લખાણ પર જાઓ

રૂપલ પટેલ

વિકિપીડિયામાંથી
રૂપલ પટેલ
સ્ટાર પ્લસની માલિકા "સાથ નિભાના સાથિયા"માં રૂપલ પટે (૨૦૧૨)
જન્મની વિગત૧૯૬૮[]
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણમુંબઈ વિદ્યાપીઠ (બી. કોમ)
એમ એફ એ - નેશનલ સ્કુલ ઑફ ડ્રામા
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૧૯૯૧ - હાલ
પ્રખ્યાત કાર્યસાથ નિભાના સાથિયા
યે રિશ્તે હૈ પ્યાર કે
તેરા મેરા સાથ
જીવનસાથીરાધાકૃષ્ણ દત્તા

રૂપલ પટેલ દત્તા એક ભારતીય અભિનેત્રી છે. તેઓ સૌથી લાંબા સમય સુધી ચાલતી ભારતીય ટીવી શ્રેણીઓમાંની એક-સાથ નિભાના સાથિયામાંની તેમની કોકિલા મોદીની અને યે રિશ્તે હૈ પ્યાર કેમાં મીનાક્ષી રાજવંશની ભૂમિકા માટે જાણીતા છે. ભારતીય ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સાસુ તરીકેનો, ૨૦૧૫,૨૦૧૬,૨૦૧૭નો સ્ટાર પરિવાર એવોર્ડ્સ તેમણે જીત્યો હતો. ૨૦૨૦ માં, તેમણે આ શોના પ્રચાર માટે સાથ નિભાના સાથિયા ૨ માં કોકિલા મોદી તરીકેની તેમની ભૂમિકાને પુનરાવર્તિત કરી હતી.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

૧૯૬૭ અથવા ૧૯૬૮માં મુંબઈમાં જન્મેલા રૂપલ પટેલ ગુજરાતી છે અને તેમણે વાણિજ્યની પદવી ઉપરાંત નવી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયની તાલીમ લીધી છે. તેઓ પેનોરમા આર્ટ થિયેટર્સ નામના નાટ્ય જૂથના માલિક છે, જે બાળકોના નાટકો ભજવે છે. તેમણે અભિનેતા રાધાકૃષ્ણ દત્તા સાથે લગ્ન કર્યા છે.[]

અભિનય કારકિર્દી

[ફેરફાર કરો]

કારકિર્દી સંઘર્ષો (૧૯૯૧-૨૦૦૯)

[ફેરફાર કરો]

રૂપલ પટેલે સૌ પ્રથમ બોલિવૂડ પોતાના ભાગ્યની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને ૧૯૯૧ની ફિલ્મ અંતરનાદમાં નાની ભૂમિકા દ્વારા ત્યાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમણે સૂરજ કા સાતવાં ઘોડા (૧૯૯૨) પપીહા (૧૯૯૩) મમ્મો (૧૯૯૪) અને સમર (૧૯૯૯) જેવી અન્ય બોલિવૂડ ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી હતી. આમાંથી કેટલીક ફિલ્મોનું નિર્દેશન શ્યામ બેનેગલ કર્યું હતું.[]

બોલિવૂડમાં તેમના કાર્યકાળ પછી, તેમણે ૨૦૦૧માં સ્ટાર પ્લસ પર ઝરીના મહેતાની શગુનમાં લાખીની ભૂમિકા ભજવીને હિન્દી ટેલિવિઝન ઉદ્યોગ પ્રવેશ કર્યો. તેમને ૨૦૦૨માં સો દાડા સાસુના નામની માલિકામાં આશાલતા તરીકે ભૂમિકા આપવામાં આવી હતી, અને બાદમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસિદ્ધ ક્રાઇમ થ્રિલર શો ક્રાઈમ પેટ્રોલના કેટલાક એપિસોડમાં પણ તેમણે અભ્બિનય કર્યો. તેણીની અભિનય કારકિર્દીમાં તેમના સંઘર્ષો ચાલુ રહ્યા અને મોટા અંતર પછી, તેમણે ૨૦૦૯ માં કલર્સ ટીવી પર સિનેવિસ્ટા લિમિટેડ પ્રોડક્શનની જાને ક્યા બાત હુઈમાં વૃંદાનની ભૂમિકા ભજવી.[]

મોટી સફળતા (૨૦૧૦-વર્તમાન)

[ફેરફાર કરો]

૨૦૧૦ થી ૨૦૧૭ સુધી, તેમણે રશ્મિ શર્માની બ્લોકબસ્ટર સોપ સાથ સાથિયા ની કડક સાસુ એવી કોકિલા મોદીની ભૂમિકા ભજવી જબરદસ્ત લોકપ્રિયતા અને પ્રશંસા મેળવી હતી.[]

જાન્યુઆરી ૨૦૧૯માં, તેમણે ઝી ટીવી પર પ્રતીક શર્માની 'મનમોહિની' માં ઉષા/કુબર્રા તરીકે નાનકડી ભૂમિકા માટે હસ્તાક્ષર કર્યા. માર્ચ ૨૦૧૯ થી ઓક્ટોબર ૨૦૨૦ સુધી, તેમણે સ્ટાર પ્લસ પર પ્રસારિત ડાયરેક્ટર્સ કટ પ્રોડક્શન્સના ટેલિવિઝન શો યે રિશ્તે હૈ પ્યાર કે માં મીનાક્ષી રાજવંશ કાપડિયાનું ગ્રે પાત્ર ભજવ્યું હતું.[]

