કામ પત્યે આ પાનું ડિલિટ કરાશે
દ્રાક્ષ એ એક બેરી (ઠળીયા વિનાના રસાળ ફળ) પ્રજાતિનું ફળ છે.
દ્રાક્ષનું વાવેતર ૬૦૦૦-૮૦૦૦ વર્ષ પહેલાં પૂર્વી યુરોપ ક્ષેત્રમાં શરૂ થયું. માનવ જાતને જ્ઞાત એવા સૌથી પ્રાચીન જીવાણુઓમાંના એક એવા યીસ્ટ દ્રાક્ષની સપાટી પર પ્રાકૃતિક રીતે મળી આવે છે, જેને પરિણામે વાઇન જેવા નવા પીણા શોધાયા. વાઇનના અસ્તિત્વના સૌથી પ્રાચીન અવશેષ આર્મેનિયામાં મળી આવે છે. દ્રાક્ષ એ ૧૫ થી ૩૦૦ ના ઝુમખામાં ઉગે છે. તેમનો રંગ લીલો, પીળો, કાલો, ઘેરો ભૂરો, કેસરી કે ગુલાબી હોઈ શકે છે. "સફેદ દ્રાક્ષ"ના ધંધાદારી નામથી પ્રચલિત દ્રાક્ષ આમ તો લીલા કે પીળાશ પડતાં રગની હોય છે. તેમનું નિર્માણ જાંબુડી દ્રાક્ષમાંથી કરાયું છે. રંગ અર્પિત કરનારા બે જિન્સમાં ફેરફાર થવાથી એન્થોસ્યાનીન નામનું રંગદ્રવ્ય નિર્માણ રોકાતાં દ્રાક્ષ લીલી બની હતી.