વિકિપીડિયા:વર્તમાન ઘટનાઓ

વિકિપીડિયામાંથી

૨૦૧૬

જાન્યુઆરી

 • ૧૧ જાન્યુઆરી : આજ રોજ ગુજરાતી વિકિપીડીયા પરના લેખોની સંખ્યા ૨૬,૦૦૦નો આંકડો સર કરી ગઈ. ૨૩,૦૦૦થી ૨૬,૦૦૦ સુધીના ત્રણ હજાર લેખોની સફર લગભગ સવા બે વર્ષમાં પૂરી કરી. સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર. વિકિપીડિયાની ૧૫મી વર્ષગાંઠ જે ૧૫ જાન્યુઆરીએ ઉજવાવાની છે, તેનું આ ઉત્તમ નજરાણું થઈ રહેશે. --ધવલચર્ચા/યોગદાન ૦૬:૩૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

૨૦૧૩

ઓક્ટોબર

 • ૧૩ ઓક્ટોબર : આજ રોજ ગુજરાતી વિકિપીડીયા પરના લેખોની સંખ્યા ૨૩,૦૦૦નો આંકડો સર કરી ગઈ. ૨૨,૦૦૦થી ૨૩,૦૦૦ સુધીના એક હજાર લેખોની સફર અગાઉની સરખામણીએ લાંબી રહી, કુલ પોણા બે વર્ષ. સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૫, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)

નવેમ્બર

 • ૧૩ નવેમ્બર : આજ રોજ ગુજરાતી વિકિપીડીયા પરના લેખોની સંખ્યા ૨૩,૫૦૦નો આંકડો સર કરી ગઈ. ૨૩,૦૦૦થી ૨૩,૫૦૦ સુધીના એક હજાર લેખોની સફર અગાઉની સરખામણીએ અત્યંત ઝડપી રહી, બરોબર એક મહિનામાં આ મજલ કાપી. સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર.--ધવલચર્ચા/યોગદાન
 • ૧૭ નવેમ્બર : આજ રોજ ગુજરાતી વિકિપીડીયા પરના લેખોની સંખ્યા ૨૪,૦૦૦નો આંકડો સર કરી ગઈ. છેલ્લા પાંચસો લેખોની આ સફર તો અત્યંત તેજ રહી, ફક્ત ચાર જ દિવસમાં ૫૦૦ લેખો, એટલે કે રોજના સવા સો, આનંદો! સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૦, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

૨૦૧૨

માર્ચ

એપ્રિલ

૨૦૧૧

જાન્યુઆરી

 • બીજી ફેબ્રુઆરી : આજરોજ ગુજરાતી વિકિપીડિયા પરના સભ્યોની સંખ્યા ૭૦૦૦ (સાત હજાર)ના આંકડાને પાર કરી આગળ નીકળી ચુકી છે. આ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ અવસર પ્રસંગે તમામ સભ્યોને માહિતીરુપી યોગદાન આપી ગુજવિકિને વધુ સમૃદ્ધ બનાવવા મારી ખાસ વિનંતી છે.--સતિષચંદ્ર ૧૮:૫૭, ૪ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

માર્ચ

 • સાતમી માર્ચે ભારતની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં મૂક કૃપામૃત્યુ માટેની માર્ગદર્શિકા જાહેર કરી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૮, ૧૦ માર્ચ ૨૦૧૧ (UTC)
 • માર્ચ ૧૧ જાપાનમાં ૮.૯ તિવ્રતાનો ભુકંપ, આશરે ૧૦,૦૦૦ લોકોના મૃત્યુ. ત્સુનામીના કારણે ૩૦ ફુટ થી પણ વધારે ઉચાં દરિયાનાં મોજાં જાપાનના દરિયા કિનારા પર ફરી વળ્યાં.
ત્સુનામીના કારણે જાપાનના ૪ નંબરના પરમાણુ મથકમાં ભારે નુકસાન. પરમાણુ મથકમાં વિસ્ફોટ થતાં જાપાનના ૪૦ કિ.મી સુધીના વિસ્તારમાં પરમાણુ સંક્રમણ પરિસ્થિતી નિયંત્રણ બહાર હોવાનું જાપાનના વડા પ્રધાન દ્વારા કબુલાત બાદ, જાપાનીઓમાં ફેલાયેલો ફફડાટ.

એપ્રિલ

મે

 • મે ૨ : દુનિયાનો સૌથી નામચીન મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને 'અલ કાયદા (અલ કાએદા)' નામના આતંકવાદી સંગઠનનો વડો ઓસામા બીન લાદેન અમેરિકી નૌસેના સાથેની મુઠભેડમાં ઠાર મરાયો.

