રક્તપિત

વિકિપીડિયામાંથી
(રકતપિત્ત થી અહીં વાળેલું)
રક્તપિત્તને કારણે છાતી અને પેટ પર જોવા મળતા ચાઠા

રક્તપિત, હેન્સેન્સ રોગ તરીકે પણ ઓળખાય છે (HD), એ એક લાંબાગાળાનો ચેપ છે જે માયોબેક્ટેરીયમ લેપ્રે અને માયોબેક્ટેરીયા લેપ્રોમેટોસિસ[૧] બેક્ટેરીયા દ્વારા થાય છે.[૨] શરૂઆતમાં, ચેપો કોઇ લક્ષણો વિના અને 5 થી 20 વર્ષ સુધી પ્રાથમિક રીતે આમ જ રહે છે.[૧] વિકાસ થાય તેવા લક્ષણોમાં મજ્જાતંતુ, શ્વસનમાર્ગ, ત્વચા અને આંખો દાણાદાર થવાનો સમાવેશ થાય છે.[૧] પરિણામે દુઃખાવાનો અનુભવ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને આમ વારંવાર ઇજાઓના કારણે અથવા બેધ્યાન ઘાવોના કારણે ચેપથી અવયવો ગુમાવવાનું જોખમ ઊભું થાય છે.[૩] નબળાઇ અને નબળી દ્રષ્ટિ જેવા પણ લક્ષણો જણાઇ શકે છે.[૩]

લોકો વચ્ચે રક્તપિત ફેલાય છે. એવું માનવામાં આવે છે કે ઉધરસ મારફતે અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના નાકના પ્રવાહી સાથે સંપર્કમાં આવવાથી તે થાય છે.[૪] ગરીબાઇમાં જીવતા લોકોમાં ખુબ સામાન્ય રીતે રક્તપિત થાય છે અને શ્વસનમાર્ગના ટીપાં મારફતે ફેલાય છે તેવું માનવામાં આવે છે.[૩] પ્રચલિત માન્યતાથી વિપરીત, તે ખુબ ચેપી નથી.[૩] આ બે મુખ્ય પ્રકારના બેક્ટેરીયાની સંખ્યાની હાજરી પર રોગ આધારીત છેઃ પૌસીબેસીલરી અને મલ્ટીબેસીલરી.[૩] નબળાં રંગસુત્રો, સંવેદનશૂન્ય ત્વચા ઘાવની હાજરી, સાથે પાંચ અથવા ઓછાં પૌસીબેસીલરી અને પાંચ અથવા વધુ મલ્ટીબેસીલરીની સંખ્યા વડે બે પ્રકારોને અલગ કરવામાં આવે છે.[૩] ત્વચાની બાયોપ્સીમાં એસિડ-ફાસ્ટ બેસીલી ની તપાસ દ્વારા અથવા પોલીમર્સ ચેઇન રીએક્શનનો ઉપયોગ કરી DNA તપાસ દ્વારા નિદાનની પુષ્ટિ થાય છે.[૩]

મલ્ટીડ્રગ થેરાપી (MDT) તરીકે જાણીતી સારવાર સાથે રક્તપિતની સારવાર થઇ શકે છે.[૧] ડેપસોન અને રીફામ્પાઇસીન દવાઓ વડે છ મહિના સુધી પૌસીબેસીલરી રક્તપિતની સારવાર થાય છે.[૩] મલ્ટીબેસીલરી રક્તપિતની સારવારમાં રીફામ્પાઇસીન, ડેપાસોન, અને ક્લોફાઝીમાઇનનો ૧૨ મહિના માટે સમાવેશ થાય છે.[૩] વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ સારવારો વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.[૧] સંખ્યાબંધ અન્ય એન્ટિબાયોટીક્સનો પણ ઉપયોગ થઇ શકે છે.[૩] ૧૯૮૦માં આશરે ૫.૨ કરોડની સરખામણીએ, ૨૦૧૨માં વૈશ્વિક સ્તરે, રક્તપિતના ગંભીર કેસોની સંખ્યા ૧,૮૯,૦૦૦ હતી.[૧][૫][૬] નવાં કેસોની સંખ્યા ૨,૩૦,૦૦૦ હતી.[૧] ભારતમાં અડધાંથી વધુ સાથે, ૧૬ દેશોમાં નવાં કેસો થયાં છે.[૧][૩] છેલ્લાં ૨૦ વર્ષમાં, વિશ્વસ્તરે ૧.૬ કરોડ લોકોની રક્તપિત માટે સારવાર થઇ છે.[૧] યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિ વર્ષ આશરે ૨૦૦ કેસો નોંધાયા છે.[૭]

