યોસેમિટી વિસ્તારનો ઇતિહાસ

વિકિપીડિયામાંથી
A man with beard and long hair is holding a long gun and is standing in front of a very large tree.
ગેલેન ક્લાર્ક, યોસેમિટી ખીણપ્રદેશ અને મારીપોસા ગ્રૂવના પ્રથમ સંરક્ષક, ગ્રીઝલી જાયન્ટ ટ્રી, મારીપોસા ગ્રૂવમાં આશરે 1858-9ના સમય દરમિયાન એક ચિત્રમાં

લગભગ 3,000 વર્ષથી સીએરા મિવોક, મોનો, પૈયુટ અને અન્ય મૂળ અમેરિકન જૂથો કેલિફોર્નિયાના મધ્ય સીએરા નેવેડા પ્રદેશમાં વસ્યા છે. જ્યારે યુરોપિયન અમેરિકનોએ પ્રથમ વખત આ વિસ્તારની મુલાકાત લીધી, જે પછીથી યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો, ત્યારે આહવાહનેચી તરીકે ઓળખાતા મિવોક ભાષી મૂળ અમેરિકનો યોસેમિટી ખીણ પ્રદેશમાં રહેતા હતા. 19મી સદીના મધ્યમાં કેલિફોર્નિયાની સોના માટેની દોડ (સોનાના ઉત્ખનનમાં તેજી)એ આ પ્રદેશમાં પરદેશી લોકોના જૂથમાં ઘણો જ વધારો કર્યો. મૂળ અમેરિકનો અને ગોરા વસાહતીઓ વચ્ચેનો તણાવ વધીને મેરીપોસા યુદ્ધમાં પરિણમ્યો. આ સંઘર્ષના ભાગરૂપે, વસાહતી જેમ્સ સેવેજ ચીફ તેનેયાની નેતાગીરી હેઠળના આહવાહનેચીઓનો પીછો કરતાં મેરીપોસા બટાલિયનને 1851માં યોસેમિટી ખીણપ્રદેશમાં દોરી ગયો. બટાલિયનના કારનામા, ખાસ કરીને ડો. લાફાયેત બન્નેલની બટાલિયન, યોસેમિટી ખીણપ્રદેશમાં આશ્ચર્યજનક કથાઓ તરીકે લોકપ્રિય થયા હતા.

1864માં, યોસેમિટી ખીણપ્રદેશ અને જાયન્ટ સેક્વોઇયા વૃક્ષોના બનેલા મેરીપોસા ગ્રૂવને સંઘીય માલિકીમાંથી રાજ્યની માલિકીમાં તબદિલ કરવામાં આવ્યા. યોસેમિટીના સ્થાપક ગેલેન ક્લાર્ક ઉદ્યાનના પ્રથમ સંરક્ષક બન્યા. યોસેમિટી ખીણપ્રદેશમાં સ્થિતિને લોકો માટે વધારે સાનુકૂળ બનાવવામાં આવી અને 19મી સદીના પાછલા વર્ષોમાં ઉદ્યાનની મુલાકાત લેવામાં સરળતામાં વધારો થયો. પ્રકૃતિવાદી જ્હોન મૂર અને અન્ય લોકો આ વિસ્તારની વધારે પડતા ઉપયોગ અંગે સચેત થયા. તેમના પ્રયાસોએ 1890માં યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં મદદ કરી. યોસેમિટી ખીણપ્રદેશ અને મેરીપોસા ગ્રૂવને 1906માં રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉમેરવામાં આવ્યા.

1891થી 1914 સુધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીની અને ત્યારબાદ થોડા સમય માટે નાગરિક સંરક્ષકની ન્યાયિક હદ લાગુ પડતી હતી. નવી રચાયેલી રાષ્ટ્રીય ઉદ્યાન સેવાએ 1916માં ઉદ્યાનનો વહીવટ સંભાળ્યો. આ સમય દરમિયાન ઉદ્યાનમાં થયેલા સુધારાઓએ મુલાકાતીઓમાં વધારો કર્યો. મૂર અને સીએરા ક્લબ જેવા સાચવણીકારો હેચ હેચી વેલીને 1923માં સરોવર બનતા બચાવવામાં નિષ્ફળ રહ્યા. 1964માં, 89 ટકા ઉદ્યાનને ઉચ્ચ સંરક્ષિત જંગલી વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો અને ઉદ્યાનને અડીને આવેલા અન્ય સંરક્ષિત વિસ્તારો તેમાં ઉમેરવામાં આવ્યા. એક સમયના પ્રખ્યાત યોસેમિટી ફાયરફોલ , લાલ ગરમ કોલસાઓને રાત્રે ગ્લેસિયર પોઇન્ટ પરથી ગબડાવીને બનાવવામાં આવેલા, ને સંરક્ષણની સાથે સુયોગ્ય નહીં ગણવામાં આવેલી અન્ય પ્રવૃત્તિઓની સાથે 20મી સદીના મધ્ય ભાગમાં અન્ય બંધ કરી દેવામાં આવ્યો.

પ્રારંભિક ઇતિહાસ[ફેરફાર કરો]

મૂળ અમેરિકન[ફેરફાર કરો]

મનુષ્યોએ લગભગ 8,000થી 10,000 વર્ષ પહેલાં યોસેમિટી વિસ્તારની મુલાકાત લીધી હોઈ શકે.[૧] લગભગ 3,000 વર્ષ અગાઉ લોકોએ યોસેમિટી ખીણપ્રદેશમાં સ્થાયી થવાનો પ્રારંભ કર્યો ત્યાં સુધી આ પ્રદેશના વનસ્પતિ અને રમતો આજના જેવા જ હતા, સીએરા નેવાડાના પશ્ચિમી ઢોળાવમાં એકોર્ન, હરળ અને સેલમોન હતા, જ્યારે પૂર્વીય સીએરા પિનયોન નટ્સ અને ઓબ્સિડિનય ધરાવતું હતું.[૨] મૂળ અમેરિકન જૂથો વ્યાપાર અને આક્રમણ માટે આ બે પ્રદેશોની યાત્રા કરી હતી.

A group sits in front of a fire with a teepee made of large branches in the background.
યોસેમિટી પૈયુટ સમારંભ 1872, હાલની યોસેમિટી લોજ ખાતે, [૩]

યુરોપિયન અમેરિકનોના સંપર્ક પહેલાંના સમયગાળાને પુરાતત્વવિદો ત્રણ સાંસ્કૃતિક તબક્કામાં વહેંચે છે. ક્રેન ફ્લેટ તબક્કો ઇ.સ.પૂ. 1000થી ઇ.સ. 500 સુધી રહ્યો હતો અને તેમાં એટલાટલથી શિકાર અને દળવા માટે પત્થરોનો ઉપયોગ થતો હતો.[૪] ટર્મેરક તબક્કો 500થી 1200 સુધી હતો, જે નાના અણીદાર પત્થરોના ઉપયોગ, જે ધનુષ્ય-બાણના ઉપયોગ તરફ સંકેત કરે છે,ને કારણે નોંધપાત્ર ગણવામાં આવ્યો છે.[૪] મેરીપોસા તબક્કો 1200થી યુરોપિયન અમેરિકનોના સંપર્ક સુધી રહ્યો હતો.[૪]

જાતિઓ વચ્ચેનો વેપાર મેરીપોસા તબક્કામાં વિકાસ પામ્યો હતો અને ખોરાકમાં પણ સુધારો થવાનું ચાલુ રહ્યું હતું. મિવોક, મોનો અને શોશોનિયન ભાષી જાતિઓએ વેપાર માટે આ વિસ્તારની મુલાકાત લીધી હતી; એક મહત્વનો વેપારી માર્ગ મોનો પાસથી બ્લડી કેન્યોન થઈને મોનો લેકથી પૂર્વીય કેલિફોર્નિયામાં જતો હતો.[૫]

સીએરા મિવોક્સ મેરીપોસા અને ઐતિહાસિક તબક્કાઓમાં યોસેમિટી વિસ્તાર અને પશ્ચિમી તળેટીઓના મૂળ રહેવાસીઓ હતા.[૬] સેન્ટ્રલ રીએરા મિવોક્સ ટ્યુલમ અને સ્ટેનિસ્લાઉસ નદીના પ્રવાહના કાંઠાના વિસ્તારઓમાં રહેતા હતા, જ્યારે સધર્ન સીએરા મિવોક્સ મર્સિડ અને ચાઉચિલા નદીઓના ઉપરવાસના પ્રવાહના કાંઠા પર વસ્યા હતા.[૬]

મિવોક ભાષી લોકોના જૂથ – જે તેમને કાજુ, બોર અને અન્ય મનોરંજન પૂરા પાડતી હતી તેને આહવાહની , અર્થાત્ ખૂલ્લા મોઢાનું સ્થળ તરીકે ઓળખતા હતા – ઐતિહાસિક સમયગાળામાં ખીણ પ્રદેશમાં વસ્યા હતા.[૭] તેઓ પોતાની જાતને આહ-વાહ-ની-ચી અર્થાત્ આહવાહનીના રહેવાસીઓ તરીકે ઓળખાવતા હતા.[૭] 1800માં રોગચાળાને લીધે આહવાહનીચીઝની સંખ્યા રોગચાળાને કારણ ઘટી ગઈ અને તેઓ ખીણપ્રદેશ છોડી ગયા, જો કે લગભગ 200 લોકો આહવાહનીચી નેતાના પુત્ર તેનાયાની આગેવાની હેઠળ પાછા ફર્યા.[૭]

કેલિફોર્નિયાના દરિયાકિનારેથી સ્થળાંતર પામેલા મૂળ અમેરિકનો સીએરા નેવાડામાં 19મી સદીના મધ્યભાગમાં આવ્યા, તેમની સાથે સ્પેનિશ ખોરાક, તકનિકો અને પહેરવેશનું જ્ઞાન પણ લાવ્યા. આ વિસ્તારની અન્ય જાતિઓના લશ્કરની સાથે મળીને તેમણે દરિયાકિનારાની સ્પેનિશ વસાહત લેન્ડ ગ્રાન્ટ રેન્ચોસ પર આક્રમણ કર્યું અને ઘોડાઓના ટોળાંઓને સીએરામાં લઈ આવ્યા, જ્યાં ઘોડાનું માંસ ખોરાકનો નવો સ્ત્રોત બન્યો. શોશોહોનિયન ભાષી મોનેક લગભગ છેલ્લા 300-500 વર્ષો દરમિયાન પૂર્વીય રણવિસ્તારોમાંથી દક્ષિણીય સીએરામાં સ્થળાંતર કરી આવ્યા.[૮]

યુરોપિયન અમેરિકનો દ્વારા અનવેષણ[ફેરફાર કરો]

કેલિફોર્નિયાના કિનારા પર સ્પેનિશ મિશન, પ્યુબ્લો (નગરો), પ્રેસિડિઓ (કિલ્લાઓ), અને રેન્ચો (તબેલા) હતા, પરંતુ કોઇ સ્પેનિશ સાહસિકે સીએરા નેવાડાના મુલાકાત લીધી ન હતી.[૪] પર્વતોની મુલાકાત લેનારા પ્રથમ યુરોપિયન અમેરિકનોમાં ફર શિકારી જેડેડિયાહ સ્મિથની આગેવાની હેઠળના જૂથનો સમાવેશ થાય છે, જેમણે યોસેમિટીનો ઉત્તરનો વિસ્તાર એબ્બેટ્સ ઘાટથી મે 1827માં પસાર કર્યો હતો.[૪]

Elderly man with bear and hat holding a long barrel gun
જોસેફ વોકર, સીર્કા 1860તે યોસેમિટી ખીણપ્રદેશ જોનારો કદાચ પ્રથમ યુરોપિયન અમેરિકન હતો.

