મોરેશ્વર મંદિર, મોરગાંવ
મોરેશ્વરમંદિર મોરગાંવ પુના જિલ્લામાં આવેલ ગણપતિજીનું મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે. અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી પ્રથમ ગણપતિ એટલે મોરેશ્વર અથવા મયૂરેશ્વર, મોરગાંવ.
મંદિર
[ફેરફાર કરો]મોરેશ્વર મંદિર બહામની કાળમાં કાળા પથ્થરમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. ગામની મધ્યમાં આવેલા મંદિરની ચારે બાજુઓ પર મિનારા આવેલ છે. મુઘલ સમયગાળામાં આક્રમણકારોથી બચાવવા માટે આ મંદિરને મસ્જિદ જેવો આકાર આપવામાં આવેલ છે. મંદિર સાથે ૫૦ ફૂટ ઊંચી સંરક્ષણ દિવાલ છે. ગર્ભગૃહ મયૂરેશ્વરની મૂર્તિ બેસેલી, ડાબી તરફ વળેલી સૂંઢવાળી, પૂર્વાભિમુખ અને અત્યંત આકર્ષક છે. મૂર્તિ આંખમાં હીરા જડેલ છે, મસ્તક ઉપર નાગરાજની ફેણ છે. આ મૂર્તિની ડાબી બાજુ રિદ્ધિ-સિદ્ધિની પિત્તળ મૂર્તિઓ છે. આ ઉપરાંત આગળ મૂષક અને મયુરની મૂર્તિઓ છે.
દંતકથા
[ફેરફાર કરો]એમ માનવામાં આવે છે કે, વર્ષો અગાઉ, સિંધુ નામના રાક્ષસે પૂથ્વી પર ઉત્પાત મચાવ્યો હતો. તેનો નાશ કરવા માટે દેવોએ પછી ભગવાન ગણેશની આરાધના કરી, ત્યારે ગણેશજીએ મયૂર પર સવારી કરી સિંધુ રાક્ષસનો વધ કર્યો. તેથી ગણપતિનું અહિં મયૂરેશ્વર નામ પડ્યું છે. આ ગામ મોરની સંખ્યા વધારે હોવાને કારણે પણ તેને મોરગાંવ કહેવાય છે.[૧]
ભૌગોલિક
[ફેરફાર કરો]- પુના રેલવે સ્ટેશન પરથી મોરગાંવ, હડપસર-સાસવડ અને જેજુરીમાર્ગ પર ૬૪ કિ.મી. જેટલા અંતરે આવેલ છે.
- પુના-સોલાપુર માર્ગ પર થી પુના ૫૫ કિ.મી. પર ચૌફુલા ગામ છે. ત્યાંથી મોરગાંવ જવા માટે માર્ગ છે. ચૌફુલાથી મોરગાંવનું અંતર ૨૩ કિ.મી. જેટલા અંતરે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ https://www.myoksha.com/morgaon-ganpati/ મોરગાંવ ગણપતિ
અષ્ટવિનાયક |
---|
મોરેશ્વર • સિદ્ધિવિનાયક • બલ્લાળેશવર • વરદવિનાયક • ગિરિજાત્મજ • ચિંતામણી • વિઘ્નહર • મહાગણપતિ |