રામ શર્મા આચાર્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રામ શર્મા આચાર્યનો જન્મ ૨૦-૯-૧૯૧૧ના રોજ ભાદરવા વદ તેરસે આંવલખેડા ગામ ખાતે થયો હતો, પરંતુ આચાર્યજી તેમનો સાચો જન્મ વસંતપચંમીને માનતા. આ વિષે કહેતાં તેઓ એક વખત બોલ્યા હતા, ‘સાધકને જયારે સદ્ગુરુ મળે છે ત્યારે તે દ્વિજત્વ અર્થાત્ બીજૉ જન્મ ધારણ કરી બ્રાહ્મણત્વના માર્ગ ઉપર ચાલે છે. મને પણ મારા માર્ગદર્શકે વસંતપંચમીના રોજ નવો જન્મ આપ્યો છે.’ આ બાબતે તેમના લખેલાં ૩૨૦૦થી વધુ પુસ્તકોમાંથી એક એવા અને એમની આત્મકથા સમાન ‘અમારું વિલ અને વારસો, પુસ્તકમાં તેમણે પાન નં. ૧૩ તથા ૨૬ ઉપર કંઈક આવા ભાવોદ્ગાર કહ્યા છે.