વિકિપીડિયા:સમાચાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અહીં વિકિપીડિયા અને સાથી પરિયોજનાઓનાં પ્રચાર-પ્રસાર અર્થે વિકિપીડિયા દ્વારા કે સભ્યશ્રીઓ દ્વારા આયોજીત કરાયેલા વિવિધ કાર્યક્રમોના અહેવાલ છે.

વિકિપીડીયા મિટ અપ ગોરજ[ફેરફાર કરો]

આ કાર્યક્રમ તારીખ 27 જુન 2015 ના રોજ ગોરજ ખાતે આવેલા મુની સેવા આશ્રમ માં યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ગુજરાતી વિકીપીડિયન શ્રી કાર્તિક ભાઈ મિસ્ત્રી દ્વારા ગુજરાતી વિકિપીડિયા તેમજ વિકિસ્ત્રોતનો લાભ કઈ રીતે મેળવી શકાય, હાલમાં કઈ કઈ માહિતીઓ/ પુસ્તકો/ રચનાઓ ઉપલબ્ધ છે, અહીં યોગદાન કઈ રીતે કરી શકાય, ગુજરાતી ભાષામાં કેવી રીતે લખી શકાય, વિકિ નીતિઓ શું છે, વગેરે બાબતોની સમજ મુની સેવા આશ્રમ અંતર્ગત ની એકલવ્ય મોડેલ સ્કુલ ના વિદ્યાર્થીઓ , શિક્ષકો તથા સ્થાનીય કોલેજ માંથી આવેલા વિદ્યાર્થીઓ ને આપવામાં આવી હતી. આ ઉપરાંત વિકીક્સ્નીરી નો ઉપયોગ અને વિકીડેટા વિષે પણ માહિતી આપવા માં આવી હતી. આ કાર્યક્રમ માં શ્રી સમ્યક ભાઈ, લખન સમાની, એલીશ વાઘડીયા , તથા અન્ય પ્રોગ્રામર અને ડેવેલોપર મિત્રો પણ હાજર રહ્યા હતા. કાર્તિક ભાઈ એ પોતાની વ્યસ્તતા માંથી સમય કાઢી મુંબઈ થી છેક અહી આવ્યા તે બદલ તેમનો ખુબ — ખુબ આભાર; તથા આ કાર્યક્રમ માં સહભાગી બનેલ દરેક સભ્ય નો , મુની સેવા આશ્રમ અને ટ્રસ્ટી શ્રી હેમંત પટેલ સાહેબનો દિલ થી આભાર. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો એ તેમના શિક્ષકો ની મદદ થી પોતાની શાળા, મુની સેવા આશ્રમ અને તેના સ્થાપક શ્રી અનુબેન ઠક્કર વિષે ના વિકિપીડિયા લેખ લખવાનો સંકલ્પ લીધો જે ખુબ ખુશી ની વાત છે. હું તેમની મદદ કરવા સદાય તત્પર છું. --મિહિર પાઠક (talk) 15:49 27 June 2015 (IST)

પ્રતિભાવો[ફેરફાર કરો]

  • કાર્યક્રમની આયોજક ટીમ, મુની સેવા આશ્રમ, ભાગ લેનાર શાળા-મહાશાળાના શિક્ષક અને વિદ્યાર્થીગણ, તકનિકી નિષ્ણાંતગણ અને કાર્તિકભાઈને ખુબ ખુબ અભિનંદન. આ કાર્યક્રમના અનુસંધાને કેટલાંક વિદ્યાર્થીમિત્રો વિકિ પર સક્રિય થયા હોવાનું પણ જણાય છે. આગળ ઉપર પણ આવા ઉમદા કાર્યક્રમો થતા રહે તેવી શુભકામનાઓ. સૌને હાર્દિક ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૬, ૨૮ જૂન ૨૦૧૫ (IST)

જૂનાગઢ - ગાંધીનિર્વાણ દિને વિકિપીડિયા દ્વારા ગાંધીચિત્રોનું પ્રદર્શન[ફેરફાર કરો]

તા:૩૦-૧-૨૦૧૫ અને ૩૧-૧-૨૦૧૫ એમ બે દિવસ માટે જૂનાગઢ ખાતે સરકારી જિલ્લા ગ્રંથાલયમાં, ગ્રંથાલય અને અભિવ્યક્તિ ફોરમના સહકારથી ગાંધીજીના સમગ્ર જીવનને દર્શાવતું, ગાંધીજીના વાસ્તવિક ફોટોગ્રાફ્સનું, પ્રદર્શન યોજાયું હતું. બે દિવસ ચાલેલા આ પ્રદર્શનમાં તા:૩૦-૧-૨૦૧૫ના રોજ બપોરે ૨-૩૦ થી ૪-૦૦ સુધી વિકિસ્રોત પર ઉપલબ્ધ ગાંધી સાહિત્ય વિશે ગુજ.વિકિપીડિયાનાં પ્રબંધક અશોક મોઢવાડીયાએ માહિતી આપી હતી. વિકિપીડિયા અને વિકિસ્રોતની કામગીરી, તકનિકી જાણકારીઓ અને ઉપલબ્ધ કૃતિઓ વિશે જિવંત નિદર્શન અપાયું હતું. આ પ્રદર્શન બંન્ને દિવસ સવારે ૯-૦૦ થી રાત્રે ૧૨-૦૦ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રખાયું હતું. વિકિપીડિયા અને અભિવ્યક્તિ ફોરમ દ્વારા આયોજીત આ પ્રદર્શન અને વિકિસ્રોત પર ઉપલબ્ધ સાહિત્ય વિશે મુલાકાતીઓએ ભારે રસપૂર્વક જાણકારી મેળવી હતી. પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શિક્ષણવિદ્‌ અને બહાઉદિન કોલેજનાં નિવૃત પ્રિન્સિપાલ ધોળકિયા સાહેબે કર્યું હતું. તેમણે તથા સરકારી જિલ્લા ગ્રંથાલયના ગ્રંથપાલ રાવલ સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત રહી ગાંધીજીનાં જીવનકવન વિશે માર્ગદર્શન આપ્યું હતું. શહેરનાં મેયર, ડે.મેયર સમેત અગ્રગણ્ય નગરજનો અને શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રંથાલયનાં નિયમીત વાચકોએ આ પ્રદર્શન અને વિકિપીડિયાના નિદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. અગ્રગણ્ય અખબારો (દિવ્યભાસ્કર, પાના-૭ પર જાઓ) અને સ્થાનિક ટી.વી.ચેનલોએ આ પ્રસંગની યોગ્ય નોંધ લીધી હતી. (જો કે, અખબારીનોંધમાં પ્રબંધકના પ્રવચનના અંશોની થોડી સેળભેળ થયેલી છે, ટૂંકાવેલી વિગતોને કારણે કેટલીક બાબતો અસ્પષ્ટ રહી છે, પણ વિકિસ્રોતની વેબકડી સાથે આપણાં કાર્યક્રમની નોંધ લેવાઈ એ બાબતે આપણે આભારી છીએ.) નીચે આ પ્રસંગનાં થોડાં ચિત્રો આપેલાં છે.

અહેવાલ---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

પ્રતિભાવો[ફેરફાર કરો]

  1. ખૂબ સુંદર કાર્ય અશોકભાઈ! આપના કાર્યની સરાહના કરું એટલી ઓછી છે. ફક્ત વિકિપીડિયા અને વિકિસ્રોત પર જ નહિ, પરંતુ તમે વિકિની બહાર પણ સામાન્ય જનતા વચ્ચે જઈને આપણો સંદેશો પહોંચાડતા રહો છે તે ઉમદા કાર્ય છે. વળી પાછું આ બધું કોઈ જાતનું મહેનતાણું કે ખર્ચ અન્ય પાસેથી લીધા વગર, ગાંઠનું ગોપીચંદન ઘસીને... તમને મારી સો સો સલામ!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)