જૂન

 • પહેલી જૂન : આજે ગુજરાતી વિકિપીડિયા પરના લેખોની સંખ્યા ૨૦,૦૦૦ (વીસ હજાર)ના આંકડાને પાર કરી આગળ સફ્રર ધપાવી છે. આ કાર્યમાં યોગદાન કરનાર તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી વિકિપીડિયા પર ૧૦,૦૦૦ (દસ હજાર) લેખો નવમી ઓક્ટોબર, ૨૦૦૯ના દિને પૂર્ણ કર્યા હતા. આ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ અવસર પ્રસંગે તમામ સભ્યોને માહિતીરુપી યોગદાન આપી ગુજવિકિને વધુ સમૃદ્ધ બનાવવા મારી ખાસ વિનંતી છે.--સતિષચંદ્ર ૧૬:૪૦, ૧ જૂન ૨૦૧૧ (UTC)

નવેમ્બર

 • ૨૦ નવેમ્બર: મુંબઈમાં યોજાયેલી પ્રથમ ભારતીય ભાષાઓના વિકિપીડિયાઓની પરિષદ વિકિકોન્ફરન્સ ઇન્ડિયા ૨૦૧૧માં વિકિમીડિયા ફાઉન્ડેશને સતિષભાઈ પટેલને Noteworthy Wikimedianનો ખિતાબ આપીને નવાજ્યા છે. આવો આપ સહુ તેમને અભિનંદન પાઠવીએ અને તેમની પાસેથી અથાગ યોગદાન કરવાની પ્રેરણા લઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૦૦, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

ડિસેમ્બર

૨૦૧૦

જાન્યુઆરી

 • ૧૪મી જાન્યુઆરી: આજના દિને ગુજરાતી વિકિપીડિયાના સભ્યોની સંખ્યામાં ૪૦૦૦નો આંકડો પાર થયો. સૌ સભ્યોને અભિનંદન તેમ જ શુભેચ્છા સહ--સતિષચંદ્ર ૧૮:૫૬, ૧૫ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ફેબ્રુઆરી

 • ૧૩ ફેબ્રુઆરી: પુને, ભારતમાં આતંકવાદી હુમલામાં એેક બેકરીમાં બોમ્બ વિસ્ફોટ થતાં ૨ વિદેશીઓ સહિત ૯ વ્યક્તિઓનાં મોત અને આશરે ૬૦ ઘવાયા.
 • ૧૫ ફેબ્રુઆરી: બેલ્જિયમનાં શહેર બ્રસેલ્સ નજીક બે ટ્રેનો અથડાતા ૮ વ્યક્તિઓનાં મોત અને ૧૦૦થી વધુને ઇજાઓ.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)
 • ૨૫ ફેબ્રુઆરી:- ભારતીય ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતર્ રાષ્ટ્રિય એકદિવસીય ક્રિક્રેટમેચમાં ૨૦૦ રન કરીને ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ પાનું લખ્યું

જૂન

 • ૭ જૂન : આજે ગુજરાતી વિકિપીડિયા પરના લેખોની સંખ્યા ૧૫,૦૦૦ (પંદર હજાર)ના આંકડાને પાર કરી આગળ સફ્રર ધપાવી છે. આ કાર્યમાં યોગદાન કરનાર તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી વિકિપીડિયા પર ૧૦,૦૦૦ (દસ હજાર) લેખો ૯ ઓક્ટોબર, ૨૦૦૯ના દિને પૂર્ણ કર્યા હતા.--સતિષચંદ્ર ૧૨:૩૫, ૭ જૂન ૨૦૧૦ (UTC)
 • ૧૧ જૂન : આજરોજ ગુજરાતી વિકિપીડિયા પરના સભ્યોની સંખ્યા ૫૦૦૦ (પાંચ હજાર)ના આંકડાને પાર કરી આગળ નીકળી ચુકી છે. આ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ અવસર પ્રસંગે તમામ સભ્યોને માહિતીરુપી યોગદાન આપી ગુજવિકિને વધુ સમૃદ્ધ બનાવવા મારી ખાસ વિનંતી છે.--સતિષચંદ્ર ૦૫:૧૨, ૧૧ જૂન ૨૦૧૦ (UTC)

