લખાણ પર જાઓ

રાજસ્થાની

વિકિપીડિયામાંથી

રાજસ્થાની એટલે એવી વ્યક્તિ કે જે રાજસ્થાનમાં જન્મી હોય કે જેનું મૂળ રાજસ્થાનમાં હોય. રાજસ્થાની લોકોની માતૃભાષા રાજસ્થાની, મારવાડી કે હિંદી હોઇ શકે છે. રાજસ્થાન રણ પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે. તેની ક્ષતિ પૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે. સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે તથા સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો તથા ઓઢણી ઓઢે છે. રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખાં પહેરે છે.