મોહનલાલ ચુનીલાલ ધામી
મોહનલાલ ચુનીલાલ ધામી | |
---|---|
જન્મ | મોહનલાલ ચુનીલાલ ધામી 13 June 1905 પાટણ, ગુજરાત, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 2 April 1981 રાજકોટ, ગુજરાત, ભારત | (ઉંમર 75)
વ્યવસાય | લેખક, કવિ, પત્રકાર, નાટ્યલેખક, આયુર્વેદિક વૈદ્ય |
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી (૧૩ જૂન ૧૯૦૫ - ૨ એપ્રિલ ૧૯૮૧) એ રાજકોટ, ગુજરાતના ગુજરાતી લેખક, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક હતા. તેમણે ૧૭૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. [૧] તેમની સાહિત્યિક કૃતિ મોટાભાગે જૈન સાહિત્ય પર આધારિત છે.[૨] સાધના સન્માન સમિતિ હેઠળ મુંબઈના જૈન સમુદાય દ્વારા તેમનું સન્માન કરાયું હતું. [૩]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ઈ. સ. ૧૯૦૫ માં ગુજરાતના પાટણ ખાતે થયો હતો. તેમણે ચોટીલાની હન્ટરમેન ટ્રેનિંગ કોલેજમાં ૬ઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ધામી બાળપણમાં જૈન સાધુ બનવા માંગતા હતા, સાધુ ન બની શકવાથી, તેમણે આજીવન દૂધકપનો ત્યાગ કર્યો.[૨] ઈ. સ. ૧૯૨૮માં, તેમણે પાટણની ઉજમશી પિતામ્બરદાસ આયુર્વેદિક કોલેજમાંથી આયુર્વેદ ભૂષણની પદવી મેળવી. તેમણે બંગાળી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી સહિતની ભાષાઓ શીખી હતી. [૪][૫][૬] બાદમાં તેમણે આયુર્વેદ શાસ્ત્રીની પરીક્ષા પાસ કરી. તેઓ દર્દીઓ પાસે સારવારના પૈસા લેતા ન હતા. તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતા અને આખી જીંદગી ખાદી પહેરતા હતા. તે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. તેમણે તેમના પ્રવચનો દ્વારા ગામડાઓમાં મહાત્મા ગાંધીનો સંદેશ ફેલાવ્યો. વિસાપુર ખાતે સત્યાગ્રહમાં ભાગ લેવા બદ્દલ તેઓ જેલમાં ગયા હતા. સરદાર વલ્લભભાઇ પટેલની સૂચનાથી તેમણે મોબાઇલ પ્રદર્શન બનાવ્યું હતું, જેની સાથે તેઓ મહારાષ્ટ્રના ગામોમાં ફર્યા હતા . તેઓ રવીન્દ્રનાથ ટાગોર અને સુરેન્દ્રમોહન મુખોપાધ્યાયથી પ્રભાવિત હતા.
ઘણાં વર્ષો સુધી, તેમણે ગુજરાતી વર્તમાન પત્ર જયહિંદમાં તંત્રી લેખ લખ્યા. તે વાચકોમાં લોકપ્રિય હતા અને એક સમયે તે ૫ વર્તમાન પત્રો / સામાયિકો માટે ધારાવાહિક નવલકથા લખતા હતા.[૨] તેમણે કાંતા સાથે લગ્ન કર્યાં. તેમણે લોકસંગીતને અમુક સંગીત રેકોર્ડ બનાવી છે.[૫] તેમના પુત્ર વિમલ મોહનલાલ ધામી પણ લેખક છે.[૭] તેઓ રાવણહથ્થો[૬] નામનું સંગીતવાદ્યો વગાડતા હતા.
કારકિર્દી
[ફેરફાર કરો]ઈ.સ. ૧૯૨૯ માં તેમણે ચોટીલામાં અને ૧૯૩૭ માં રાજકોટમાં દવાખાનું શરૂ કર્યું,
સર્જન
[ફેરફાર કરો]તેમણે પોતાના લેખનમાં વિવિધ પ્રકારના સાહિત્ય જેવા કે બાળસાહિત્ય, પ્રવાસ વર્ણનો, નિબંધો, જીવનચરિત્ર, નવલકથાઓ, વાર્તાઓ, ધર્મ, ઇતિહાસ વગેરેને આવરી લીધું છે. તેમણે લગભગ ૨૦૦ ગીતો અને ચારણી ગીતો લખ્યા છે. તેમણે વરઘેલી, એના ચરણે અને ભણેલી વહુ એમ ત્રણ ગુજરાતી ફિલ્મની કથા, સંવાદ અને ગીતો લખ્યા છે . [૨] તે મૃદુલ અથવા બાઝીગર ઉપનામ હેઠળ લખતા . ૧૮ વર્ષની ઉંમરે, તેમણે આત્મા વિનોદ નામનું પોતાનું પહેલું પુસ્તક લખ્યું. [૬] તેમણે કોકિલ નામનું એક સામયિક પ્રકાશિત કર્યું હતું.[૪]
નવલકથાઓ
[ફેરફાર કરો]ધામીએ જાસૂસી, સામાજિક નવલકથાઓ લખી છે, પરંતુ તેઓ જૈન સાહિત્ય પર આધારિત તેમની ઐતિહાસિક નવલકથાઓ માટે સારી રીતે જાણીતા છે.[૨]
- ક્રાંતિની ઝાલારી (૧૯૪૦)
- મધુરજની (૧૯૪૨)
- રૂપકોશા (૧૯૪૬)
- મગધેશ્વરી (૧૯૫૨)
- બંધન તૂટ્યાં (૧૯૫૪)
- મિલન માધુરી
- સિદ્ધ વૈતાલ
- ઉંચોગઢ ગિરનાર
- નટરાજ - પાયલબાજે
- વિશ્વાસ
લોકસાહિત્ય
[ફેરફાર કરો]- ડાયરો
- રાસ કટોરી
નાટકો
[ફેરફાર કરો]- રાણકદેવી
- જસ્મા ઓડણ
- હોથલ પદમણી
- ભક્ત પુન્ડરિક
અન્ય
[ફેરફાર કરો]- દાદીમાનું વૈદું
અનુવાદો
[ફેરફાર કરો]- નિરૂપમા
- પારુ
- મુકત પંખી
તેમની નવલકથા રૂપકોશા યુનિવર્સિટીમાં અભ્યાસક્રમનો એક ભાગ હતો, અને તેનું હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. [૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Akademi, Sahitya. Whos Who Of Indian Writers (અંગ્રેજીમાં). Dalcassian Publishing Company.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "વૈદ્ય શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી: અનોખા લોકપ્રિય નવલકથાકાર". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-26.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ Vyas, GlEIJASHANKER (1961). The Indian P.E.N., Volume 27. P.E.N. All-India Centre. p. 390.
- ↑ ૪.૦ ૪.૧ "ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર વૈદ્ય મોહનલાલ ચુ. ધામીની કાલે 39મી પુણ્યતિથિ : ભાવ વંદના". www.sanjsamachar.net. મેળવેલ 2020-04-26.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ ૫.૦ ૫.૧ "મોહનલાલ ધામી, Mohanlal Dhami". ગુજરાતી પ્રતિભા પરિચય. 2013-12-18. મેળવેલ 2020-04-26.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ ૬.૨ "ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર વૈદ્ય મોહનલાલ ચુ. ધામીની ૩૫મી પુણ્યતિથી". www.akilanews.com. મેળવેલ 2020-04-26.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ Dutt, Kartik Chandra (1999). Who's who of Indian Writers, 1999: A-M (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 978-81-260-0873-5.