વડોદરા બસ સ્ટેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વડોદરા બસ સ્ટેશન

વડોદરા બસ સ્ટેશન (અંગ્રેજી: Vadodara bus station) ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેરનું મધ્યસ્થ બસ મથક છે.[૧]

આ બસ મથકનું નિર્માણ ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) અને રિઅલ્ટી ફર્મ ક્યૂબ કન્સસ્ટ્ર્કશન નામની કંપની વચ્ચે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ કરવામાં આવેલ છે. INR૧૧૪ કરોડ જેટલા ખર્ચે બાંધવામાં આવેલ આ પાંચ માળનું ટર્મિનસ કુલ ૨.૪ લાખ ચોરસ ફુટમાં ફેલાયેલ છે.[૨]

વેદ ટ્રાન્સકયૂબ પ્લાઝા નામથી ઓળખાતું આ મથક વડોદરા સેન્ટ્રલ બસ ટર્મિનલ તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષ છે. આ ટર્મિનસ ખાતેથી દૈનિક ૮૦૦ થી વધુ બસો આવ જા કરે છે અને ૨૮૦૦૦ થી ૩૫૦૦ મુસાફરો તેમાં મુસાફરી કરે છે.

ઉદ્‌ઘાટન[ફેરફાર કરો]

આ બસ ટર્મિનલનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યું હતું.[૩] કોમર્શિયલ કોમ્પલેક્ષમાં સરેરાશ ૨૫૦ થી ૩૫૦ ચોરસ ફૂટ કદ ધરાવતી કુલ ૪૦૦ રિટેલ દુકાનો, એક ખૂલ્લું બજાર, ૨૨ જેટલા આઉટલેટ ધરાવતું ફૂડ કોર્ટ, પીવીઆર સિનેમા દ્વારા સંચાલિત સાત-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ અને ૧૦૦-રૂમની કિફાયતી હોટેલ હશે એવો અંદાજ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Vadodara bus terminal with airport-likefeel - Modi inaugurates 'airport-like' bus terminal in Vadodara". The Economic Times.
  2. "Get a glimpse of Vadodara's airport-like bus terminal". India Today.
  3. BS Reporter (૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪). "Vadodara's bus terminal punches above its weight". Check date values in: |date= (મદદ)