જુલાઇ

 • ૨૦ જુલાઇ : આજરોજ ગુજરાતી વિકિપીડિયા પર થયેલા ફેરફારોની સંખ્યા ૧,૦૦,૦૦૦ના આંકડાને પાર કરી આગળ સફર ધપાવી છે. આ કાર્યમાં યોગદાન આપનાર બધાય સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી વિકિ પર ૫૦,૦૦૦નો આંકડો ઓગસ્ટ ૧૬, ૨૦૦૯ના દિવસે પાર થયો હતો.--સતિષચંદ્ર ૦૪:૨૧, ૨૨ જુલાઇ ૨૦૧૦ (UTC)
 • ૨૮ જુલાઇ : આજરોજ ગુજરાતી વિકિકોશ પર ૫૦૦ શબ્દ પૂર્ણ થયા. આ સફરમાં યોગદાન આપનાર સૌ સભ્યોનો ખુબ ખુબ આભાર અને અભિનંદન.--સતિષચંદ્ર ૧૦:૨૩, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)

ઓક્ટોબર

 • ૧૦ ઓક્ટોબર : આજરોજ ગુજરાતી વિકિપીડિયા પરના સભ્યોની સંખ્યા ૬૦૦૦ (છ હજાર)ના આંકડાને પાર કરી આગળ નીકળી ચુકી છે. આ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ અવસર પ્રસંગે તમામ સભ્યોને માહિતીરુપી યોગદાન આપી ગુજવિકિને વધુ સમૃદ્ધ બનાવવા મારી ખાસ વિનંતી છે.--સતિષચંદ્ર ૧૯:૦૯, ૧૦ ઓકટોબર ૨૦૧૦ (UTC)

૨૦૦૯

ફેબ્રુઆરી

ઓસ્ટ્રેલિયાનાં દવાનળની સેટેલાઇટ તસવીર

૭-૮ ફેબ્રુઆરીનિ આસપાસ શરૂ થયેલાં દવાનળે ઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયા રાજ્યમાં વિનાશ વેર્યો, જેમાં ૧૦ ફેબ્રુઆરી સુધીમાં ૧૩૫ જેટલાં લોકોનાં મૃત્યુ થયા અને ૭૫૦ જેટલાં ઘરો બળી ગયાંનાં પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત હતાં. આ દવાનળ ખરેખર ૩૧ જુદા-જુદા દવાનળોનિ એક શૃંખલા રૂપે આગળ વધી રહ્યાં હતાં.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૫, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

એપ્રિલ

 • મંગળવાર, ૧૪ એપ્રિલનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૪૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૩૦૦૦ થી ૪૦૦૦ લેખ સુધીની સફર અત્યંત ઝડપી રહી એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન. સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૦૯:૦૭, ૧૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)
 • શનિવાર, ૨૫ એપ્રિલનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૫૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૪૦૦૦ થી ૫૦૦૦ લેખ સુધીની સફર અત્યંત્તમ ઝડપી રહી (ફક્ત ૧૧ દિવસમાં ૧૦૦૦ લેખો....!) એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--અશોક મોઢવાડીયા ૨૧:૦૮, ૨૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)
 • ગુરુવાર ૩૦ એપ્રિલ ૨૦૦૯ લોકસભાની ચુંટણીમાં ગુજરાત માં ૫૦ ટકા મતદાન. ગુજરાત દ્વિતીય સ્થાને.--ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૩:૫૨, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)

મે

 • ૨૫ મે: ઉત્તર કોરિયાએ કરેલા પરમાણુ પરિક્ષણ (કે જેની અસરકારકતા દ્વિતિય વિશ્વ યુદ્ધમાં હિરોશીમા અને નાગાસાકી પર ઝીંકવામાં આવેલા અણુ બોમ્બ જેટલી હોવાની શક્યતા છે) ને પગલે વિશ્વમાં ખળભળાટ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૯, ૨૭ મે ૨૦૦૯ (UTC)
 • ૩૧ મે:રવિવાર, ૩૧ મેનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૬૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૫૦૦૦ થી ૬૦૦૦ લેખ સુધીની સફર અત્યંત ઝડપી રહી (ફક્ત ૩૭ દિવસમાં ૧૦૦૦ લેખો....!) એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--અશોક મોઢવાડીયા ૨૧:૦૮, ૩૧ મે ૨૦૦૯ (UTC)

ઓગસ્ટ

 • ૧પમી ઓગસ્ટ: આજના દિને ગુજરાતી વિકિપીડિયાના સભ્યોની સંખ્યામાં ૩૦૦૦નો આંકડો પાર થયો. સૌ સભ્યોને અભિનંદન તેમ જ શુભેચ્છા સહ--સતિષચંદ્ર ૧૦:૫૭, ૧૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
 • ૧૬ ઓગસ્ટ : આજરોજ ગુજરાતી વિકિપીડિયા પર થયેલા ફેરફારોની સંખ્યા ૫૦,૦૦૦ના આંકડાને પાર કરી આગળ સફર ધપાવી છે. આ કાર્યમાં યોગદાન આપનાર બધાય સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન.--સતિષચંદ્ર ૧૮:૨૬, ૧૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

