લખાણ પર જાઓ

રોશન સિંહ

વિકિપીડિયામાંથી
રોશન સિંહ
રોશન સિંહ
જન્મની વિગત(1892-01-22)22 January 1892
સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ19 December 1927(1927-12-19) (ઉંમર 35)
સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
સંસ્થાહિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

ઠાકુર રોશન સિંહ (૨૨ જાન્યુઆરી ૧૮૯૨ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) એક ભારતીય ક્રાંતિકારી હતા, જેનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. તેમને ૧૯૨૧-૨૨ના અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી. બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા. તેમણે ઓગસ્ટ ૧૯૨૫ના કાકોરી ષડયંત્રમાં ભાગ લીધો ન હતો, પરંતુ ડિસેમ્બર ૧૯૨૪માં બામરોલી ધાડ દરમિયાન કરવામાં આવેલી હત્યા બદલ તત્કાલીન બ્રિટિશ સરકારે જાન્યુઆરી ૧૯૨૬માં તેમની ધરપકડ કરી હતી અને તેમના પર કેસ ચાલ્યો હતો.[] રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન અને રાજેન્દ્ર લાહિડી સાથે તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અલ્હાબાદ જિલ્લાની મલકા/નૈની જેલમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.

અલ્હાબાદમાં મૂર્તિ

[ફેરફાર કરો]

અમર શહીદ ઠાકુર રોશન સિંહની પ્રતિમા મલાકા જેલ, નૈની, અલ્હાબાદના ફાંસી ઘરની સામે સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં આ જગ્યાએ એક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ સ્વરૂપ રાની હોસ્પિટલ છે. સ્વરૂપ રાની હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે તેમની પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમાની નીચે ઠાકુર સાહેબે કહેલી આ પંક્તિઓ પણ અંકિત છે -

જિંદગી ઝિંદા-દિલી કો જાન એ રોશન!
વરના કિતને હિ યહાં રોજ ફના હોતે હૈ।

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. The Quarterly Review of Historical Studies. Institute of Historical Studies. 1994. પૃષ્ઠ 75.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]