સભ્યની ચર્ચા:Dsvyas: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
→‎આહિર: નવો વિભાગ
લીટી ૯૮૦: લીટી ૯૮૦:


:::ધવલભાઇ, હજુ હમણા તો આપે સરસ રીતે દીવાદાંડીની જોડણી સુધારી હતી અને હજુ હમણાતો ૫મી ફેબ્રુઆરીએ મળવાનું નક્કી કર્યુ હતુ. અચાનક શુ થયુ?
:::ધવલભાઇ, હજુ હમણા તો આપે સરસ રીતે દીવાદાંડીની જોડણી સુધારી હતી અને હજુ હમણાતો ૫મી ફેબ્રુઆરીએ મળવાનું નક્કી કર્યુ હતુ. અચાનક શુ થયુ?

== [[આહિર]] ==

નમસ્કાર. આશા કરુ છુ કે આપ સકુશળ હશો. આહિર હોવા ને કારણે હુ તેના લેખ પર પહોચિ ગયો અને જોયુ તો ખુબ જ સરસ માહિતી મળી, તો મે તરત જ વધુ વાંચ્યા વગર જ ભાષાંતર નું tag હટાવી દીધું, પછી લેખ વાંચવાનું ચાલુ કાર્ય બાદ જોયું તો તેના lead section માં machine translation નાં અવશેષો જોવા મળ્યા. થોડું ઘણું માથું માર્યા બાદ બહુ ખબર નોતી પડતી. આ લેખ નું machine translation જોઈ લેવા અને મદદ કરવા વિનંતી. આભાર. [[User:Rangilo_Gujarati|<font color="maroon">રંગીલો</font> <font color="olive">ગુજરાતી</font>]] ([[User talk:Rangilo_Gujarati|<font color="purple">ગપ્પા</font>]]) ૧૭:૨૨, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

૨૨:૫૨, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

Archive

દફતર


૨૦૦૮ '૦૯ '૧૦ '૧૧ '૧૨ '૧૩


'૧૪ '૧૫ '૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦-'૨૧ '૨૨-'૨૩

Barnstar Award

Thankyou very very much Dhaval my wonderful friend for your Brilliant and Outstanding translation effort!

I am very very Grateful.

The Original Barnstar
For your many months of service to Wikipedia, I, Jose77, hereby award you this barnstar. --Joseph, ૦૧:૩૧, ૧૭ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

sysop priviledges

You have kindly been granted temporary one-month sysop priviledges here by one of the Bureaucrats.

Now you are able to:

  • Prevent vandalism by blocking out-of-control users or spam bots.
  • Protect certain pages (only if necessary).
  • Delete newly created articles which contain unintelligible nonsense.
  • Translate the interface messages into Gujarati.

--Jose77 ૨૩:૨૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

Hi Dsvyas, please don't translate the interfac here but on betawiki: only there the interface should be translated because then it will be available not only on gu.wikipedia, but everywhere ! Please also note , that You don't have to do translation jobs for Jose to get sysop status or anything, best regards, --બર્ડ (:> )=| ૧૨:૫૨, ૧૩ માર્ચ ૨૦૦૮ (UTC)

Invitation

As an Administrator, you are allowed into #wikimedia-admin, the cross-wiki coordination channel for Wikimedia administrators. Any member of the channel can invite you in temporarily, but you need an invite exemption from a channel operator to get in whenever you want. Please come to #wikimedia and ask for an invite.

Any admin from any project is welcome and it is a good place for cross-wiki coordination of vandal and spam fighting. It is also useful for new admins to contact more experienced admins in real-time to get help with the more complicated admin tasks such as history merges/splits and importing via Special:Import.

Best regards, --બર્ડ (:> )=| ૧૩:૪૮, ૧૨ માર્ચ ૨૦૦૮ (UTC)

Image background

Please answer following questions. I then might manage to help you :

  1. What is your web browser (Internet Explorer, Mozilla Firefox) and what is its version ?
  2. What is your OS (XP,Vista) ?

Give me the time,too. --Passawuth ૧૪:૫૬, ૧૪ માર્ચ ૨૦૦૮ (UTC)

I confirmed that I didn't see the difference because I'm using another version of Internet Explorer which able to cut of background. Your version is not up to date.

Here what you have to do
  1. Copy en:MediaWiki:Common.js and paste it on here. With administrator access you can do that.
  2. Then, press Ctrl + F5. Waiting for your Internet to load.
  3. When the loading is finished, then check the template again. --Passawuth ૧૫:૪૫, ૧૪ માર્ચ ૨૦૦૮ (UTC)
Please be careful, to import the whole js. from en.wiki probably is not a good idea, it is quite specific and also huge (lots of sections might not be needed here), best regards, --બર્ડ (:> )=| ૧૮:૩૨, ૧૪ માર્ચ ૨૦૦૮ (UTC)

RE:Enabling Gujarati script in Search Box

Hi Dsvyas, what I saw on hi.wiki and others is that You have to create MediaWiki:Translit.js for example, which should look like ne:MediaWiki:Translit.js or new:MediaWiki:TibetanTranslit.js but with gu-script. Then You need to insert it in MediaWiki:Monobook.js like the code here but update the link at the top

  • document.write('<script type="text/javascript" src="' + 'http://ne.wikipedia.org/w/index.php?title=MediaWiki:Translit.js&action=raw&ctype=text/javascript&dontcountme=s"' + '&action="raw"></script>');

with

  • document.write('<script type="text/javascript" src="' + 'http://gu.wikipedia.org/w/index.php?title=MediaWiki:Translit.js&action=raw&ctype=text/javascript&dontcountme=s"' + '&action="raw"></script>');

(I just had imported the translit from ne to see it working here.)

Best regards, --બર્ડ (:> )=| ૧૮:૩૨, ૧૪ માર્ચ ૨૦૦૮ (UTC)

Birdy, is it too difficult for Dsvyas to understand ? --Passawuth ૦૧:૧૨, ૧૫ માર્ચ ૨૦૦૮ (UTC)

Thanks Birdy and Passawuth I think its clear and not at all difficult for me to either understand of execute it. LEt me try and if I face any difficulty, will contact you both.--ધવલ (Dhaval) ૦૯:૫૦, ૧૭ માર્ચ ૨૦૦૮ (UTC)

ટ્રાન્સલિટરેટર છુ બારે મા

સર્વપ્રથમ તો સમ્પર્ક કરને કે લિએ ધન્યવાદ॰ આપ ટ્રાન્સલિટરેટર http://www.baraha.com મે ઔર http://devanaagarii.net/hi/girgit/ મેં પા સકતે હૈ। મેરે વિચાર મેં અગર હમ સિર્ફ ઇન ટ્રાન્સલિટરેટર કે સહાયતા સે અન્ય દક્ષિણ એસિયાઈ વિકિપીડિયા કે લેખૌં કો યહાં લાકર સમ્પાદન કર સકેં લો ભી હમ ઇસ વિકિપીડિયા મે બહુત પ્રગતિ કર સકેંગે॰ ધન્યવાદ॰--Eukesh ૦૫:૫૮, ૨૯ માર્ચ ૨૦૦૮ (UTC)

Hello again

Hello again, are there any problem at all ? I may help you. Your Wikipedia grows very well ! I need your help to create this page in Gujarati version. Also, would be very much happy if you create this page in Gujarati, too. Thanks a lot ! --Passawuth ૦૫:૩૨, ૩૦ માર્ચ ૨૦૦૮ (UTC)

Sorry now it is working. --Passawuth ૦૯:૪૪, ૨ એપ્રિલ ૨૦૦૮ (UTC)

ઝવેરચંદ મેઘાણી

તમારા જવાબ બદલ ખુબ ખુબ આભાર! તમારી ચર્ચામા થી જાણવા મળીયુ કે શ્રિ. ઝવેરચંદ મેઘાણીનો પાઘડી સાથે ફોટો જોઇએ છે. તો આપ નીચેના સરનામે ઇમેલ કરીને કદાચ મેળવી શકો છો. ઇમેલ: lokmilaptrust2000@yahoo.com

જય હિંન્દ! મહર્ષિ --Maharshi675

ઝવેરચંદ મેઘાણીની એક તસવીર તો મળી ગઇ છે જે લેખમાં મે મુકી પણ દીધી છે, પરંતુ તમે આપેલા ઇ-મેલ સરનામે સંપર્ક કરીને તમની અન્ય તસવીરો કે માહિતિ મેળવી શકાશે. આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૬, ૭ મે ૨૦૦૮ (UTC)