સપ્ટેમ્બર

 • ૨૯ સપ્ટેમ્બરઃ મંગળવાર, ૨૯ સપ્ટેમ્બરના રોજ, દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા સુનામીને કારણે સામોઆ નામક દેશનાં અનેક ગામડાઓ તારાજ થઈ ગયા. દરિયામાં આશરે ૧૮ કિ.મી. ની ઉંડાઈએ થયેલા ધરતીકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૮ થી ૮.૩ની વચ્ચેની આંકવામાં આવી છે.[૧]

નવેમ્બર

૧૫ નવેમ્બર : આજરોજ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ વર્ષ પૂર્ણ કરે છે. આટલી લાંબી તેમ જ અત્યંત સફળ કારકિર્દી ધરાવી ભારતનું ગૌરવ એવા સચિનને ગુજરાતી વિકિ તેમ જ વિશ્વના તમામ ગુજરાતીઓ તરફથી હાર્દિક વધાઇ.--સતિષચંદ્ર ૦૪:૨૩, ૧૫ નવેમ્બર ૨૦૦૯ (UTC)

૨૦૦૮

માર્ચ

 • રવિવાર, ૯ માર્ચ ૨૦૦૮ના રોજ સાંજે ૪.૪૧ કલાકે કચ્છ અને સૌરાષ્ટ્રનાં ઘણાખરા વિસ્તારમાં ફરી એક વાર ધરતીકંપનાં આંચકા અનુભવાયા, ભૂસ્તરશાસ્ત્રીઓનાં જણાવ્યા પ્રમાણે આ ધરતીકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ની નોંધાઇ હતી જેના આંચકા અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરત ઉપરાંત સાગરકાંઠાનાં કેટલાંક ભાગોમાં પણ અનુભવાયાં હતાં.
 • સોમવાર, ૩૧ માર્ચનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૫૦૦ લેખોનો આંકડો વટાવ્યો. સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--ધવલ (Dhaval) ૧૦:૩૧, ૧ એપ્રિલ ૨૦૦૮ (UTC)

મે

 • સોમવાર, ૨૬ મેનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૧,૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૧, ૨૮ મે ૨૦૦૮ (UTC)

જુલાઇ

૨૬ જુલાઇના રોજ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭ શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો થયા, જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ આશરે ૬૦ લોકોનાં મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. શહેરની સિવિલ, વી.એસ. અને એલ.જી. હોસ્પિટલ આ બોમ્બ ધડાકામાં ઘવાયેલા નિર્દોષ લોકોથી ઉભરાઇ પડી છે. ધડાકા મણીનગર (જવાહર ચોક), સારંગપુર (ફરતા વિસામામાં અને સારંગપુર પુલ ઉપર), ઇસનપુર, બાપુનગર, નારોલ ચોકડી, હાટકેશ્વર, સરખેજ, ઓઢવ, વિગેરે વિસ્તારોમાં થયા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૨, ૨૬ જુલાઇ ૨૦૦૮ (UTC

ઓક્ટોબર

 • બુધવારને ૨૯ ઓક્ટોબરની વહેલી સવારે પાકિસ્તાનનાં બલુચિસ્તાન રાજયમાં ૬.૪ની તિવ્રતા વાળો ધરતીકંપ થયો હતો, જેમાં ઝિયારત અને પિસહિન ક્ષેત્રના આઠથી વધુ ગામો બરબાદ થઇ ગયા છે. સ્થાનિક સમય મુજબ સવારે ૪.૩૩ અને અને ૫.૧૦ કલાકે આવેલા ભૂકંપે ૩૦૦ કરતાં પણ વધુ લોકોનાં પ્રાણ હરી લીધા છે જ્યારે ૪૦,૦૦૦ લોકો બેઘર થઇ ગયા છે.[૨]--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૩૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)
વિશ્વનાથન આનંદ

