રિવરસાઇડ પેલેસ
Appearance
રિવરસાઇડ પેલેસ (અંગ્રેજી: Riverside Palace) ભારત દેશના ગુજરાત રાજ્યના ગોંડલ શહેર ખાતે આવેલ એક રજવાડી મહેલ છે.[૧][૨][૩]
રિવરસાઇડ પેલેસ વર્ષ ૧૮૭૫માં ગોંડલનરેશ ભગવતસિંહજી દ્વારા તેમના પુત્ર યુવરાજ ભોજરાજસિંહજી (પછી થી પાટવીકુંવર) માટે નવલખા મહેલથી 1.26 kilometres (0.78 mi) જેટલા અંતરે બનાવવામાં આવ્યો હતો. આ મહેલમાં રાજવી પરિવારની કલાત્મક ચીજવસ્તુઓ, ચિત્રો તેમ જ મસાલા ભરેલા પ્રાણીઓનાં મોં (ટ્રોફી ઓફ હેડ સ્ટફ્ડ એનિમલ્સ) એકત્રિત કરીને પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિવરસાઇડ પેલેસ અને ઓર્ચાર્ડ પેલેસ ખાતે હાલમાં હોટલ ચલાવવામાં આવે છે.[૨][૩] આ મહેલનો દિવાન ખંડ વસાહતી સ્થાપત્યનો લાવણ્યમય નમૂનો છે તેમ જ પુરાતન રાચરચીલા વડે સમૃદ્ધ છે. આ મહેલમાં એક વિશિષ્ટ ભારતીય પાંખ ખાતે સુંદર પિત્તળનાં વાસણો અને લઘુચિત્રો છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Chakraborty, Subhasish (૪ ઓક્ટોબર ૨૦૧૪). "The Palaces of Gondal A Tryst With Royal Gujarat". Wall Street International. મેળવેલ ૩૦ જુન ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ Miller 2012.
- ↑ ૩.૦ ૩.૧ Pandya 2007.
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- Miller, Sam (૨૭ ઓક્ટોબર ૨૦૧૨). Gujarat: Chapter from Blue Guide India. Blue Guides. ISBN 978-1-909079-68-7.CS1 maint: ref=harv (link)
- Pandya, Kaushik (૨૦૦૭). A journey to the glorious Gujarat. Akshara Prakashan.CS1 maint: ref=harv (link)