ગુજરાતી વીકીપિડિયામા ધર્મો વિશે કેટેગરી

http://de.wikipedia.org/wiki/Portal:Religion

ધવલભાઇ, કુશળ હશો. શુ ઉપર દર્શાવેલ લિન્ક મુજબ ગુજરાતી વીકીપિડિયા મા પણ કેટેગરી બનાવી શકાય જેથી દરેક ધર્મોનુ પર્યાપ્ત સાહિત્ય ગોઠવિ શકાય. આભાર... --Maharshi675 ૧૦:૧૯, ૧૩ મે ૨૦૦૮ (UTC)

હા, હા, કેમ નહી? ચોક્કસ બનાવી શકાય, હજુ આપણું ગુજરાતી વિકિપીડિયા નાનો કુમળો છોડ છે જે ફુલી ફાલીને વિશાળ વૃક્ષ બની રહ્યું છે, તેનો શ્રેય જાય છે તમારા જેવા સભ્યોનો જેઓ અવિરત યોગદાન કરતા રહે છે. સ્વાભાવિક રીતે જ છોડમાં ઓછી ડાળીઓ હોય જે વૃક્ષ બનતાનેક શાખાઓ અને પ્રશાખાઓ માં પરિણમે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૧, ૧૪ મે ૨૦૦૮ (UTC)

માહીતી આપશો

કોઇ ઇમેજફાઇલ અપલોડ કરવી હોય તો શુ કરવુ? Swaminarayandham ૦૮:૫૯, ૧૭ મે ૨૦૦૮ (UTC)

બે રીતે ફાઇલ અપલોડ કરી શકો છો, ૧. જમણી બાજુએ આપેલા ભાગમાં ફાઇલ ચડાવો ઉપર ક્લિક કરીને ત્યાં થી પણ અપલોડ કરી શકો છો, પરંતુ તે ફાઇલ તમે પોતે બનાવેલી હોવી જોઇએ, અથવાતો પબ્લિક ડૉમેઇનમાં હોવી જોઇએ, કેમકે લખાણમાં કે અન્ય કોઇ પણ જગ્યાએ પ્રકાશનાધિકાર ભંગ ન થવો જોઇએ. અને ૨. વિકિપીડિયા કોમન્સમાં જઇને ફાઇલ ચડાવવી, આ બિજો માર્ગ વધુ યોગ્ય છે, કેમકે ત્યાંથી અન્ય ભાષાનાં વિકિપીડિયામાં પણ જે તે ફાઇલ વાપરી શકાય છે, જ્યારે અહીં ગુજરાતીમાં અપલોડ કરેલી ફાઇલ ફક્ત ગુજરાતી વિકિપીડિયામાં જ વાપરી શકાય, અન્ય વિકિમાં વાપરવા માટે જે તે પોર્ટલમાં ફરી અપલોડ કરવી પડે.--ધવલચર્ચા/

A little help: Ecser (pronounced Echer)

Hi! I'm a Hungarian Wikipedia editor, my name is Norbert Kiss. I'm very proud of my village and I would like to read about it in a lot of langauges. I translated already it into 10 languages (now it is already in 4૩ languages), but I can't speak Gujarati. Could you help me? My village's English page is this: Ecser. Could you translate the page of Ecser into Gujarati? Then just link the side into the English version and I will see it, or you could write me, when it is ready. My hungarian Wikipedia side is: My profile.

Thank you! Norbert

તસવીરોના પ્રકાશનધિકાર

ધવલ ભાઇ, કુશળ હશો. તસવીરોના પ્રકાશનધિકાર વિશે એક પ્રશ્ન પુછવો હતો કે શું અંગ્રેજી વિકિ માંથી તસવીરો ગુજરાતી લેખ મા મુકી શકાય? આભાર... મહર્ષિ --Maharshi675 ૧૨:૨૫, ૨૬ મે ૨૦૦૮ (UTC)

ચોક્કસ મુકી શકાય કેમ નહી, પરંતુ જો ત્યાં પણ પ્રકાશનાધિકાર ભંગ થતો હોય અને ત્યાંથી તસવીર હટાવવામાં આવે, તો અહીંથી પણ હટાવવી પડશે, માટેજ કોમન્સમાં અપલોડ કરવી સારી અને ઘણીબધિઇ તસવીરો ત્યાં હોય છે જ, આવી તસવીરો અહીં ઉપયોગ કરવી વધુ યોગ્ય રહે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૧, ૨૬ મે ૨૦૦૮ (UTC)

વિક્શનરી

ધવલભાઇ, ધ્યન દોરવા બદલ તમારો ખુબ આભાર! વિક્શનરી વિશે મને ખબર જ નોહતી. હવે પછી યોગ્ય કાળજી રાખવાનો પ્રયત્ન કરીશ. અમૂક લેખો જેવાકે વ્યક્તિ વિશે, વાળ, હાથ, મનુષ્ય વગેરે છે તેમા ખણુ લખવાનું છે પરંતુ પહેલા સ્ટબ બનાવુ અને પછી ક્યારેક ખુબ લખવાનું મન છે... નોંધ: મારું નામ મહર્ષિ છે અને દિલીપકુમાર માર પિતાનું નામ છે.... --મહર્ષિ --Maharshi675 ૧૫:૩૫, ૪ જૂન ૨૦૦૮ (UTC)

Bot: stubs

Hello Dsvyas,
my bot is running :-) See Special:Contributions/MelancholieBot. --- Best regards, Melancholie ૧૬:૪૬, ૧૬ જુલાઇ ૨૦૦૮ (UTC)

Excellent! Thanks a lot Melancholie. You are a gem.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૯, ૧૬ જુલાઇ ૨૦૦૮ (UTC)
Hello Dsvyas, hello Melancholie! I just wanted to say that I'm here ready to help. Just tell me whether you still need me to run the bot. Regards, --Julian ૧૭:૨૭, ૧૬ જુલાઇ ૨૦૦૮ (UTC)
I see, that User:MelancholieBot already done it and in more effective way than my possibilities. So I did only few rests of substubJAn Dudík ૧૮:૧૮, ૧૬ જુલાઇ ૨૦૦૮ (UTC)

OK, my work for today should be done :-) I also wanted to do some cosmetic changes afterwards, but the guwiki script letters/signs do not properly show up in my console, so I just skipped that ;-) If you have another job, do not hesitate to contact me (or the other bot owners ;-) --- Best regards, Melancholie ૧૮:૫૨, ૧૬ જુલાઇ ૨૦૦૮ (UTC)

Hello Dsvyas, I ran my bot as requested but it seems like MelancholieBot already did the job. My bot only made a couple of edits. Should you need any other help, do not hesitate to contact me. --Volkov ૨૦:૨૫, ૧૬ જુલાઇ ૨૦૦૮ (UTC)

nutritionalvalue

ધવલભાઇ, કુશળ હશો. શું અંગ્રેજી વિકિ જેવું nutritionalvalue નું ટૅમ્પ્લેટ ગુજરાતી વિકિમા છે? મારે શાકભાજી તથા ફળો વિશેના લેખમા મુકવાની ઇચ્છા છે. મહર્ષિ --Maharshi675

મહર્ષિભાઇ, ના, કમનસિબે ગુજરાતીમાં તે ઇન્ફોબોક્સ/ટેમ્પ્લેટ નથી, પણ, સમય મળશે તો હું આજે બનાવી દઇશ.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૮, ૨૨ જુલાઇ ૨૦૦૮ (UTC)


ધવલભાઇ ખુબ ખુબ આભાર.. અંગ્રેજી વિકિમાથી સીધો લાભ મળશે તે જાણીને આનંદ થયો... મહર્ષિ --Maharshi675

re:Locator Image in Infobox @ gu.wiki

Dear Dsvyas, I think I have found the problem: [૧] it seems that this image locator needs the English name for the state to find it. At least it is working now, not sure if You are happy about that though.

Best regards, --બર્ડ (:> )=| ૨૨:૩૧, ૨૯ જુલાઇ ૨૦૦૮ (UTC)

Hello, Dsvyas, it would work with this workaround, You would have to use the English name for the location but can use the local for display [૨] [૩], hope that is fine for You, best regards, --બર્ડ (:> )=| ૦૯:૧૯, ૩૦ જુલાઇ ૨૦૦૮ (UTC)

શ્રી ધવલભાઈ, જવાબ આપવામાં મોડું થવા બદલ માફી ચાહું છું. આપના સુચન મુજબ સ્ટબનો ઢાંચો વાપરવાનું ચાલુ કરેલ છે. આપ ભારત આવો તો મુલાકાત ચોક્કસ કરીશું. મુલાકાત વખતે મહેમાન બનવાની તૈયારી જરુર રાખશો. આપના માર્ગદર્શનથી કામમાં દખલ થતી નથી, જેનું દુખ લગાડશો નહીં. ફરી પણ જરુર પડ્યે સુચન કરતા રહેશો. આવવાનો કાર્યક્રમ જરુરથી જણાવશો. હાલ મહર્ષિભાઇ પણ ખુબ જ સરસ રીતે મહાભારત લેખનું કાર્ય કરી રહ્યા છે, જે ધન્યવાદને પાત્ર છે. --સતિષચંદ્ર ૨૦:૧૧, ૩૦ જુલાઇ ૨૦૦૮ (UTC)

Bot: replacements

Hello Dsvyas,
my bot is running now; see Special:Contributions/MelancholieBot. --- Best regards, Melancholie ૧૯:૫૮, ૩૦ જુલાઇ ૨૦૦૮ (UTC)

Seems to be done; is it possible that there were no more than those 17 occurrences? --- Greetings, Melancholie ૨૦:૧૩, ૩૦ જુલાઇ ૨૦૦૮ (UTC)
Excellent Melancholie, Thanks a million for this. It is quite likely that there might have been only 17 of them, It seems now that I could have manually done this as well, but wasn't sure whether I'd be able to find them all. Thanks once again.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૭, ૩૧ જુલાઇ ૨૦૦૮ (UTC)
That's no problem at all, I was just wondering; no need for being indebted ;-) If you want to translate an article (you mentioned that), you could have a look on en:Esperanto. That's an article every Wikipedia should have (at least as stub ;-) --- Gladly helping, Melancholie ૨૧:૩૦, ૩૧ જુલાઇ ૨૦૦૮ (UTC)

મારો યોગદાન

મેં કુછ સમય કે લિએ "બિજી" થા, અતઃ યહાં યોગદાન નહીં કર પાયા| ઇસ વિકિપીડિયા મેં મુઝે ઔર ભી યોગદાન કરને કા મન હૈ| સાયદ જલ્દી હી મેં યહાં મેરા બોટ ચલાઉંગા| અગર કોહી નિશ્ચિત વિષય પર મેરા યોગદાન આવશ્યક હોં તો કૃપયા નિશ્ચિન્ત રુપ સે સમ્પર્ક કરેં|ધન્યવાદ|--Eukesh ૨૦:૦૪, ૩૧ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)

બીજી ભાષાના વિશ્વકોષમાંથી ચિત્રો

બીજી ભાષાના વિશ્વકોષમાંથી ચિત્રનો ઉપયોગ કઇ રીતે કરવો? શુ ચિત્રોને પાછા ગુજરાતી ભાષા માટે અપલોડ કરવા પડે? દાખલા તરીકે હિન્ડી ભાષાના વિશ્વકોશમાં વાપરેલ અશોકનુ ચિત્ર મારે ગુજરાતી ભાષા માટે વાપરવુ હોય--પ્રજ્ઞેશ

Template:Infobox કેમ બનાવવું ?

Template:Infobox કેમ બનાવવું એ વિશે સમજણ આપવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૨૦:૩૦, ૨૨ ઓકટોબર ૨૦૦૮ (UTC)

log-in problem...

ભાઇ શ્રિ ધવલભાઇ; કુશળ હશો. મેં મારો ગુજરાતી વિકિ નો પાસવર્ડ બદલ્યો હતો અને ત્યાર બાદ થી હું અંગ્રેજી વિકિ મા નવા કે જુના બન્ને પાસવર્ડથી લોગ-ઇન થઇ શકતો નથી! વળી "Email new password" જ્યારે કરું છું ત્યારે "Login errorError sending mail: There is no e-mail address recorded for user "Maharshi675"." એવો સંદેશ આવે છે. મારે થોડા લેખો અગ્રેજી વિકિ મા મુકવા ના છે તો આપ યોગ્ય માર્ગદર્શન કરશો એવી વિનંતી સહ; સીતારામ! મહર્ષિ --Maharshi675 ૦૯:૨૨, ૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

ગુજરાતનાં ધાર્મિક સ્થળો/યાત્રાધામ

શ્રી ધવલભાઈ, કેમ છો ? આપ પ્રબંધક હોવાથી વિકિપીડિયા માટે સારુજ વિચારતા હશો જે સમજી શકુ છું. છતા પણ એક સવાલ હતો કે આપે ગુજરાતનાં લેખમાં ધાર્મિક સ્થળો/યાત્રાધામમાં જે ફેરફાર કરીને અમુક સ્થળનાં નામ કાઢી નાખેલ છે. જે સ્થળને ધાર્મિક સ્થળ કે યાત્રાધામમાં ન મુકી શકીએ ? મારા મનનાં સમાધાન માટે આ પ્રશ્ન કરેલ છે. યોગ્ય માર્ગદર્શન આપશોજી. આભાર... જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૦૪:૩૧, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)

  • શ્રી ધવલભાઇ,નમસ્કાર.

જીતેન્દ્રસિંહજી નો પ્રશ્ન વિચારણીય છે,કદાચ એવું હોય કે આપની જાણકારીમાં અમુક શ્થાનો ના હોય પરંતુ ચકાસણી કરતાં જણાય છેકે હટાવાયેલાં શ્થાનો યાત્રાધામનીં યાદીમાં આવે તેમ છે.ઘણાં પ્રાચિન અને બહુ જાણીતા શ્થાનો છે. તો જરૂરી સંશોધન કરી યોગ્ય કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૧૦, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)

  • શ્રી ધવલભાઈ, || સીતારામ ||

મારા પ્રશ્નનો જવાબ આપશ્રીએ સરસ રીતે વર્ણન કરીને મને સમજાવેલ છે. હવે ચર્ચા કરીએ કે આ વિકિપીડીયાથી ઈન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ લોકોને અલગ અલગ સાચી માહિતીની જાણકારી મળે અને બધાને ફાયદો થાય તે હેતુ હશે. જો સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું હોય તો ધર્મને અનુસરવો પડે અને તેની પ્રેરણા માણસ કોઈ ધાર્મિક જગ્યા, મંદીર, સંતનું સાનિધ્ય અથવા ધાર્મિક પુસ્તકોના વાંચનથી મળે છે. વધુમા વધુ લોકો સત્કાર્ય કરવા માટે પ્રેરાય તે માટે આગળ વધવુ જોઈએ. હવે મુદાની વાત કે દા.ત. કોઈપણ દેશની કોઈપણ વ્યક્તિ વિકિપીડીયામાં ફક્ત ગુજરાતનો લેખ વાંચતી હોઈ અને તેને ફકત પ્રખ્યાત યાત્રાધામનાં જ નામ જાણવા મળે, પરંતુ ઓછા જાણીતા અમુક યાત્રાધામ હોય પરંતુ તેનાથી માણસને સરળ જીવન જીવવાની સારી પ્રેરણા મળતી હોય તેવુ બને. પરંતુ જે નામ ગુજરાતનાં લેખમાં કયાંય જોવા ન મળે અને દરેક મિત્રો ગુજરાતનાં બધાજ તાલુકા કે જીલ્લાના લેખ ખોલીને ન પણ વાંચે. દા.ત. રામાયણ કે ગીતા ના પુસ્તકો વિશે બધાને ખ્યાલ હોય પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શિક્ષાપત્રી છે તે ખુબજ નાની ચોપડી છે પરંતુ તેનો સાર ખુબજ ઉમદા અને લાભદાયક છે.

હવે વાત કરીએ જે લેખને પાનામાંથી દુર કરેલ છે તે બાણેજ વિશે, તો આ સ્થળ ખુબજ જુનુ અને પૌરાણીક છે જે આપણા શહેરી દોડધામથી દુર કુદરતી વાતાવરણમાં જુનાગઢનાં ગીરનાં જંગલમાં આવેલુ છે. આ જગ્યાએ પહોંચતાની સાથેજ માણસ શાંતિનો અનુભવ કરે છે, કારણકે આ સ્થળની આજુબાજુમાં ઘોર જંગલ આવેલું છે. અને ત્યાં જતા યાત્રિકો મનથી શાંતિ અનુભવે છે. બીજુ શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર તો તેના વિશેનો તો લેખ પણ છે જ તેથી તેના મહત્વતા જાણી શકીયે છીએ તેમજ આપાવિસામણની જગ્યા-પાળીયાદ, આપાદાનાની જગ્યા-ચલાળા,લાલજી મહારાજની જગ્યા-સાયલા આ જગ્યાઓ એવીછેકે ત્યાનાં સંતો ના જીવન વિશે જાણવાથી આપણા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળે છે અને સમાજ માટે સારૂ કરવાની પ્રેરણા મળે છે.