નવેમ્બર

બરાક ઓબામા.
 • ૨૬ નવેમ્બરને બુધવારનાં રોજ મુંબઇમાં ૧૬ વિવિધ જગ્યાએ આતંકવાદી હુમલાઓમાં ૧૧૦ વ્યક્તિઓનાં પ્રાથમિક અહેવાલ મુજબ મૃત્યુ થયાં છે અને સેંકડો અન્ય ઘવાયા છે. ભારતમાં પ્રથમ વખત આ નવિન પદ્ધતિથી હુમલા થયા છે, જેમાં આતંકવાદીઓ એ ભરચક વિસ્તારોમાં અંધાધુંધ ગોળીબાર કરીને બોંબ વિસ્ફોટો તથા આત્મઘાતિ હુમલાઓ કર્યા છે. સીએસટી રેલવે સ્ટેશન (વી.ટી. અથવાતો વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન) ઉપરાંત તાજ હોટેલ અને ઓબેરોય હોટેલ જેવી વિદેશીઓથી ભરપૂર રહેતી હોટેલોમાં ઘુસી જઇને યાત્રીઓને બંદી બનાવ્યા હતાં, પોલીસ તથા લશ્કર ઉપરાંત એ.ટી.એસ. (એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ)નાં જ્વાનો ગુરૂવારે પણ પણ આતંકવાદીઓને નાથવાનાં પ્રયત્નો કરી રહ્યાં હતાં.[૩]--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૩, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

ડીસેમ્બર

૨૦૦૭

જુન

જુનમા ભુજ ખાતે ૨૪ થી ૨૫ દમ્યાન ગ્રન્થાલય પરિસંવાદ યોજાનાર છે. જેમાં ગ્રન્થાલય નિયામકશ્રી ગુ.રા. શ્રી શેખ સાહેબ ઉપસ્થિત રહેશે.ગુજરાતના ગ્રંથપાલો આ પરિસંવાદનો વિશેષ લાભ લઇ શકશે. (જગદીશ મજેઠીયા)

નવેમ્બર

સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને તલાલામાં તા. ૬ નવેમ્બરના રોજ સવારે ૫.૫૭ અને બપોરે ૩.૦૮ વાગ્યે ૪.૮ની તિવ્રતાનો ધરતીકંપ થયો હતો જેના આફ્ટરશોકનાં આંચકાં અમદાવાદમાં પણ અનુભવાયા હતાં.

૨૦૦૬

એપ્રીલ

એપ્રીલ ૨૦૦૬માં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રમોદીએ નર્મદા બાંધની ઉંચાઇ ૨૦૦ મીટર સુધી વધારવા માટે તેજ આંદોલન કરેલ. જેના માટે તેઓ ૧૦.૧૦ કલાકના ઉપવાસ ઉપર ઉતર્યા હતા.

જુન

બોલીવુડ ના અભિનેતા આમીર ખાને નર્મદા યોજ્નાની ઉચાઇ વધારવાની સામે મેધા પાટકરે કરેલા વિરોધ સત્યાગ્રહમાં ભાગ લેવાથી ગુજરાતમાં તેની નવી ફીલ્મ "ફના" વિરુધ ઉગ્ર દેખાવો થઈ રહયા છે.

જુલાઇ ૨૦૦૫

ગુજરાતમાં પૂર

જુન ૨૦૦૫ ના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. ખાસ કરીને વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદે તબાહી મચાવી. ગુજરાતમાં પુરની પરીસ્થિતિને પહોંચી વળવા લશ્કરની મદદ લીધી. સુરત પાંચ દિવસ સુધી વીસ ફીટ પાણીમાં રહ્યું. સરકારે તારીખ ૧ જુલાઇથી ૫ જુલાઇ ૨૦૦૫ સુધી રજા જાહેર કરી.સુરત માં પુર નું પ્રમાણ વધારે હતું.

ડિસેમ્બર ૨૦૦૪

ત્સુનામીનો હાહાકાર

૨૬ ડિસેમ્બરે એશિયાના અમુક દેશો પર કુદરતી પ્રકોપ ફરી વળ્યો જેમાં ભારતમાં આશરે ૧૬,૦૦૦ લોકો મૃત્યુ પામ્યાં.

== ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૨

કચ્છમાં ભયંકર ભુકંપ : હાહાકાર

ગુજરાતના કચ્છ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના ભયંકર મોટો ભુકંપ થયો. ઘણી જાન હાની અને માલ મિલક્તને નુકશાન થયું. ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૭ની નોંધાઈ હતી. ભુકંપમાં લગભગ ૨૦૦૦ થી વધુ લૉકૉનાં મૉત થયા હતા. ભૂકંપમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે ૬૦ જેટલી ઇમારતો ધરાશયી થઇ હતી. જેમાં અંદાજે ૭૦૦થી વધુ લોકોના મોત નીપજયાં હતાં અને સેંકડો લોકોને ઇજા પહોંચી હતી[૪].

સંદર્ભ