રક્તપિતે હજારો વર્ષો સુધી માનવજાતને પ્રભાવિત કરી છે.[૩] રોગનું નામ લેટિન શબ્દ લેપ્રા પરથી પડયું છે, જેનો અર્થ છે “પોપડી”, જ્યારે ”હેન્સેન્સ રોગ” નામ ગેરહાર્ડ આર્મર હેન્સેન પરથી પડ્યું.[૩] અલગ વસોહતોમાં પીડિત લોકોને મૂકવાનું ભારત,[૮] ચીન,[૯] અને આફ્રિકા જેવા સ્થળોમાં હજુ ચાલુ છે.[૧૦] જોકે, રક્તપિત ખુબ ચેપી ન હોવાથી મોટાભાગની વસાહતો બંધ કરવામાં આવી છે.[૧૦] ઇતિહાસમાં મુખ્યત્વે સામાજિક લાંછન રક્તપિત સાથે જોડાયેલ છે, જે સ્વ-જાણકારી અને વહેલી સારવાર માટે સતત અડચણરૂપ બને છે.[૧] લેપર શબ્દને અમુક આક્રમક માને છે, “રક્તપિતથી અસરગ્રસ્ત વ્યક્તિઓ” શબ્દસમૂહ પસંદ કરે છે. [૧૧] રક્તપિતથી અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે ૧૯૫૪થી ૩૦ જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત દિવસની શરૂઆત થઇ છે.[૧૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ "Leprosy Fact sheet N°101". World Health Organization. જાન્યુઆરી ૨૦૧૪.
  2. "New Leprosy Bacterium: Scientists Use Genetic Fingerprint To Nail 'Killing Organism'". ScienceDaily. ૨૮ નવેમ્બર ૨૦૦૮. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૧૦.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ ૩.૧૦ ૩.૧૧ ૩.૧૨ Suzuki K, Akama T, Kawashima A, Yoshihara A, Yotsu RR, Ishii N (ફેબ્રુઆરી ૨૦૧૨). "Current status of leprosy: epidemiology, basic science and clinical perspectives". The Journal of dermatology. 39 (2): ૧૨૧–૯. doi:10.1111/j.1346-8138.2011.01370.x. PMID 21973237.CS1 maint: multiple names: authors list (link)
  4. "Hansen's Disease (Leprosy) Transmission". cdc.gov. ૨૯ એપ્રિલ ૨૦૧૩. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫.
  5. "Global leprosy situation, 2012". Wkly. Epidemiol. Rec. 87 (34): ૩૧૭–૨૮. ઓગસ્ટ ૨૦૧૨. PMID 22919737.
  6. Rodrigues LC, Lockwood DNj (જૂન ૨૦૧૧). "Leprosy now: epidemiology, progress, challenges, and research gaps". The Lancet infectious diseases. 11 (6): ૪૬૪–૭૦. doi:10.1016/S1473-3099(11)70006-8. PMID 21616456.
  7. "Hansen's Disease Data & Statistics". Health Resources and Services Administration. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૫.
  8. Walsh F (૩૧ માર્ચ ૨૦૦૭). "The hidden suffering of India's lepers". BBC News.
  9. Lyn TE (૧૩ સપ્ટેમ્બર ૨૦૦૬). "Ignorance breeds leper colonies in China". Independat News & Media. મૂળ માંથી 2010-04-08 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૧૦.
  10. ૧૦.૦ ૧૦.૧ Byrne, Joseph P. (૨૦૦૮). Encyclopedia of pestilence, pandemics, and plagues. Westport, Conn.[u.a.]: Greenwood Press. પૃષ્ઠ ૩૫૧. ISBN 9780313341021.
  11. editors, Enrico Nunzi, Cesare Massone, (૨૦૧૨). Leprosy a practical guide. Milan: Springer. પૃષ્ઠ ૩૨૬. ISBN 9788847023765.CS1 maint: extra punctuation (link) CS1 maint: extra text: authors list (link)
  12. McMenamin, Dorothy (૨૦૧૧). Leprosy and stigma in the South Pacific : a region-by-region history with first person accounts. Jefferson, N.C.: McFarland. પૃષ્ઠ ૧૭. ISBN 9780786463237.