બગસરા ખાતે વિકિપીડિયા પ્રચાર-પ્રસાર કાર્યક્રમ (અહેવાલ)[ફેરફાર કરો]

તા:૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ, અમરેલી જિલ્લાના બગસરા ગામે, બાળ કેળવણી મંડળ સંકુલમાં વિકિપીડિયાના પ્રચાર-પ્રસાર ઉપક્રમે અન્ય બે સંસ્થાઓ, સાયન્સ મ્યુઝિયમ, જૂનાગઢ અને સૂરજબા મેમોરિયલ, પેટલાદના સહયોગથી વિશ્વના દેશોના રાષ્ટ્રધ્વજોનું પ્રદર્શન અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલું. જેનો બગસરાની સઘળી શાળાઓના બાળકો અને શિક્ષકગણે લાભ લીધો હતો. વિકિપીડિયા ગુજરાતીના પ્રબંધક સભ્ય અશોક મોઢવાડીયા અને સભ્ય વ્યોમજી તથા સાયન્સ મ્યુઝિયમના ભાવેશભાઈ, વિદ્યાર્થી ગૃપના રાજુભાઈ ઓડેદરા તથા હિરેનભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા સેવાઓ આપી હતી. ઉપરોક્ત સ્થળે બપોર પછી ૩ વાગ્યાથી ૫-૩૦ સુધી પ્રદર્શન અને સંલગ્ન વિકિપીડિયા અને સ્રોત વિશે માહીતિ આપવાનું આયોજન થયેલું.
બગસરા એટલે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ, વિકિસ્રોત પર આપણા મિત્રોએ બહુમહેનતે ચઢાવેલા મેઘાણી સાહિત્ય વિશે જાણી ઉપસ્થિત સૌ મહાનુભાવો અને બાળકોએ આનંદ અનુભવ્યો હતો અને સ્રોત પર કાર્યરત સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. અહીં આ કાર્યક્રમની ચિત્રઝલક આપી છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૦, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

પ્રતિભાવો[ફેરફાર કરો]

જૂનાગઢ ગાંધીકથામાં વિકિ દ્વારા ચિત્ર પ્રદર્શનીનું આયોજન (અહેવાલ)[ફેરફાર કરો]

  • તા:૨૯-૧૧-૨૦૧૩ થી ૩-૧૨-૨૦૧૩ સુધી, સાંજે ૪ થી ૭ કલાકનાં સમયે, એન.બી.કાંબલીયા વિદ્યાલય, મોતીબાગ રોડ, જૂનાગઢ ખાતે, રૂપાયતન સંસ્થા (જ્યાં આપણે વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી) દ્વારા, શ્રી.નારાયણ દેસાઈનાં વ્યાસાસને ગાંધીકથાનું આયોજન કરાયું છે. સૌ મિત્રોને સહર્ષ જણાવવાનું કે, આ કથાસ્થળે આપણે વિકિપીડિયા, વિકિસ્રોત અને ગાંધીસ્મૃતિ સંસ્થા, ભાવનગરનાં સહયોગથી ગાંધીજીનાં જીવન કવનને દર્શાવતા ૧૦૦ ઉપરાંત વાસ્તવિક ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજેલું છે. આ સાથે ત્યાં વિકિસ્રોત પર આપણાં વિકિમિત્રોએ અક્ષરાંકન કરી ઉપલબ્ધ બનાવેલાં ગાંધીજીનાં પુસ્તકો અને વિકિપીડિયા પર ઉપલબ્ધ ગાંધીજી વિષયક પાનાંઓ પણ કમ્પ્યુટર દ્વારા દર્શકોને દર્શાવવામાં અને એ વિષયે માહિતી આપવામાં આવે છે. પાંચ દિવસીય કથા સાથે આ પ્રદર્શન પણ જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે. આ કાર્યમાં જૂનાગઢ ખાતેનાં સૌ વિકિમિત્રો અને અન્ય શુભેચ્છક મિત્રોનો સહયોગ મળેલો છે. સચિત્ર અહેવાલ ટૂંક સમયમાં રજુ કરાશે. અનૂકુળ પડતાં સૌ વિકિમિત્રોને આ કાર્યક્રમ અને પ્રદર્શનનાં આપણાં સ્ટોલની મુલાકાત લેવા આમંત્રણ છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