ઓક્ટોબર ૨૦૨૦માં તેમણે 'સાથ નિભાના સાથિયા ૨' બીજી સીઝનમાં કોકિલા મોદી તરીકેનું પોતાનું પાત્ર ભજવ્યું હતું, જેણે' યે રિશ્તે હૈં પ્યાર કે" નું સ્થાન લીધું હતું. તે શોના ૩૧ એપિસોડમાં જોવા મળી હતી, કારણ કે તે માલિકાનો પ્રારંભિક ભાગ હતો. તે ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાનના મહેમાન તરીકે જોવા મળ્યા હતા.[]

અન્ય કાર્યો

[ફેરફાર કરો]

રૂપલ પટેલ સ્વચ્છ ભારત ભારત પ્રોજેક્ટના એમ્બેસેડર છે અને તેના માટે કામ કરે છે-તેમને તેમના કાર્યો માટે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બે વાર સન્માન મળ્યું હતું. તેમાંથી એક, પત્રના રૂપમાં છે. []

ફિલ્મોગ્રાફી

[ફેરફાર કરો]

ફિલ્મો

[ફેરફાર કરો]
  • મહેક (૧૯૮૫)
  • અંતરનાદ (૧૯૯૧)
  • સૂરજ કા સાતવાં ઘોડા (૧૯૯૨)
  • પાપીહા (૧૯૯૩)
  • મમ્મો (૧૯૯૪)
  • સમર (૧૯૯૯)
  • જાગો (૨૦૦૪) -કેમિયો
  • પેહચાન: સત્યનો ચહેરો (૨૦૦૫)
  • સાંબર સાલસા (૨૦૦૭) -કલા નિર્દેશક

ટેલિવિઝન

[ફેરફાર કરો]
વર્ષ શીર્ષક ભૂમિકા નોંધો
1999-2000 ગુબ્બારે 'મસાલા મામી "એપિસોડમાં સિંધી લેડી
2001 શગુન લાખી []
2002 સૌ દાદા સસુના આશાલતા શેઠ []
2009 જાને ક્યા બાત હુઈ વૃંદા
2010–17 સાથ નિભાના સાથિયા કોકિલા પરાગ મોદી []
2019 મનમોહિની કુબરજરા/ઉષા કેમિયો [૧૦]
2019–20 યે રિશ્તે હૈં પ્યાર કે મીનાક્ષી રાજવંશ/મીનાક્ષી મેહુલ કાપડિયા [૧૧][]
2020 સાથ નિભાના સાથિયા ૨ કોકિલા પરાગ મોદી એપિસોડ ૧-૩૧
ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન મહેમાન []
2021–2022 તેરા મેરા સાથ રહે મિથિલા મોદી [૧૨]
2024 નાથ-રિશ્તા કી અગ્નિપરીક્ષા કૈલાશી દેવી પ્રતાપસિંહ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Rupal Patel: 'I cried when Devoleena Bhattacharjee replaced Giaa Manek in Saath Nibhana Saathiya!'". 3 May 2024. ઘટના આ સમયે બની 6:28. મેળવેલ 24 December 2024 YouTube દ્વારા. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (મદદ)
  2. "Saath Nibhana Saathiya Season 2 to launch in October". The Indian Express (અંગ્રેજીમાં). 28 August 2020. મેળવેલ 1 December 2020. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. 1 2 "No place for men in TV soaps: Radhakrishna Dutta". The Times of India. 26 April 2013. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  4. 1 2 "Saath Nibhaana Saathiya actor Rupal Patel gets honour from PM Modi for special cause". The Asian Age. 25 July 2019. {{cite web}}: Check date values in: |date= (મદદ)
  5. 1 2 "I am not quitting Saath Nibhana Saathiya, I'm too happy playing Kokila: Rupal Patel". The Indian Express. 13 February 2017. {{cite web}}: Check date values in: |date= (મદદ)
  6. 1 2 "Right in the act". The Tribune. મૂળ માંથી 2019-12-08 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)
  7. 1 2 "Rupal Patel will make a guest appearance in the Gangs of Filmistan". The Tribune. મૂળ માંથી 2022-09-02 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)
  8. "The 'me' in the Kokilaben meme". Ahemdabad Mirror. મૂળ માંથી 12 December 2020 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)
  9. Das, Soumitra (18 February 2012). "Rupal Patel is different from reel life". The Times of India. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  10. "saath-nibhaana-saathiya-actress-rupal-patel-returns-to-tv-with-manmohini". The Times of India. 10 January 2019. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  11. "Rupal Patel Says Kokila Modi and Meenakshi Rajvansh are like Twins". The Times of India. 19 May 2019. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  12. "Rupal Patel to begin shooting for Tera Mera Saath Rahe". The Times of India. 21 July 2021. {{cite news}}: Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]