વસુદેવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના પૂર્વજો-યાદવો યમુના નદીના, વ્રજભૂમિના પ્રદેશ પર રાજ્ય કરતા હતા. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ શૂરકુળના વંશજ હતા. તેઓ પ્રતાપી પુણ્ય શ્લોકી રાજા હતા. શૂરવંશના વસુદેવ અને અંધકવંશના મથુરાના રાજા ઉગ્રસેન સમકાલીન હતા, પરંતુ બંને કુળો વરચે અણબનાવ હતો. બંને કુળ વચ્ચે સંબંધ સુધારવા રાજા ઉગ્રસેનના પુત્ર કંસ ની બહેન દેવકીને વસુદેવ સાથે પરણાવી. ધામધૂમથી લગ્ન થયાં બાદ વસુદેવ દેવકીને લઇને જ્યારે જઇ રહ્યાં હતા, ત્યારે આકાશવાણી થઇ કે દેવકીનું આઠમું સંતાન ઉગ્રસેનના પુત્ર કંસનો કાળ બનશે. પરિણામે કંસ ચોટલો પકડી દેવકીને હણવા તૈયાર થયો. તે વખતે વસુદેવે કંસને મારતા રોકી વચન આપ્યું કે અમારાં સંતાનોના જન્મ થતાં જ તમને સોંપી દઇશું. કંસને વિશ્વાસ ન બેસતાં વસુદેવ-દેવકીને પોતાનાં મહેલમાં જ નજરકેદ કર્યાં. નજરકેદમાં જીવન ગુજારતાં દેવકીએ સાત સંતાનોને જન્મ આપ્યો. તે બધાંને કંસે પટકીને મારી નાખ્યાં, પરંતુ વસુદેવના પરમ મિત્ર ગોકુળના નંદરાય, અક્રૂર અને કુલગોર ગર્ગાચાર્યની સહાયથી દેવકીના આઠમા સંતાનને બચાવવા પ્રયત્ન કર્યો.