મોરવાડા (તા. સુઈગામ)

વિકિપીડિયામાંથી
(મોરવાડા (તા. વાવ) થી અહીં વાળેલું)
મોરવાડા
—  ગામ  —
મોરવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો સુઈગામ
વસ્તી ૫,૦૦૦
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

મોરવાડા (તા. સુઈગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા સુઈગામ તાલુકામાં આવેલું એક ગામ છે. મોરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મોરવાડા પહેલાં તુર્ક શાસન હેઠળ હતું અને તેમના હાથમાંથી તે ચાવડા રાજપૂતોએ જીતી લીધું હતું, જેમને ૧૪૭૯ (સંવત ૧૫૩૫)માં થરાદના લુણાજી વાઘેલાના વંશજ વિશળદેવે હાંકી કાઢી જીતી લીધું હતું. ભારતની સ્વતંત્રતા સુધી તે થરાદના વાઘેલાઓના હાથમાં વિશળદેવના વંશજોના શાસન હેઠળ હતું.[૧]

મોરવાડા અને બ્રિટિશરો વચ્ચે ૧૮૨૦માં સંધિ થઇ હતી અને તે બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે રાજ્યમાં આવ્યું અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પછી તેનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થયો.

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૩૮.

પુસ્તકો[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૮.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 22 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

10x10px[હંમેશ માટે મૃત કડી] આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૮. માંથી લખાણ ધરાવે છે.