રામ લક્ષ્મણ મંદિર, બરડીયા

વિકિપીડિયામાંથી
રામ લક્ષ્મણ/સાંબ લક્ષ્મણ મંદિરો
બરડીયા મંદિરો is located in ગુજરાત
બરડીયા મંદિરો
બરડીયા મંદિરો
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
પ્રકારહિંદુ મંદિર
સ્થાપત્ય શૈલીમારુ ગુર્જર હિંદુ મંદિર સ્થાપત્ય
સ્થાનબરડીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત
દેશભારત
અક્ષાંશ-રેખાંશ22°11′44″N 69°01′09″E / 22.195457°N 69.01904°E / 22.195457; 69.01904
DesignationsASI રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-125)

રામ લક્ષ્મણ મંદિરો અથવા સાંબ લક્ષ્મણ મંદિરો એ ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલા યુગ્મ હિંદુ મંદિરો છે, જે ગુજરાતના દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળ તાલુકાના બરડીયા ગામમાં આવેલા છે. બરડીયા ગામ દ્વારકાથી લગભગ ૫ કિ.મી.ના અંતરે અગ્નિ દિશામાં આવેલું છે. આ સિવાય અન્ય કેટલાક મંદિરો પણ ગામની હદમાં દરિયાકિનારા પાસે આવેલાં છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ મંદિરો સોલંકી વંશના રાજા ભીમદેવ (દ્વિતીય) સોલંકીનાં શાસન દરમ્યાન ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બાંધવામાં આવ્યાં હતા. આ મંદિરો ગુજરાતનાં સૌથી જૂના હયાત વૈષ્ણવ મંદિરો પૈકીના છે.[૧] આ મંદિરોને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક (N-GJ-125) જાહેર કરવામાં આવ્યા છે.

સ્થાપત્ય[ફેરફાર કરો]

મુખ્ય બાંધકામ પરની કોતરણીઓ

આ મંદિરો મારુ-ગુર્જર શૈલીનાં મંદિરો છે જે ઊંચા પાયા (જગતી) પર બાંધવામાં આવેલા છે.[૨][૩] આ એકખંડીય મંદિરોમાં ચાર વિભાગ છે; મંડપ, અંતરાલ, સભામંડપ અને પરસાળ. આ મંદિરોના ગર્ભગૃહમાં હવે રામ, લક્ષ્મણ કે સાંબ, વગેરે કોઇની મૂર્તિઓ નથી.[૪] આ મંદિરો ઘુમલીના નવલખા મંદિર જોડે સમાનતા ધરાવે છે અને બંને વચ્ચે પાયાની રચના અને શિલ્પોમાં સામ્યતા છે. ભદ્રના કુંભ પર રહેલી બ્રહ્મા, વિષ્ણુ અને શિવની મૂર્તિઓ પણ એજ સ્વરૂપે મૂકવામાં આવી છે. નકશા મુજબ, તેઓ પરસાળમાં રહેલા બે થાંભલાઓ સિવાય સુણાકના મંદિરો સાથે સામ્યતા ધરાવે છે.[૫][૬][૭]

પશ્ચિમમાં આવેલું પૂર્વાભિમુખ મંદિર ઘણું જૂનું છે અને સુંદર કોતરણી વાળા શિલ્પો ધરાવે છે.

નજીકનાં અન્ય મહત્વનાં મંદિરોમાં સૂર્ય મંદિર, ચંદ્રભાગા મંદિર અને મહાપ્રભુની બેઠકનો સમાવેશ થાય છે.[૮]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Haripriya Rangarajan (૧૯૯૦). Spread of Vaiṣṇavism in Gujarat Up to 1600 A.D.: A Study with Special Reference to the Iconic Forms of Viṣṇu. Somaiya Publications. પૃષ્ઠ ૧૨, ૪૩, ૧૪૧. ISBN 978-81-7039-192-0.
  2. Pramod Chandra (૧૯૭૫). Studies in Indian Temple Architecture: Papers Presented at a Seminar Held in Varanasi, 1967. American Institute of Indian Studies. પૃષ્ઠ ૧૨૮.
  3. Journal of the Asiatic Society. ૧૫-૧૯. કલકત્તા: Asiatic Society. ૧૯૭૩. પૃષ્ઠ ૩૪.
  4. Krishna Deva; Lallanji Gopal; Shri Bhagwan Singh (૧૯૮૯). History and art: essays on history, art, culture, and archaeology presented to Prof. K.D. Bajpai in honour of his fifty years of indological studies. Ramanand Vidya Bhawan. પૃષ્ઠ ૧૭૪.
  5. Dhaky, Madhusudan A. (૧૯૬૧). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. ભોપાલ: Madhya Pradesh Itihas Parishad. : ૬૫.
  6. Sompura, Kantilal F. (૧૯૬૮). The Structural Temples of Gujarat, Upto 1600 A.D. Gujarat University. પૃષ્ઠ ૪૮.
  7. K. V. Soundara Rajan; Chedarambattu Margabandhu (૧૯૯૧). Indian archaeological heritage: Shri K.V. Soundara Rajan festschrift. Agam Kala Prakashan. પૃષ્ઠ ૫૭૨.
  8. Desai, Shambhuprasad Harprasad (૧૯૭૭). Dwarka. Sorath Research Society. પૃષ્ઠ ૪૬.