જોસેફ રેડફોર્ડ વોકરની આગેવાની હેઠળના શિકારીઓના જૂથે યોસેમિટી ખીણપ્રદેશ 1833માં જોયો હોવાની શક્યતા છે.[૯] વોકસ તેના જૂથને લઇને સીએરા નેવાડામાંથી પસાર થતો હતો ત્યારે ખીણપ્રદેશની સરહદે પહોંચ્યો હતો, પરંતુ આ પ્રદેશમાં પ્રવેશ્યો ન હતો. આ જૂથના સભ્ય ઝીનાસ લિઓનાર્ડે તેની જર્નલમાં લખ્યું કે ખીણપ્રદેશના કાંઠા પર ઝરણાંઓ એક પછી એક ઊંચી ટેકરીઓ પર પડીને નીચે વરસાદ સ્વરૂપે વેરાઇ જતા હતા. કેટલીક ટેકરીઓ તો અમને એક માઇલ કરતાં પણ વધારે ઊંચી હોવાનું જણાયું."[૧૦] વોકરના જૂથે કદાચ ટ્યુલમ અથવા મર્સિડ ગ્રૂવ ઓફ જાયન્ટ જાયન્ટ સેક્વોઇયાની મુલાકાત લઇને રાક્ષસી વૃક્ષોને નિહાળનારા પ્રથમ પરદેશી લોકો બન્યા,[૧૦] પરંતુ વોકરના જૂથ સાથે સંકળાયેલી જર્નલ 1839માં ફિલાડેલ્ફિયામાં છાપકામ કરતી દુકાનમાં આગ લાગવાથી નાશ પામી.[૧૧]

ઉદ્યાન જ્યાં આવેલો છે તેવા સીએરા નેવાડાના ભાગને લાંબા સમય સુધી યુરોપિયન અમેરિકન વસાહતીઓ, વેપારીઓ, શિકારીઓ અને પ્રવાસીઓ માટે ભૌતિક અડચણ માનવામાં આવતો હતો. પશ્ચિમી પર્વતમાળાઓની ટેકરીઓમાં સોનાની શોધ થયા બાદ 1848થી આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું.[૧૧] કેલિફોર્નિયા ગોલ્ડ રશ (સોના માટેની દોડ)ને કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને વેપારી પ્રવૃત્તિઓમાં નાટકીય પરિવર્તન આવ્યું. સ્થાનિક મૂળ અમેરિકનો પર આધારિત સ્ત્રોત ખૂટી ગટા અથવા તેનો નાશ થયો અને આગંતુકો દ્વારા લાવવામાં આવેલા રોગ સ્વદેશી લોકોમાં ઝડપથી પ્રસરી ગયા. મૂળ સંસ્કૃતિનો નાશ અમેરિકન સરકારની નીતિ બની ગઈ, જેણે 1848માં મેક્સિકો પાસેથી કેલિફોર્નિયા ખરીદ્યું હતું.[૧૨]

પરદેશી વ્યક્તિ દ્વારા યોસેમિટી ખીણપ્રદેશને જોવાનો પ્રથમ ચોક્કસ પ્રસંગ ઓક્ટોબર 18, 1849માં વિલિયમ પી અબ્રામ્સ અને તેના સાથીદાર દ્વારા ઘટ્યો હતો.[૧૩] અબ્રામ્સે ચોક્કસ રીતે કેટલીક પ્રસિદ્ધ જગ્યાઓનું વર્ણન કર્યું, પરંતુ તે અથવા તેનો સાથીદાર આ ખીણપ્રદેશમાં પ્રવેશ્યા હતા કે નહીં તે અચોક્કસ છે. 1850માં, ત્રણમાંથી એક ભાઈ, જોસેફ, વિલિયમ અથવા નાથન સ્ક્રીચ, હેચ હેચી વેલીમાં પ્રવેશનારો પુષ્ટિ પામેલો પ્રથમ પરદેશી વ્યક્તિ બન્યો.[૧૪] જોસેફ સ્ક્રીચ બે વર્ષ પછી પાછો આવ્યો અને ત્યાં રહેતા મૂળ અમેરિકનો સાથે વાત કરી અને બીજના ખોરાકને ઢાંકતા ઘાસને શું કહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો અને તેને કહેવામાં આવ્યું કે "હેચ હેચી".[૧૪]

એલેક્સી ડબલ્યુ વોન સ્કમિડ્ટેની સરવે કરનારી ટીમે 1855માં યોસેમિટી વિસ્તારના કોઇ ભાગનું પ્રથમ ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત ખેડાણ હાથ ધર્યું.[૧૫] જ્યોર્જ એમ વ્હિલરના સરવે વેસ્ટ ઓફ ધ 100 મેરીડિયન હેઠળ લેફ્ટનન્ટ મોન્ટગોમરી મેકોમ્બ દ્વારા કરવામાં આવેલો ટોપોગ્રાફિક સરવે 1870ના દાયકાના પાછલા વર્ષોમાં અને 1880ના પ્રારંભિક વર્ષોમાં પૂરો થયો.[૧૬]

મેરીપોસા યુદ્ધ અને વારસો[ફેરફાર કરો]

A glacial-carved valley filled with evergreen trees has a hanging valley and waterfall on the right and high cliff face on the left.
મેરીપોસા બટાલીયને ઇન્સ્પિરેશન પોઇન્ટથી પ્રથમ વખત યોસેમિટી ખીણપ્રદેશ જોયો હતો.2003નો ફોટો.

જેમ્સ સેવેજની યોસેમિટી ખીણપ્રદેશના પશ્ચિમે મર્સિડ નદી10 miles (16 km) પરના કાંઠા પરની વેપારી છાવણી[૧૨] પર મૂળ અમેરિકનોએ ડિસેમ્બર 1850માં છાપો માર્યો હતો, પછીથી છાપામારો પર્વતોમાં પાછા ફર્યા હતા.[૧૨] આ અને અન્ય આ પ્રકારના છાપાઓનો અંત લાવવા માટે કેલિફોર્નિયાના ગવર્નરને કરવામાં આવેલી અરજીને કારણે 1851માં મેરીપોસા બટાલિયનની સ્થાપના કરવામાં આવી અને મેરીપોસા યુદ્ધનો પ્રારંભ થયો.[૧૭]

તેનાયાની આગેવાની હેઠળના આહવાનીચીઝની શોધમાં સેવેજ બટાલિયનને 1851માં યોસેમિટી ખીણપ્રદેશમાં દોરી ગયો.[૧૮] માર્ચ 27, 1851ના રોજ 50-60 માણસોની કંપની હાલમાં ઓલ્ડ ઇન્સ્પિરેશન પોઇન્ટ તરીકે ઓળખવામાં આવતા સ્થળે પહોંચી જ્યાંથી યોસેમિટી ખીણપ્રદેશના મુખ્ય પાસાઓ દેખાય છે.[૯] ચીફ તેનાયા અને તેના જૂથને અંતે પકડી લેવામાં આવ્યું અને તેમના ગામને સળગાવી દેવામાં આવ્યું, જેનાથી ઘણાં વર્ષો પહેલાં વૃદ્ધ અને મરણપથારીએ રહેલા વૈદે તેનાયાને જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી.[૧૯] આહવાહનેચીને તેમને પકડનારા કેપ્ટન જ્હોન બોવલિંગ દ્વારા ફ્રેસ્નો રીવર રીઝર્વેશન (આરક્ષિત પ્રદેશ)માં લઈ જવામાં આવ્યા અને બટાલિયનને જુલાઇ 1,1851ના રોજ વિખેરી નાંખવામાં આવી.[૨૦] આરક્ષિત પ્રદેશનું જીવન આનંદ આપનારું ન હતું અને આહવાહનીઝ લોકો તેમના ખીણપ્રદેશ માટે ઝૂરતા હતા. આરક્ષિત પ્રદેશના અધિકારીઓએ તેનાયા અને તેના જૂથના કેટલાક લોકોને તેમના મૂળ વતનમાં પાછા ફરવાની મંજૂરી આપી.[૨૦]

A middle-aged man with a graying beard is wearing a bow tie and suit jacket
ડો. લાફાયેત બન્નેલે ઉદ્યાન વિસ્તારમાં આવેલી ઘણી વિશેષતાઓનું નામકરણ કર્યું હતું, જેમાં યોસેમિટી ખીણપ્રદેશનો પણ સમાવેશ થાય છે. 1880ના પુસ્તક ડિસ્કવરી ઓફ ધ યોસેમિટીમાંથી ફોટો અને 1851નું ઇન્ડિયન યુદ્ધ, જે આ ઘટના તરફ દોરી ગયું

આઠ ખાણીયાઓના જૂથે મે 1852માં યોસેમિટી ખીણપ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમના પર તેનાયાના સૈનિકોએ કથિત હુમલો કર્યો, જેમાં બે ખાણીયાઓ માર્યા ગયા.[૨૦] નિયમિત લશ્કરી ટુકડીએ લેફ્ટનન્ટ ટ્રેડવેલ મૂરની આગેવાની હેઠળ વળતો હુમલો કરીને છ આહવાહનીચીઓને મારી નાંખ્યા, જે ગોરા લોકોના પહેરવેશમાં હતા.[૨૦]

તેનાયાનું જૂથ ખીણપ્રદેશમાંથી ભાગી ગયું અને તેની માતૃ જાતિ મોનોમાં આશ્રય મેળવ્યો. 1853ના દાયકાના મધ્યભાગમાં આહવાહાનીચીઓ ખીણપ્રદેશમાં પાછા ફર્યા,[૧૯] પરંતુ તેમણે પછીથી તેમના ભૂતપૂર્વ યજમાનો સાથે દગો કરીને મોનો લોકો પરદેશી પશુપાલકો પાસેથી લઇ આવેલા ઘોડાઓને ચોરી લાવ્યા. સામે પક્ષે, મોનોએ આ ચોરી શોધી કાઢી અને તેનાયા સહિતના બાકી રહેલા અને આહવાહનીચીઓને મારી નાંખ્યા, તેનાયા લેકનું નામ મૃત્યુ પામેલા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વેર શમી ગયું અને 1850ના મધ્યભાગ સુધીમાં સ્થાનિક યુરોપિયન અમેરિકન રહેવાસીઓ યોસેમિટી વિસ્તારમાં હાલમાં પણ રહેતા મૂળ અમેરિકનો સાથે દોસ્તી વધારવા લાગ્યા.

બટાલિયનના સભ્યઓએ બ્રિડાલ્વિલ મેડોવ ખાતે છાવણીમાં હતા ત્યારે આ ખીણપ્રદેશ માટેના નામના સૂચન કર્યા હતા. સેવેજની ટુકડી સાથે કંપની ફિઝિશિયન તરીકે જોડાયેલા ડો. લાફાયેત બન્નેલે યો-સેમ-ઇ-ટી નામ સૂચવ્યું, જે આસપાસના પ્રદેશોમાં વસેલા સીએરા મિવોક જાતિના લોકોને યોસેમિટી ખીણપ્રદેશના લોકો તેમને તે નામે બોલાવતા હોવાનો ભય હતો તેના પરથી સૂચવવામાં આવ્યું હતું.[૨૧] કેટલાક સ્થાનિક ભાષાના શબ્દો બોલી શકતા સેવેજે આ શબ્દને "ફૂલ-ગ્રોઉન ગ્રીઝલી બેર" તરીકે ભાષાંતર કર્યો.[૨૧] શક્યતઃ સમાન શબ્દ યુઝુમતી અથવા યુહુમતી જેનો અર્થ થાય ગ્રીઝલી બેર પરથી ઉતરી આવેલો અથવા તેની સાથે મળતો આવતો આ શબ્દ સધર્ન સીએરા મિવોક શબ્દ યોહેમેટી છે, જેનો અર્થ થાય છે "તેઓ હત્યારા છે".[૨૨][૨૩] બન્નેલે આ પ્રવાસ દરમિયાન વિસ્તારની અનેક ભૌગોલિક વિશેષતાઓનું નામકરણ કર્યું.

