લેંગપુઈ વિમાનમથક
લેંગપુઈ વિમાનમથક ઐઝવાલ હવાઇમથક | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
લેંગપુઈ વિમાનમથક | |||||||||||
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | જાહેર | ||||||||||
માલિક | મિઝોરમ સરકાર | ||||||||||
સંચાલક | ભારતીય વિમાનપતન પ્રાધિકરણ | ||||||||||
વિસ્તાર | ઐઝવાલ | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૧,૩૨૮.૪ ft / ૪૦૫ m | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 23°44′48″N 092°48′10″E / 23.74667°N 92.80278°E | ||||||||||
વેબસાઈટ | [૧] | ||||||||||
નકશો | |||||||||||
રનવે | |||||||||||
|
લેંગપુઈ વિમાનમથક (लेंगपुई हवाई अड्डा; Lengpui Airport) (આઇએટીએ (IATA: AJL, ICAO: VEAZ) ICAO (IATA: AJL, ICAO: VEAZ)), ઐઝવાલ, મિઝોરમ ખાતે આવેલ એક વિમાનમથક છે.
આ વિમાનમથક હવાઈ સેવા દ્વારા કોલકત્તા અને ગુવાહાટી ખાતેથી તેમ જ અઠવાડિયામાં ત્રણ વિમાનસેવા દ્વારા ઇમ્ફાલ સાથે જોડાયેલ છે. મિઝોરમના પાટનગર ઐઝવાલ શહેરથી ૩૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ વિમાનમથક ભારતનું પ્રથમ અને સૌથી મોટું હવાઈમથક છે, જેનું બાંધકામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હોય. ઉપરાંત તે પૂર્વોત્તર ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું વિમાનમથક છે.
હવાઈ પટ્ટી અને વિમાનક્ષેત્ર
[ફેરફાર કરો]અહીંની હવાઈ પટ્ટી (રન-વે) ૨૫૦૦ મીટર લાંબી છે, જેની નીચેથી ઘણા પહાડી ઝરણાંઓ વહે છે. આ કારણથી તે પોતાની જાતને અનોખું બનાવે છે. આ વિમાનમથકનો બાંધકામ ખર્ચ ૯૭.૯૨ કરોડ રૂપિયા થયો હતો[૧] અને તે બે વર્ષ અને બે મહિનાના વિક્રમજનક સમયમાં તૈયાર કરવામાં આવ્યું હતું. તેનું બાંધકામ ડિસેમ્બર ૧૯૯૫માં શરૂ કરી ફેબ્રુઆરી ૧૯૯૮માં પૂર્ણ પણ કરવામાં આવ્યું હતું. તેના બાંધકામ પૂર્વેના સમયમાં રાજધાની ઐઝવાલ ખાતેથી, સૌથી નજીકનું રેલવે સ્ટેશન બૈરાબી 130 km (81 mi) અને સૌથી નજીકનું વિમાનમથક સિલ્ચર 205 km (127 mi) જેટલા અંતરે પડતું હતું.
હવાઈ સેવાઓ અને સ્થળ
[ફેરફાર કરો]- એર ઇન્ડિયા (ઇમ્ફાલ, કોલકાતા)
- જેટ એરવેઝ (દિલ્હી, ગુવાહાટી)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Advani inaugurates Lengpui airport". NENA NEWS. ૨૨ ડિસેમ્બર ૧૯૯૮ – ૬ જાન્યુઆરી ૧૯૯૯. મૂળ માંથી 2012-02-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૨.
- વિમાનમથકનું ઉદઘાટન સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન