રુચિ (સામાયિક)

વિકિપીડિયામાંથી
રુચિ
સંપાદક(કો)ચુનીલાલ મડિયા
વર્ગસાહિત્ય સામાયિક
આવૃત્તિમાસિક
સ્થાપકચુનીલાલ મડિયા
પ્રથમ અંકજાન્યુઆરી ૧૯૬૩
છેલ્લો અંકડિસેમ્બર ૧૯૬૮
દેશભારત
ભાષાગુજરાતી ભાષા

રુચિ એ જાન્યુઆરી ૧૯૬૩ થી ડિસેમ્બર ૧૯૬૮ દરમ્યાન લેખક અને પત્રકાર ચુનીલાલ મડિયા દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરાયેલ એક સાહિત્યિક સામયિક હતું.[૧][૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૯૬૨ માં યુનાઇટેડ સ્ટેટ્સની ઇન્ફર્મેશન સર્વિસ છોડી ચુનીલાલ માડિયાએ રૂચિ માસિક શરૂ કર્યું. આને તેમણે સર્જનાત્મક વિચારો માટેનું સામયિક ગણાવ્યું. ડિસેમ્બર ૧૯૬૮માં ચુનીલાલ મડિયાનું અવસાન થતાં સામાયિકનો તેનો છેલ્લો અંક પ્રકાશિત થયા બાદ તેનું પ્રકાશન બંધ પડ્યું.

વાંચન સામગ્રી[ફેરફાર કરો]

રૂચી એ ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓ અને વિશ્વમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક વલણોનું વિશ્લેષણ પ્રકાશિત કર્યું હતું.[૧]

ચુનીલાલ મડિયા જાતે આ સામાયિકમાં અખો રૂપેરો ઉપનામ હેઠળ છીંડુ ખોલતા નામની કટાર લખતા હતા. તેમણે બહ્યાંતર કટારમાં સામાજિક મુદ્દાઓ પર પણ લેખન કર્યું. તેમણે વીરચંદ ગાંધી, કૃષ્ણજી હોલાજી આરા, અબ્દુલ રહીમ, આપાભાઈ આલ્મેલકર, જયંત ખત્રી, ઇશ્વર પેટલીકર, ઉમાશંકર જોશી, આલ્બેર કેમ્યૂ, જીન-પૌલ સાર્રે, હેનરી મિલર, બહેરામજી મલબારી જેવા અનેક અગ્રણી હસ્તીઓ અને લેખકો પર પણ લખ્યું હતું. ઓક્ટૉવિયો પાઝ, કાર્લ માર્ક્સ, શયદા, ઝવેરચંદ મેઘાણી, જ્યોતીન્દ્ર દવે, ધૂમકેતુ, સેમ્યુઅલ જ્હોન્સન, ડેગ હેમાર્સ્કજોલ્ડ, યેવગેની યેવતુશેન્કો, મિખાઇલ શોલોખોવ, રોમેઈન રોલેન્ડ, બોરિસ પાસ્તેનાર્ક, લિયો ટોલ્સટોય, એન્તોન ચેખવ, અર્નેસ્ટ હેમિંગ્વે, ડી. એચ. લૉરેન્સ સાથે આધુનિક સાહિત્યકારો વિષે પણ તેમણે લેખો લખ્યા. વાડીલાલ ડગલી, મુંબઈ અને ભારતના મુદ્દાઓ પર કેન્દ્રિત, મુંબઈ-ની ડાયરી નામની કટાર લખતા. જયંત પાઠકે ધારાવાહિક તરીકે તેમની આત્મકથા વાનાંચલ આ સામાયિકમાં પ્રકાશિત કરી હતી. મનુભાઈ પંચોળીની નવલકથા કુરુક્ષેત્રની પણ આ સામયિકમાં શરૂઆત થઈ હતી, પરંતુ કેટલાક ભાગો પ્રકાશિત થયા બાદ બંધ થઈ ગઈ હતી. એલન પેટોનનું નાટક, ક્રાય, ધ બિલવ્ડ કંટ્રીનું ભાષાંતર ચુનીલાલ મડિયાએ ભોમ રડે ભેંકાર તરીકે કર્યું હતું, જેના ફક્ત ત્રણ ભાગ છપાયા પછી બંધ થયા. બીજા કેટલાક લેખકોએ તેમાં લેખકો પર વિવેચન, નિબંધો અને કૃતિઓ પ્રકાશિત કરી.[૧] મુખપૃષ્ઠ કલા અને સામાયિકમાંની અન્ય કલા કૃતિઓ વિવિધ કલાકારો જેમ કે રાઘવ કનેરિયા, અભય ખાટાઉ, કે.કે. હેબ્બર, કૃષ્ણજી હોલાજી આરા, અબ્દુલ રહીમ, આપાભાઈ અલમેલકર, ભાનુ શાહ, લીના સંઘવી, દિનેશ શાહ, છગનલાલ જાદવ, જ્યોતિ ભટ્ટ, લક્ષ્મણ પાઇ, શ્યાવક્ષ ચાવડા, સુધીર ખસ્તાગીર, રાજુ વગેરે દ્વારા દોરવામાં આવ્યા હતા. ઇન્દ્રદેવ આચાર્ય અને બંસીલાલ વર્મા 'ચકોર' એ તેમાં કાર્ટૂન પ્રકાશિત કર્યા હતા.

તેમાં જવાહરલાલ નેહરુ, ઝવેરચંદ મેઘાણી અને ટૂંકી વાર્તાઓ પર વિશેષ આવૃત્તિઓઓ પ્રકાશિત થઈ હતી.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ મડિયા, અમિતાભ (જાન્યુઆરી ૨૦૦૪). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XVII. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૧–૬૨. OCLC 552367195.
  2. R. P. Malhotra (2005). Encyclopaedic Dictionary of Asian Novels and Novelists: A-I. New Delhi: Global Vision Publishing House. પૃષ્ઠ 183. ISBN 978-81-8220-067-8. મેળવેલ 2 March 2018.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]