લાઠીદડ (તા. બોટાદ)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, મહિલા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારો વિકાસ થયેલો જોવા અહીં જોવા મળે છે. આ ઉપરાંત બોટાદ રોડ ઉપર સિમેન્ટ પાઇપના કારખાના, પીવીસી પાઇપના કારખાના તેમજ સ્કાય સ્પીન્ટેક્ષ જેવી મોટી મિલો પણ આવેલી છે.
લાઠીદડ બોટાદથી ભાવનગર માર્ગ પર ૧૩ કિમીના અંતરે આવેલું છે.