હવે વધારે ચર્ચા ન કરતા હું તો અટલુ જ કહીશ કે ગુજરાતના લેખમાં એવુ કરો તો થઈ શકે પ્રખ્યાત યાત્રાધામ અને અન્ય ધાર્મિક સ્થળો મારી દ્રષ્ટ્રીએ આવુ કરી શકાય. તમોને સમજાવવાની ભાષામાં કદાચ ઉણપ જણાયતો મને માફ કરશો અને યોગ્ય થઈ શકે તે માટે અશોકભાઈ મોઢવાડીયાનો પણ અભિપ્રાય લઈને યોગ્ય પગલા લેશોજી. આભાર...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૩૦, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

શ્રી ધવલભાઈ, આપે સરસ નિર્ણય લીધેલ છે. હું તમારા નિર્ણય સાથે સહમત છુ. તો હવે વાટ કોની જોવાની, જે સ્થળોને આપે કાઢી નાખેલ હતા તેને યોગ્ય જગ્યાએ ગોઠવી આપશોજી. મારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ચર્ચામાં ભાગ લઈને યોગ્ય માર્ગદર્શન આપવા બદલ અશોકભાઈ તથા તમારો ખુબજ આભાર. ભવિષ્યમાં પણ મદદરૂપ બનવા વિનંતી કરશોજી. આભાર...--જીતેન્દ્રસિંહ ૧૧:૪૦, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

wikisource.org/wiki/મુખપૃષ્ઠ:ગુજરાતી

શ્રી ધવલભાઇ,નમસ્કાર.

હમણાંથી wikisource.org [મુખપૃષ્ઠ:ગુજરાતી] પર થોડું ગુજરાતી લખાણ કર્યુ છે.(આભાર સહ:મહર્ષિભાઇ), આપને અનુકુળતાએ જોઇ જવા વિનંતી. ગુજરાતી સાહિત્ય માટે એ સારૂં માધ્યમ લાગે છે.જોકે હજુ ત્યાં ગુજરાતી ભાષામાં ટાઇપ થઇ શકતું નથી,તેથી તકલીફ પડે છે.(અને કોપી-પેસ્ટ જ કરવું પડે છે!!) આ બાબતે કશું થઇ શકે તેમ હોયતો સલાહ આપશોજી. આભાર --અશોક મોઢવાડીયા ૧૦:૧૯, ૮ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

અકબર

ધવલ ભાઇ,

સુશાંત સાવલા, ચેન્નૈ, ભારત . મેં અકબર નું ભષંતર પુરુ કરી લિધુંને હવે હેમચંદ્રાચાર્ય પર્ કામ ચાલુ છે. તમે શેના પર કામ કરી રહ્યાં છો?

જય જિનેન્દ્ર.

સુશાંત ધવલ, વિકિ માં ફોનેટિક ગુજરાતી ટાઇપ કરવા શું કરવું? મોઝિલા ફાયર ફોક્ષ માં વિકિ ઓપન કરિ ટાઈપ કરતા ટાઈપિંગ માત્ર અંગ્રેજીમાં ટાઈપ થાય છે. આ વિષેની પુરી જાનકારી હોમ પેજ પર હોવી જોઈએ. સુશાંત

Happy New Year 2010

પ્રબંધંકશ્રી ધવલભાઈ, જય માતાજી...સીતારામ...હરે કૃષ્ણ!... આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2010! આપણા સૌ મિત્રોની મહેનતનું ફળ હવે વિકિપીડિયામાં ઝળહળી રહ્યુ હોય તેવુ મને લાગે છે. જેથી આપશ્રી પ્રબંધંક તરીકેનાં કાર્યમાં સહયોગ આપતા રહો (વિકિનાં યોગદાનને ચેક કરી અને અમને સલાહ સુચન આપો) તેવી મારી તેમજ વિકિપીડિયાનાં સૌ મિત્રો વતી વિનંતી છે. અને બીજુ કે થોડુ ઝઘડી પણ લઈએ, હમણા કેમ કાંઈ સંદેશ નથી ? અમદાવાદથી આવ્યા એટલે કાંઈ હવા આવી ગઈ છે.:-) જો જો ભાઈ, અમે નાના છોડવા છીએ હજુ!.. થોડા થોડા સમયે પાણી અને ખાતરનું સિંચન કરતા રહેજો... અને હવે અશોકભાઈને તમે પણ કહો કે, વિકિપીડિયામાં આપણી સાથે ફરી પાછા આ નવા વર્ષથી થોડા સક્રીય થાય...ચાલો જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૫૩, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ક્રિસમસ દ્વીપ

ભાઈ શ્રી ધવલ ભાઈ આજે ક્રિસમસ દ્વીપ નામના લેખમાં એક સુધરો થયેલ જોવા મળે છે તે અનુસાર હિંદી મહાસાગર નું નામ હિંદ મહાસાગર બદલવામાં આવ્યું છે. અમે ભૂગોળમાં હીંદી મહાસાગર જ શીખ્યા છીએ. અને ઈંડીયન આ શબ્દનો સીધો અનુવાદ હીંદી થાય છે કંફર્મ કરશો. --sushant ૧૬:૨૩, ૩ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

(Indian Ocean-નીચેના મુદ્દાને અહીં ભેળવ્યો)
આપણે શું શીખ્યા છીએ તે વાત હમણાં વિસારે પાડીએ અને વ્યાકરણની દ્રષ્ટીએ વિચારીએ તો India = ભારત = હિંદ (નામ)અને Indian = ભારતીય = હિંદી (વિષેશણ) છે. વળી ભારતની પશ્ચિમે આવેલ સમુદ્રને આપણે આરબ સમુદ્ર નહીં પણ (Arebian)અરબી સમુદ્ર કહીયે છીએ ફરી અરબી એ વિષેશણ છે. (હિંદ મહાસાગર (નામ સાથે)એ પ્રયોગ હિંદી ભાષામાં પ્રચલીત છે જ્યાં આજે પણ અરબ (નામ) સાગર એમ પ્રયોગ થાય છે.) --sushant ૧૬:૫૩, ૪ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
તમારી દલીલ સાથે હું સહેમત નથી.કેમકે (૧) મેં India નો સમાનાર્થી હિંદ એવો નથી કર્યો એ તો માત્ર તમને વ્યાકરણના નામ અને વિશેષણ ના પ્રયોગનો ફરક કરાવી આપવા તે પ્રમાણે લખ્યું છે. (૨)Indian Ocean માં Indian આ શબ્દ વિશેષણ છે તેથી તેના સ્થાન પર વિશેષણ જ વપરાવું જોઈએ. હિંદ એ શબ્દ નામ છે અને હિંદી આ શબ્દ વિષેશણ છે. (૩) હિંદી આ શબ્દનો ઉપયોગ તાર્કીક છે અને મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકો અનુસાર યોગ્ય પણ છે. (૪)તમારી ચર્ચામાં તમે તાજ મહેલ, જુનાગઢ નો ઉલ્લેખ કર્યો તે પણ અહીં અ સંગત છે કેમ કે આ લોક બોલીની અજ્ઞાનતા અને જોડણી સંબધી ફરક છે નહિ કે વ્યાકરણ સંબંધી. (૫)મારી દલીલના સંદર્ભે મેં જે અરબી (અરબી એ વિષેશણ છે) સમુદ્ર ની દલીલ કરી તે તમે ગણતરીમાં નથી લીધી.
આમ હિંદી મહાસાગર આ પ્રયોગ અયોગ્ય ગણી હટાવી ન શકાય. જો શબ્દનો અર્થ વધુ સાર્થક કરવો હો તો કૌંસમાં તેનો પર્યાય આપી શકાય છે.--sushant ૧૫:૪૬, ૫ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
(હિંદી મહાસાગર નીચે શરુ કરેલો નવો મુદ્દો અહીં ભેળવ્યો)
આ ચર્ચાનો અંત આણવા જ મેં સુઝાવ આપ્યો છે કે આ બંને શબ્દનો સમાવેશ લેખમાં કરવામાં આવે. જેથી આ ચર્ચાનો અંત આવે. પણ આ સુઝાવ ન સ્વીકારીતા આ ચર્ચા લાંબી ચાલી છે. મુંબઈ માં ચાલતાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં હિંદી મહાસાગર એ શબ્દ વપરાય છે અને ગુજરાતમાં કદાચ હિંદ મહાસાગર. તો શા માટે બંને શબ્દને સમાવી ન લેવા? તેમાં વાંધો શું છે? અને પૂર્વે તાજ મહલ આદિ ના અવસરે અમુક દલીલ માની લેવાનો અર્થ એ થોડો છે કે દરેક દલીલ મારે સ્વીકારવી જ જોઈએ?--sushant ૧૬:૪૩, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

