એકલવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૫: લીટી ૧૫:
== એકલવ્યની રીત ==
== એકલવ્યની રીત ==
અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્ય તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાની આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસંદેહ આ બહેતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. જે રીતે અર્જુન તીરંદાજી કરતો હતો, તેવી રીતે વર્તમાન કાળમાં કોઈ તીરંદાજી નથી કરતું. ખરેખર એકલવ્ય મહાન ધનુર્ધર હતો.

એકલવ્ય એ ઢ્રોણ નો જ પુત્ર હતો પન્ તેની જાણ ઢ્રોણ અને એકલવ્ય ને પણ ન્ હતી એકલવ્ય ની માતા ને ઢ્રોણ તેના વિશે બધુ જ ભૂલી ગયો હતો

[[શ્રેણી:પૌરાણિક પાત્રો]]
[[શ્રેણી:પૌરાણિક પાત્રો]]

૦૮:૧૬, ૨૫ નવેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

એકલવ્ય (સંસ્કૃત:एकलव्य) એ ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં દર્શાવવામાં આવેલું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના શિકારી (નિષાદ)નો કા પુત્ર હતો. ગુરુ દ્રોણે શીખવવાની ના પાડતાં એમની મુર્તિને ગુરુપદે સ્થાપી વિદ્યા મેળવનાર એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી. તેના ગુરુએ માંગણી કરતાં ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો તેણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.

ગુરુ

એકલવ્ય ધનુર્વિદ્યા શીખવાના ઉદ્દેશ્યથી દ્રોણાચાર્યનાં આશ્રમમાં આવ્યો, પરંતુ નિમ્ન વર્ણનો હોવાને કારણે ગુરુ દ્રોણાચાર્યએ તેને પોતાનો શિષ્ય બનાવવાનો ઇનકાર કર્યો. આથી નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. વનમાં તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતાં અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યંત નિપુણ થઈ ગયો.

કૌશલ્ય

એક દિવસ પાંડવ તથા કૌરવ રાજકુમારો ગુરુ દ્રોણ સાથે આખેટ (શિકાર) માટે તે જ વનમાં ગયાં, જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકતો ભટકતો એકલવ્યનાં આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો, આથી ક્રોધિત થઈ એકલવ્યએ તે કૂતરાને પોતાના બાણ ચલાવી તેના મોંને બાણો વડે ભરી દીધું. એકલવ્યએ એવા કૌશલ્યથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી, પણ બાણોથી બંધાઈ જવાથી તેનું ભોં-ભોં બંધ થઈ ગયું.

દ્રોણનું આશ્ચર્ય

કૂતરાના પાછા ફરવા પર અર્જુને સિફત પૂર્વક ચલાવવામાં આવેલાં બાણો જોઈ દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલ્યથી બાણ ચલાવાયાં છે, તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યનાં સ્વીકાર કરવા પર તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યએ ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મેં તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા શીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ સમયે એકલવ્યએ હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મેં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.

એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા

દ્રોણાચાર્ય નહોતા ચાહતા કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. આથી તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું, તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો, તે હું આપવા તૈયાર છું." દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો.

એકલવ્યની રીત