વામન મંદિર, ખજુરાહો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વામન મંદિરભારત દેશના મધ્ય પ્રદેશરાજ્યમાં આવેલ ખજુરાહો ખાતે આવેલ વિષ્ણુના વામન અવતારનું એક મંદિર છે[૧], જે બ્રહ્મા મંદિર થી ઉત્તર પૂર્વમાં આવેલ છે.

સ્થાપત્ય[ફેરફાર કરો]

તેની લંબાઈ ૬૨' અને પહોળાઈ ૪૫' છે. આ મંદિર પ્રમાણમાં ઊંચા અધિષ્ઠાન પર બાંધવામાં આવેલ છે. તેના તળભાગના આંતરિક ભાગોમાં સામાન્ય યોજના અને નિર્માણશૈલી દેવી જગદંબી મંદિર સમાન છે, પરંતુ તેનું ભવન બંનેની અપેક્ષામાં અધિક ભારે અને સુદૃઢ છે. ગર્ભગૃહનું શિખર સમાન આકારનું છે, પરંતુ તેમાં મંજરી પ્રતિકૃતિઓનો અભાવ છે. નિરંતર ધારપ્રસાદમાં અર્ધમંડપ, અંતરાલ અને ગર્ભગૃહ છે. આ મંદિરમાં મિથુન મૂર્તિઓનું આંકન અત્યંત વિરલ છે. શિખરની નાની રથિકાઓમાં જ આ દેખાય છે. મંદિરમાં મૂર્તિઓની માત્ર બે પંક્તિઓ જ છે.

મહત્વ[ફેરફાર કરો]

આ મંદિર એ દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે કે તેના મહામંડપની ઉપર સવરણ છત છે અને મહામંડપના વાતાયનોની છતમાં તોરણ શલભંજિકાઓનો શણગાર છે. ગર્ભગૃહમાં વિષ્ણુના વામન અવતારની લગભગ ૫' ઊંચી એક પ્રતિમા પ્રતિષ્ઠિત છે. ગર્ભગૃહની આસપાસ ચારે તરફ બનેલી નીચેની પંક્તિની રથિકામાં વરાહ, નૃસિંહ, વામન વગેરે અવતાર છે. ઉપરની પંક્તિની રથિકામાં બ્રહ્માણી સહિત બ્રહ્મા, શિવની કલ્યાણસુંદર મૂર્તિઓ અને વિષ્ણુની મૂર્તિ નોંધપાત્ર છે.

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Archaeological Survey of India (ASI) - Vamana Temple". Archaeological Survey of India (ASI). Retrieved ૨૧ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]