રામાનુજાચાર્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રામાનુજાચાર્યની મૂર્તિ : શ્રીરંગપટ્ટણમ ખાતે શ્રીરંગનાથસ્વામી મંદિર ખાતે

રામાનુજાચાર્ય (હિન્દી:रामानुजाचार्य; અંગ્રેજી:Ramanuja) (જન્મ: ૧૦૧૭ - મૃત્યુ: ૧૧૩૭) વિશિષ્ટાદ્‌વૈતના પ્રવર્તક હતા[૧][૨]. તેઓ શ્રીનાથમુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા, જેમનો ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો. તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા. એમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરામ્બદુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અસૂરી કેશવ સોમયાજી અને માતાનું નામ કાંતિમતી હતું. તેઓ શ્રી રામાનુજ, ઉદ્‌યાવર, એથીરાજર (યાત્રીરાજા), એમ્બરુમન્નાર અને લક્ષ્મણ મુનિ તરીકે પણ ઓળખાતા હતા[૩].

એમણે શ્રી-ભાષ્ય, વેદાંતદ્વીપ, શ્રીરંગગદ્ય વગેરે નવ ગ્રંથોની રચના કરી હતી.

તેઓ ૧૨૦ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી શ્રીરંગપટ્ટણમ ખાતે અવસાન પામ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bartley, C. J. (2002). The Theology of Rāmānuja: Realism and religion. Routledge Curzon. p. 1. 
  2. Carman, John Braisted (1974). The Theology of Rāmānuja: An essay in interreligious understanding. New Haven and London: Yale University Press. p. 24. 
  3. "Sri Ramanuja's gift to the Lord". The Hindu. India. 24 December 2012.