રતિલાલ બોરીસાગર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રતિલાલ બોરીસાગર
Shri Ratilal borisagar.jpg
રતિલાલ બોરીસાગર ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૯
જન્મની વિગત૩૧ ઓગસ્ટ, ૧૯૩૮
સાવરકુંડલા
નાગરીકતાભારતીય
અભ્યાસએમ.એ., બી.એડ., પીએચ.ડી.
વ્યવસાયશિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર
ખિતાબ
  • જ્યોતીન્દ્ર દવે પારિતોષિક
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯)
જીવનસાથીસુશીલાબહેન
માતા-પિતાસંતોષબહેન, મોહનલાલ

રતિલાલ બોરીસાગર ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર સાહિત્યકાર છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા ૧૯૮૯માં સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી. ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે.[૧]

સર્જન[ફેરફાર કરો]

તેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે યુગે નામે લઘુનવલ તથા બાલ વન્દના નામે બાલસાહિત્ય આપી છે.[૧]

સન્માન[ફેરફાર કરો]

૨૦૧૯માં તેમને નિબંધસંગ્રહ 'મોજમાં રેવું રે!' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯) પ્રાપ્ત થયો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૧). "બોરીસાગર, રતિલાલ મોહનલાલ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. 57. OCLC 163822128. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]