જય વસાવડાની બાહ્ય કડીઓ

તમે જય વસાવડાના લેખમાંથી તેમની ઓરકુટ અને ફેસબુક પ્રોફાઈલની લિન્ક્સ દૂર કરી છે. પણ મારો મત એ છે કે જે વ્યક્તિ વિષે વધુ માહિતી ઉપલબ્ધ ન હોય અથવા વિકિપીડિયામાં તેવી માહિતીનો સમાવેશ કરી શકાય તેમ ન હોય તો તેની social networking sites ની પ્રોફાઈલ ની લિંક આપવામાં કંઈ વાંધો નથી. જેમ કે ચેતન ભગત, શશી થરૂર, અશોક બેન્કર વગેરેના ઈંગ્લીશ વીકી પેજમાં તેમના twitter profile ની અને facebook page ની લિન્ક્સ આપેલી જ છે. તો પછી જય વસાવડાના લેખ માં કેમ નહિ? અને રહી વાત તેમના વિદેશ પ્રવાસ કે માતા-પિતાના લગ્નની, તો તે માહિતી મેં લખી નથી અને મારો પણ તેને દૂર કરવાનો ઈરાદો હતો. આગળ કહેલી વાત પર તમારો પ્રતિભાવ આપશો જેથી હું આગળ કાર્ય કરી શકું. -- Prakashkhanchandani ૦૮:૧૧, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

તમારા માર્ગદર્શન ખૂબ ખૂબ આભાર. મને તમારી ભાષા કોઈ પણ રીતે અયોગ્ય લાગી નથી. તમે ગુજરાતી વિકિપીડિયાને વધુ ને વધુ સારું બનાવવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છો, તે બદલ પણ તમને દાદ આપું છું. જય વસાવડાની ફેસબુક અને ઓરકુટની પ્રોફાઈલની લિંક આપવાનું કારણ એ હતું કે તેમાં લેખક પોતાના રીડર્સ સાથે રોજ-બ-રોજ કમ્યુનિકેશન કરતા રહે છે. વીકી આર્ટીકલ વાંચનાર દરેકને તે જગ્યાએ દોરવાનો મારો આશય હતો. આ ઉપરાંત તેમના ટ્વિટર એકાઉન્ટમાં પણ તેઓ જરૂરી માહિતી મૂકતા રહે છે. જેમકે કાલે જ તેમણે તેમની નવી બૂક પૂરી થયાની જાહેરાત તેના પર કરી. જોકે તે માહિતી પણ તમે લેખમાંથી દૂર કરી દીધી છે. અને હું માનું છું કે આવી લિંક આપવાથી વાચક પાસે લેખમાં ફેરફાર કરાયા પહેલા જ માહિતી પહોંચી શકે છે, અને એમ પણ બને કે તે વાચક આ માહિતી ને લેખમાં ઉમેરવા લલચાય અને આ રીતે વધુ ઝડપથી તે લેખને ઉત્કૃષ્ટ અને અપ-ટુ-ડેટ બનાવી શકાય. વીકીપીડીયાનો મુખ્ય હેતુ જ વાચકોને પાર્ટીસિપેટ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ફરી વખત તમારો આભાર. -- Prakashkhanchandani ૧૦:૨૯, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

મુખપૃષ્ઠ માટે સૂચન

હેલ્લો, ધવલ ગુજરાતી વિકિપીડિયાના મેઈન પેજ પર 'ગુજરાતીમાં યુનિકોડ લેખન માટે સહાયતા'નું સેક્શન છે. તેમાં ગૂગલની ટ્રાન્સલિટરેશન સુવિધા વિષે પણ માહિતી આપવી જોઈએ. મારા મતે તે બીજી કોઈ પણ સુવિધાઓ કરતા વધારે ઉત્તમ છે. હાલ વધુને વધુ લોકો ગુજરાતીમાં લખવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી તેને ટાઈટલ પેજ પર સમાવવું જોઈએ. જેથી વધુ લોકો ગુજરાતી વિકિપીડિયામાં લખી શકશે. આપ પ્રબંધક હોવાથી આપને આ સૂચન કર્યું છે. તમને યોગ્ય લાગે તેમ કરશો. -- Prakashkhanchandani ૧૦:૫૦, ૭ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

હિંદી મહાસાગર

ભાઈ શ્રી ધવલ ભાઈ, આ ચર્ચાનો અંત લાવવતા પહેલાં, તમે જે જવાબ આપ્યો છે તે મને એક આરોપ સમાન લાગે છે અને તેનો મારે જવાબ વાળવો જ રહ્યો. (૧) હિંદી મહાસાગર એ મેં મારા સંતોષ માટે નથી મુક્યો. જોડણીની દ્રષ્ટિએ તે સાચો છે મહારાષ્ટ્રમાં ગુજરાતી ભણેલો એક બહુ બહોળો વર્ગ તેને હિંદી મહાસાગર તરીકે જાણે છે તે માટે મુક્યો છે. (૨) જોડણીની અધિકૃતતા જો મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તક ન હોય તો ગુજરાતના પાઠ્ય પુસ્તક પણ ન હોઈ શકેૢ કેમ કે બંને રાજ્યમાં ગુજરાતી ભાષાના પ્રકાંડ વિદ્વાનો દ્વારા જ પાઠ્ય પુસ્તક લેખન કરવામાં આવે છે. (3) હિંદી મહાસાગર એ જરા પણ ખોટી જોડણી નથી અને આજે પણ અહીંના પુસ્તકોમાં હિંદી મહાસાગર જ શબ્દ વપરાય છે. (૪) Christmas=નાતાલ અને Island=દ્વીપ/ટાપુ, એવો કોઈ અર્થ મેં નથી કર્યો તેને મારા માથે ન મઢવા વિનંતિ. તે તમારું અર્થ ઘટન છે અને તમને યોગ્ય લાગે તો તે પ્રમાણે કરી શકો છો. મારું અર્થ ઘટન આ પ્રમાણે હતું, Indian એ વિષેશણ છે. માટે હિંદી જે એક વિષેશણ છે તે વપરાવું જોઈએ. નહિ કે હિંદ જે એક નામ છે. મારું અર્થ ઘટન સાચા સંદર્ભમાં સમજવા વિનંતિ. --sushant ૧૬:૦૧, ૭ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઈ, આ હિંદ મહાસાગર અને હિંદી મહાસાગર શબ્દ વિષે શું તમે બન્ને મિત્રો મીઠો ઝઘડો કરો છો તે મને ના સમજાણુ સાલુ. કાંઈ વાંધો નહી પણ સાચી જોડણી ગોતવા માટે તમે બન્ને મિત્રોએ સારી મહેનત કરી છે. જે બાબતે હું તમારી બન્નેની પીઠ થાબડુ છુ. તમારી ચર્ચા અત્યાર સુધી તો મે મુંગે મોઢે સાંભળી પણ હવે થયુ કે, આ ચર્ચાનાં અંત લાવવા હું પણ ટપકી પડુ. તેથી મેં આજે હિંદ મહાસાગરને ગુગલમાં સર્ચ કર્યુ તો ૭૨૬ પરિણામ મને મળ્યા અને હિંદી મહાસાગરને સર્ચ કરાવ્યો તો ૯૭૬ પરિણામ મળ્યા.આ ફકત તમારા બન્નેની જાણ માટે, બાકી જે હોય તે મારા મતે તેને કોઈએક નામથી રીડાયરેક કરાવી દો. બાકી આ ચર્ચા અહીંથી જ બંધ કરવા તમારા મિત્ર તરીકે તમને બન્નેને નમ્ર વિનંતી છે. અને આ બાબતે તમે બન્ને ભવિષ્યમાં મનમાં કાંઈપણ મતભેદ રાખશો નહી તેવી વિનંતી...ચાલો જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૯:૩૧, ૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

ધવલભાઈ, આ લેખમાં નક્શાની સાઈઝ અત્યંત મોટી થઈ ગઈ છે. મેં તેને સરખી કરવા પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી.તેને સરખી કરવા વિનંતિ.--sushant ૧૭:૧૪, ૧૪ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

Ranchhodrayji

ધવલભાઇ,

આપણી વચ્ચે થયેલ વાત મુજબ રણછોડરાય વિશે અલગ લેખ તો બનાવ્યો છે પણ હવે થોડીક મુંજવણ છે કે કઇ માહિતી ડાકોર મા રાખવી ને કઇ માહિતી રણછોડરાય મા? તો આપ લેખ વાંચીને માર્ગદર્શન આપશો અથવા યોગ્ય ફેરફાર કરશો એવી આશા રાખુ છુ.

