રોહિણી (દેવી)

વિકિપીડિયામાંથી
રોહિણી
નક્ષત્ર દેવી
અલ્દેબરાન તારાનો અવતાર
ચંદ્ર અને રોહોણી
જોડાણોદેવી
રહેઠાણચંદ્રલોક
વ્યક્તિગત માહિતી
જીવનસાથીચંદ્ર
બાળકોવર્ચા
માતા-પિતા
  • દક્ષ (પિતા)
  • અસીકિની (પંચજની) (માતા)

રોહિણીહિંદુ ધર્મના એક દેવી છે[૧] અને તેઓ ચંદ્ર દેવના પ્રિય પત્ની છે. તેઓ દક્ષની પુત્રી અને અન્ય ૨૬ નક્ષત્રોની બહેન છે. ચંદ્રના ઘર (નક્ષત્રો કે જેમાંથી ચંદ્ર પસાર થાય છે)માંથી, કૃત્રિકા, રેવતી અને રોહિણી જેવા લઘુ નક્ષત્રોને ઘણીવાર દેવો અને માતાઓ તરીકે વર્ણવવામાં આવે છે.[૨]

રોહિણીના નામનો અર્થ લાલ રંગ ધરાવનાર એવો થાય છે. "લાલ દેવી" (રોહિણી દેવી) તરીકે તેઓ અલ્દેબરાન (સૂર્ય કરતા મોટો લાલ તારો) અવતાર છે.[૩]

પૌરાણિક કથા[ફેરફાર કરો]

હિંદુ પૌરાણિક કથાઓમાં, રોહિણી રાજા દક્ષ અને રાણી પંચજનીની પુત્રી છે. તેઓ દક્ષની સત્તાવીસ પુત્રીઓમાંના એક છે જેમણે ચંદ્ર દેવતા સાથે લગ્ન કર્યા હતા. તે ચંદ્રની પ્રિય અને મુખ્ય પત્ની છે.[૪] ચંદ્રએ તેનો મોટાભાગનો સમય રોહિણી સાથે વિતાવ્યો, જેના કારણે તેની અન્ય પત્નીઓ ગુસ્સે થઈ અને તેઓએ આ અંગે તેમના પિતાને ફરિયાદ કરી. પોતાની પુત્રીઓને દુઃખી જોઈને દક્ષે ચંદ્રને તેની કીર્તિ ગુમાવવાનો શ્રાપ આપ્યો. છેવટે ચંદ્રની કીર્તિ આંશિક રીતે શિવ દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

રોહિણી એ રાશિચક્રનું ચોથું નક્ષત્ર છે, જેના પર ચંદ્ર શાસન કરે છે. તે વૃષભમાં ૧૦° ૦' થી વૃષભમાં ૨૩°૨૦' સુધી ફેલાયલો છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકોની આંખો ખાસ કરીને આકર્ષક હોય છે એવું માનવામાં આવે છે.

ભગવાન કૃષ્ણનો જન્મ તારો રોહિણી છે અને એવું માનવામાં આવે છે કે આ તારાના પ્રભાવ હેઠળ જન્મ લેવાની તેમની પસંદગી પાછળ એક ખાસ ઉદ્દેશ્ય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Agrawala, Prithvi Kumar (1983). Goddesses in Ancient India (અંગ્રેજીમાં). Abhinav Publications. ISBN 978-81-7017-184-3.
  2. Jessalyn, Blossom Meghan (2012). Rohini (Nakshatra) (અંગ્રેજીમાં). Sess Press. ISBN 978-613-8-62464-6.
  3. Shah, Saket (2019-10-19). Understanding The Nakshatras: Soul of Astrology is Nakshatras (અંગ્રેજીમાં). Saket Shah.
  4. Sutton, Komilla (2007). Personal Panchanga (અંગ્રેજીમાં). The Wessex Astrologer. ISBN 978-1-902405-85-8.