વાવ, બનાસકાંઠા જિલ્લો

વિકિપીડિયામાંથી
વાવ
—  શહેર  —
વાવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′42″N 71°30′30″E / 24.3618°N 71.5083°E / 24.3618; 71.5083
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું શહેર અને મુખ્ય મથક છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

વાવના રાણા શાસક રાજસ્થાનના સાંભર અને નાંદોલમાંથી આવ્યા હતા અને પૃથ્વીરાજ ચૌહાણના વંશજ હોવાનો દાવો કરતા હતા જે ઇસ ૧૧૯૩માં અફઘાન યુદ્દમાં માર્યો ગયો હતો. નાંદોલમાંથી હાંકી કઢાયેલ દેધરાવ થરાદમાં સ્થાયી થયો હતો. બીજા મત મુજબ તેનો પુત્ર રાજા રતનસિંહ ૧૧૦૩માં નાંદોલમાંથી હાંકી કઢાયો હતો અને થરાદમાં સ્થાયી થયો હતો. ૧૨૮૩માં દેધરાવનો સાતમો વંશજ રાણા પુંજા મુસ્લિમોના હાથે યુદ્ધમાં હણાયો હતો. તેના પુત્રે જેસલમેરના રાવલ એવા તેના સસરાની વગનો ઉપયોગ કરી જાગીર ફરી મેળવી હતી પરંતુ થરાદ ગુમાવ્યું હતું. એટલે તેણે વાવને પોતાની નવી રાજધાની બનાવી. વાવનું નામ તેના પરદાદા રાજા મહિપાલે બંધાવેલી વાવ ઉપરથી પડ્યું હતું. ૧૮૧૩માં વાવે ભયંકર દુષ્કાળનો સામનો કર્યો હતો. ૧૮૧૯-૨૦ દરમિયાન આઠમો વંશજ ઉમેદસિંહ બ્રિટિશરો સાથે સંમત થયો હતો અને વાવ બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું હતું.[૨]

વાવ બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ પાલનપુર એજન્સીમાં હતું,[૩] જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે પ્રેસિડેન્સીમાં આવ્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી તે બનાસકાંઠા જિલ્લાનો ભાગ બન્યું.

જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

વાવમાં પ્રાચીન જૈન દેરાસર આવેલું છે. કપિલમુનિની તપસ્યાથી નિર્માણ થયેલ કપિલેશ્વર મહાદેવ મંદીર અહીં આવેલું છે. આ મંદિર પાંડવોના હસ્તે નિર્માણ થયેલુ હોવાનું મનાય છે. વાવમાં ભગવાન ત્રિકમજીનું પ્રાચિન મંદીર હાલમાં નવનિર્માણ પામી રહ્યુ છે. અહીં દુધેશ્વર મંદિર,રામજી મંદિર, હિંગળાજ મંદિર વગેરે મંદિરો તેમજ મસ્જિદ પણ આવેલ છે.

વાવની રાજગઢી આશરે ૪૦૦ વર્ષ જૂની છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

મેરાયો લોકનૃત્ય વાવ-થરાદના ઠાકોરોનું લોકનૃત્ય છે. વાવ તાલુકાના ઉચપા અને લીંબાળા ગામે નકળંગ ભગવાનના કારતક સુદ બીજના મેળામાં આ નૃત્ય રમવામાં આવે છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વાવ તાલુકા પંચાયત". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2015-11-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૫.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૩૪, ૩૫૦-૩૫૧.
  3. Chisholm 1911, p. 785.
  4. પ્રકાશ જી. સુથાર. વાવનું ઐતિહાસિક અધ્યયન.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૧-૩૩૨, ૩૫૦-૩૫૧.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૨૯-૩૩૧, ૩૫૦-૩૫૧. માંથી હવે પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.