રાધા દામોદર મંદિર, જૂનાગઢ
શ્રી રાધા દામોદર મંદિર એ એક હિન્દુ મંદિર છે, જે ભારતના ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. આ મંદિર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણ, જેમનું બીજું નામ દામોદર હરિ છે તેમને સમર્પિત છે. આ મંદિરમાં, દામોદરજીની પૂજા ભગવાન વિષ્ણુના ચાર હાથ ધરાવતા સ્વરૂપમાં કરવામાં આવે છે. દેવી રાધા મધ્યસ્થ મંદિરમાં તેમની બાજુમાં બિરાજમાન છે. મંદિરના પરિસરમાં દામોદર કુંડ અને રેવતી કુંડ પણ છે. આ મંદિર ગુજરાત સરકારની વિશેષ દેખરેખ હેઠળ આવે છે. [૧]
શ્રી રાધા દામોદર મંદિર | |
---|---|
![]() શ્રી રાધા દામોદ્ર મંદિર,જૂનાગઢ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | જૂનાગઢ |
દેવી-દેવતા | રાધા કૃષ્ણ રેવતી બલરામ |
તહેવાર | જન્માષ્ટમી, રાધાષ્ટમી, હોળી, કારતક પૂર્ણિમા |
સ્થાન | |
સ્થાન | ગિરનાર |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ગુજરાતમાંમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ | 21°18′48″N 70°17′28″E / 21.3132°N 70.2910°ECoordinates: 21°18′48″N 70°17′28″E / 21.3132°N 70.2910°E |
બાંધકામ સામ્ગ્રી | ગુલાબી રેતીયો પથ્થર |
વેબસાઈટ | |
https://shreeradhadamodarji.org/ |
શ્રી દામોદર તીર્થયાત્રામાં શ્રી રાધા દામોદર મંદિર અને તેના પરિસરમાં આવેલા દામોદર કુંડ અને રેવતી કુંડ જેવા તળાવોનો સમાવેશ થાય છે. આ તીર્થ ગિરનાર પર્વતના માર્ગ પર આવેલા છે. આ તીર્થયાત્રાનું નવીનીકરણ ઈ. સ. ૪૬૨માં ગુપ્ત સામ્રાજ્યના રાજા સ્કંદ ગુપ્તાના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું.[૨]
માળખું
[ફેરફાર કરો]મુખ્ય મંદિર ગુલાબી રેતીના પથ્થરથી બનેલું છે અને તેના બે મહત્વપૂર્ણ ભાગો છે - (૧) નિજ મંદિર અને (૨) સલોહા મંડપ. નિજ મંદિરનું શિખર ૬૫ ફૂટ ઊંચું છે અને સલોહા મંડપના શિખરની ઊંચાઈ ૩૦ ફૂટ છે. ધ્વજ નિજ મંદિરના શિખર પર આવેલું છે. આ મંદિરમાં ૩૨ કમાનો અને ૮૪ સુંદર રીતે ઘડાયેલા સ્તંભો પણ છે.[૩]
મંદિરનું કેન્દ્રિય મંદિર રાધા અને દામોદર(કૃષ્ણ)ને સમર્પિત છે જ્યાં કૃષ્ણ તેમના ચાર હાથ ધરાવતા વિષ્ણુના સ્વરૂપમાં દર્શાવાયા છે. આ મંદિરમાં તેમને તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલ દર્શાવવામાં આવ્યા છે. આ સ્વરૂપને તામ્રવર્ણ ચત્રભૂજ સ્વરૂપ કહે છે. [૪]
કેન્દ્રીય મંદિરની બાજુમાં, અન્ય એક મંદિર છે જે ભગવાન બલરામ અને તેમની પત્ની રેવતીને સમર્પિત છે. મંદિરની દક્ષિણ-પશ્ચિમ બાજુએ ગણેશને સમર્પિત એક મંદિર છે.[૫]
મહત્વ
[ફેરફાર કરો]શ્રી રાધા દામોદર મંદિર ગુજરાતના પ્રાચીન મંદિરોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે મંદિરનું નિર્માણ કૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. પિતૃ તર્પણ (મૃત પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની વિધિ) માટે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ ૧૫મી તિથિ એટલેકે અમાસ જેવા વિશેષ પ્રસંગોએ આ મંદિરમાં હજારો ભક્તોની ભીડ હોય છે. કુંડમાં સ્નાન કરવાથી જીવન પછી મોક્ષ મેળવવાની માન્યતા ધરાવતા ભક્તો અહીંના પવિત્ર દામોદર કુંડમાં સ્નાન પણ કરે છે. સ્કંદ ઉપનિષદમાં વર્ણવવામાં આવ્યું છે કે દામોદર કુંડ સ્વર્ણ રાશ નદીના માર્ગમાં આવેલું છે. આ નદીમાં સ્નાન કરવાથી લોકો તેમના પાપોથી મુક્ત થાય છે એવી માન્યતા છે. પ્રસિદ્ધ ભક્તિમય કવિ નરસિંહ મહેતા પણ દામોદર કુંડમાં દરરોજ સ્નાન કરીને દામોદરની પૂજા કરતા હતા.[૧]