જૂનાગઢ-ગુજરાત-ભારત ખાતે તા:૨૮-૧૧-૨૦૧૩ થી યોજાયેલી ગાંધીકથામાં વિકિપીડિયા અને વિકિસ્રોત ગુજરાતી પરનાં ગાંધીજીનાં પુસ્તકો અને ગાંધીજી વિષયક લેખો તથા ગાંધીજીનાં જીવન-કવનનાં ચિત્રોનું પ્રદર્શન. વિકિમિત્રો દ્વારા.

ખૂબ ખૂબ અભિનંદન.--sushant (talk) ૧૬:૨૮, ૩૦ નવેમ્બર ૨૦૧૩ (IST)

જૂનાગઢ ખાતે મલ્ટીમિડિયા મેલામાં વિકિ[ફેરફાર કરો]

જૂનાગઢ (ગુજરાત-ભારત) ખાતે યોજાયેલા મલ્ટીમિડિયા મેલા ખાતે વિકિપીડિયા અને વિકિસ્રોતનાં સદસ્યો અને મિત્રો. -ડાબેથી, અશોક મોઢવાડીયા, ભાવેશ જાદવ (આયોજક), વ્યોમ મજમુદાર, હિરેન મોઢવાડીયા.

જુનાગઢના પ્રસિદ્ધ ગાર્ડન કાફે અને સાયન્સ મ્યુઝિયમ ખાતે તા: ૨૫-૪-૨૦૧૩ થી ૨૮-૪-૨૦૧૩ સુધી યોજાયેલા ’મલ્ટીમિડિયા મેલા’માં, મેલાના આયોજક ભાવેશ જાદવ દ્વારા વિકિ પ્રત્યે આદરની લાગણીસહ વિકિના પ્રચાર-પ્રસાર અર્થે નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવ્યો હતો. આ મેલાનું આયોજન સાયન્સ મ્યુઝિયમ અને પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ડૉ.સુભાષ અકાદમી (ઈજનેરી શાખા) દ્વારા કરાયું હતું.

ઉપરોક્ત ચાર દિવસ સુધી, સાંજે ૫-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી ચાલતા આ મેળામાં ક્મ્પ્યુટર હાર્ડવૅર, સોફ્ટવૅર, મલ્ટીમિડિયા સંલગ્ન અત્યાધૂનિક સાધન સામગ્રીઓ, વિજ્ઞાન, તકનિકી અને નૉલેજ વિષયક સાહિત્ય, સી.ડી. ડી.વી.ડી. વગેરેનું ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શહેરનાં મલ્ટીમિડિયા તથા કમ્પ્યુટર જગત ઉપરાંત શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓએ પોતપોતાના સ્ટૉલ ઊભા કર્યા હતા.

આ મેળામાં દરરોજ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિવિધ માહિતીઓ આપતા ત્રણ શૉ પણ યોજાયેલા. આ દરેક શૉ દરમિયાન આપણે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત વિષયક પ્રાથમિક માહિતીઓ આપતા સ્લાઈડ શૉ દર્શાવવાનું આયોજન કર્યું હતું. સ્લાઈડ શૉનું સંચાલન વ્યોમ મજમુદાર અને હિરેન મોઢવાડીયા દ્વારા કરાયું હતું. આ ઉપરાંત મેળા ખાતે અત્યાધૂનિક 3D થિએટરમાં 3D ચલચિત્રોની ઝલક પણ બતાવવામાં આવતી હતી.

