બાઇબલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૨૭: લીટી ૨૭:
[[મુસા]]

[[મુસા]]

[[દાવીદ]]

[[દાવીદ]]

[[યોહાન]]

૧૦:૧૧, ૧૯ જુલાઇ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

નવો કરાર

બાઇબલ

બાઇબલ એક અજોડ પુસ્તક છે.વાસ્તવિક રીતે તે અનેક પુસ્તકોનો સંગ્રહ કરેલું એક પુસ્તક છે. આ પુસ્તકોનું લેખન વિવિધ સામાજીક સ્તરમાંથી આવતા અનેક લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જુદા જુદા સમયોમાં વિવિધ જગ્યાઓએ વસનારા લોકો હતા.
બાઇબલમાંઅનેક પ્રકારના પુસ્તકો છે. તેમા ખુબજ મહત્વના પ્રસંગોની નોંધ કરવા માટે કેટલાક પુસ્તકોનું લેખન થયું હતું. કેટલાક પુસ્તકો કેવળ પત્રો તરીકે આલેખવામાં આવ્યાં છે, વળી બીજા કેટલાક ગીતો અને કાવ્યોનો સંગ્રહ છે. આ પુસ્તકોના સંગ્રહને એકત્રિત કરવામાં આવ્યો અને તેને બાઇબલ તરીકે ઓળખવામાં આવ્યું. બાઇબલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે. ખ્રિસ્તી અને યહૂદી ધર્મનાં અનુયાયીઓ માને છે કે તેમાં ઇશ્વરનો સંદેશો છે. મોટાભાગના ખ્રિસ્તીઓ દ્વારા અધિકૃત માનવામાં આવતું બાઇબલ બે ખંડમાં વહેંચાયેલું છે, જુનો કરાર અને નવો કરાર.બાઇબલનું લેખન કાર્ય પુરુ કરતા ઘણો લાંબો સમય થયો હતો. ઇસુ ઇઝરાયેલ દેશમાં લગભગ ૨૦૦૦ વર્ષ પુર્વે જીવન જીવ્યા હતાં.તે સમયે કેટલાંક પુસ્તકોના સંગ્રહને "ખુબજ પવિત્ર" ગણવામાં આવ્યો હતો. આ પુસ્તકો ઇશ્વર અને તેના પ્રેમ વિશેની સમજણ મેળવવામાં લોકોને સહાયરુપ છે.તેવુ ધાર્મીક આગેવાનો જાણતા હતા. આ કારણે અન્ય પુસ્તકો કરતા આ પુસ્તકો ઘણાં મહત્વના બન્યાં હતા. આ પુસ્તકોનાં પ્રથમ સંગ્રહને પવિત્ર બાઇબલના જુનાકરાર તરીકે ઓળખવામાં આવે છે.નવા કરારના પુસ્તકોનું લેખન કરવામાં આવે તેના ઘણા વર્ષો અગાઉ જુના કરારનાં પુસ્તકોને એકસાથે મુકવામાં આવ્યા હતા. જે પૈકી જુના કરારમાં કુલ ૩૯ અધ્યાય છે (મૂળ હિબ્રુ ભાષા લખાયેલા) અને નવા કરારમાં ૨૯ અધ્યાય (મૂળ ગ્રીક ભાષામાં લખાયેલા) છે.ખાસ કરીને જે જુના કરાર ના પુસ્તકો કુરાન ને ઘણો મળતા આવે છે અને તેમા ઇસુ ના જન્મ પહેલા નો ઇતીહાસ મળે છે.જ્યારે નવા કરારમા ઇસુ ના જન્મ બાદ નુ વણન છે. વર્ષ ૨૦૦૩ સુધીમાં વિશ્વની ૨૩૦૦ ભાષાઓ કે બોલીઓમાં તેનું સંપૂર્ણ કે આંશિક ભાષાંતર થઈ ચુક્યું છે.જુના કરાર ના પહેલા અધ્યાય મા દુનીયાની ઉત્પતી થી શરુ કરીને નવા કરાર ના પ્રક્ટીકરણ મા દુનીયાના અત સુધી ની તમામ બાબતો તેની અદર છે."બાઇબલ" એ દુનીયા માં સૌથી વધુ વેચાતુ, સૌથી વધુ ભાષાંતર પામેલુ અને લગભગ વિશ્વના દરેકે દરેક દેશમાં ઉપલબ્ધ પુસ્તક છે.

બાઇબલ ના પ્રસીધ્ધ સ્થળો

નાઝરેથ
કલવરી પર્વત
સીનાઇ પર્વત
યરુસશાલેમ
સીયોન નગર
સદોમ અને ગમોરા નગર
નીન્વે નગર

બાઇબલ ના પ્રસીધ્ધ પાત્રો

આદમ અને હવા
નુહ
ઇબ્રાહિમ
દાનીયેલ
રુથ
મુસા
દાવીદ
યોહાન