લખાણ પર જાઓ

વડોદરા (ઝાલા) (તા. સુત્રાપાડા)

વિકિપીડિયામાંથી
વડોદરા (ઝાલા) (તા. સુત્રાપાડા)
—  ગામ  —
વડોદરા (ઝાલા) (તા. સુત્રાપાડા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′12″N 70°31′24″E / 20.820088°N 70.523236°E / 20.820088; 70.523236
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૨૭૫
    વાહન • GJ-32

વડોદરા (ઝાલા) (તા. સુત્રાપાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. વડોદરા (ઝાલા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં,ચોળાફળી, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ગામ માં શ્રી મહાબળેશ્વર બાપા નું પૌરાણિક મંદિર ગામ ની શરૂઆત માં જ આવેલ છે.જ્યાં નો ખીચડી નો પ્રસાદ આખા જિલ્લા માં પ્રસિદ્ધ છે. એ સિવાય નયન રમ્ય દરિયા કિનારો અને રેતી ના બીચ આવેલા છે. તાલાલા મતવિસ્તાર ના ૨ ધારાસભ્યો ૧ . કાળાભાઈ રણમલભાઈ ઝાલા ૨ . અરસીભાઈ પૂંજાભાઈ ઝાલા આ ગામ માંથી થયેલા છે.