આ મુખ્ય શૉ ઉપરાંતના સમયે આપણે સ્ટૉલ પર, કમ્પ્યુટર દ્વારા સ્લાઈડ શૉ બતાવી અને મુલાકાતીઓને વ્યક્તિગત માહિતીઓ આપવાનું પણ રાખેલું. વિકિપીડિયાનાં પ્રબંધક લેખે અશોક મોઢવાડીયા તથા વ્યોમ મજમુદાર દ્વારા આ આખા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું. અન્ય સ્થાનિક મિત્રોએ પણ જરૂર પ્રમાણેની સેવાઓ આપી હતી. લોકોએ ભારે ઉત્સાહભેર આ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૩, ૩ મે ૨૦૧૩ (IST)

વાહ ભાઈ વાહ, શુ વાત છે ગરવા ગુજરાતીઓ..!! --સભ્ય:Pradipsinh hada

આવો આપણે જાણીએ કાર્યક્રમ, ભરુચ[ફેરફાર કરો]

કાર્યક્રમ દરમ્યાન જયમ પટેલ

આવો આપણે જાણીએ આ કાર્યક્રમ ભરુચ ખાતે આવેલા નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે યોજાયેલા ભરુચ જિલ્લાઓની શાળાઓ માટેના વિજ્ઞાનમેળા દરમ્યાન કરવામાં આવ્યો હતો. એમાં ગુજરાતી વિકિપીડિયા તેમજ વિકિસ્ત્રોતનો લાભ કઈ રીતે મેળવી શકાય, હાલમાં કઈ કઈ માહિતીઓ/ પુસ્તકો/ રચનાઓ ઉપલબ્ધ છે, અહીં યોગદાન કઈ રીતે કરી શકાય, ગુજરાતી ભાષામાં કેવી રીતે લખી શકાય, વિકિ નીતિઓ શું છે, વગેરે બાબતોની સમજ લોકોને આપવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જુદા લેખો લોકોને કોમ્પ્યુટર પર બતાવ્યા હતા. આ મેળો બે દિવસ ચાલ્યો હતો. ભરુચ રહેતા દેવેન્દ્રસિંહ ગોહિલ, સતિષ પટેલ તથા જયમપટેલ વિકિપીડિઅન તરીકે હાજર રહ્યા હતા.--સતિષચંદ્ર (talk) ૨૧:૨૪, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

અદ્ભુત, અતિ અદ્ભુત સતિષભાઈ! મને એકલા હાથે કોઈપણ બાહ્ય મદદ વગર આવા dedication સાથે નિસ્વાર્થ ભાવે કામ કરવાનું સૌ વિકિપીડિયનો શીખે તો ગુજરાતી પ્રજા ધન્ય થઈ જાય. આપની સરાહના કરું એટલી ઓછી છે. અને હા, સાથે સાથે દેવેન્દ્રસિંહજી અને આપણા જયમભાઈએ પણ ખભેખભા મીલાવીને આ વિજ્ઞાનમેળામાં સૌને વિકિપીડિયા વિષે જ્ઞાન વહેંચ્યું તે બદલ વિકિપીડિયા વતી હું પ્રબંધકને નાતે અને આપના અંગત ચાહકને નાતે પણ આપનો આભારી છું.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
આપની ત્રિપુટીને ખોબલે ખોબલે અભિનંદન. --sushant (talk) ૧૧:૦૪, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
શ્રી.સતિષભાઈ, દેવેન્દ્રભાઈ અને જયમ. આપનો હાર્દિક ધન્યવાદ અને વિકિપીડિયા વતી હાર્દિક આભાર. આમ જ, આપનાં કાર્યેથી પ્રેરણા પામી, અમ જેવા અન્ય સભ્યશ્રીઓ પણ ઉત્સાહ પામશે. વાહ ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
ખૂબજ સરસ. ધન્યવાદ. આજ રીતે આપણે પણ વિકિસ્રોતની વર્ષગાંઠ નિમિત્તે રૂપાયતન ખાતે આયોજન કરીશુ. - નિલેશ બંધીયા (talk) ૧૮:૨૩, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)