બન્નેલે આ પ્રવાસ અંગેના લેખનો મુસદ્દો તૈયાર કર્યો હતો, પરંતુ જ્યારે સાન ફ્રાન્સિસ્કોના વર્તમાનપત્રના પત્રકારે તેને ખીણપ્રદેશની દિવાલ 1,500 ફૂટ (460 મીટર) ઊંચી હોવાના તેના અંદાજને અડધો કરવાનું સૂચન કર્યું ત્યારે તેણે આ મુસદ્દાનો નાશ કર્યો, હકીકતમાં દિવાલની ઊંચાઈ બન્નેલાના અંદાજ કરતાં બમણી છે.[૧૯] યોસેમિટી ખીણપ્રદેશનું પ્રથમ પ્રકાશિત લખાણ લેફ્ટનેન્ટ ટ્રેડવેલ મૂરે જાન્યુઆરી 20, 1854માં મેરીપોસા ક્રોનિકલ માં પ્રકાશિત કર્યું હતું,[૯] જેણે યોસેમિટી ની આધુનિક જોડી સ્થાપિત કરી હતી. બન્નેલે તેને આશ્ચર્યચકિત કરી તેણી ખીણપ્રદેશની અસરને ધ ડિસ્કવરી ઓફ ધ યોસેમિટી માં શબ્દદેહ આપ્યો છે, જે 1892માં પ્રકાશિત થઈ હતી.[૨૪]

કલાકારો, ફોટોગ્રાફર્સ અને પ્રથમ પ્રવાસીઓ[ફેરફાર કરો]

1855માં અડતાલીસ નોન-ઇન્ડિયન લોકોએ યોસેમિટી ખીણપ્રદેશની મુલાકાત લીધી, જેમાં સાન ફ્રાન્સિસ્કોના લેખક જેમ્સ મેસ હચિંગ્સ અને કલાકાર થોમસ એર્સનો સમાવેશ થતો હતો.[૨૫]

High and thin waterfall sits above a shorter waterfall with trees in the foreground.
યોસેમિટી ધોધ, થોમ આયર દ્વારા કોલસા, સફેદ ચોક, કાગળ પર પેન્સિલ – 1855

હચિંગ્સે તેમના અનુભવ અંગે એક લેખ લખ્યો જે જુલાઇ 12, 1855ના મેરીપોસા ગેઝેટ ના અંકમાં પ્રકાશિત થયો હતો અને એર્સના યોસેમિટી ધોધના સ્કેચ 1855ના પાછલા ગાળામાં પ્રકાશિત થયા; તેમાંથી ચાર ચિત્રોને જુલાઇ 1956ના અગ્રણી લેખ અને હચિંગ્સ ઇલસ્ટ્રેટેડ કેલિફોર્નિયા મેગેઝિન ના શરૂઆતના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.[૨૬] એર્સ 1856માં પાછા ફર્યા અને વિસ્તારના ઊંચાણ ધરાવતા ગ્રામ્ય પ્રદેશ ટ્યુમલ મીડોવ્ઝની મુલાકાત લીધી.[૧૮] તેમના ખૂબ વિસ્તારપૂર્વકની અતિશયોક્તિસભર કલાકૃતિઓ અને તેમના દ્વારા લખવામાં આવેલા અનુભવોને રાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં આવ્યા અને તેમની કલાકૃતિઓનું પ્રદર્શન ન્યૂ યોર્ક સીટીમાં યોજવામાં આવ્યું. કાર્લટન વોટકિન્સે તેમના17 by 22 in (43 by 56 cm) યોસેમિટી અંગેના અભિપ્રાયોને 1867ના પેરિસ ઇન્ટરનેશનલ એક્સ્પોઝીશનમાં રજૂ કર્યા હતા.[૨૭]

હચિંગ્સે 1859માં યોસેમિટી ખીણપ્રદેશમાં ફોટોગ્રાફર ચાર્લ્સ લીયેન્ડર વીડને સાથે લીધા; વીડે ખીણપ્રદેશની વિવિધ પાસાઓના ફોટોગ્રાફ્સ લીધા, જેને સાન ફ્રાન્સિસ્કો ખાતેના સપ્ટેમ્બર પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા.[૧૮] હચિંગ્સે ઓક્ટોબર 1859થી માર્ચ 1860 સુધીમાં તેમના સામાયિકમાં "ધ ગ્રેટ યોસેમિટી વેલી"ના ચાર હપતા પ્રદર્શિત કર્યા અને આ લેખોનો સંગ્રહ તેમના સીન્સ ઓફ વન્ડર એન્ડ ક્યુરીયોસીટી ઇન કેલિફોર્નિયા માં પુનઃપ્રકાશિત કર્યા, જે 1870 સુધી પ્રિન્ટમાં રહ્યા.[૨૬][૨૮]

ફોટોગ્રાફર એન્સલ એડમ્સે 1916માં યોસેમિટીનો પ્રથમ પ્રવાસ ખેડ્યો; તેમના ખીણપ્રદેશના ફોટોગ્રાફ્સે તેમને 1920 અને 1930ના દાયકામાં પ્રસિદ્ધ બનાવી દીધા.[૭] એડમ્સે યોસેમિટીના તેમના મૂળ ફોટોગ્રાફ્સને વસીયતનામું કરીને યોસેમિટી પાર્ક એસોસિયેશનને આપ્યા અને મુલાકાતીઓ હજુ પણ મૂળ નેગેટીવ પરથી સીધી જ પ્રિન્ટ ખરીદી શકે છે. જે સ્ટુડિયોમાં આ પ્રિન્ટ વેચવામાં આવતી હતી તેની સ્થાપના 1902માં હેરી કેસી બેસ્ટે કરી હતી.[૨૯]

A river with cliffs and a waterfall in the background.
યોસેમિટી ખીણપ્રદેશનો ફોટો, એસી પિલ્સબરી દ્વારા, સીર્કા 1898

મિલ્ટન અને હ્યુસ્ટન મેને 1856માં સાઉથ ફોર્કથી મર્સિડ નદી સુધીનો યોસેમિટી ખીણપ્રદેશનો ટોલ રોડ શરૂ કર્યો.[૨૬] જ્યાં સુધી આ રોડ મેરીપોસા કાઉન્ટી સુધી લઈ આવવામાં આવ્યો અને તેનો ઉપયોગ વિનામૂલ્યે કરી શકાયો ત્યાં સુધી તેઓ પ્રતિ વ્યક્તિ બે ડોલરનો વધારે કહી શકાય તેવો ચાર્જ વસૂલતા હતા.

1856માં વસાહતી ગેલેન ક્લાર્કે મેરીપોસા ગ્રૂવ ઓફ જાયન્ટ સેક્વોઇઆ, સ્વદેશી લશ્કરી છાવણી, જે હવે ઉદ્યાનનો દક્ષિણપશ્ચિમ (નૈઋત્ય) ભાગ છે તેવા, વાવોના ખાતે શોધી કાઢ્યા.[૨૬] ક્લાર્કે મર્સિડ નદીના સાઉથ ફોર્ક પર વેવોના ખાતે યોસેમિટી ખીણપ્રદેશ તરફના વાહનવ્યવહાર પૂરો પાડવા માટે 1857માં પુલ બાંધ્યો અને મેન બંધુઓએ ખીણપ્રદેશમાં બાંધેલા રોડ પર મુસાફરો માટે વે સ્ટેશન પૂરું પાડ્યું.[૩૦]

સાદું રહેઠાણ, જે પાછળથી લોવર હોટેલ તરીકે ઓળખાયું, તુરંત જ પૂરું કરવામાં આવ્યું હતું; અપર હોટેલ, પછીથી હચિંગ્સ હાઉસ અને અંતે સિડર કોટેજ તરીકે ઓળખાતી, 1859માં ખોલવામાં આવી.[૩૧] મોટા વૃક્ષો ધરાવતા જંગલને નિહાળવા આવતા અને યોસેમિટી ખીણપ્રદેશ તરફ જતા પ્રવાસીઓને વધારે સારી સગવડ પૂરી પાડવા માટે 18798માં વધારે સારી વાવોના હોટેલ બાંધવામાં આવી.[૩૨] એરોન હરીસે યોસેમિટીમાં પ્રથમ કેમ્પગ્રાઉન્ડ વ્યવસાય 1876માં શરૂ કર્યો.[૩૩]

સરકારી અનુદાન[ફેરફાર કરો]

સરકારી અનુદાનની રચના[ફેરફાર કરો]

A man in oblique profile with a mustache is wearing a coat and hat looking toward the left.
આર્કિટેક્ટ ફ્રેડરિક લો ઓમસ્ટેડને યોસેમિટી કમિશનના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા.ફોટો સીર્કા 1860.

અમેરિકન ગૃહ યુદ્ધ દરમિયાન યોસેમિટીની મુલાકાત અને રસ વધતો રહ્યો. યુનિટેરીયન મંત્રી થોમસ સ્ટાર કિંગે 1860માં ખીણપ્રદેશની મુલાકાત લીધી અને વસાહતી અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓની કેટલીક નકારાત્મક અસરો તેમણે આ વિસ્તારમાં જોઇ.[૩૧] કિંગે લખેલા છ પ્રવાસ વર્ણનો બોસ્ટન ઇવનિંગ ટ્રાન્સ્ક્રિપ્ટ માં 1860 અને 1861માં પ્રકાશિત થયા; કિંગ એવા પ્રથમ વ્યક્તિ બન્યા જેમણે યોસેમિટી ખાતે જાહેર ઉદ્યાન અંગેની માંગણીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લીધી.[૩૪] ઓલિવર વેન્ડેલ હોમ્સ અને જોહ્ન ગ્રીનલીફ વ્હિટીઅરે કિંગના પત્રો વાંચ્યા અને તેની પર ટીપ્પણી કરી અને લેન્ડસ્કેપ આર્કિટેક્ટ ફેડરિક લો ઓમ્સટેડ ચેતવણીના કારણે 1863માં યોસેમિટીની મુલાકાત લેવા માટે પ્રેરાયા.[૩૪][૩૧]

કિંગ અને ઓમ્સટેડ દ્વારા ઊભા કરાયેલા દબાણ, કાર્લટન વોટકિન્સના ફોટોગ્રાફ અને 1863ના જીઓલોજીકલ સરવે ઓફ કેલિફોર્નિયાની જીઓલોજીકલ માહિતીએ કાયદા ઘડનારાઓને પગલાં લેવા પ્રેર્યા. કેલિફોર્નિયના સેનેટર જોહ્ન કોન્નેસે યોસેમિટી ખીણપ્રદેશ અને મેરીપોસા ગ્રૂવ ઓફ બીગ ટ્રીઝ કેલિફોર્નિયાને સોંપી દેવા માટે યુનાઇટેડ સ્ટેટ સેનેટમાં 1864માં ઉદ્યાન ખરડો રજૂ કર્યો.[૩૫]

આ ખરડો યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસના બંને ગૃહોમાં સરળતાથી પસાર કરવામાં આવ્યો અને પ્રમુખ અબ્રાહમ લિંકને જૂન 30, 1864ના રોજ તેના પર હસ્તાક્ષર કર્યા.[૩૧] યોસેમિટી ગ્રાન્ટ, અત્યારે જે નામે ઓળખાય છે, કેલિફોર્નિયાને રાજ્ય ઉદ્યાન તરીકે "જાહેર ઉપયોગ, રીસોર્ટ અને મનોરંજન પ્રવૃત્તિઓ" માટે આપવામાં આવ્યો.[૩૬] ફેડરીક લો ઓમ્સટેડની અધ્યક્ષતા હેઠળના બોર્ડ ઓફ કમિશ્નર્સની રચના 1864માં અનુદાનના સંચાલન માટે કરવામાં આવી, પરંતુ તેની બેઠક 1866 સુધી મળી ન હતી.[૩૧]

સરકારી અનુદાનનો વહીવટ[ફેરફાર કરો]

કમિશને ગેલેન ક્લાર્કને અનુદાનના પ્રથમ સંરક્ષક તરીકે નિમણૂક આપી, પરંતુ ક્લાર્ક કે કમિશ્નર્સને વસાહતીઓને જગ્યા ખાલી કરાવવાની સત્તા ન હતી. કેલિફોર્નિયા જીઓલોજીકલ સરવેના પ્રથમ ડિરેક્ટર જોસિયાહ વ્હિટનીએ દુઃખ વ્યક્ત કર્યું કે યોસેમિટી ખીણપ્રદેશના હાલ પણ નાયગ્રા ધોધ જેવા થશે, જે દરેક પુલ, રસ્તા, કેડીઓ અને દર્શનીય સ્થળો પર ટોલ ટેક્સ સાથેનું પ્રવાસીઓને ફસાવવાનું સ્થળ બની ગયું હતું.[૩૭]

Portrait of a middle-aged man with full beard and thinning hair is wearing a formal jacket.
પ્રસિદ્ધ ભૂસ્તરશાસ્ત્રી જોસિયન વ્હિટની, 1863.તેમને ભય હતો કે યોસેમિટીના હાલ પણ નાયગ્રા ધોધ જેવા થશે.

