લચિત બોરફૂકન
લચિત બોરફૂકન | |
---|---|
જન્મ | ૨૪ નવેમ્બર ૧૬૨૨ ![]() Charaideo ![]() |
મૃત્યુ | ૧૬૭૧ ![]() જોરહટ ![]() |
લચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યનો એક મહાન સેનાપતિ હતો જે સન ૧૬૭૧માં આસામના સરાઈઘાટમાં મુઘલો વિરુદ્ધની લડાઈમાં પોતાની કાબેલિયત અને નેતૃત્વ-ક્ષમતાના લીધે જાણીતો થયો હતો. મોગલોએ કામરૂપ શહેર પર ફરી કબજો જમાવવાના ઈરાદાથી રામસિંહ પહેલાના નેતૃત્વ હેઠળ હુમલો કર્યો હતો જે લાચિત ખૂબ જ ઓછા સેન્ય સાથે ખાળવામાં સફળ રહ્યો હતો.[૧] આ યુધ્ધના વર્ષ બાદ માંદગીના લીધે લચિતનું અવસાન થયું હતું.[૨]
સંક્ષિપ્ત જીવન
[ફેરફાર કરો]લચિત બોરફૂકન મોમાઈ તામુલી બોડ્બરુઆના સૌથી યુવાન પુત્ર હતા જેઓ પ્રતાપ સિંહના શાસનકાળ દરમ્યાન પહેલા બોડ્બરુઆ (આસામના રાજ્યપાલ અને અહોમ સૈન્યના સેનાપતિ) હતા. લચિતે પિતાના મોભા અને હોદ્દાના લીધે ઉચ્ચ કુટુંબોના બાળકોને મળતી એવી માનવતા, શાસ્ત્રો અને યુદ્ધકળા જેવા વિષયની તાલીમ લીધી હતી. તે જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ તેમની મોટી જવાબદારીઓ વાળા પદ પર નિયુક્તિ થતી ગઈ. સૌપ્રથમ તેમની નિયુક્તિ ધ્વજ-વાહક (સોલધર બરુઆ) તરીકે થઇ હતી જે એક મહત્વાકાંક્ષી રાજનેતા કે રાજકારણી માટે પ્રથમ પગથિયું ગણાતું. ત્યારબાદ તેઓ રાજા ચક્ર-ધ્વજ સિંહની શાહી અશ્વ-શાળાના ઉપરી (ઘોડ બરુઆ) તરીકે નિમાયા.
સરાઈઘાટનું યુદ્ધ
[ફેરફાર કરો]મુઘલોને આશરે ૧૬૦૨ની આસપાસ બ્રહ્મપુત્ર ખીણ અને તેની આજુબાજુના વિસ્તારોમાં (હાલનું આસામ) રસ પડવા માંડ્યો અને ઢાકાના નવાબે રાજા પરીક્ષિત નારાયણ શાસિત આસામના પશ્ચિમ છેડે આક્રમણ કર્યું. ત્યારથી લઈને ૧૬૬૦ સુધી મુઘલોએ ૧૭ વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા અને વીર તેમ જ રાષ્ટ્રપ્રેમી આસામી હિન્દુઓએ દરેક વખતે તેમને હરાવ્યા. ૧૬૫૮માં ઔરંગઝેબની દિલ્હીના ગાદીનો વારસદાર નિમાયાના ત્રણ જ વર્ષ બાદ ૧૬૬૧માં, ઔરંગઝેબના આદેશાનુસાર મીર જુમલાએ અહોમની રાજધાની ઘરગાંવ ઉપર આક્રમણ કર્યું અને તે સમયના અહોમ રાજા જયધ્વ્જ સિંહે માત્ર થોડાક દિવસની ધીરજ ગુમાવતાં જીતેલી લડાઈ હારી ગયો અને પરાજયના શોકમાં થોડાક જ દિવસમાં મૃત્યુ પામ્યો. મરણશૈયા ઉપર તેણે તેના અનુગામી ચક્રધ્વજસિંહને "દેશની છાતીએ વાગેલો પરાજયના અપમાનનો ભાલો" ખેંચી કાઢી નાખવા હાકલ કરી હતી.
સ્મારકો અને યાદગીરી
[ફેરફાર કરો]લચિત દિવસ
[ફેરફાર કરો]દર વર્ષે ૨૪ નવેમ્બરના રોજ આસામમાં લચિત શૌર્યને બિરદાવવા રાજ્યવ્યાપી લચિત દિવસ ઉજવવામાં આવે છે.[૩][૪]
લચિત બોરફૂકન સુવર્ણ ચંદ્રક
[ફેરફાર કરો]રાષ્ટ્રીય સુરક્ષા અકાદમીમાં આસામ રાજ્ય સરકારના સફળ પ્રયાસ બાદ વર્ષ ૨૦૦૦થી દર વર્ષે સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીને લચિત બોરફૂકન સુવર્ણ-ચંદ્રકથી નવાજવામાં આવે છે.[૫][૬]
લચિત બોરફૂકન મેદાન
[ફેરફાર કરો]લચિતની યાદગીરીમાં જોરહાટ, આસામમાં લચિત બોરફૂકન મેદાનનું સન ૧૬૭૨માં અહોમ રાજા ઉદયિત્ય સિંહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ હયાત છે.
છબીઓ
[ફેરફાર કરો]-
લચિત મેદાનમાં લચિત ભવન.
-
હુલુંગપારા, જોરહાટમાં લચિત સ્મારક.
-
લચિત બોરફૂકન સ્મારક, રાષ્ટ્રીય સુરક્ષા અકાદમી, ખડકવાસલા ખાતે[૭]
-
લચિત બોરકૂકનનું બાવલું, ચર્ચ ફિલ્ડ, તેઝપુર
જાણવા જેવું
[ફેરફાર કરો]લચિત બોરફૂકન ઉપર આસામીયા ભાષામાં એક ચલચિત્ર પણ રજુ થયેલ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Lachit Barphukan: An Assamese war hero and new Hindutva icon".
- ↑ "'Is it wrong to be proactive?'". Rediff.com. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Lachit Divas observed across Assam". Newslivetv.org. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ TI Trade (૨૫ નવેમ્બર ૨૦૧૦). "The Assam Tribune Online". Assamtribune.com. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "Lachit Borphukan gold medal award: NDA ideal platform for grooming of cadets: Gogoi - Regional | News Post". Newslivetv.com. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩. મૂળ માંથી 2012-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "The Sentinel". Sentinelassam.com. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Lachit Borphukan : A great 'unknown' Son of Sanatan Dharma | Hindu Human Rights Online News Magazine". Hinduhumanrights.info. ૧૦ જૂન ૨૦૧૨. મૂળ માંથી 2013-03-02 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૩.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]