રતનપોર (તા.ઝઘડીયા)

વિકિપીડિયામાંથી
રતનપોર
—  ગામ  —
રતનપોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°35′46″N 73°01′18″E / 21.596045°N 73.021795°E / 21.596045; 73.021795
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ઝઘડીયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી,

કેળાં, ડાંગર

રતનપોર (તા.ઝઘડીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ઝઘડીયા તાલુકામાં આવેલું એક ગામ છે. રતનપોર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ડાંગર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામમાં ગુજરાતમાં વસતી આફ્રિકન પ્રજા (સ્વાહીલી) પણ રહે છે, જેમને સીદીઓ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલાં આફ્રિકા ખંડમાંથી ગુલામ તરીકે લાવવામાં આવેલા આફ્રિકનો ગુલામીમાંથી મુક્ત થતાં હાલમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે[૧]. સીદી કબીલામાં ઉજવાતા તહેવારો અને પરંપરાઓમાંથી આજે કેટલીક જીવિત છે તેમાંથી એક છે ગોમા નૃત્ય અથવા ધમાલ નૃત્ય. સ્વાહીલી ભાષામાં ગોમાનો અર્થ ધમાલ થાય છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં લોકનૃત્યના કાર્યક્રમોમાં આ ઝમકદાર નૃત્ય ચોક્કસપણે માણવા મળે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "રતનપોર". ભરુચ જિલ્લા પંચાયત. મૂળ માંથી 2013-05-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]