રથ યાત્રા (અમદાવાદ)

વિકિપીડિયામાંથી
રથ યાત્રા, અમદાવાદમાં સુશોભિત હાથીઓ

રથ યાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં ૧૮૭૮ થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.[૧] આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે.[૨]

રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ (જાહેર તહેવાર) તરીકે ઉજવાય છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથ યાત્રા એ ત્રીજી સૌથી મોટી રથ યાત્રા તહેવાર છે, જે પણ તે જ દિવસે ઉજવવામાં આવે છે.[૨]

દંતકથા[ફેરફાર કરો]

ભગવાન જગન્નાથ સાધુ નરસિંહદાસના સ્વપ્નમાં આવ્યા અને તે ઘટના પછી, તેમણે ૧૮૭૮માં રથ યાત્રા ઉજવવાનું શરૂ કર્યું.[૩]

પરંપરાઓ[ફેરફાર કરો]

કલાકાર રથ યાત્રા, અમદાવાદ (૨૦૧૧) દરમિયાન તેની કળા બતાવે છે.

રથો ભરૂચથી ખલાસ જાતિના ભક્તો દ્વારા નારિયેળના વૃક્ષથી બનાવવામાં આવ્યા હતા. રથો હજુ પણ તે જાતિના લોકો દ્વારા ચલાવવામાં આવે છે.[૪]

જળયાત્રા[ફેરફાર કરો]

જળયાત્રા જેઠ સૂદ પૂનમ પર નીકાળવામાં આવે છે ત્યારે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા પ્રતીકાત્મક રીતે મામાના ઘરે જવા સારંગપુર રવાના થાય છે, તે દિવસથી મંદિરમાં દર્શન બંધ થાય છે. [૫] પ્રભુની જળયાત્રા માટે સરઘસ સાથે સાબરમતી નદી પર આવે છે અને ગંગા પૂજન કરે છે. વૈદિક મંત્રોનો જાપ કરીને ષોડષોપચાર પૂજનવિધિ કર્યા પછી, પ્રતીકાત્મક રીતે ભગવાનને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે.[૫]

નેત્રોત્સવ[ફેરફાર કરો]

રથ યાત્રાના બે દિવસ પહેલાં, મૂર્તિઓ પર નેત્રોત્સવની રીત યોજવામાં આવે છે. માન્યતા અનુસાર, મોસાળમાં વધુ પડતાં જાંબુ અને બોર ખઈને ભગવાનને નેત્રદાહ થઈ જાય છે. તેથી, કપડાં થી આંખો આવરીને, નેત્રોત્સવ પૂજન દરમિયાન મૂર્તિઓ માટે પ્રતીકાત્મક રીતે તેની સારવાર કરવામાં આવે છે.[૬]

રથ યાત્રા[ફેરફાર કરો]

મંગળા આરતી સવારે ૪ વાગ્યે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથ યાત્રા ૭ વાગ્યે નીકાળવામાં આવે છે. પહિંદ વિધી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, જેમાં રથ યાત્રાના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરવામાં આવે છે, જેના પછી રથનો પ્રારંભ થાય છે.[૭] રથ યાત્રામાં, ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે, ત્યારબાદ સુભદ્રા અને બલરામનો રથ આવે છે. અખાડા, હાથીઓ, સુશોભિત ટ્રક અને ભજન મંડળી પણ ૧૪ કિમી લાંબી રથ યાત્રામાં ભાગ લે છે.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Passage being smoothened for 141st Rath Yatra". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.
  2. ૨.૦ ૨.૧ "136th Jagannath rath yatra begins in Ahmedabad amid tight security". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.
  3. "રથયાત્રા". www.sadhanaweekly.com. મેળવેલ 2019-07-04.
  4. "જાણો અમદાવાદ જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ". khabarchhe.com. મેળવેલ 2019-07-04.
  5. ૫.૦ ૫.૧ "Jal Yatra – Shree Jagannathji Mandir" (અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.
  6. "Netrotsav puja performed ahead of Rath Yatra in Ahmedabad". DeshGujarat (અંગ્રેજીમાં). 2017-06-23. મેળવેલ 2019-07-04.
  7. "Jagannath Rath Yatra Begins in Gujarat". મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત.
  8. "Over 25,000 cops, drone cameras to secure Gujarat Rath Yatra on July 4". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.