યાંત્રિક પાયદળ રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

યાંત્રિક પાયદળ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે, જોકે તે ૨૬ યાંત્રિક પલટણો સાથે આશરે એક વિભાગ જેટલું સંખ્યાબળ ધરાવે છે. તેને વિવિધ બખ્તરીયા વિભાગો અને કોર મુખ્યાલયો વચ્ચે વહેંચી દેવામાં આવી છે. તે સૈન્યની સૌથી યુવા રેજિમેન્ટમાંની એક છે. તેને ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાયદળ પલટણોની હેર ફેરને વધુ ઝડપી બનાવવાના આશયથી ઉભી કરવામાં આવી હતી. તેને તત્કાલીન સૈન્ય વડા જનરલ કે સુંદરજીના દિમાગની ઉપજ ગણવામાં આવે છે. શરૂઆતમાં વિવિધ પાયદળ રેજિમેન્ટની કેટલીક પલટણોને બીએમપી-૧ બખ્તરીયા સૈન્ય વાહનો વડે સજ્જ કરવામાં આવી. જોકે વધુ નક્કર પગલાંની જરુર જણાતાં ૧૯૭૯માં સૈન્યમાં એક નવો ભાગ જ પાડવામાં આવ્યો અને તેને યાંત્રિક પાયદળ એવું નામ અપાયું.[૧]

આ રેજિમેન્ટની પલટણોએ શ્રીલંકા ખાતે ઓપરેશન પવનમાં, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન રક્ષકમાં અને કારગિલ યુદ્ધમાં ભાગ લીધો. તેણે સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં સોમાલિયા, કોંગો, અંગોલા અને સિએરા લિઓન ખાતે ફરજ બજાવી. રેજિમેન્ટ ભારતીય નૌસેનાના જહાજ આઇએનએસ ઘડિયાલ સાથે જોડાણ ધરાવે છે. રેજિમેન્ટ લદ્દાખ અને સિક્કિમના અતિ ઉંચાણમાં આવેલા પ્રદેશમાં પણ કાર્યરત છે.

જનરલ સુંદરજીને રેજીમેન્ટના સૌપ્રથમ કર્નલ-ઓફ ધ રેજીમેન્ટ બનાવાયા હતા.

સાધનો[ફેરફાર કરો]

  • બીએમપી-1 પાયદળ લડાઈ વાહનો
  • બીએમપી-2 પાયદળ લડાઈ વાહનો
  • બીટીઆર-60 અને બીટીઆર-70 સશસ્ત્ર સૈનિક વાહક

રેજિમેન્ટની પલટણો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]