રાધેશ્યામ શર્મા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાધેશ્યામ શર્મા
જન્મરાધેશ્યામ સીતારામ શર્મા
૫ જાન્યુઆરી ૧૯૩૬
વાવોલ, ગાંધીનગર, ગુજરાત
વ્યવસાયકવિ, નવલકથાકાર, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ.
શિક્ષણ સંસ્થાગુજરાત કોલેજ
નોંધપાત્ર સર્જનોફેરો (૧૯૬૮), સ્વપ્નતીર્થ (૧૯૭૯)
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક
જીવનસાથીશારદા વ્યાસ (૧૯૫૨ - હાલ પર્યંત)

સહી

રાધેશ્યામ શર્મા ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ તેમની નવલકથા ફેરો (૧૯૬૮) અને સ્વપ્નતીર્થ (૧૯૭૯) માટે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. તેમના અન્ય નોંધપાત્ર સર્જનમાં આંસુ અને ચંદરણું (૧૯૬૩) અને ગુજરાતી નવલકથા ( રઘુવીર ચૌધરી સાથે; ૧૯૭૪), ગુજરાતી નવલકથાઓ પરનું વિવેચનનો સમાવેશ થાય છે. તેમને ગુજરાતી સાહિત્ય યોગદાન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪‌) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૯૫) એનાયત થયા છે.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમણે જન્મ ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામે ૫ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ સીતારામ અને ચંચલબેન ઉર્ફે પદ્માવતીને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું રૂપાલ ગામ છે. તેમણે ગુજરાત કોલેજમાંથી ૧૯૫૭માં અંગ્રેજી અને મનોવિજ્ઞાનના વિષયોમાં બી.એ.ની પદવી મેળવી હતી. ૧૯૫૨માં તેમણે શારદા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ પુત્રો છે.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે ૧૯૬૫થી ૧૯૮૩ સુધી ધાર્મિક સામયિક ધર્મલોકના સંપાદક તરીકે કામ કર્યું હતું. તેઓ અક્રમ વિજ્ઞાન ધાર્મિક માસિકના સંપાદક તરીકેની સેવા આપે છે.[૩]

સર્જન[ફેરફાર કરો]

તેની પ્રથમ પ્રકાશિત ટૂંકી વાર્તા બદસૂરત હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ આંસુ અને ચંદરણું (૧૯૬૯) હતો. ત્યારબાદ નેગેટિવ્સ ઓફ ઇટર્નિટી (૧૯૭૪), સંચેતના (૧૯૮૩) અને નિષ્કરણ (૧૯૯૧) કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. ફેરો (૧૯૬૮) અને સ્વપ્નતીર્થ (૧૯૭૯) તેમની બે નવલકથા છે. ૧૯૬૯માં તેમનો પ્રથમ ટૂંકી વાર્તાનો સંગ્રહ બિચારા પ્રકાશિત થયો હતો. જે પછી પવનપાવડી (૧૯૭૭), રાધેશ્યામ શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૮૪), વાર્તાવરણ (૧૯૮૬) અને પહેલા પથ્થર કોન મારેગા (૧૯૮૧) પ્રકાશિત થયા હતા. તેમના વિવેચન સર્જનમાં વાચના (૧૯૭૩), ગુજરાતી નવલકથા (૧૯૭૪, રઘુવીર ચૌધરી સાથે), સાંપ્રત (૧૯૭૮), કવિતાની કળા (૧૯૮૩), આલોકના (૧૯૮૯), શબ્દ સમક્ષ (૧૯૯૧), કર્તા કૃતિ વિમર્શ (૧૯૯૨), વિવેચન નો વિધી (૧૯૯૩), ઉલ્લેખ (૧૯૯૩) અને અક્ષર (૧૯૯૫)નો સમાવેશ થાય છે. દલાલની પ્રતિનિધિ વાર્તાઓ (૧૯૭૧), ધૂમકેતુની ભાવસૃષ્ટિ (૧૯૭૩; મફત ઓઝા સાથે), નાટક વિશે દલાલ (૧૯૭૪), નવી વાર્તા (૧૯૭૫), સમકાલીન ગુજરાતી વાર્તાઓ (૧૯૮૬) અને ઇન્દ્રધનુષ ૧૦૧ (૧૯૯૫) તેમના સંપાદનો છે. તેમણે હિન્દી અને અંગ્રેજીમાંથી કેટલાક સર્જનો ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે.[કયા?][૪]

પુરસ્કારો[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્ય યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪‌), ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૯૫) તેમજ કુમાર સુવર્ણ ચંદ્રક (૨૦૧૨) એનાયત થયા છે.

પૂરક વાચન[ફેરફાર કરો]

  • વિલિયમ, મેકવાન મેબલ (૨૦૦૨). સર્જક રાધેશ્યામ શર્મા (Ph.D.). અમદાવાદ: ગુજરાતી વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ. Check date values in: |year= (મદદ)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Raval, Praful (June 2016). "Ranjitram Suvarna Chandrak Vijeta 77: Radheshyam Sharma". Buddhiprakash. Ahmedabad: ગુજરાત વિદ્યા સભા. ISSN 2347-2448. Unknown parameter |editor૨-first= ignored (મદદ); Unknown parameter |editor૧-last= ignored (મદદ); Unknown parameter |editor૧-first= ignored (મદદ); Unknown parameter |editor૨-last= ignored (મદદ)
  2. Sharma, Radheshyam (૧૯૯૯). Saksharno Sakshatkar: 3 (Question based interview with biographical literary sketches). Ahmedabad: Rannade Prakashan. pp. ૧૭૫–૧૮૧. Check date values in: |year= (મદદ)
  3. "Sharma Radheshyam Sitaram". Gujarati Sahityakosh (Encyclopedia of Gujarati literature). Ahmedabad: ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૯૯૦. p. ૫૬૬. Check date values in: |year= (મદદ)
  4. Thaker, Dhirubhai (૨૦૦૬). Arvachin Gujarati Sahityani Vikasrekha – 5 (An outline of the development Modern Gujarati Literature). Ahmedabad: Gurjar Granth Ratna Karyalaya. ISBN 978-81-8480-613-7. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]