હચિંગ્સે અને વસાહતીઓના નાના જૂથે ખીણપ્રદેશના 160 acres (65 ha) વિસ્તાર પર કાનૂની રીતે વસાહત હક માંગ્યા.[૩૮] 1874માં હચિંગ્સ અને અન્ય ત્રણ લોકોના જમીન પરના હકને ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા અને રાજ્યના કાયદાએ વસાહતીઓને 60,000 ડોલરનું વળતર આપ્યું, જેમાંથી હચિંગ્સને 20,000 ડોલર મળ્યા, ત્યાં સુધી આ પ્રશ્ન વણઉકલ્યો રહ્યો હતો.[૩૯]

યોસેમિટી ખીણપ્રદેશમાં પરિસ્થિત અને ઉદ્યાન સુધીની પહોંચ ધીરે-ધીરે સુધરવા લાગી. 1878માં ક્લાર્કે ખીણપ્રદેશમાં હીમનદીના કાંઠે જમા થતા કચરાની પાછળના કાદવને દૂર કરવા હીમનદીના કાંઠાને તોડવા માટે ડાયનામાઇટનો ઉપયોગ કર્યો.[૧૮] ફર્સ્ટ ટ્રાન્સકોન્ટિનેન્ટલ રેલરોડનું સેક્રેમેન્ટોથી સ્ટોકટોન પ્રથમ એક્સટેન્શન 1869માં પૂરું થતાં અને સેન્ટ્રલ પેસેફિક રેલરોડ 1872માં મર્સિડ પહોંચતાં પ્રવાસનમાં નોંધપાત્ર વધરો થયો.[૪૦]

મર્સિડથી લાંબા અંતર સુધી ઘોડેસવારી પ્રવાસીઓ માટે અડચણ બની રહી. વધારે સારી સગવડ પૂરી પાડવા માટે 1870ના દાયકામાં ત્રણ સ્ટેજકોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, કૌલ્ટરવિલે રોડ (જૂન 1874), બીગ ઓક ફ્લેટ રોડ (જુલાઇ 1874) અને વાવોના રોડ (જુલાઇ 1875).[૪૧] ગ્લેસિયર પોઇન્ટ સુધીનો રોડ જ્હોન કાનવે દ્વારા 1882માં પૂરો કરવામાં આવ્યો હતો અને ધ ગ્રેટ સીએરા વેગન રોડ 1883માં ખોલવામાં આવ્યો હતો, જે મોનો ટ્રેઇલથી ટ્યુમલ મીડોવ્સને મોટાભાગે અનુસરતો હતો.[૪૨]

1880માં ક્લાર્ક અને પ્રવર્તમાન કમિશ્નરોને કેલિફોર્નિયા લેજિસ્લેચર દ્વારા દૂર કરવામાં આવ્યા અને હચિંગ્સ નવા સંરક્ષક બન્યા.[૪૧] હચિંગ્સનું સ્થાન 1884માં ડબલ્યુ ઇ ડેનિસને લીધું.[૪૩] ક્લાર્કને ફરીથી ગાર્ડિયન તરીકે 1889માં નિમવામાં આવ્યા અને તે 1896માં નિવૃત્ત થયા.[૪૪]

1990માં ઓલિવર લિપ્પિનકોટ યોસેમિટી ખીણપ્રદેશમાં ઓટોમોબાઇલ ચલાવનારા પ્રથમ વ્યક્તિ બન્યા.[૪૫] યોસેમિટી વેલી રેલરોડ, હુલામણા નામ તરીકે ધ શોર્ટ લાઇન ટુ પેરેડાઇઝ (સ્વર્ગનો ટૂંકો રસ્તો), નજીકના એલ પોર્ટલ, કેલિફોર્નિયા ખાતે 1907માં આવી.[૪૬] અસંખ્ય ચઢાણો અને ઘોડેસવારીના રસ્તાઓ દૂર કરવામાં આવ્યા, જેમાં મેરીપોસા ગ્રૂવમાંથી પસાર થતી કેડીનો પણ સમાવેશ થતો હતો.

સવલતો (કન્સેસરીઝ)[ફેરફાર કરો]

Woman in a dress in front of a sign above a road made of wood lettering. The sign reads "Camp Curry" and trees are in the background.
મધર કરી કેમ્પ કરી સામે, સીર્કા 1900.

યોસેમિટીની પ્રથમ સવલત 1884માં શરૂ થઈ જ્યારે શ્રીમાન અને શ્રીમતિ જ્હોન ડેગ્નને બેકરી અને દુકાન શરૂ કરી.[૪૭] ડેસમંડ પાર્ક સર્વિસ કંપનીને 1916માં વીસ વર્ષની રાહત આપવામાં આવી; કંપનીએ હોટેલ, દુકાનો, કેમ્પ, ડેરી, ગેરેજ અને અન્ય પાર્ક સેવાઓ ખરીદી કે બાંધી.[૪૮] ડેસમંડે તેનું નામ બદલીને 1917માં યોસેમિટી નેશનલ પાર્ક કંપની રાખ્યું અને તેને 1920માં માન્યતા આપવામાં આવી.[૪૯]

કરી કંપનીનો પ્રારંભ 1899માં ડેવિડ અને જેની કરીએ કર્યો; યુગલે કેમ્પ કરીની પણ સ્થાપના કરી જે હાલમાં કરી વિલેજ તરીકે ઓળખાય છે.[૫૦] કરીએ આ વિસ્તારમાં સવલત આપવાની કામગીરી અને વિકાસ કરવા માટે અચકાતા ઉદ્યાન નિરીક્ષકોને રાજી કરવા દબાણ ઊભું કર્યું.

રાષ્ટ્રીય ઉદ્યાન સેવાના વહિવટકારોને લાગ્યું કે દરેક રાષ્ટ્રીય ઉદ્યાનમાં સવલતોની સંખ્યાને મર્યાદિત રાખવાનો વિચાર નાણાકીય રીતે વધારે યોગ્ય છે. કરી કંપની અને તેના હરીફ યોસેમિટી નેશનલ પાર્ક કંપનીને 1925માં મર્જ થઈને યોસેમિટી પાર્ક એન્ડ કરી કંપની (વાયપીએન્ડસીસી (YP&CC)) રચવાની ફરજ પડી.[૫૧]

રાષ્ટ્રીય ઉદ્યાન[ફેરફાર કરો]

જ્હોન મૂરનો પ્રભાવ[ફેરફાર કરો]

માર્ચ 1868માં કેલિફોર્નિયામાં તેમના આગમન પછી તુરંત જ જ્હાન મૂર યોસેમિટી વિસ્તારની મુલાકાતે નીકળી પડ્યા,[૫૨] જ્યાં તેમને સ્થાનિક રેન્ચર પેટ ડેલનેયની માલિકીનાં ઘેટાંઓની સંભાળ રાખવાનું કામ મળ્યું. મૂરની નોકરીએ તેમને આ વિસ્તારના છોડ, પત્થરો અને પ્રાણીઓનો અભ્યાસ કરવાની તક પૂરી પાડી,[૫૨] તેમના નિદર્શનોને આલેખતા લેખો અને વૈજ્ઞાનિક પેપરોએ તેમને આ વિસ્તાર લોકપ્રિય બનાવવામાં અને તેમાં રસ વધારવામાં ખૂબ મોટો ફાળો આપ્યો. યોસેમિટી ખીણપ્રદેશના મહત્વના ભૂમિસ્વરૂપો વિશાળ આલ્પાઇન હિમશિખરોના બનેલા છે તેવા મત વ્યક્ત કરનારા પ્રથમ લોકોમાં મૂર સ્થાન ધરાવતા હતા, જે મૂરને બિન-વ્યાવસાયિક ગણનારા જોસિયાહ વ્હિટની જેવા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોના મતથી બિલકુલ વિપરિત મત હતો.[૩૮]

જંગલમાં વધારે પડતા ચરાણ, જાયન્ટ સેક્વોઇયાના કપાવવાથી અને અન્ય નુકશાનથી મૂરે તેમની ભૂમિકા વિસ્તારના પ્રમોટર અને વૈજ્ઞાનિકમાંથી વધારે રક્ષણની માંગણીના ભલામણકર્તા તરીકેની કરી.[૫૩] તેમણે ઘણાં પ્રભાવશાળી લોકોને આ વિસ્તારમાં તેમની સાથે કેમ્પ કરવા મનાવ્યા, જેમાં 1871માં આવેલા રાલ્ફ વેલ્ડો ઇમર્સનનો પણ સમાવેશ થાય છે.[૫૪] મૂરે તેમના મહેમાનોને એ સમજાવવાના પ્રયાસ કર્યા કે સમગ્ર વિસ્તાર સંઘીય સંરક્ષણમાં સમાવી લેવો જોઇએ. 1880ના દાયકા સુધીના કોઇપણ મહેમાને મૂરની લડત અંગે કાંઇ ખાસ કર્યું નહીં, સિવાય કે સેન્ચ્યુરી મેગેઝિન ના તંત્રી રોબર્ટ અન્ડરવૂડ જ્હોનસન. જ્હોનસનના માધ્યમથી, મૂરે તેમના લખાણો માટે રાષ્ટ્રીય વાચકવર્ગ અને ખૂબ જ ઉત્સાહિત તથા વિચક્ષણ કોંગ્રેસેશનલ લોબિઇસ્ટ મેળવ્યા.[૫૫]

ઓક્ટોબર 1,1890ના દિવસે ખીણપ્રદેશની બહારનો વિસ્તાર અને સેક્વોઇઆ ગ્રૂવને યોસેમિટી એક્ટ હેઠળ સર્વાનુમતે રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવી લઇને મૂરની ઇચ્છાને આંશિક રીતે માન્ય રાખવામાં આવી.[૫૬] આ કાયદાએ "આ સંરક્ષિત વિસ્તારમાં તમામ લાકડા, ખનિજ અનામતો, કુદરતી વિચિત્રતાઓ અથવા આશ્ચર્યોને કોઇ પણ પ્રકારના નુકસાન સામે રક્ષણ પૂરું પાડ્યું અને તેમને કુદરતી સ્થિતિમાં જાળવી રાખવાની જોગવાઈ કરી અને માછલીઓ અને ગેમના હેતુવિહિન નાશ અને વેચાણ અથવા નફાના હેતુ માટે તેમને પકડવા કે નાશ કરવા સામે પ્રતિબંધ લગાવ્યો".[૫૭]

યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં બે નદીઓના પ્રવાહના ઉપરવાસના સમગ્ર વહેણને સમાવી લેવામાં આવ્યું. પ્રવાહનું સંરક્ષણ મૂર માટે મહત્વનું હતું, જેમણે કહ્યું હતું કે, "તમે સીએરાન ફુવારાઓને બચાવ્યા વિના યોસેમિટી ખીણપ્રદેશને બચાવી શકો નહીં."[૨૭] કેલિફોર્નિયા રાજ્યએ યોસેમિટી ખીણપ્રદેશ અને મેરીપોસા ગ્રૂવ ઓફ બીગ ટ્રીઝ પરનું નિયંત્રણ જાળવી રાખ્યું. ખીણપ્રદેશ અને ગ્રૂને રાષ્ટ્રીય ઉદ્યાનમાં તબદિલ કરવા માટે દબાણ ઊભું કરવા મૂર અને બીજા 181 લોકોએ સાથે મળીને 1892માં સીએરા ક્લબની સ્થાપના કરી.[૪૭]

લશ્કરી વહીવટ[ફેરફાર કરો]

તેની પહેલાં યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનની જેમ યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનનો વહીવટ પણ પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના વિવિધ એકમો દ્વારા કરવામાં આવતો હતો. કેપ્ટન અબ્રામ વૂડે ચોથી કેવેલરી રેજીમેન્ટને નવા ઉદ્યાનમાં મે 19, 1891ના રોજ દોરી જઈને વાવોના ખાતે કેમ્પ એઇ વૂડ (જે હાલમાં વાવોના કેમ્પગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે) સ્થાપ્યો.[૫૮] દરેક ઉનાળામાં, 150 ઘોડેસવારો ઉદ્યાનમાં પેટ્રોલિંગ કરવા માટે સાન ફ્રાન્સિસ્કોના પ્રેસિડિઓ સુધી જાય છે. લગભગ 100,000 ઘેટાઓને દર વર્ષે ઊંચાણવાળા જંગોલોમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવે છે.[૫૫] આર્મી પાસે આ ગોવાળિયાઓની કાયદેસર રીતે ધરપકડ કરવાની સત્તાનો અભાવ હતો, પરંતુ તેના બદલે તેમને તેમના ટોળાંમાંથી અનેક દિવસો સુધી દૂર રાખવામાં આવતા, જેના કારણે ઘેટાંઓ વધારે જોખમમાં મૂકાતા. 1890ના દાયકાના પાછલા વર્ષોમાં ચરાણની સમસ્યા ખાસ રહી ન હતી, પરંતુ ઓછામાં ઓછા એક ગોવાળિયાએ 1920ના દાયકા સુધી ઉદ્યાનમાં તેનાં ઘેટાં ચરાવવાનું ચાલુ રાખ્યું હતું.[૫૯]

લશ્કરે શિકાર પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કર્યો. મોટા પ્રમાણમાં ગેમ અને માછલીઓને મારી નાંખવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ 1896માં કાર્યકારી સુપરિટેન્ડેન્ટ કર્નલ એસબીએમ યંગે શસ્ત્રો માટેની પરવાનગી આપવાનું બંધ કર્યું.[૬૦] 21મી સદીમાં શિકારનો પ્રશ્ન ચાલુ રહ્યો.[૬૧] ઉદ્યાનમાં લશ્કરના વહિવટનો 1914માં અંત આવ્યો.[૬૨]

ગેલેન ક્લાર્ક રાજ્ય સરકારના અનુદાનના સંરક્ષક તરીકે 1896માં નિવૃત્ત થઈને યોસેમિટી ખીણપ્રદેશ અને મેરીપોસા ગ્રૂવ ઓફ બીગ ટ્રીઝ બિનકાર્યક્ષમ નેતાગીરી હેઠળ છોડી ગયા.[૫૯] રાજ્ય સરકારના અનુદાન અંગેના પહેલેથી અસ્તિત્વ ધરાવતા પ્રશ્નો વધારે વિકટ બન્યા અને નવી સમસ્યાઓ સામે આવી, પરંતુ અશ્વદળ આ પરિસ્થિત પર નજર રાખી શક્યું નહીં. મૂર અને સીએરા ક્લબે સરકાર અને પ્રભાવશાળી લોકો પર એકરૂપતા ધરાવતા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનના સર્જન માટેનું દબાણ ચાલુ રાખ્યું. દૂરના વિસ્તારોની પહોંચ વધારે સરળ બનાવવાના હેતુથી સીએરા ક્લબે 1901માં યોસેમિટીની વાર્ષિક યાત્રા શરૂ કરી.[૬૩]

સંયુક્ત રાષ્ટ્રીય ઉદ્યાન[ફેરફાર કરો]

Two men stand at a precipice overlooking a valley that has a waterfall in the background.
થીઓડર રૂઝવેલ્ટ અને જ્હોન મૂર 1903માં ગ્લેશિયર પોઇન્ટ ખાતે

અમેરિકન પ્રમુખ થીયોડર રૂઝવેલ્ટે મે 1903માં ગ્લેશિયર પોઇન્ટ પાસે જ્હોન મૂર સાથે ત્રણ દિવસ રોકાણ કર્યું.[૬૪] આ યાત્રા દરમિયાન મૂરે રૂઝવેલ્ટને ખીણપ્રદેશ અને જંગલોને કેલિફોર્નિયા પાસેથી લઈને સંઘીય સરકારને તેનું નિયંત્રણ મેળવવા સંમત કર્યા. જૂન 11, 1906માં રૂઝવેલ્ટે આ બાબતને અમલમાં મૂકતા ખરડા પર હસ્તાક્ષર કર્યા અને સુપરિટેન્ડેન્ટના વડામથકને વાવોનાથી યોસેમિટી ખીણપ્રદેશમાં ખસેડવામાં આવ્યું.[૬૫]

આ આયોજન અંગે કોંગ્રેસ અને કેલિફોર્નિયા રાજ્યની મંજૂરી મેળવવા માટે ઉદ્યાનનું કદ 500 square miles (1,300 km2) કરતાં વધારે ઘટાડી દેવામાં આવ્યું,[૬૬] જેમાંથી ડેવિલ્સ પોસ્ટપાઇલ અને મુખ્ય વન્યજીવ રહેઠાણોને બાદ રાખવામાં આવ્યા. વાવોનાના આસપાસના પ્રદેશોમાં લાકડા કાપવાનું શરૂ થતાં ઉદ્યાનનું કદ ફરીથી 1906માં ઘટાડવામાં આવ્યું.[૬૭] કાર્યકારી સુપરિટેન્ડેન્ટ મેજર એચસી બેનસને 1908માં જણાવ્યું કે, "ગેમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ઉદ્યાનના કદમાં થતો દરેક ઘટાડો ગેમના શિયાળુ રહેણાંકના હિસ્સામાં ઘટાડો કરે છે."[૬૭] વિવિધ પ્રકારના ફેરફારોના કારણે ઉદ્યાનનું કદ તેના મૂળ કદ કરતાં માત્ર બે તૃતિયાંશ ભાગનું થઈ ગયું.[૬૭]

સંઘીય સરકારે 1930માં જમીન ખરીદીને અને ઉદ્યોગપતિ જ્હોન ડી રોકફેલર દ્વારા આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરીને ટ્યુમલ અને મર્સિડ વચ્ચે આશરે 12,000 acres (4,900 ha) જેટલાં રાક્ષસી કદના જંગલોનો ઉદ્યાનમાં ઉમેરો કર્યો.[૬૭] વાવોના પાસે વધુ 8,765 acres (3,547 ha) જેટલા 1932માં ઉમેરવામાં આવ્યા. રોકફેલરે ખરીદેલી જગ્યાની નજીક આવેલી કાર્લ ઇન ટ્રેક્ટની જગ્યા 1937 અને 1939માં ખરીદવામાં આવી.[૬૭]

હેચ હેચી ખીણપ્રદેશ અંગેનો સંઘર્ષ[ફેરફાર કરો]

સાન ફ્રાન્સિસ્કો મેયર જેમ્સ ડી ફેલને રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા યોસેમિટી ખીણપ્રદેશની ઉત્તરે રહેલી હેચ હેચી વેલીનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધરવા માટે 1900માં યુએસજીએસ એન્જિનિયર જોસેફ બી લિપ્પિનકોટને કામગીરી સોંપી.[૬૮] તેમના અહેવાલે જણાવ્યું કે શહેર માટે પીવાના પાણીનું જળાશય બનાવવા માટે હેચ હેચી ખીણપ્રદેશમાં ટ્યુમલ નદી પરનો બંધ શ્રેષ્ઠ પસંદગી છે. ટ્યુમલ નદીના પાણીના હક અને હેચ હેચી ખાતે જળાશય બાંધવાના હક અને લેક એલનોરના હકની માંગણી ફેલન વતીથી લિપ્પિનકોટે 1901માં કરી.[૬૮] ઇન્ટેરીઓરના સેક્રેટરી એથન એલ હિચકોકે આ વિનંતીઓ 1903 સુધીમાં ઠુકરાવી દીધી, જેમને એવું લાગ્યું હતું કે આ અરજી "જાહેર હિતમાં ન હતી."[૬૭]

High cliffs bound a valley with meandering stream in it. One of the cliffs has a waterfall and another cliff is much larger than the others.
હેચ હેચી વેલી બંધ બન્યા પહેલાં.ઇસાઇયાહ વેસ્ટ ટેબરનો આ ફોટોગ્રાફ સીએરા ક્લબ બુલેટીનમાં 1908માં પ્રકાશિત થયો હતો.

1906ના સાન ફ્રાન્સિસ્કોના ભૂકંપે આ સંતુલન શહેરની તરફેણમાં નમાવતાં બંધ બાંધવાના હક આપવામાં આવ્યા. હેચ હેચીના હક સાન ફ્રાન્સિસ્કો શહેરને 1908માં ઇન્ટેરીઓરના સેક્રેટરી જેમ્સ રૂડોલ્ફ ગેરફિલ્ડે આપ્યા, જેમણે લખ્યું કે, "પાણી અને ઉપલબ્ઘ બેઝિનના સંગ્રહને ઉપયોગમાં લેવાનો સૌથી ઉત્તમ માર્ગ સ્થાનિક ઉપયોગ છે."[૬૭]

રાષ્ટ્રીય સ્તરે પબ્લિસીટી પામેલી બંધ અંગેની લડાઇનો પ્રારંભ થયો; મૂર જેવા સંરક્ષકવાદીઓ જંગલી વિસ્તારોને જંગલી રહેવા દેવા માંગતા હતા અને જીફોર્ડ પિન્ચોટ જેવા રૂઢીવાદીઓ જંગલી વિસ્તારોને માનવજાતની ભલાઇ માટે ઉપયોગમાં લેવા માંગતા હતા. રોબર્ટ અન્ડરવૂડ જ્હોનસન અને સીએસા ક્લબે ખીણપ્રદેશને પૂરથી બચાવવા માટે આ લડતમાં ભાગ લીધો. મૂરે લખ્યું કે, "ડેમ હેચ હેચી! ઉપરાંત પાણીની ટાંકી માટેના ડેમ કે લોકોના કેથેડ્રલ્સ અને ચર્ચ, માણસના હૃદય કરતાં વધારે પવિત્ર મંદિર એક પણ નથી."[૬૯] યુ. એસ. ફોરેસ્ટ સર્વિસના ડિરેક્ટર પિન્ચોટે તેના નજીકના મિત્ર રૂઝવેલ્ટને લખ્યું કે, "આનો શક્ય તેટલો સૌથી વધુ ઉપયોગ વિશાળ વસતિ ધરાવતા વિસ્તારને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું એ જ છે."[૬૯]

રૂઝવેલ્ટના અનુગામી, વૂડ્રોવ વિલ્સને રેકર એક્ટ પર હસ્તાક્ષર કરીને ડિસેમ્બર 13, 1913ના રોજ તેને કાયદો બનાવ્યો, જેણે બંધ બાંધવાની સત્તા આપી.[૫૯][૭૦] 1923માં ઓ'શૌગનેસી ડેમની પાછળ ખીણપ્રદેશમાં પૂર આવતાં હેચ હેચી જળાશય મોટું બન્યું.[૫૪] રેકર એક્ટે પણ શહેરને લેક એલનોર અને ચેરી લેક, બંને ઉદ્યાનમાં હેચ હેચીથી ઇશાનમાં આવેલા, સરોવરોમાં પાણીનો સંગ્રહ કરવાના હક આપ્યા.[૭૧]

મૃત્યુના થોડા સમય પહેલાં મૂરે આશા વ્યક્ત કરી હતી કે, "રેકર એક્ટમાંથી કેટલાક વળતર સ્વરૂપની વસ્તુઓ પણ આવવી જોઈએ."[૭૨] બંધ અંગેની લડતે તેને રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બનાવીને તેના બચાવની લડતને વધારે મજબૂત બનાવી.

રાષ્ટ્રીય ઉદ્યાન સેવા[ફેરફાર કરો]

યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનનો વહિવટ 1916માં નવી રચાયેલી રાષ્ટ્રીય ઉદ્યાન સેવાને તબદિલ કરવામાં આવ્યો, જ્યારે ડબલ્યુ બી લૂઇસને ઉદ્યાનના સુપરીટેન્ડેન્ટ તરીકે નિમવામાં આવ્યા. ટ્યુમલ મીડોવ્ઝ લોજ અને ટીઓગા પાસ રોડની સાથે સાથે તેનાયા અને મર્સેડ લેક્સ ખાતેના કેમ્પગ્રાઉન્ડ્સનું કામકાજ આ જ વર્ષે પૂર્ણ કરવામાં આવ્યું, તે ઉનાળુ ઋતુમાં ટીઓગા રોડનો ઉપયોગ કરીને છસો જેટલા વાહનો ઉદ્યાનના પૂર્વ વિસ્તારમાં પ્રવેશ્યા.[૭૨] ઓલ વેધર હાઇવે (બારમાસી હાઇવે) (હાલનો સ્ટેટ રૂટ 140) 1926માં ખૂલ્યો, જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓની મુલાકાત ચાલુ રહે અને પૂરવઠાની સામાન્ય સ્થિતિ જળવાઈ રહેવા લાગી.[૭૩]

0.8-mile (1.3 km)-લાંબી વાવોના ટનલ 1933માં પૂરી થવાથી વાવોનાથી યોસેમિટી ખીણપ્રદેશ સુધીના પ્રવાસના સમયમાં ઘણો જ ઘટાડો થયો.[૭૪] પ્રસિદ્ધ ટનલ વ્યૂ ટનલથી ખીણપ્રદેશની બાજુએ છે અને ઓલ્ડ ઇન્સ્પિરેશન પોઇન્ટ તેની ઉપર આવેલો છે. પૂર, ચાલવાની અને ખનિજોની ઉત્ખનન પ્રવૃત્તિઓમાં ઘટાડા અને વાહનો તથા બસના ઉપયોગમાં થયેલા તીવ્ર વધારાએ 1945માં યોસેમિટી વેલી રેલવેને બિનઉપયોગી બનાવી દીધી.[૭૫] વર્તમાન ટીઓગા રોડ, હવે જે કેલિફોર્નિયા સ્ટેટ રૂટ 120નો ભાગ છે, તેનું લોકાર્પણ 1961માં કરવામાં આવ્યું હતું.[૭૬]

A multi-story building with a wood and stone exterior is in the midground, a tree is in the foreground and high cliffs in the background. Snow is on the ground.
આહવાહની હોટેલ, 2006

યોસેમિટીમાં રાષ્ટ્રીય ઉદ્યાન માટેના અભ્યાસ કાર્યક્રમો અને સેવાઓનો પાયો હેરોલ્ડ સી બ્રિન્ટ અને લોય હોમ્સ મિલર દ્વારા 1920માં નાંખવામાં આવ્યો.[૭૭] અન્સલ એફહોલ 1921માં પ્રથમ ઉદ્યાન પ્રકૃતિવાદી બન્યા અને આ ભૂમિકા તેમણે બે વર્ષ સુધી નિભાવી.[૭૮] હોલનો વિચાર પાર્ક મ્યુઝિયમ એક્ટ અમલમાં લાવવાનો હતો કારણ કે ઇન્ટરપ્રિટીવ પ્રોગ્રામ્સ માટેનું જાહેર સંપર્ક કેન્દ્ર અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં અનુસરવામાં આવ્યું હતું. યોસેમિટી મ્યુઝિયમ, રાષ્ટ્રીય ઉદ્યાન તંત્રમાં પ્રથમ કાયમી સંગ્રહાલય, 1926માં પૂર્ણ થયું.[૭૯]

યોસેમિટી ખીણપ્રદેશમાં ધ આહવાહની હોટેલ રાષ્ટ્રીય ઐતિહાસિક સ્થાન છે. 1927માં નિર્માણ પામેલી[૮૦] આ વૈભવી હોટેલ આર્કિટેક્ટ ગિલબર્ટ સ્ટેનલી અન્ડરવૂડે ડિઝાઇન કરીને નેટીવ અમેરિકન (મૂળ અમેરિકન) પ્રણાલીઓનો ઉપયોગ કરીને શણગારવામાં આવી છે.[૮૦] ઘણાં વર્ષો સુધી આ હોટેલે અન્સલ એડમ્સેના સર્જનોના વાર્ષિક પ્રદર્શનની યજમાની કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ સમયે તેનો ઉપયોગ સૈનિકોના પુનર્વસન માટે કરવામાં આવ્યો હતો.

પુનઃસ્થાપન અને જાળવણી[ફેરફાર કરો]

યોસેમિટી ખીણપ્રદેશ 1937, 1950, 1955 અને 1997માં પૂરથી ઘેરાઈ ગયો.[૮૧] યોસેમિટી ખીણપ્રદેશમાં પોહોનો બ્રિજ માપણી કેન્દ્ર પર કરવામાં આવેલી માપણી અનુસાર પૂરના પાણીના પ્રવાહનો દર 22,000થી 25,000 ક્યુબિક ફૂટ (620થી 700 મીટર3) પ્રતિ સકેન્ડ હતો.[૮૧]

જૂના યોસેમિટી ગામના લગભગ તમામ માળખાઓ, સિવાય કે મંદિરો, કાંતો વાવોનાના પાયોનિયર યોસેમિટી હિસ્ટરી કેન્દ્ર ખાતે ખસેડી લેવામાં આવ્યા હતા અથવા તો 1950 અને 1960ના દાયકામાં ધ્વસ્ત થઈ ગયા હતા.[૮૨] ઉદ્યાન ખાતેના અન્ય માળખાઓને પણ ઐતિહાસિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. યોસેમિટી ખીણપ્રદેશનું સૌથી જૂનું મકાન સિડર કોટેજ પૂરની અસર પામ્યું ન હતું છતાં પણ અન્ય મકાનો સાથે 1941માં ધ્વસ્ત થઈ ગયું હતું.[૮૩] ઐતિહાસિક જાળવણી પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું, કુદરતી ચીજોની પુનઃસ્થાપન અને જાળવણીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેમ લાગતું હતું.[૮૪]

વાઇલ્ડરનેસ પ્રીઝર્વેશન એક્ટ 1964ના માધ્યમથી કોંગ્રેસે ઉદ્યાનનો 89 ટકા હિસ્સો ઉચ્ચ સુરક્ષિત જંગલી વિસ્તાર તરીકે જાહેર કર્યો.[૮૫] કોઇ રોડ, વાહનો (સિવાય કે બચાવ માટે હેલિકોપ્ટર્સ અને અન્ય આકસ્મિક મદદ માટેના વાહનો) અથવા અન્ય વિકાસને ટ્રેઇલ જાળવણીથી આગળ આ વિસ્તારમાં અનુમતિ આપવામાં આવતી ન હતી. આ કાયદાએ યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં અન્સેલ એડમ્સ વાઇલ્ડરનેસ અને જ્હોન મૂર વાઇલ્ડરનેસનું પણ સર્જન કર્યું.[૮૬] આ સુરક્ષિત વિસ્તારોમાં 1906માં રાજ્ય સરકારના અનુદાન સાથે એકરૂપતા આપવામાં આવી તે પહેલાં પાર્કમાંથી દૂર કરવામાં આવેલા પ્રદેશોનો પણ સમાવેશ થતો હતો.

યોસેમિટી ફાયરફોલ, જેમાં ગ્લેશિયર પોઇન્ટથી સળગતા કોલસા ગબડાવીને અદભૂત નજારો તૈયાર કરવામાં આવતો હતો, 1968માં અંત પામ્યો કારણ કે તે ઉદ્યાનના મૂલ્યોને અનુરૂપ ન હોવાનું માનવામાં આવતું હતું.[૮૭] આ ફાયરફોલ 1870ના દાયકામાં ક્વચિત જ હાથ ધરાતો હતો અને કેમ્પ કરીની સ્થાપના સાથે તે રાત્રિ પરંપરા બન્યો હતો.[૮૮]

1960ના દાયકાના પાછલા વર્ષોથી[ફેરફાર કરો]

રેન્જરોએ સ્ટોનમેન મેડોવમાં ગેરકાયદેસર છાવણી નાંખેલા પ્રવાસીઓને જગ્યા ખાલી કરાવવાનો પ્રયાસ કરતાં 1970ના ઉનાળામાં મોટી સંખ્યામાં યુવાનો ઉદ્યાનમાં એકઠા થતાં ચોથી જુલાઇએ પ્રસરેલા રમખાણોને કારણે યોસેમિટીમાં અમેરિકન સમાજમાં બહોળા તણાવની સ્થિતિ પેદા થઈ.[૮૯] તોફાનીઓએ રક્ષકો પર પત્થરથી હુમલો કર્યો અને ઘોડેસ્વાર રક્ષકોને નીચે પાડ્યા. કાયદાની પરિસ્થિતિની સ્થાપના માટે નેશનલ ગાર્ડને બાલોવવામાં આવ્યા હતા.

યોસેમિટી પાર્ક એન્ડ કરી કંપની 1973માં મ્યુઝિક કોર્પોરેશન ઓફ અમેરિકા (એમસીએ (MCA)) લઈ આવી.[૯૦] 1988માં, કન્સેશનરીઓએ 500 મિલિયન ડોલર લઈ આવ્યા અને ફ્રેન્ચાઇઝી માટે સંઘીય સરકારને 12.5 મિલિયન ડોલર ચૂકવ્યા.[૯૧] ડેલવેર નોર્થ કંપનીઝ 1992માં યોસેમિટી માટેની પ્રાથમિક કન્સેશનરી બની ગઈ. તેણે રાષ્ટ્રીય ઉદ્યાન સેવા સાથે કરેલા કરારથી કન્શેશનરી તરફથી મળતી ઉદ્યાનની વાર્ષિક આવક વધીને 20 મિલિયન ડોલર થઈ ગઈ.[૯૨]

1999માં ઉદ્યાનની બહાર જ કેરી સ્ટેનેરે ચાર મહિલાઓની હત્યા કરી.[૯૩] આ જ વર્ષે ગ્લેશિયર પોઇન્ટની પૂર્વ બાજુએથી શરૂ થયેલું ભેખનું ધસાણ મર્સિડ નદીના હેપ્પી આઇલ્સ નજીક ખતમ થયું, જેનાથી ફૂટબોલના અસંખ્ય મેદાનો કરતાં પણ વધારે વિસ્તારમાં નકામો કચરો ફેલાઇ ગયો.[૯૪] આ ઘટનાઓ બાદ પ્રવાસનમાં થોડો ઘટાડો થયો, પરંતુ ફરીથી તે તેના મૂળ સ્તરે પહોંચી ગયું.

માનવીય અસર[ફેરફાર કરો]

ઉદ્યાન પરની માનવીય અસરને ઘટાડવા માટે ઉદ્યાન સેવા દ્વારા 1980માં આયોજન જારી કરવામાં આવ્યું. જનરલ મેનેજમેન્ટ પ્લાનથી રાત્રીરોકાણમાં 17 ટકાનો અને કર્મચારીઓ માટેના રહેણાંકમાં 68 ટકાનો ઘટાડો થયો, 1990 સુધી ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટ દૂર કરવામાં આવ્યા,[૯૫] છતાં પણ યોસેમિટી ખીણપ્રદેશમાં 1,300 મકાનો હતો, 1990ના દાયકા સુધી 17 acres (6.9 ha) ખીણપ્રદેશની જમીન પાર્કિંગથી માટે ફળવાયેલી હતી.[૯૬] લક્ષ્યાંકો પૂરા થતાં ન હતા, પરંતુ જાન્યુઆરી 1997માં પૂરે યોસેમિટી ખીણપ્રદેશમાં ઉદ્યાનની માળખાકીય સેવાઓ નાશ પામી.[૯૭] પછીથી જનરલ મેનેજમેન્ટ પ્લાન અને 250 જેટલા અન્ય પગલાંઓના અમલ માટે યોસેમિટી વેલી પ્લાન પછીથી રજૂ કરવામાં આવ્યો.[૯૮]

જંગલો અને ઘાસના મેદાનો (મીડોવ્ઝ)[ફેરફાર કરો]

આવાહનીચી અને અન્ય મૂળ રહેવાસી જૂથોએ યોસેમિટી પ્રદેશના વાતાવરણમાં પરીવર્તન કરી દીધું. એકોર્નવાળા બ્લેક ઓક્સના વિકાસ માટે દર વર્ષે ખીણપ્રદેશમાં ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવતી હતી.[૯૯] આગથી જંગલ ખૂલ્લું રહેતું, હુમલાનું જોખમ ઘટતું અને ખૂલ્લા વિસ્તારો ઘાસના મેદાનોના વિસ્તરણ અને જાળવણીમાં મદદ કરતાં.

ઉદ્યાનના પ્રારંભિક રક્ષકોએ કાદવ દૂર કર્યો, જેનાથી ઘાસના મેદાનોની સંખ્યા અને વિસ્તારમાં ઘટાડો થયો. ખીણપ્રદેશમાં 1860માં લગભગ 750 acres (300 ha) કરતાં વધારે ઘાસના મેદાનો હતા, જેની સરખામણીએ 20મી સદીના અંતે 340 acres (140 ha) જેટલાં મેદાનો રહ્યા હતા.[૫૪] બાકી રહેલા મેદાનોને હાથથી ઝાડ અને ઝાંખરા દૂર કરીને જાળવવામાં આવે છે. ઉદ્યાન સેવાએ 1910 અને 1930માં સામાન્ય માનવામાં આવતી મેદાનમાં ડ્રાઇવિંગ અને કેમ્પ કરવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવ્યો[૯૬] અને ઉદ્યાનમાં ઢોરઢાંખર અને ઘોડાઓને મુક્ત રીતે ફરવા દેવામાં આવતા ન હતા.

આગમાં ઘટાડો થવાને કારણે પોન્ડેરોસા પાઇન અને એન્સેન્સ સિડર જેવા નાના શંકુદ્રૂમ પ્રકારના ઝાડના વિકાસને પ્રોત્સાહન મળ્યું, મોટા શંકુદ્રુમ ઝાડ નાના ઓકના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં છાંયડો પૂરો પાડતા હતા. 20મી સદી સુધી, આગના બનાવોના ઘટાડા અને કાદવ દૂરી કરીને પાણીનું સ્તર નીચું લઈ જવામં આવતાં જ્યાં મીશ્ર અને ખુલ્લા શંકુદ્રૂમ ઓક પહેલાં ઉગતાં હતાં ત્યાં ગાઢ શંકુદ્રૂમ જંગલો આકાર લેવા લાગ્યા.[૧૦૦] આગ ડામવાની નીતિનું સ્થાન આગ વ્યવસ્થાપન કાર્યક્રમે લીધું જેમાં નિશ્ચિત રીતે આગનો વાર્ષિક ઉપયોગ કરવામાં આવતો. જાયન્ટ સિક્વોઇયા ગ્રૂવ્સ માટે આગ ખાસ મહત્વ ધરાવતી હતી, કારણ કે તેના બીજ જ્યાં સુધી આગથી તપેલી માટીને ન સ્પર્શે ત્યાં સુધી તેને અંકુર ફૂટતા ન હતા.

