લોયાધામ

વિકિપીડિયામાંથી
(લોયા થી અહીં વાળેલું)
લોયાધામ
—  ગામ  —
લોયાધામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°32′42″N 71°28′43″E / 22.545035°N 71.478483°E / 22.545035; 71.478483
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો સાયલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

લોયાધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થસ્થાન છે.

પોતાના પ્રિય સખાભક્ત દરબાર સુરા ખાચરના દરબારગઢમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એકથી વધુ વાર પધાર્યા છે, એટલુ જ નહિ પણ અહીં શાકોત્સવ નામનો ઉત્સવ કરેલો, જે હાલમાં પ્રસિદ્ધ ઉત્સવમાં ગણાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન- કવનના સત્સંગીજીવન, ભક્ત ચિંતામણી, શ્રીહરિલીલામૃત, હરિદીગ્વિજય અને સત્સંગી ભુષણ જેવા દસથી પણ વધુ ધર્મગ્રન્થોમાં આ લોયાધામના મહિમાનો ઉલ્લેખ થયેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રસિદ્ધ ઉપદેશગ્રન્થ વચનામૃતમાં આ લોયાધામના ૧૮ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા આ લોયાધામ અંતરીયાળ ગામના સ્વરુપમાં હોવા છતાં દેશ વિદેશના યાત્રિકો આવતા રહે છે. દર વર્ષે મહા શુદ્ શાતમ્ ના રોજ અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલ શાકોત્સવ નામના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવમાં સ્વયંભુ દર્શકો ઉમટી પડે છે. ભાગવન શ્રી સ્વમિનરયન એ પ્રથમ શકોત્શવ અદાર મન રિગના નો મહા શુદ શાતમ ના રોજ કરેલ હતો .

આ લોયાધામનો શાસ્ત્રોક્ત મહિમા જણાતા લોકો આવે છે પણ એટલી વ્યવસ્થા નથી. હાલમાં સંત બન્યા પછી પણ સંસારની ચિંતા કરતા સંત શ્રી ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામી આ લોયાધામના ઉદ્ધારક બન્યા છે. અહીં પ્રાથમિક શાળા , પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ૨૦૦ વર્ષ પુરાણા મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય થયું છે. આ પ્રાથમિક શાળા દ્વારા અનેક ગરીબીરેખા નીચે જીવન યાપન કરતા આપણા જ ભારતીય બાળકો અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે. હોસ્પીટલ દ્વારા જરૂરીયાતમંદોની નિ:સ્વાર્થ સેવા કરવામાં આવે છે. આ હોસ્પિટલનુ નિર્માણ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, ન્યુયો‍ર્ક, અમેરિકા તરફથી કરવામાં આવ્યું છે. અને સ્કુલનું નિર્માણ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, ડલાસ તરફથી કરવામાં આવ્યું છે.

ભુતપૂર્વ રજવાડું[ફેરફાર કરો]

આ લોયાધામ ૨૨૫ વર્ષ પહેલાં એક નાનું એવું રજવાડું હતું, તેના અનેક પ્રમાણો સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ ગ્રન્થોમાંથી મળી આવે છે. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં, નાનાં પરગણાંઓ હતાં. કાઠી દરબારો તેના રાજાઓ હતા. આજથી ૨૦૦ વર્ષ પહેલાંના ગુજરાતના ઇતિહાસ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા હતા. તેઓ ગઢડા સ્વામીના ગામના રાજવી દાદાખાચરને ત્યાં રહેતા હતા. સૌરાષ્ટ્રમાં ઘણા રાજાઓ તેમના આશ્રિત હતા. લોયાગામના રાજવી સુરાખાચર પણ તેમના આશ્રિત હતા.

લોયાધામ વર્તમાન[ફેરફાર કરો]

લોયાધામમાં ૧,૦૦,૦૦૦,૦૦ ઘનફુટ લાલ પથ્થરનું મંદિર બની રહ્યું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય આશરે ૧૦ વરસમાં પુર્ણ થશે.[ક્યારે?]