લખાણ પર જાઓ

લાટ (વિસ્તાર)

વિકિપીડિયામાંથી
નકશો
લાટ પ્રદેશ ઉત્તરમાં મહી નદી અને દક્ષિણમાં નર્મદા નદી અથવા તાપી નદીની વચ્ચે આવેલો પ્રદેશ હતો. ભરુચ આ પ્રદેશનું પાટનગર હતું. (હાલમાં તે ગુજરાત રાજ્યમાં છે.)

લાટ ( IAST : Lāṭa) હાલના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સ્થિત ઐતિહાસિક પ્રદેશ હતો.

સ્થાન અને હદ

[ફેરફાર કરો]

શક્તિ-સંગમ-તંત્ર, શક્તિ પંથનો ૭મી સદીનો ગ્રંથ લાટને અવંતિની પશ્ચિમમાં અને વિદર્ભની ઉત્તર-પશ્ચિમમાં દર્શાવે છે.[]

તેજ રામ શર્માના મત અનુસાર લાટની ઉત્તરીય સીમા મહી નદી વડે અથવા અમુક સમયે નર્મદા નદી વડે રચાઇ હતી. દક્ષિણમાં લાટ પુર્ણા નદી સુધી અને અમુક સમયે દમણ સુધી લંબાયો હતો. તેમાં સુરત, ભરૂચ, ખેડા અને વડોદરાનો સમાવેશ થાય છે.[]

જ્યોર્જ બોહલરના મત અનુસાર લાટ મહી નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર હતો અને તેનું મુખ્ય શહેર ભરૂચ હતું.[]

ઐતિહાસિક ઉલ્લેખો

[ફેરફાર કરો]

પ્રારંભિક પુરાણો અથવા સંસ્કૃત મહાકાવ્યોમાં લાટ ક્ષેત્રનો ઉલ્લેખ નથી. આ ક્ષેત્રનો પ્રારંભિક ઉલ્લેખ કદાચ બીજી સદીના ગ્રીક-ઇજિપ્તી લેખક ટોલેમીના લખાણો પરથી આવ્યો છે.[] તેના દ્વારા Larike તરીકે ઉલ્લેખ કરેલા પ્રદેશને અનેક વિદ્વાનો દ્વારા લાટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એચ.ડી. સાંકળિયા [] અને ડી.સી. સિરકર[] છે. ગ્રીક નામ Lār-deśa ( "લાર દેશ") કદાચ પ્રાકૃત નામ Lāṭa પરથી ઉતરી આવ્યું શકે છે.[] ટોલેમી Mophis (મહી નદી) અઅને Barygaza (ભરૂચ) વચ્ચે આવેલા મુખપ્રદેશને Larike તરીકે વર્ણવે છે.[] મુનિ વાત્સાયન કામસૂત્ર માં તેને લાટ કહે છે અને માળવાની પશ્ચિમમાં સ્થિત પ્રદેશ તરીકે વર્ણવે છે અને આ પ્રદેશના લોકોની જીવન શૈલીનું વર્ણન આપે છે.[]

ત્રીજી સદી પછીના સંસ્કૃત લખાણો અને શિલાલેખોમાં લાટ નામ વારંવાર જોવા મળે છે. છઠ્ઠી સદીમાં, ખગોળશાસ્ત્રી વરાહમિહિરે લાટ દેશનો ઉલ્લેખ કર્યો છે, અને એક નામ અજંતામાં અને પાંચમી સદીના મંડાસોર શિલાલેખમાં તે નામ લાટ તરીકે પણ દેખાય છે. તે સોલંકી, ગુર્જર અને રાષ્ટ્રકૂટ રાજાઓના પાછળના સમયના શિલાલેખોમાં (૭૦૦–૧૨૦૦) તેમજ આઠમી અને બારમી સદીના આરબ પ્રવાસીઓ અને ઇતિહાસકારોના લેખનમાં સામાન્ય છે.[] દિપવંશ અને મહાવંશ ઉલ્લેખ કરે છે કે રાજકુમાર વિજ્યા સિલાપુરા શહેરથી લાલ અથવા લાડ ક્ષેત્રમાં આવ્યા હતા. આ પ્રદેશને ગુજરાતમાં લાટ અથવા બંગાળમાં રાહ તરીકે ઓળખવામાં આવે છે.[]

ગુપ્ત યુગની હસ્તપ્રતો અને ગ્રંથોમાં લાટને વિષય અથવા જિલ્લા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.[] લાટ-વિષય નામ ૮મી સદી સુધી જાણીતું હતું.[]

પ્રારંભિક ગુર્જર-પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ વંશના કેટલાક સંદર્ભોમાં ઉલ્લેખ કરેલો લાટેશ્વર દેશ કદાચ લાટ છે.[]

લાટના ચાલુક્યોએ ૧૦મી અને ૧૧મી સદી દરમિયાન આ પ્રદેશ પર શાસન કર્યું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Sharma 1978.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ Pruthi 2004.
  3. Sankalia 1977.
  4. Sircar 1968.
  5. ૫.૦ ૫.૧ James Macnabb Campbell, સંપાદક (1896). "II. ÁHMEDÁBÁD KINGS. (A. D. 1403–1573.)". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part II. The Government Central Press. પૃષ્ઠ 236–241. |volume= has extra text (મદદ)
  6. Syed Amanur Rahman and Balraj Verma (2006). The Beautiful India - Daman & Diu. Reference Press. પૃષ્ઠ 9.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]