વિસ્તારમાં વૃક્ષો કાપવાની પ્રક્રિયા ચાલુ રહી. પ્રથમ વિશ્વયુદ્ધ અને 1930ની વચ્ચે જ્યારે જ્હોન ડી રોકફેલર, જૂનિયર અને સંઘીય સરકાર યોસેમિટી લંબર કંપની લઈ આવ્યા ત્યારે લગભગ દોઢ મિલિયન બોર્ડ ફૂટથી વધારે લાકડું કાપવામાં આવ્યું હતું.[૭૨]

મુલાકાતીઓમાં વધારો[ફેરફાર કરો]

An early automobile carrying a group of people drives through a tunnel cut through a very large tree.
વાવોના ટ્રી 1918માં1881માં ટનલને કાપવામાં આવી હતી, ઝાડ 1969માં તૂટી પડ્યું હતુંતેની ઉંમર 2,300 વર્ષ અંદાજવામાં આવે છે.

મૂર અને સીએરા ક્લબે પ્રારંભિક સમયમાં ઉદ્યાનમાં મુલાકાતીઓની સંખ્યા વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું. મૂરે લખ્યું હતું કે, "રમતિયાળ અને પ્રશંસા કરવાની ક્ષમતા નહીં ધરાવતા મુલાકાતીઓ આ સમયની ખૂબ જ આશાસ્પદ નિશાની છે, જે પ્રકૃતિ તરફ પાછા ફરવાની આપણી પ્રક્રિયાને તો સૂચવે છે – કારણ કે પર્વતોમાં જવું એટલે ઘરે પાછા ફરવું."[૯૬]

પ્રથમ યાંત્રિક વાહન 1900માં યોસેમિટી ખીણપ્રદેશમાં પ્રવેશ્યું, પરંતુ 1913 સુધી યોસેમિટીમાં કાર ટ્રાફિકમાં વધારો થયો નહીં, જ્યારે પ્રથમ તેમને પ્રથમ વખત સત્તાવાર રીતે પ્રવેશ આપવામાં આવ્યો,[૭૨] પછીના વર્ષે 127 કાર ઉદ્યાનમાં પ્રવેશી.[૫૪]

ઉદ્યાનના મુલાકાતીઓની સંખ્યા 1914ના 15,154થી વધીને 1918માં 35,527 અને 1929માં 461,000 થઇ હતી.[૯૬] 1946માં મિલિયનના બેતૃતિયાંશ, 1954માં એક મિલિયન, 1966માં બે મિલિયન અને 1980ના દાયકાતમાં ત્રણ મિલિયન અને 1990ના દાયકામાં ચાર મિલિયન થઈ.[૧૦૧]

મનોરંજન પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

હાફ ડોમ એ યોસેમિટી ખીણપ્રદેશની સપાટીથી 4,737 feet (1,444 m) ઊંચો મહત્વનો અને આઇકોનિક ગ્રેનાઇટ ડોમ છે. તેના પર પ્રથમ આરોહણ ઓક્ટોબર 12, 1875માં યોસેમિટી ખીણપ્રદેશના સ્કોટીશ લુહાર જ્યોર્જ સી એન્ડરસને કર્યું હતું.[૧૦૨] એન્ડરસને બિછાવેલું દોરડું 61 વર્ષીય ગેલન ક્લાર્ક, અને એક મહિલા સહિત છ વ્યક્તિઓ દ્વારા હાફ ડોમ પર છેલ્લા 975 feet (297 m) આરોહણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. એન્ડરસનના દોરડાનું અનેક વખત સમારકામ કરવામાં આવ્યું હતું અને તેના બદલે 1919માં સીએરા ક્લબે સ્ટેરવે બનાવ્યો હતો.[૧૦૩]

વધારે સારી રીતે કેમ્પ 4 તરીકે ઓળખાતા સનીસાઇડ વોક-ઇન કેમ્પગ્રાઉન્ડનું નિર્માણ 1929માં કરવામાં આવ્યું હતું.[૧૦૪] યોસેમિટીમાં 1950ના દાયકામાં ઊંચી ટેકરીઓ ચડવાનો પ્રારંભ કરનારા રોક ક્લાઇમ્બર્સ ત્યાં રોકાણ કરતાં હતા.[૧૦૫] 1997માં યોસેમિટી ખીણપ્રદેશમાં આવેલા પૂરે ખીણપ્રદેશમાં કર્મચારીઓ માટેના મકાનોને ધ્વસ્ત કરી દીધાં. ઉદ્યાન સેવા કેમ્પ 4ની બાજુમાં પરસાળ બાંધવા માંગતી હતી, પરંતુ અમેરિકન આલ્પાઇન ક્લબના ટોમ ફ્રોસ્ટ અને અન્ય લોકો આ આયોજનને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. [૧૦૬] રમત તરીકે રોક ક્લાઇમ્બિંગને વિકસાવવામાં તેની ભૂમિકા બદલ કેમ્પ 4ની નોંધણી નેશનલ રજીસ્ટર ઓફ હિસ્ટોરિક પ્લેસિસ (ઐતિહાસિક સ્થળોના રાષ્ટ્રીય નોંધણીપત્ર)માં ફેબ્રુઆરી 21,2003માં કરવામાં આવી.[૧૦૭]

બેઝર પાસ સ્કી એરીયાને 1935માં સ્થાપવામાં આવ્યો.[૧૦૮] 9-હોલ વાવોના ગોલ્ફ કોર્સને વાવોના હોટેલને અડીને આવેલા ઘાસના મેદાનમાં જૂન 1918માં ખૂલ્લો મૂકવામાં આવ્યો.[૧૦૯] એક ગોલ્ફ કોર્સ પછીથી યોસેમિટી ખીણપ્રદેશમાં આહવાહની હોટેલની નજીક બાંધવામાં આવ્યો પરંતુ પછીથી તેની દૂર કરીને 1981માં તેને ઘાસના મેદાનમાં ફેરવી દેવામાં આવ્યો.[૧૧૦]

દાખલ કરાયેલી અને આક્રમણકારી જાતો[ફેરફાર કરો]

બહારથી લાવવામાં આવેલા પ્રાણીઓ અને રોગોએ 19મી સદીના પાછલા વર્ષોથી ઉદ્યાનના વિસ્તાર પર અસર શરૂ કરી. ગેલેન ક્લાર્કે 1890ના દાયકાના મધ્યભાગમાં નોંધ્યું હતું કે યોસેમિટી ખીણપ્રદેશમાં મૂળ ઘાસ અને ફૂલછોડમાં પોણાભાગનો ઘટાડો થયો હતો.[૧૦૦]

શંકુદ્રૂમ ઝાડને ચેપ લગાડતા વ્હાઇટ પાઇન બ્લિસ્ટર રસ્ટ બ્રિટિશ કોલંબિયામાં 1910માં આકસ્મિક રીતે આવ્યા અને 1920ના દાયકામાં કેલિફોર્નિયા પહોંચ્યા.[૧૧૧] ત્યારથી તેણે યોસેમિટી ખીણપ્રદેશમાં ઘણાં સુગર પાઇન ઝાડને અસર કરી છે.[૧૧૨] રીબ્સ જીનસ ધરાવતાં છોડને દૂર કરીને ફૂગનું વહન કરતાં કાટને રોકી શકાય છે.[૧૧૩]

યોસેમિટી ઝરણાંઓ અને સરોવરોમાં માછીમારીને ઉત્તેજન આપવા માટે ટ્રાઉટ લઈ આવવામાં આવ્યા હતા. બહારથી લાવવામાં આવેલી માછલીઓએ દેડકાના બચ્ચાંનો શિકાર કરતાં દેડકાંઓની સંખ્યામાં ઘટાડો થયો.[૧૧૪] સરોવરો અને ઝરણાંઓ ઉદ્યાનમાં હવે દેડકાંઓથી ભરપૂર નથી.

તત્કાલિન પાર્ક મેનેજરો નુકસાનકારક નિંદામણની નવ આક્રમણકારી છોડની જાતના નિયંત્રણ પર ધ્યાન આપી રહ્યા છેઃ જેમાં યલો સ્ટાર-થીસ્ટલ (સેન્ટાઉરીયા સોલસ્ટીટીઆલીસ ) ; સ્પોટેડ નેપવીડ (સેન્ટાઉરીયા મેક્યુલોસા ) ; હિમાલયન બ્લેકબેરી (રુબુસ આર્મેનિઆકસ ) ; બુલ થીસ્ટલ (સિર્સિયમ વલ્ગર ) ; વેલ્વેટ ગ્રાસ (હોલ્કસ લેનાટસ ) ; ચીટ ગ્રાસ (બ્રોમસ ટેક્ટોરમ ) ; ફ્રેંચ બ્રૂમ (જીનિસ્ટા નોનસ્પેસ્યુલેના ) ; ઇટાલિયન થીસ્ટલ (કાર્ડસ પાઇસ્નોફેલસ ) ; અને પેરેનિયર પીપરવિડ (લેપિડિયમ લેટીફોલિયમ )નો સમાવેશ થાય છે.[૧૧૫] 2008માં, ઉદ્યાને હર્બિસીડ્સ ગ્લાયફોસેટ અને એમિનોપાયરાલિડનો ઉપયોગ ઘણાંખરાં નુકસાનકારક છોડના નિયંત્રણની મેન્યુએલ પદ્ધતિને વધારવા માટે કર્યો.[૧૧૫]

વન્યજીવન[ફેરફાર કરો]

A tattered flag with a five point star in the upper left, a four-legged animal in the upper middle and "California Republic" written in the middle.
કેલિફોર્નિયાના મૂળ ધ્વજમાં બ્રાઉન બેરની પેટાજાતિનો સમાવેશ કરાયો હતો, જે તે વખતે યોસેમિટી વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા હતા પરંતુ હવે નાશ પામ્યા છે.1890નો આ ફોટો મૂળ બેર ધ્વજ દર્શાવે છે, જેને 1906માં નાશ કરવામાં આવ્યો હતો.

ગ્રીઝલીઝ તરીકે પણ ઓળખાતા બ્રાઉન બેર મિવોક પુરાણકથાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને 1920થી તે સ્થાનિક રીતે નાશ પામવા લાગ્યા ત્યાં સુધીનું આ વિસ્તારનું મુખ્ય શિકારી પ્રાણી હતું.[૧૧૬] ચાર્લ્સ નાહલ દ્વારા તૈયાર કરવામાં આવેલો યોસેમિટી ગ્રીઝલીનો સ્કેચ કેલિફોર્નિયાના રાષ્ટ્રીય ધ્વજની શોભા વધારે છે.

અમેરિકન બ્લેક બેર 1930ના દાયકા સુધી સામાન્ય આકર્ષણ હતા, પરંતુ 1929માં 81 લોકોને રીંછને લગતી ઇજાઓની સારવારની જરૂર પડી.[૧૧૭] સમસ્યારૂપ રીંછોને ઉદ્યાનના અન્ય ભાગોમાં લઇ જવામાં આવ્યા તે પહેલાં તેમના પર સફેદ કલરથી નિશાન કરવામાં આવ્યા હતા અને વારંવાર કરડતાં રીંછને મારી નાંખવામાં આવ્યા હતા. 1940માં રીંછને ખોરાક આપતાં શો બંધ કરવામાં આવ્યા, પરંતુ ઉદ્યાન સેવાએ કેમ્પ પર વારંવાર હુમલો કરતાં રીંછને મારવાનું ચાલુ રાખ્યું, લગભગ 200 જેટલા રીંછ 1960 અને 1972ની વચ્ચે મારી નાંખવામાં આવ્યા.[૧૧૭] ઉદ્યાનના મુલાકાતીઓને હવે ખોરાકના યોગ્ય સંગ્રહ માટે શિક્ષણ આપવામાં આવે છે.

