લખાણ પર જાઓ

મેશ્વો જળાશય યોજના

વિકિપીડિયામાંથી
મેશ્વો બંધનું જળાશય, શામળાજી

મેશ્વો જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક અગત્યની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ સિંચાઇ અને પૂર નિયંત્રણનો છે.

આ યોજના હેઠળ મેશ્વો નદી પર શામળાજી નજીક ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લા ખાતે બાંધવામાં આવેલો છે. આ યોજનાના આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૫૯ ચોરસ કિ.મી. જેટલો તેમ જ આવરા ક્ષેત્રમાં વહી જતું વાર્ષિક સરેરાશ પાણી ૬૩.૭૧ મિલિયન ઘન મીટર જેટલું છે. આ ક્ષેત્રનો સરેરાશ વાર્ષિક વરસાદ ૮૬૪ મીલીમીટર જેટલો છે.[] આ યોજનાનું બાંધકામ ઇ. સ. ૧૯૫૯ના વર્ષમાં શરુ કરવામાં આવ્યું હતું અને ઇ. સ. ૧૯૭૧ અને ૧૯૭૨ના વર્ષમાં બાંધકામ પૂરૂં કરવામાં આવ્યું હતું.

આ યોજનામાં બાંધવામાં આવેલા બંધનો પ્રકાર માટીયારી છે અને એના આધાર તરીકે કવાર્ટઝાઈટ, ફીલાઈટ પ્રકારના ખડકો ધરાવતું ભૂતળ પસંદ કરવામાં આવેલું છે. આ બંધની પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૪.૩૨ મીટર જેટલી અને બંધની ટોચ પર લંબાઇ ૧૬૮ મીટર (સેડલ ૨૦૨૪ મીટર) જેટલી છે. આ બંધમાં માટીકામ ૦.૨૮ મિલિયન ઘન મીટર જેટલું છે. આ બંધની છલતીનો પ્રકાર વેસ્ટ વીયર છે. જેની લંબાઇ ૬૧.૦૦ મીટર જેટલી છે. આ છલતી ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન તરીકે કાર્ય કરે છે. તેની મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૦૬૭ ઘન મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. આ બંધ દ્વાર વિહિન છે.

સિંચાઇ

[ફેરફાર કરો]

આ યોજના અંતર્ગત સિંચાઇની સવલત મળે છે. સિંચાઇનો લાભ મેળવતાં ગામ આ પ્રમાણે છે:

આમ, કુલ ૪૪ ગામોને આ સવલત પ્રાપ્ય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.