તેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનુંNo edit summary
No edit summary
તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સારી સગવડ છે. અહિં મોઢેશ્વરી માતાનું પ્રાચિન મંદિર પણ આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલો છે. આ ગામ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
 
આ ઉપરાંત તેરા ગામમાં ત્રણ તળાવો પણ આવેલા છે. જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. આ ત્રણે તળાવોનો લોકો નહાવા માટે તથા કપડા ધોવા માટે ઉપયોગ કરે છે. આ ત્રણે તળાવોમાં પાણી બારેમાસ ટકી રહે છે. કિલ્લાની તરત બહાર રાજા-રાણીની બેઠક સુમરાસર તળાવને અડીને આવેલી છે. અહીંથી તળાવો, દુર દેખાતી નદી, તથા ખેતરોનું વિહંગ દ્રશ્ય જોવા મળે છે. ૨૦૦૧ ના ભુકંપ પછી આ સ્થળ ખંડેર હતુ ત્યાર બાદ તેનુ પુનઃ નિર્માણ થયું છે.
 
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
૬૭

edits

દિશાશોધન મેનુ