તેમની આવકમાં વધારો કરવા રક્ષકો કોયોટ, શિયાળ, લાયન્સ્ક, માઉન્ટેઇન લાયન અને વોલ્વેરાઇન જેવા શિકારી પ્રાણીઓને તેમની રૂંવાટી માટે ફસાવતા હતા,[૧૧૮] જે પ્રક્રિયા 1925 સુધી ચાલુ રહી. શિકાર પરનું નિયંત્રણ ચાલુ રહ્યું, જો કે 1927માં રાજ્યના સિંહના શિકારીઓએ યોસેમિટીમાં 43 પર્વતીય સિંહોને મારી નાંખ્યા.[૧૧૪] કૂપર્સ હોક અને શાર્પ-શાઇન્ડ હોકનો શિકાર કરીને તેમને સ્થાનિક સ્તરે ખતમ કરી દેવામાં આવ્યા.[૧૧૪]

શિકાર અને રોગના કારણે સ્થાનિક સ્તરેથી નાશ કરી દેવામાં આવેલી બિઘોર્ન શીપને ઉદ્યાનના પૂર્વ વિસ્તારમાં ફરીથી લાવવામાં આવી.[૫૦] ઉદ્યાન સેવા અને યોસેમિટી ફંડે પણ પેરેગ્રીન ફાલ્કન અને ગ્રેટ ગ્રે આઉલ્સને તેમની જાતને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી.[૧૦૦] ટુલ એલ્ક, જેનો શિકાર લગભગ તેને નાશની સમીપ લઈ ગયો હતો,ને પૂર્વ કેલિફોર્નિયામાં ઓવેન્સ ખીણપ્રદેશમાં લઈ જવામાં આવ્યા તે પહેલાં યોસેમિટીમાં પેનમાં રાખવામાં આવ્યા હતા.[૧૧૭]

નોંધ[ફેરફાર કરો]

  1. NPS 1989, p. 102.
  2. Wuerthner 1994, pp. 12–13.
  3. [3]
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Wuerthner 1994, p. 13.
  5. Wuerthner 1994, pp. 14–17.
  6. ૬.૦ ૬.૧ Greene 1987, p. 57.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ Runte 1990, Chapter 1.
  8. Wuerthner 1994, p. 12.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ Schaffer 1999, p. 45.
  10. ૧૦.૦ ૧૦.૧ Wuerthner 1994, p. 14.
  11. ૧૧.૦ ૧૧.૧ Kiver 1999, p. 214.
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ Wuerthner 1994, p. 17.
  13. Schaffer 1999, pp. 45, 46.
  14. ૧૪.૦ ૧૪.૧ Greene 1987, p. 156.
  15. YNHA contributors (1949). Yosemite Notes, Volumes 28–30. Yosemite Natural History Association. પૃષ્ઠ 27.
  16. Greene 1987, p. 100.
  17. Beck, Warren (May 18, 2008). "California and the Indian Wars: Mariposa Indian War, 1850–1851". The California State Military Museum. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ ૧૮.૩ Harris 1997, p. 326.
  19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ Schaffer 1999, p. 46.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ૨૦.૩ Greene 1987, p. 68.
  21. ૨૧.૦ ૨૧.૧ Bunnell, Lafayette (1911). The Discovery of the Yosemite, and the Indian war of 1851, which led to that event. G. W. Gerlicher. પૃષ્ઠ 69–70. ISBN 0836956214.
  22. Greene 1987, p. 22.
  23. Beeler, Madison Scott (1955). "Yosemite and Tamalpais". Names. 55 (3): 185–186. Unknown parameter |month= ignored (મદદ)
  24. Bunnell, Lafayette (1892). The Discovery of the Yosemite (3rd આવૃત્તિ). New York: F.H. Revell Company. ISBN 0836956214.
  25. Wuerthner 1994, pp. 21–22.
  26. ૨૬.૦ ૨૬.૧ ૨૬.૨ ૨૬.૩ Schaffer 1999, p. 47.
  27. ૨૭.૦ ૨૭.૧ NPS 1989, p. 21.
  28. Hutchings, James M. (1862). "Scenes of Wonder and Curiosity in California".
  29. Roney, Rob (Summer/Fall 2002). "Celebrating Yosemite". Yosemite Guide. National Park Service. XXXI (2). Check date values in: |date= (મદદ)
  30. Schaffer 1999, pp. 47–48.
  31. ૩૧.૦ ૩૧.૧ ૩૧.૨ ૩૧.૩ ૩૧.૪ Runte 1990, Chapter 2.
  32. Greene 1987, p. 54.
  33. Greene 1987, p. 134.
  34. ૩૪.૦ ૩૪.૧ NPS 1989, pp. 21, 29, 115.
  35. Wuerthner 1994, p. 23.
  36. Muir, John (1912). "The Yosemite". New York: The Century Company. LCCN 12011005. |chapter= ignored (મદદ)
  37. Schaffer 1999, p. 48.
  38. ૩૮.૦ ૩૮.૧ Schaffer 1999, p. 49.
  39. Hutchings, J. M. (1886). In the Heart of the Sierras: The Yo Semite Valley, both Historical and Descriptive; and Scenes by the Way. Oakland, California: Pacific Press. પૃષ્ઠ 162–163.
  40. NPS 1989, p. 57.
  41. ૪૧.૦ ૪૧.૧ Greene 1987, p. 33.
  42. NPS 1989, pp. 57, 113.
  43. Greene 1987, p. 200.
  44. Greene 1987, p. 230.
  45. NPS 1989, p. 59.
  46. NPS 1989, p. 112.
  47. ૪૭.૦ ૪૭.૧ NPS 1989, p. 58.
  48. Greene 1987, p. 360.
  49. Greene 1987, pp. 362, 364.
  50. ૫૦.૦ ૫૦.૧ Wuerthner 1994, p. 40.
  51. Greene 1987, p. 387.
  52. ૫૨.૦ ૫૨.૧ Wuerthner 1994, p. 27.
  53. Wuerthner 1994, p. 29.
  54. ૫૪.૦ ૫૪.૧ ૫૪.૨ ૫૪.૩ Harris 1997, p. 327.
  55. ૫૫.૦ ૫૫.૧ Schaffer 1999, p. 50.
  56. Greene 1987, p. 590.
  57. Greene 1987, p. 591.
  58. Runte 1990, Chapter 5.
  59. ૫૯.૦ ૫૯.૧ ૫૯.૨ Schaffer 1999, p. 51.
  60. Greene 1987, p. 242.
  61. "Yosemite National Park Cautions Poachers". National Park Service. October 14, 2008. મેળવેલ April 18, 2010.
  62. Runte 1990, Chapter 7.
  63. Greene 1987, p. 160.
  64. Worster, Donald (2008). A Passion for Nature: The Life of John Muir. Oxford University Press. પૃષ્ઠ 366. ISBN 0195166825.
  65. Greene 1987, p. 261.
  66. Kiver 1999, p. 216.
  67. ૬૭.૦ ૬૭.૧ ૬૭.૨ ૬૭.૩ ૬૭.૪ ૬૭.૫ ૬૭.૬ Wuerthner 1994, p. 35.
  68. ૬૮.૦ ૬૮.૧ Starr, Kevin (1996). Endangered Dreams: The Great Depression in California. Oxford: Oxford University Press. પૃષ્ઠ 277. ISBN 9780195118025.
  69. ૬૯.૦ ૬૯.૧ Wuerthner 1994, p. 36.
  70. Wuerthner 1994, p. 37.
  71. Engineers, American Society of Civil (1916). Transactions of the American Society of Civil Engineers. 80. New York: American Society of Civil Engineers. પૃષ્ઠ 132.
  72. ૭૨.૦ ૭૨.૧ ૭૨.૨ ૭૨.૩ Schaffer 1999, p. 52.
  73. NPS 1989, p. 113.
  74. Greene 1987, p. 117.
  75. Greene 1987, p. 527.
  76. Greene 1987, p. 52.
  77. Greene 1987, p. 352.
  78. Greene 1987, p. 353.
  79. NPS 1989, p. 117.
  80. ૮૦.૦ ૮૦.૧ NPS 1989, p. 118.
  81. ૮૧.૦ ૮૧.૧ યોસેમિટી નેશનલ પાર્ક: વોટર ઓવરવ્યૂ, રાષ્ટ્રીય ઉદ્યાન સેવા. સુધારો, 4 જાન્યુઆરી, 2007
  82. Anderson, Dan E. (2005). "Pioneer Yosemite History Center Online". Yosemite Online. મેળવેલ May 9, 2010.
  83. Greene 1987, pp. 479, 483, 595.
  84. Greene 1987, p. 483.
  85. Orsi 1993, p. 8.
  86. "Recreational Activities – Wilderness (Inyo National Forest)". USDA Forest Service. મેળવેલ April 18, 2010.
  87. Greene 1987, p. 435.
  88. Greene 1987, p. 131.
  89. O'Brien, Bob R. (1999). Our national parks and the search for sustainability. University of Texas Press. પૃષ્ઠ 175. ISBN 9780292760509.
  90. Orsi 1993, p. 125.
  91. McDowell, Jeanne (January 14, 1991). "Fighting For Yosemite's Future". Time. મૂળ માંથી ડિસેમ્બર 24, 2009 પર સંગ્રહિત. મેળવેલ જાન્યુઆરી 7, 2011.
  92. "U.S. Picks Concessionaire for Yosemite Park". New York Times. December 18, 1992.
  93. "Yosemite suspect confesses to 4 killings". Cable News Network. July 27, 1999.
  94. Wieczorek, Gerald F. (1999). Rock falls from Glacier Point above Camp Curry, Yosemite National Park, California. United States Geological Survey. USGS Open-file Report 99-385. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  95. Wuerthner 1994, p. 44.
  96. ૯૬.૦ ૯૬.૧ ૯૬.૨ ૯૬.૩ Wuerthner 1994, p. 41.
  97. Schaffer 1999, p. 54.
  98. "Yosemite Valley Plan: The Story and the Process". National Park Service. મેળવેલ March 27, 2010.
  99. Schaffer 1999, p. 43.
  100. ૧૦૦.૦ ૧૦૦.૧ ૧૦૦.૨ Schaffer 1999, p. 44.
  101. Schaffer 1999, pp. 52, 54.
  102. Greene 1987, p. 104.
  103. Greene 1987, p. 332.
  104. Greene 1987, p. 348.
  105. Kaiser, James (2007). Yosemite: The Complete Guide. Destination Press. પૃષ્ઠ 138. ISBN 0967890470.
  106. Muhlfeld, Teige (September 17, 2009). "Rock and Ice Magazine: Coffee's Free at Camp 4". મૂળ માંથી જુલાઈ 15, 2011 પર સંગ્રહિત. મેળવેલ November 2, 2009. Check date values in: |archive-date= (મદદ)
  107. "Camp 4". Yosemite National Park. મેળવેલ May 8, 2010.
  108. Wuerthner 1994, p. 46.
  109. Misuraca, Karen (2006). Insiders' Guide to Yosemite. Guilford, Connecticut: Morris Book Publishing. પૃષ્ઠ 137. ISBN 0-7627-4050-7.[હંમેશ માટે મૃત કડી]
  110. Schaffer, Jeffrey P. (2006). Yosemite National Park: A Complete Hikers Guide. Berkeley, California: Wilderness Press. પૃષ્ઠ 258. ISBN 9780899973838.
  111. Johnston, Verna R. (1994). California Forests and Woodlands: A Natural History. Berkeley, California: University of California Press. પૃષ્ઠ 94. ISBN 9780520202481.
  112. "Forest Pests". National Park Service. મેળવેલ April 18, 2010.
  113. Greene 1987, p. 303.
  114. ૧૧૪.૦ ૧૧૪.૧ ૧૧૪.૨ Wuerthner 1994, p. 38.
  115. ૧૧૫.૦ ૧૧૫.૧ "Invasive Plant Management (Yosemite National Park)". National Park Service. મેળવેલ April 24, 2010.
  116. "Yosemite Mammals". National Park Service. મેળવેલ May 9, 2010.
  117. ૧૧૭.૦ ૧૧૭.૧ ૧૧૭.૨ Wuerthner 1994, p. 39.
  118. Wuerthner 1994, pp. 37–38.

સંદર્ભો[ફેરફાર કરો]

  • Greene, Linda Wedel (1987). Yosemite: the Park and its Resources (PDF). U.S. Department of the Interior / National Park Service.CS1 maint: ref duplicates default (link)
  • Harris, Ann G. (1997). Geology of National Parks (5th આવૃત્તિ). Iowa: Kendall/Hunt Publishing. ISBN 0-7872-5353-7. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: ref duplicates default (link)
  • Kiver, Eugene P. (1999). Geology of U.S. Parklands (5th આવૃત્તિ). New York: Jonh Wiley & Sons. ISBN 0-471-33218-6. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: ref duplicates default (link)
  • NPS contributors (1989). Yosemite: Official National Park Service Handbook. Washington, D.C.: Division of Publications, National Park Service. no. 138.
  • Orsi, Richard J. (1993). Yosemite and Sequoia. Berkeley, California: University of California Press. ISBN 9780520081604. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: ref=harv (link)
  • Runte, Alfred (1990). Yosemite: The Embattled Wilderness. University of Nebraska Press. ISBN 0803238940. મૂળ માંથી 2010-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-07.CS1 maint: ref=harv (link)
  • Schaffer, Jeffrey P. (1999). Yosemite National Park: A Natural History Guide to Yosemite and Its Trails. Berkeley: Wilderness Press. ISBN 0899972446.CS1 maint: ref duplicates default (link)
  • Wuerthner, George (1994). Yosemite: A Visitors Companion. Stackpole Books. ISBN 0811725987.CS1 maint: ref duplicates default (link)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]