રામ ઝુલા
રામ ઝુલા (હિંદી: राम झूला) એક લોખંડ સસ્પેન્શન બ્રિજ છે, જે ગંગા નદી પર આવેલ છે. 3 kilometres (1.9 mi) થી ઋષિકેશ માં ભારતીય રાજ્ય ઉત્તરાખંડના ઋષિકેશ શહેર ખાતેથી ઉત્તર-પૂર્વ દિશામાં ૩ કિલોમીટર (૧.૯ માઈલ) અંતરે આ પુલ આવેલ છે. આ પુલ દ્વારા શિવાનંદ નગર વિસ્તાર, મુનિ કી રેતી, તેહરી ગઢવાલ જિલ્લો અને સ્વર્ગાશ્રમ, પૌડી ગઢવાલ જિલ્લો જોડાય છે અને ગંગા નદીના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર જોડાય છે. વર્ષ ૧૯૮૬મા વર્ષમાં બાંધવામાં આવેલ આ સેતુ ઋષિકેશ ખાતેનાં પ્રતિષ્ઠિત સીમાચિહ્નો પૈકીનું એક છે.
આ સ્થળે ઘણા હિંદુ આશ્રમો અને ધાર્મિક કેન્દ્રો સ્થાપિત ગંગા નદીની બંને બાજુઓ પર સ્થિત છે.[૧] આ ઝુલા સેતુ મુનિ કી રેતી ખાતેના શિવાનંદ આશ્રમને ગીતા ભવન, પરમાર્થ નિકેતન અને સ્વર્ગાશ્રમ ખાતેનાં અન્ય મંદિરોને પણ સાથે જોડે છે. છતાં , આ પુલ લક્ષ્મણ ઝુલા સમાન ડિઝાઇન ધરાવે છે, છતાં તેના કરતાં મોટો છે અને તે 2 kilometres (1.2 mi) આ નદીનો પ્રવાહના ઉપરવાસમાં છે.[૨] આ પુલ ૭૫૦ ફુટ (૨૩૦ મી) જેટલા ગાળામાં બાંધવામાં આવેલ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "રામ ઝુલા, ઋષિકેશ". મૂળ માંથી 2017-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-06.
- ↑ ઋષિકેશનાં જોવાલાયક સ્થળો - રામ ઝુલા