ઉત્સવો
[ફેરફાર કરો]જન્માષ્ટમીના દિવસે આ મંદિરમાં વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપે ધરતી પર અવતરણ કર્યું ત્યારે તેમને જે કષ્ટ પડ્યું એ કષ્ટ નિવારણ માટે આ મંદિરમાં વિષ્ણુયાગ યજ્ઞ સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે છે. ત્યાર બાદ શાલીગ્રામજીના અભિષક સાથે કૃષ્ણ જન્મોત્સવનો આરંભ થાય છે. શ્રી કૃષ્ણનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. મધ્યરાત્રીએ જ્યારે નીજ મંદિરનો દ્વાર ખુલે છે અને કૃષ્ણ જન્મની ભાવના સાથે ઉપસ્થિત ભક્તો જયકાર કરે છે. શ્રી કૃષ્ણના અભિષેક બાદ મટકી ફોડવામાં આવે છે જેમાં યુવાનો પોતાનું કૌશલ્ય દાખવીને ઉત્સવની ઉજવણી કરે છે, મટકીમાં માખણ મુકવામાં આવે છે જેને બાદમાં ઉપસ્થિત ભક્તો પ્રસાદરૂપે આપવામાં કરવામાં આવે છે.[૪]
મંદિરનો સમય
[ફેરફાર કરો]દરરોજ-સવારે ૬ થી સાંજે ૫:૩૦ સુધી. [૬]
ચિત્રો
[ફેરફાર કરો]-
રાધા દામોદર મંદિરનું સામેનું દ્રશ્ય
-
રાધા દામોદર મંદિરના ઘાટ
-
મંદિર સંકુલ
-
મંદિરની મુલાકાતે આવેલા ભક્તો
-
મંદિર તરફથી ગિરનાર પર્વતનું દ્રશ્ય
આ પણ જુઓ
[ફેરફાર કરો]- રાધા કૃષ્ણ
- નરસિંહ મહેતા
- દામોદર કુંડ
- દ્વારકાધીશ મંદિર
- રાધા દામોદર મંદિર, વૃંદાવન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Damodar Kund & Temple, Junagadh - Timings, History, Pooja & Aarti schedule". Trawell.in. મેળવેલ 2021-07-05.
- ↑ "Damodar Pilgrimage". Shree Radha Damodarji. મૂળ માંથી 2022-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2025-02-26.
- ↑ Pravase. "Shri Damodar Hari Temple and Damodar Kund-Junagadh |Pravase". pravase.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-05.
- ↑ ૪.૦ ૪.૧ "જૂનાગઢમાં દામોદર કુંડ પર આવેલા પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિરમાં ધામધૂમથી ઉજવાઇ જન્માષ્ટમી | Janmashtami was celebrated with pomp at the legendary Sri Radha Damodarji temple on Damodar Kund in Junagadh". Gujarat First. મેળવેલ 2025-02-26.
- ↑ "Damodarji temple". Shree Radha Damodarji. મૂળ માંથી 2022-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-05.
- ↑ "Damodar Kund Junagadh, Importance, History, Timings, Entry Fee". Gosahin - Explore Unexplored Destinations (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-05.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- https://shreeradhadamodarji.org સંગ્રહિત ૨૦૨૨-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન