રણજીતસિંહ ગાયકવાડ
| રણજીતસિંહ ગાયકવાડ | |
|---|---|
| વડોદરાના મહારાજા | |
| બરોડા સ્ટેટ | |
| Tenure | ૧૯૮૮ – ૨૦૧૨ |
| રાજ્યાભિષેક | ૧૯૮૮ |
| પુરોગામી | ફતેહસિંહરાવ ગાયકવાડ |
| અનુગામી | સમરજીતસિંહ ગાયકવાડ |
| સંસદ સભ્ય, લોકસભા | |
| પદ પર ૧૯૮૦ – ૧૯૮૦ | |
| પુરોગામી | ફતેહસિંહરાવ ગાયકવાડ |
| અનુગામી | પ્રકાશ કોકો બ્રહ્મભટ્ટ |
| બેઠક | વડોદરા (લોકસભા મતવિસ્તાર) |
| અંગત વિગતો | |
| જન્મ | ૮ મે ૧૯૩૮ ઊટકામંડ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત |
| મૃત્યુ | ૧૦ મે ૨૦૧૨ વડોદરા, ગુજરાત, ભારત |
| રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
| જીવનસાથી | શુભાંગિનીરાજે |
| માતા | મહારાણી શાંતાદેવી ગાયકવાડ |
| પિતા | પ્રતાપસિંહ રાવ ગાયકવાડ |
રણજીતસિંહરાવ ગાયકવાડ (૮ મે ૧૯૩૮ – ૧૦ મે ૨૦૧૨) એક ભારતીય રાજકારણી હતા.[૧]
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]૮ મે ૧૯૩૮ના રોજ ઊટકામંડ ખાતે જન્મેલા રણજીતસિંહરાવ ગાયકવાડ, મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ (શાસન ૧૯૩૯-૧૯૫૧) અને કોલ્હાપુરના હાસુરના સરદાર હૌસરકર માનસિંહરાવ સુબ્બારાવની પુત્રી, મહારાણી શાંતાદેવી ગાયકવાડ (મૃત્યુ ૨૦૦૨)ના દ્વિતીય પુત્ર હતા. તેમની પુત્રી, મૃણાલિની દેવી પુઆર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર હતા.[૨] તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી લલિત કલામાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.
તેઓ ફતેહસિંહરાવ ગાયકવાડના નાના ભાઈ હતા, જેઓ ૧૯૫૧ થી ૧૯૭૧ સુધી બરોડાના મહારાજા હતા. ૧૯૭૧માં રજૂ કરાયેલા ભારતના બંધારણના ૨૬મા સુધારા[૩] દ્વારા, ભારત સરકારે રજવાડાના ભારતના તમામ સત્તાવાર પ્રતીકો, પદવીઓ, વિશેષાધિકારો અને મહેનતાણાને નાબૂદ કરી દીધા હતા.
મૃત્યુ
[ફેરફાર કરો]રણજીતસિંહનું ૧૦ મે ૨૦૧૨ના રોજ ૭૪ વર્ષની વયે વડોદરામાં અવસાન થયું હતું.[૪]
કારકિર્દી
[ફેરફાર કરો]ગાયકવાડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા અને ૧૯૮૦ થી ૧૯૮૯ સુધી વડોદરા લોકસભા મતવિસ્તારથી બે ટર્મ માટે લોકસભામાં ચૂંટાયા હતા.[૫][૬] તેઓ ચિત્રકાર પણ હતા.[૭]
વારસો
[ફેરફાર કરો]
લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં તેમની યાદમાં પ્રતિવર્ષ બે દિવસીય 'મહારાજા રણજીતસિંહ ગાયકવાડ કલા મહોત્સવ' યોજવામાં આવે છે.[૯]] આ ઉત્સવ રણજીતસિંહ ગાયકવાડના કલાકાર અને સંગીતકાર તરીકેના જીવનની ભાવનાને ઉજવે છે.
એમ. એસ. યુનિવર્સિટીના કલા સંકાયના મેધાવી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 'રણજીતસિંહ ગાયકવાડ શિષ્યવૃત્તિ' પણ આપવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Maharaja of Baroda Ranjitsinh Gaekwad dies at 74". Daily Bhaskar. 11 May 2012. મૂળ માંથી 20 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 11 May 2012.
{{cite news}}: Check date values in:|accessdate=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Shantadevi Gaekwad passes away". The Times of India. 24 May 2002. મૂળ સંગ્રહિત માંથી 3 November 2012 પર સંગ્રહિત.
{{cite news}}: Check date values in:|date=and|archive-date=(મદદ) - ↑ "The Constitution (26 Amendment) Act, 1971", indiacode.nic.in (Government of India), 1971, archived from the original on 6 December 2011, https://web.archive.org/web/20111206041333/http://indiacode.nic.in/coiweb/amend/amend26.htm, retrieved 9 November 2011
- ↑ "Ranjitsinh Gaekwad, former 'Maharaja of Baroda', dies of cancer". NDTV.com. મેળવેલ 2020-09-21.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "1980 India General (7th Lok Sabha) Elections Results". www.elections.in. મેળવેલ 2021-09-05.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Partywise Comparison Since 1977 Lok Sabha Elections - 22 - Baroda Parliamentary Constituency
- ↑ Prabhu, Vidya (21 November 2007). "Maharaja chooses painting over politics". Daily News and Analysis (DNA). મેળવેલ 8 January 2013.
{{cite news}}: Check date values in:|accessdate=and|date=(મદદ) - ↑ "Jayant Parikh - Awards". www.jayantparikh.com.
- ↑ "Gaekwads' Two-day Arts Festival In Ranjitsinh's Memory | Vadodara News - Times of India". The Times of India (અંગ્રેજીમાં).