--Hirenvbhatt ૧૩:૧૮, ૧૯ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)હિરેન ભટ્ટ

હવા મહેલ

ધવલજી, આ લેખમાં માહિતીચોકઠામાં location map એ ઢાંચાને કારણે કાંઈ ગડબડ થઈ ગઈ છે. તે સુધારી આપવા વિનંતિ. --sushant ૧૭:૦૧, ૨૦ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આજનું ચિત્ર

ધવલજી આજનું ચિત્ર આ ખંડમાં કાંઈક ગડબડ થઈ છે. ફોટો જાસૂદના ફૂલનો છે અને વિવિરણ - ગાંધીજી ના બાળપણની તસવીર- એવું છે --203.115.67.25 ૧૭:૫૭, ૨૨ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ઈંડિયા ગેટ

ધવલજી આપની મદદની ફરી જરૂર પડી છે. ઉપરના લેખમાં માહિતીચોકઠાંમાં ફરી ગડબડ થઈ ગઈ છે. સુધારવામાં મદદ કરશો. --sushant ૧૯:૨૬, ૨૩ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ઇએમઇ મંદિર‎

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. વધુમાં ઇએમઇ મંદિર લેખ માટે અંગ્રેજી વિકિમાંથી અક્ષાંસ રેખાંશનો ઢાંચો અહીં લીધો છે, જે geohack પર લઇ જાય છે, પરંતુ બરાબર લિંક થતો નથી‎. આ વિશે ઘટતું કરવા પ્રયત્ન કરવા વિનંતી છે. આંકડા ગુજરાતીમાં લખી શકાય તો સારું.--સતિષચંદ્ર ૧૮:૩૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આમેરનો કિલ્લો

ધવલજી, આ લેખમાં અમુક ચિત્રો દેખાતાં નથી. આ વિશે ઘટતું કરવા પ્રયત્ન કરવા વિનંતી છે. ---sushant ૧૪:૩૩, ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આપના પ્રોત્સાહન બદ્દલ ખૂબ ખૂબ આભાર. આ વિષય ખૂબ મોટો છે. તેને ઘણો સમય લાગશે. આજે મેં એક ચાંદ વાવડીનો લેખ અનુવાદ કર્યો છે. તેમાં મને પણ નિર્દેશાંક સંબંધે પ્રોબ્લેમ છે. અને આમ પણ મારા મોટા ભાગના લેખમાં તેની જરૂર પડે છે. --sushant ૧૬:૨૧, ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

રણછોડરાય

ભગવાન રણછોડરાય નો લેખ ખુબ જ સુંદર અને નયનરમ્ય બની ગયો છે તે બદલ ખુબ ખુબ આભાર. રહીવાત , લેખમાંની અસંગતતાની તો એ માટે રણછોડરાય લેખ ની ચર્ચા જવાબ આપેલ છે જે એકવાર વાંચી લેશો.

જયગઢ કિલ્લો

પ્રિય ધવલજી,જયગઢ કિલ્લો આ લેખમાં અમુક ચિત્રો દેખાતાં નથી, જરા લાવી આપવા વિનંતિ. --sushant ૧૫:૧૫, ૨ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ઉમેદ ભવન મહેલ

પ્રિય ધવલજી,"ઉમેદ ભવન મહેલ "આ લેખમાં અમુક ચિત્રો દેખાતાં નથી, જરા લાવી આપવા વિનંતિ.--sushant ૧૭:૦૪, ૩ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ --sushant ૧૪:૩૪, ૫ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

રણછોડરાય

રણછોડરાય લેખમાં હાલના મંદિર વિશે ફેરફાર કરેલ છે જેની નોંધ લેશો. આ પુર્વે મે એક ફાઇલ ranchhodrayjitemple.jpg અપલોડ કરી છે પરંતુ તેને સફળ રીતે લેખ મા સમાવી શક્યો નથી. તેનાં લાઇસન્સ ની માહીતી મારે આપવાની હતી જે સ્કેન્ડ ફાઇલ હોવાથી આપતા ફાવ્યુ નહતુ તો આ બાબતે મદદ ની આશા રાખુ છુ.--Hirenvbhatt ૧૩:૪૫, ૫ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

મે ચઢાવેલ ફોટો, વર્ષોથી ડાકોર માં છાપવામાં આવતી વિવિધ પ્રસંગો પરની આમંત્રણ પત્રિકાથી લીધેલ સ્કેન્ડ ફાઇલ છે તો શું એને પબ્લિક ડોમાઇન ગણી શકાય? --Hirenvbhatt ૦૪:૩૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઇ રણછોડરાય લેખમાં નાનકડો ફેરફાર કર્યો છે કારણકે સાંજના જમણની સખડીભોગની થાળીમાં ભગવાન શુદ્ધ જામખંભાળિયા ઘી થી બનેલ છપ્પનભોગ આરોગે છે જેની એક થાળીમાંથી આજના ખાધે પીધે સુખી એવા ચાર-પાંચ માણસ આરામથી પેટભરીને જમી શકે છે. કોઇવાર ડાકોર રાત્રિ રોકાણ કરવાનો અવસર મળે તો આ થાળી અવશ્ય આરોગજો, ભગવાનના પ્રસાદની ખરી મજા આવશે. ભુલચુક માફ કરશો. --Hirenvbhatt ૦૯:૦૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઇ, હવે જ્યારે ભારત આવો અને સખડીભોગનો પ્રસાદ લેવા ચોક્ક્સ મને યાદ કરજો. તમને મદદ કરવામા મને આનંદ મળશે. રહી વાત ફોટોની, આ ફોટો સુશાંતભાઇએ મુકેલ છે જે મને પણ થોડો અયોગ્ય લાગે છે. રણછોડજીનો અસલ ફોટૉ મળવો મુશ્કેલ છે પરંતુ ફરી જ્યારે હુ ડાકોર જઇશ ત્યારે મંદિરનો ફોટો અવશ્ય લાવીશ.

ધવલજી, આપે જે ફોટો દૂર કર્યો છે, તેમાં મારે કશો વાંધો નથી ઊલટું તમે સારું કર્યું ખોટું ચિત્ર રાખવા કરતાં ન હોય તે સારું. આ તો મે વિકિકોમન્સમાં સર્ચ કર્યું અને આ નામે મને એક ફોટો મળ્યો હતો તે મેં લગાડ્યો. આપે મને શ્રી કૃષ્ણના રૂપ આપે જે માહિતી આપી તે મારી મટે નવી જ્ઞાનની વાત થઈ. આ પરથી એક સુઝાવ છે. કે શ્રી કૃષ્ણના નામ અને તેમના રૂપનું વર્ણન કરતો એક લેખ બને તો કેમ? --sushant ૧૩:૩૯, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

લક્ષ્મી નિવાસ મહેલ

આમાં અમુક ફોટા નથી દેખાતા. જરા લાવી આપશો? --sushant ૦૯:૦૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ડાકોર

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. ડાકોરના લેખમાં કોમન્સ પરથી બે તસવીર ગોઠવી હતી. હિરેનભાઇએ ધ્યાન દોરતાં ખબર પડી કે એમાંની એક તસવીર ડાકોરની નથી. ધ્યાનથી જોતાં આ તસવીર સોમનાથ મંદિરની છે એવી ખબર પડી.[૧] આથી મેં આ તસવીર ડાકોરના લેખમાંથી દુર કરી સોમનાથના લેખમાં ગોઠવી છે. પરંતુ અંગ્રેજી વિકિમાં આ વિશે માહિતી આપવાનું આપને સોપું છું, જેથી ત્યાં પણ યોગ્ય લેખને યોગ્ય તસવીર મળી શકે.--સતિષચંદ્ર ૧૭:૪૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

Happy Birthday

Dhavalbhai, Many Many Happy Returns of The Day!

ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... જન્મ દિવસ મુબારક, ભાઈ. જીવનનાં દરેક ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરો તેમજ આનંદમય જીવન જીવો તેવી ગુજરાતી વિકિપીડિયા તેમજ તેનાં દરેક સભ્યમિત્રો તરફથી શુભકામના પાઠવુ છુ. --જીતેન્દ્રસિંહ ૦૫:૩૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી ધવલ,

જન્મદિન નિમિત્તે ખુબ ખુબ વધાઇ. આપના કુશળતાભર્યા વહીવટ, લેખનશૈલી, કોમ્પ્યુટર જ્ઞાન વગેરેનો લાભ અમને તેમ જ ગુજરાતી વિકિપીડિયાને હરહંમેશ આપતા રહેશો એવી અનેક ઉત્તમ શુભેચ્છાઓ.--સતિષચંદ્ર ૦૬:૩૦, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી...અરે યાર આપણે બધા ભલેને જુદાજુદા શહેરોમાં વસીયે, છતા પણ મન તો એકજ છે ને! એટલે ભુલાવાનો તો કોઈ સવાલ જ નથી...અને તમે કહો છે કે ૧૦૦ વર્ષ જીવવાની આશા જન્મે. પણ અમે એમ કહીએ છીએ કે, તમારે ૧૦૦ વર્ષ તો જીવવાનું જ છે. અમને કેક તો ખાવા મળશે..:-):-)...--જીતેન્દ્રસિંહ ૦૬:૫૪, ૪ માર્ચ ૨૦૧૦ (UTC)

સન્માન

ભાઇ શ્રી ધવલ, નમસ્કાર, વધુમાં તાજેતરમાં આપણા સભ્ય જયશ્રીબેન દ્વારા કરવામાં આવેલા ઢોસા તેમ જ ઘી લેખોના અનુવાદનું કાર્ય ખુબ જ અભિનંદનને પાત્ર છે. ખરેખર સુંદર અનુવાદ થયો છે, એમના જ્ઞાન તેમ જ કૌશલ્યનો આ કાર્યમાં પરિચય મળે છે. વળી એમની વાનગીઓની શ્રેણી પણ આપણા વિકિમાં ધુમ મચાવી રહી છે. એમનું યોગ્ય સન્માન કરવા હું આપને ભલામણ કરું છું. આપણા જુના સભ્યોનાં કાર્યોને પણ યોગ્ય ન્યાય આપશો એવી મારી આપને વિનંતી છે.--સતિષચંદ્ર ૧૮:૧૬, ૧૧ માર્ચ ૨૦૧૦ (UTC)

એ રામ રામ...રામ રામ...

