મોફલૉંગ
Mawlynnong | |
---|---|
ગામ | |
દેશ | ભારત |
રાજ્ય | મેઘાલય |
જિલ્લો | પૂર્વ ખાસી હિલ્સ |
બ્લોક | પુનુરસ્લા |
વસ્તી (૨૦૧૫) | |
• કુલ | ૫૦૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયક્ષેત્ર) |
મોફલૉંગ ભારતના પૂર્વોતરના મેઘાલય રાજ્યનું એક નાનકડું ગામ છે.[૧] આ ગામ તેની માતૃપ્રધાન કુટુંબપ્રથા માટે જાણીતું છે.[૨] તે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ ગણાય છે.[૩]
ભૂગોળ
[ફેરફાર કરો]આ ગામ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાનું આ ગામ મેઘાલયના શિલોંગ અને ભારત બાંગ્લાદેશ સરહદથી ૯૦ કિલોમીટરને અંતરે આવેલુ છે.[૪]
સિદ્ધી
[ફેરફાર કરો]મોફલૉંગ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. ભારત દેશના પૂર્વોતરના નાનકડા રાજ્ય મેઘાલયનું મોફલૉંગ ભારતનું જ નહી એશિયાનું સાફ સુથરું ગામ છે. ૨૦૦૩માં આ ગામને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. અહીં સાક્ષરતા દર પણ ૧૦૦ ટકા છે.[૫]
ખાસિયત
[ફેરફાર કરો]મોફલૉંગ ગામની વધુ એક ખાસિયત એ છે કે, અહીં મોટાભાગના લોકો અંગ્રેજીમાં વાત કરે છે અને સ્થાનિક ભાષાનો ઓછો ઉપયોગ કરે છે. અહીં બગીચાઓને 'ગાર્ડન ઓફ ગોડ' કહેવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ની ગણતરી અનુસાર અહીં ૯૫ પરિવાર રહે છે અને વસ્તી ૫૦૦ લોકોની છે.[૬] ગામના લોકો માટે સોપારીની ખેતી આજીવિકા માટે મુખ્ય સાધન છે. અહીં લોકોના ઘરમાં થતાં કચરાને વાંસથી બનાવેલી કચરા ટોપલીમાં એકઠો કરે છે અને તેને એક સ્થળે ભેગુ કરી ખેતી માટે ખાતરની જેમ ઉપયોગમાં લે છે. ગામના લોકોની સોથી મોટી ખાસિયત એ છે કે, સ્વચ્છતા માટે વહીવટી તંત્ર પર નિર્ભર રહેવું પડતું નથી. પોતે જ સાફ સફાઈ કરવી તેમની ટેવ બની ગઈ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "IAY Report for Financial year 2010-2011". મૂળ માંથી 2014-11-29 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-29.
- ↑ Kingdom of girls: Women hold power in this remote Indian village Washington Post. April 17th 2015. Retrieved on June 6, 2015.
- ↑ "Asia's Cleanest Village is in Meghalaya".
- ↑ Magical Mawlynnong સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન, Meghalaya Tourism
- ↑ Eco Destination સંગ્રહિત ૨૦૧૧-૧૨-૦૯ ના રોજ વેબેક મશિન, Department of Tourism, Government of Meghalaya
- ↑ Nieves, Evelyn Girls Rule in an Indian Village(). The New York Times. June 3, 2015. Retrieved on June 5, 2015.