રજનીબાળા
Appearance
રજનીબાળા | |
---|---|
મૃત્યુ | ૬ ડિસેમ્બર ૨૦૧૦ |
વ્યવસાય | અભિનેતા |
રજનીબાળા એ પંજાબી મૂળ ધરાવતી ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી હતી. તેમનું મૂળ વતન અમૃતસર, પંજાબ હતું. પિતા સાથે જામનગર આવીને વસવાટ કરનાર રજનીબાળાએ ગુજરાતના "માઉસ ટ્રેપ" ગણાતા એવા "પ્રિત પિયુને પાનેતર"ના ૮૦૦૦ શોમાંથી ૨૫૦થી વધુ શોમાં અભિનય આપ્યો હતો.
રજનીબાળા પંજાબી હોવા છતાં તેમની જીભમાં ગુજરાતી ભાષા એટલી હદે વણાઈ ગઈ હતી કે કાઠીયાવાડી લહેકામાં તેમની અને રમેશ મહેતાની જોડી એક જમાનાની નંબર-૧ જોડી બની ગઈ હતી. ગુજરાતી ફિલ્મામાં વિદુષીના રોલમાં જાણીતી કલાકાર મંજરી દેસાઈના મૃત્યુ પછી રજનીબાળાએ આ સ્થાન મેળવ્યું હતું. તેમની છેલ્લી ક્ષણોમાં તેમના મોટા બહેન રાજકુમારી તેમની સાથે રહ્યા હતા. તેઓ તેમના પતિ મોહન શર્મા સાથે મુંબઈ રહેતા હતા અને ૬ ડિસેમ્બર, ૨૦૧૦માં તેમનું બ્રેઈન હેમરેજ[૧]થી મૃત્યુ થયું હતું.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ગુજરાતી તખ્તાની ખ્યાતનામ અભિનેત્રી – રજનીબાળા". vishvagujarativikas.com/. મૂળ સંગ્રહિત માંથી 2015-01-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જાન્યુઆરી ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |