વિઘ્નેશ્વર મંદિર, ઓઝર

વિકિપીડિયામાંથી

વિઘ્નેશ્વર મંદિર, ઓઝર  પુણે જિલ્લામાં આવેલ ગણપતિજીનું મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે.

વિઘ્નેશ્વર મંદિર, ઓઝર

અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી સાતમા ગણપતિ એટલે વિઘ્નેશ્વર મંદિર, ઓઝર. આ ગણપતિને વિઘ્નહર તરીકે પણ ઓળખાય છે. વિઘ્નહરનો અર્થ થાય છે, વિઘ્ન એટલે કે કોઈપણ કાર્યમાં આવતી બાધાને હરનાર એટલે કે દૂર કરનાર.

ભૌગોલિક[ફેરફાર કરો]

પુના-નાસિક રોડ પર જુન્નર તાલુકામાં આ મંદિર નારાયણગાંવ થી ૮ કિ.મી. જેટલા અંતરે કુકડી નદીના કિનારે આવેલ છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પૂના છે.

કથા[ફેરફાર કરો]

રાજા અભિનંદને ત્રિલોકાધીશ બનવા માટે યજ્ઞ શરુ કર્યો. આથી ભયભીત થયેલા ઇન્દ્ર દ્વારા આ યજ્ઞમાં અંતરાય લાવવા માટે વિઘ્નાસૂર નામના રાક્ષસની ઉત્પત્તિ કરી અને તેને યજ્ઞમાં અંતરાય લાવવા કહ્યું. તેણે એક પગલું આગળ કરી તમામ યજ્ઞમાં અંતરાય લાવવાનું શરૂ કર્યું. આથી ઋષિમુનિઓએ ગણપતિને વિઘ્નાસૂરનો બંદોબસ્ત કરવા વિનંતી કરી. ગણપતિએ હરાવ્યો એટલે વિઘ્નાસૂર શરણે આવ્યો. ગણપતિએ તેને જ્યાં મારી પૂજા કરવામાં આવે છે ત્યાં ન આવવાની શરતે છોડી મૂક્યો. વિઘ્નાસૂરે ગણપતિને વિનંતી કરી કે તમારું નામ લેવા પહેલાં મારું નામ ભક્તોએ લેવું જોઈએ અને તેથી તમારી અહીં હાજર છો તેનું પ્રમાણ મળે. ગણપતિએ આ વિનંતી માન્ય કરી અને તેમણે જણાવ્યું હતું કે, આ સ્થળ વિઘ્નહર નામ દ્વારા ઓળખાશે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૭૮૫ના વર્ષમાં બાજીરાવ પેશવાના ભાઈ ચિમાજી અપ્પા દ્વારા આ મંદિર બાંધવામાં આવ્ય્ં હતું. તેના પર સુવર્ણ કળશ ચડાવવામાં આવેલ છે.

બાંધકામ[ફેરફાર કરો]

વિઘ્નેશ્વર મંદિર આગળ ૨૦ ફુટ લાંબુ સભાગૃહ અને આંતરિક ગર્ભગૃહ ૧૦ x ૧૦ ફૂટ જેટલું છે. આ મંદિરને મજબૂત, રક્ષણાત્મક દિવાલ છે. અહીં પૂર્વાભિમુખ ગણેશ મૂર્તિના કપાળ તથા નાભિ પર હીરા જડવામાં આવેલ છે.

ઉત્સવ[ફેરફાર કરો]

ભાદરવા ગણેશ જયંતિ પર ચાર દિવસ મોટો તહેવાર ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ અને સંકટ ચતુર્થીના દિવસોમાં લોકો, દર્શનાર્થે આવે છે.

અષ્ટવિનાયક
મોરેશ્વર સિદ્ધિવિનાયક બલ્લાળેશવર વરદવિનાયક ગિરિજાત્મજ ચિંતામણી વિઘ્નહર મહાગણપતિ