રોઝડી

વિકિપીડિયામાંથી
રોઝડી
રોઝડી is located in India
રોઝડી
Shown within India
સ્થાનગોંડલ, રાજકોટ જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ22°15′45″N 70°40′28″E / 22.26250°N 70.67444°E / 22.26250; 70.67444
પ્રકારરહેણાંક
ઇતિહાસ
સંસ્કૃતિઓસિંધુ ખીણની સંસ્કૃતિ
સ્થળની વિગતો
ખોદકામ તારીખ૧૯૮૨–૧૯૯૫
સ્થિતિખંડેર
માલિકીજાહેર
જાહેર પ્રવેશહા

રોઝડી એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભાદર નદીના ઉત્તર કાંઠે આવેલું છે. તે ઇસ પૂર્વે ૨૫૦૦ થી ઇસ પૂર્વે ૧૭૦૦ સુધી સતત વસવાટ ધરાવતું હતું.

સમયરેખા[ફેરફાર કરો]

ગુજરાત સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે યુનિવર્સિટી મ્યુઝિયમ દ્વારા ૧૯૮૨ થી ૧૯૯૫ દરમિયાન સાત વાર થયેલા ખોદકામો પરથી રોઝડીમાં વસવાટના ત્રણ ગાળાઓ પાડવામાં આવ્યા છે, જેને રોઝડી A, B અને C કહેવાય છે. રોઝડીની સમયરેખા વીસ રેડિયોકાર્બન તારીખોએ નીચે પ્રમાણે રોઝડીના ઘટનાક્રમનો અંદાજ કાઢવામાં મદદ કરી છે:[૧]

  • રોઝડી C ૧૯૦૦-૧૭૦૦ ઇસ પૂર્વે
  • રોઝડી B ૨૨૦૦-૧૯૦૦ ઇસ પૂર્વે
  • રોઝડી A ૨૫૦૦-૨૨૦૦ ઇસ પૂર્વે

સ્થાપત્ય[ફેરફાર કરો]

રોઝડીમાં બે મોટા ખોદકામો કરવામાં આવ્યા છે. જેમને દક્ષિણ ખોદકામ અને મુખ્ય માર્ગ ખોદકામ તરીકે ઓળખાય છે. બાહ્ય રસ્તા પર પદ્ધતિસરનું અને સ્થળના ઉત્તર ભાગમાં આવેલા જુદાં માળખામાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે. આ બધાં રોઝડી C (ઈસ પૂર્વે બે હજાર વર્ષ) સમયગાળાનું યોગ્ય રીતે સચવાયેલું બાંધકામ છે. રોઝડીના ઘરો પથ્થરના પાયા પર અને તેની પર કદાચ માટીની દિવાલો વડે બંધાયેલા હતા. કોઇ પણ પ્રકારની ઇંટો (કાચી અથવા પાકી) ખોદકામ દરમિયાન મળી નથી. કૂવા, નહાવાની ઓરડીઓ કે શેરી ગટરો પણ મળી નથી.[૧]

સંસ્કૃતિ[ફેરફાર કરો]

રોઝડીમાં મળેલા મોટાભાગનાં વાસણો મજબૂત અને યોગ્ય રીતે ગૂંદેલ લાલ માટીના બનેલા છે. રોઝડીમાંથી મળેલા વાસણોમાંથી અડધાથી વધુ વાસણો હાથા વાળા વાટકાંઓ છે. વાસણો પર મોટાભાગે ચિત્રો અથવા સરસ્વતી લિપિમાં લખાણો જોવા મળ્યા છે. વાસણોની કિનારીઓ પર હડપ્પીય લખાણ પણ જોવા મળેલ છે. પાંચ (ચાર સંપૂર્ણ અને એક તૂટેલ) તાંબા અથવા કાંસાની કુહાડીઓ મળી છે જે રોઝડી C સમયગાળાની છે. ઔદ્યોગિક અને ઉત્પાદન ક્રિયાઓની કોઇ નિશાનીઓ રોઝડીના બધાં જ સમયગાળામાં મળી નથી. જેથી તે મોટાભાગે ખેડૂતોનું ગામ હોવાનું સૂચન કરે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Possehl, Gregory. (2004). The Indus Civilization: A contemporary perspective, New Delhi: Vistaar Publications, ISBN 81-7829-291-2, pp.82-6.
  2. "Plants and Harappan subsistence: An example of stability and change from Rojdi". ResearchGate (અંગ્રેજીમાં). મેળવેલ 2017-05-17.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • Possehl, Gregory. and M.H. Raval (1989). Harappan Civilization and Rojdi, Delhi: Oxford & IBH Publishers and the American Institute of Indian Studies, ISBN 81-204-0404-1.