અક્ષાંશ-રેખાંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: an:Coordenatas cheograficas
નાનું રોબોટ ફેરફાર: cy:System gyfesur ddaearyddol
લીટી ૨૩: લીટી ૨૩:
[[ceb:Koordenadang heograpiko]]
[[ceb:Koordenadang heograpiko]]
[[cs:Zeměpisné souřadnice]]
[[cs:Zeměpisné souřadnice]]
[[cy:Geographic coordinate system]]
[[cy:System gyfesur ddaearyddol]]
[[da:Geografiske koordinater]]
[[da:Geografiske koordinater]]
[[de:Geographische Koordinaten]]
[[de:Geographische Koordinaten]]

૨૩:૩૯, ૨૯ મે ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ભુગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષીણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષીણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષીણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.

વર્તુળાકાર પૃથ્વીને સપાટ કરીને સમાંતર રેખાશ કરેલો નક્શો