વંદે માતરમ્‌ (પેરિસ આવૃત્તિ)

વિકિપીડિયામાંથી
વંદેમાતરમ્‌
ઑગસ્ટ ૧૯૦૯માં મદનલાલ ધિંગરાની ફાંસીની સજાને દર્શાવતું લાલા હરદયાળ દ્વારા સંપાદિત કરવામાં આવેલું વંદે માતરમનું મુખપૃષ્ઠ.
સ્થાપકમેડમ ભિખાઈજી કામા
પ્રકાશકપેરિસ ઇન્ડિયન સોસાયટી
સ્થાપના૧૯૦૯
ભાષાઅંગ્રેજી
વડુમથકપેરિસ


વંદે માતરમ્પેરિસથી શરૂ થયેલું એક ભારતીય રાષ્ટ્રવાદી પ્રકાશન હતું જેની શરૂઆત પેરિસ ઇન્ડિયન સોસાયટી દ્વારા સપ્ટેમ્બર ૧૯૦૯માં કરવામાં આવી હતી. માદામ ભિકાજી કામા દ્વારા સ્થાપવામાં આવેલા આ સમાચારપત્રનો હેતુ ભારતમાં રાષ્ટ્રવાદી અશાંતિ ભડકાવવાનો અને બ્રિટિશ ભારતીય સૈન્યના સિપાહીઓની વફાદારી પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરવાનો હતો. બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયની રાષ્ટ્રવાદી કવિતા વંદે માતરમ્ પર બ્રિટીશ પ્રતિબંધના પ્રતિભાવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી અરવિંદ દ્વારા સંપાદિત અને કલકત્તાથી પ્રકાશિત થયેલા વંદે માતરમ્‌ અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડનથી પ્રકાશિત ધ ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ જર્નલે વંદે માતરમનો સંદેશ ચાલુ રાખ્યો હતો.

પૂરક વાંચન[ફેરફાર કરો]

  • Indian Unrest, by Valentine Chirol. 2000. ISBN 0-543-94122-1. pp149–151
  • Kumar, R (1993), The History of Doing: An illustrated account of movements for women's rights and Feminism in India, 1800-1990, Zubaan, ISBN 81-85107-76-9 . p49
  • Hind Swaraj and Other Writings, by Anthony Parel. 1997 Cambridge University Press. ISBN 0-521-57431-5. p xxviii
  • Masculinity, Hinduism, and Nationalism in India, by Sikata Banerjee. 2005. SUNY Press. ISBN 0-7914-6367-2. p 66