શ્રી ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... કુશળ હશો, શું ચાલે છે નવીનમાં...તિથી અને તારીખોનાં લેખોને ભાઈશ્રી અશોકભાઈએ શરૂઆત કરી હતી, તેને મે ચાલુ રાખીને આટલે સુધી પહોંચાડી છે. જેથી બાકી રહેતા લેખોને તમે પુર્ણ કરશો તેવી વિનંતી છે.. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૩૦, ૨૧ માર્ચ ૨૦૧૦ (UTC)

ધવલભાઈ, કુશળ હશો.. આજે તો રામનવમીનો ઉપવાસ પુર્ણ થઈ ગયો હસે..અને મારે તો થોડાક માટે જ રહી ગયુ, નહીતર રામનવમીનું ફળાહાર આપણા અશોકભાઈને ઘરે જ થાત. હું કાલે જ મારા એક મિત્રની સાથે જુનાગઢ ગયો હતો. ત્યાં અશોકભાઈને મળ્યો હતો. તેઓએ અમારી ખુબજ સારી આગતા સ્વાગતા કરી હતી અને તેઓનાં ઘરે જ ફળાહાર માટે વિનંતી કરી હતી. પણ મારે નવરાત્રી ચાલતી હોવાથી અમો ત્યાં રોકાણા ન હતાં.

બીજુકે અશોકભાઈ અહી આપેલી સાઈટો ઉપર સેવા કરી રહ્યા છે તેથી તેની મુલાકાત ત્યાં લેશો અને સમાચાર પુછતા રહેશો.. બીજુ કે મે તિથી અને તારીખનાં લેખમાં તમારા માટે છોડેલા લેખ વિષે મને વધારે ટપ્પા નથી પડ્યા એટલે તમને સોપ્યુ છે બીજુ એ કે, તિથી અને તારીખનાં લેખો લખવાનો અશોકભાઈ અને મને જ જસ મળે તેનાં કરતા તમે પણ સામેલ થાવ તેવી મારી ઈચ્છા હતી.. બાકી અમને દરબારોને જેમ દારૂની લત ના છુટે તેમ આ વિકિપીડિયાની તમે લત લગાડી છે તે હવે છુટતી નથી..એટલે હું કયાંય જઈશ નહી :-) બાકી નવીનમાં બોલો.. શુ હમણા કાંઈ વધારે કામમાં વ્યસ્ત લાગો છો ....જય માતાજી...

હરિલાલ ઉપાધ્યાય

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. વધુમાં હિસાબી વર્ષ પૂર્ણ થતાં કામકાજમાં રાહત થઇ હશે, ખરું ને? હવે અહીં વધુ સમય ફાળવી શકશો. ખાસ તો હરિલાલ ઉપાધ્યાય લેખમાં ઢાંચો છે, જેનું માત્ર શીર્ષક જ દેખાય છે. આ પ્રશ્ન ઉકેલી આપશો.--સતિષચંદ્ર ૦૩:૪૩, ૩ એપ્રિલ ૨૦૧૦ (UTC)

ગુજરાતી શબ્દો

આપનો સંદેશ મળ્યો. અમે રહ્યાં મુંબઈગરાં, અને અહીં ની બોલાતી ગુજરાતીમાં સાકર શબ્દ જ વપરાય છે અહીં ખાંડ શબ્દ એટલો પ્રચલીત નથી તે અનુસાર અમારે લખવામાં પણ સાકર શબ્દ જાવી જતો હોય છે. જો સાકર એ શબ્દ વાચકોના મનમાં અવઢવ પેદા કરે એમ હોય તો ભલે ખાંડ શબ્દ રહે; પણ મુંબઈના, કચ્છના અને દક્ષિણ ગુજરાતના અન્ય સમુદાય જેમાં ખાંડ શબ્દ પ્રચલિત નથી તેમની સમજણ માટે ખાંડ સાથે સાકર શબ્દ પણ લેખમાં રહે તે ઈચ્છનીય છે. કિશમિશ કે મનુકા માટે સુકી દ્રાક્ષ એ શબ્દ પ્રયોગ બરાબર છે.--Jaishree ૧૫:૪૩, ૨૦ એપ્રિલ ૨૦૧૦ (UTC)

શુભા મુદ્ગલ

ભાઇશ્રી ધવલ, શુભા મુદ્ગલ લેખમાં ઢાંચો છે, જેનું માત્ર શીર્ષક જ દેખાય છે. આ પ્રશ્ન ઉકેલી આપશો.--સતિષચંદ્ર ૧૨:૪૩, ૧૨ મે ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. શુભા મુદ્ગલ લેખની તસવીરમાં કંઈક ગરબડ છે, સુધારી આપશો એવી વિનંતી છે. વધુમાં આપના ફેરફારોની સંખ્યા, મારી ભૂલ ના થતી હોય તો એક નવો મુકામ સર કરે છે, આ પ્રસંગે હાર્દિક શુભેચ્છા કે આપ નવી નવી મંઝીલ સર કરતા રહો. અભિનંદન.--સતિષચંદ્ર ૧૫:૨૭, ૧૧ જૂન ૨૦૧૦ (UTC)

તીખીચટણી - નામાંતરંણ

ધવલભાઈ , નમસ્કાર, કુશળ હશો. હાલમાં કોથમીરની ચટણી આ લેખનું નામાંકરણ કરવામાં આવ્યું છે. મારા મતે તીખી ચટણી એ આ લેખનું વધુ યોગ્ય શીર્ષક ન હોઈ શકે. તીખી ચટણી, મીઠી ચટણી, ખાટી ચટણી આદિ એ સ્વાદને આધારે એક વર્ગીકરણ જૂથનું નામ હોઇ શકે નહી કે કોઇ એક વિશિષ્ટ ચટણી નું નામ. દા.ત. મરચાં+દાળીયા+મીઠું વાપરીને બનતી ચટણી પણ તીખી ચટણી હોઇ શકે અને કોથમીર વાપરીને બનતી ચટણી પણ. ગળી ચટણી ગોળ+આમલીૢ ખજૂર+આમલીૢ કોકમ+ખજૂર એમ કોઇ પણ પદાર્થ મેળવીને બનાવી શકાય.. જો તીખી ચટણી એ નામ હોવુઁ એટલું જ જરૂરી હોય તો તીખી ચટણીને રીડાયરેક્ટ કરી કોથમીરની ચટણી કે અન્ય ચટણી પર લઇ જઈ શકાય.વળી પાક શાસ્ત્રમાં પરંપરાથી ચટણીઓને તેમના મુખ્ય ઘટકોથી ઓળખાય છે જેમકે ફુદીનાની ચટણીૢ કરમદાંની ચટણીૢ કમરખની ચટણીૢ નારિયેળની ચટણી આદિ. તે હિસાબે પણ કોથમીરની ચટણી યોગ્ય છે. તે પ્રમાણે ઘટતું કરવા વિનંતી. --Jaishree ૧૪:૫૮, ૧૬ જૂન ૨૦૧૦ (UTC)

તમારી દલીલ સાથે હું સહેમત નથી. બાકી તમને જેમ યોગ્ય લાગે તે. --Jaishree ૧૫:૦૫, ૧૯ જૂન ૨૦૧૦ (UTC)
જયશ્રી બેનની દલીલ વધુ તર્ક સંગત છે.--sushant ૦૪:૦૮, ૨૦ જૂન ૨૦૧૦ (UTC)

આભાર

ભાઇશ્રી ધવલ,

ગામના નામમાં ફેરફાર માટે ધ્યાન દોરવા બદલ આભાર. મારી પાસેની યાદી અંગ્રેજીમાં હોવાથી તકલીફ થઇ હતી. હવે ધંધુકા તાલુકાના ગામોની યાદીમાં જોઇને સાચું નામ વાગડ બદલી નાખ્યું છે.--સતિષચંદ્ર ૧૪:૧૨, ૧૮ જૂન ૨૦૧૦ (UTC)

Gujarati Font

There is an effort from WikiMedia foundation to create localized logo for all Wikipedias. Foundation is asking for the right open source font that can be used for creating logo for Gujarati Wikipedia. Could you please help me regrading this? Please mail me the details. My email address is shijualexonline@gmail.com --Shijualex ૦૦:૫૭, ૨૩ જૂન ૨૦૧૦ (UTC)

correct translation??

Is the translation મેત્રોલીંક એક્ષ્પ્રેસ્સ ગાંધીનગર અને અમદાવાદ of MetroLink Express Gandhinagar and Ahmedabad correct? If not, please could you correct it on the English Wikipedia. --92.21.135.101 ૧૬:૦૯, ૩૦ જૂન ૨૦૧૦ (UTC)

Translation

Hello! can you please create this article Selena on this wiki? please and thank you! (en:Selena, the English version). AJona1992 ૦૧:૫૦, ૧૯ જુલાઇ ૨૦૧૦ (UTC)

બ્રહ્મા

દંડવત પ્રણામ પ્રભુ, શિક્ષાપત્રીનાં શ્લોકો પ્રમાણે

અને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જેતે આપણા ઇષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮) શિક્ષાપત્રી
અને શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણભગવાનની જે પ્રતિમાં તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી, માટે એમનું ધ્‍યાન ન કરવું (૧૧પ) શિક્ષાપત્રી

ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય સ્વામિનારાયણ ભગવાન બંને ભગવાનનાં વીચાર એક છે. ...એ ત્રણેના નિયંતા કૃષ્ણ છે એવી માન્યતા ફક્ત ગૌડિય વૈષ્ણવ પરંપરામાં નથી. - V das

Delete કરો

ભક્તિબલ્લભ તીર્થ ગોસ્વામી મહારાજ અસ્તીત્વમાં છે, માટે ભક્તિ બલ્લભ તીર્થ મહારાજને Delete કરો. - V das

પુનઃસ્વાગત

સ્વાગત બદલ આભાર ધવલ ભાઇ... આપ સહઃ પરિવાર કુશળ હશો. હું આપની વાત થી સંમત થાઉં છું અને ફરી ભાંગફોડ પ્રવૃત્તિ બદલ મને માફ કરશો. આ અવલંબન ટાળવાનો સુજાવ યોગ્ય છે. હું આજકાલ સંસારમાં ખુંપેલો છું માટે સમયનો અભાવ રહે છે. આપ જ્ઞાન, ઉમર અને સમજદારીમાં મારાથી મોટા છો માટૅ નિ:સંકોચ પણૅ મારા કોઇપણ યોગદાનમાં કંઇપણ ફેરફાર (અથવા દૂર કરો)તો મને ખોટું નહીં લાગે. હું સત્વરે મારા લેખો માં સુધારા કરવા લાગી પડીશ! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૮:૫૯, ૨૧ જુલાઇ ૨૦૧૦ (UTC)

આ સંદેશો તમને હું બીજી વખત લખ્વા કરું છું પણ તમારી ચર્ચાનું પાનું --- કેબી થી લાંબું હોવાથી લખ્વામાં તકલીફ પડૅ છે અને મોઝિલામાં આ તકલીફ વિશેષ છે. અને આ PC પર મને limited rights છે.

ભજનો

શું દરેક ભજનો અને સ્તુતીઓ જેમાં અન્ય માહિતી ન સમાવી શકાય તેને વિકિસોર્સમાં ફેરવવી પડશે? જો હા તો દરેકને પહેલા ટેગ કરી અને કઇક ઓટોમેટિક રીતે આવું સંભવ ન બને? સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૧:૨૦, ૨૧ જુલાઇ ૨૦૧૦ (UTC)

સાક્ષાત્

Please translate the article on the Sakshat computer to Hindi. Thanks. --92.11.24.4 ૧૭:૨૨, ૨૩ જુલાઈ ૨૦૧૦ (UTC)

મીંઢોળાનો ફોટો

ધવલ સર આ ફોટો મારા મીત્ર દ્વારા મને એ-મેઇલ થયેલ છે. જ્યાં સુધી મે તપાસ કરી છે, ત્યાં સુધી તેના પર કોપીરાઇટ નથી તેથી મુક્યો છે. છતાં પણ આપ અનુભવી છો તો યોગ્ય નીર્ણય લેશો.

શુભા મુદ્ગલ

ધવલ "સર", શુભા મુદગલ ના લેખમાં ફોટો ખૂબ મોટો થઈ ગયો છે, સરખો કરી આપશો અને શ્રેયા ગોષાલના લેખમાં ફોટો નથી તે પણ ઉમેરાઈ જાય તો મજા આવી જાય. --sushant ૧૭:૫૦, ૩૧ જુલાઇ ૨૦૧૦ (UTC)

ધવલજી, આ વિષે સતિષભાઈએ આપનું ધ્યાન દોર્યું હશે તે વાતની મને ખબર ન હતી. જો ખબર હોત, તો તમે સુધારો કરવામાં આટલા મોડા કેવી રીતે પડ્યા તે ટકોર જરૂર કરત :)--sushant ૧૭:૦૨, ૫ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ધવલભાઇ, નમસ્કાર. આજરોજ વાર્ટા નદી (યુરોપ)‎ માટે ઇન્ફો બોક્સનો ઢાંચો બનાવતી વખતે એમાં આવતા સહાયક ઢાંચા પણ બનાવવાથી એમાંના ફોટાની સાઇઝ યોગ્ય માપની કરી શકાઇ. એ જ પ્રમાણે ઉપરોકત શુભા મુદ્ગલના લેખમાં પણ ઢાંચો:Min‎ બનાવવાથી હવે તસવીર યોગ્ય માપની જોવા મળે છે.--સતિષચંદ્ર ૧૧:૧૯, ૨ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ઈમગેસ્

Hi, please delete ચિત્ર:LataM-fairuse.gif, ચિત્ર:Aishwarya rai.jpg, ચિત્ર:ShahRukh-fairuse.jpg. Free versions are available and replaced the images. Hekerui ૦૮:૧૭, ૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

બહુપર્યાયી શબ્દને ડિલીટ કરો

વિકિપીડિયા:બહુપર્યાયી શબ્દ અને ઢાંચો:બહુપર્યાયી શબ્દને ડિલીટ કરો. - V das

પ્રબંધક

મારે પ્રબંધક બનવું છે, તો મારે શું કરવું? કૃપા કરી જણાવશો. - V das

ચાણક્ય પંડિતે કહ્યું છે કે,
||આહાર નીદ્રા ભય મૈથુનચ્ય સાંમાન્ય યેત પશુભી નરાણાંમ ધર્મ એકો અધિકો વિષેશો ધર્મ હિન મનુષ્ય પશુભી સમાનાં||
સામાન્ય રીતે લોકો વિકિપીડિયા પર આહાર નીદ્રા ભય અને મૈથુન પરજ લેકો લખે છે, પણ મને ધર્મ પર લેખો લકવું વધારે પ્રીય છે.

પ્રબંધક બનવાની ઇચ્છાનાં કારણો

શાસ્ત્રોમાં ભગવાનને ઓળખવાં માટે ઉપાયો આપયા છે,

૧. તેનું શાસ્ત્રમાં વરણન હોય.
૨. તેના હાથ અને પગ પર પવીત્ર ચીન્હો હોય.
૩. તે છ ઐશ્વર્યથી હંમેશા પરીપુર્ણ હોય.
૩.૧ સહુતી વધારે ધની
૩.૨ સહુતી વધારે સુંદર
૩.૩ સહુતી વધારે જ્ઞાની
૩.૪ સહુતી વધારે ત્યાગી
૩.૫ સહુતી વધારે પ્રખ્યાત
૩.૬ સહુતી વધારે બળવાન

પણ વિકિપીડિયા પર ધણા લેખોમાં સામાન્ય જીવોને 'ભગવાન', 'અવતારી', 'પુરૂષોત્તમ' વગેરે પ્રત્યયથી સંબોધવામાં આવે છે. એવા લેખો ડિલીટ કરવાં મારે પ્રબંધક બનવું છે. - V dasનાં જય સ્વામિનારાયણ

વિકિપીડિયા એ જ્ઞાનકોષ છે, અહીં કોઈ એક વ્યક્તિ કે ધર્મની માન્યતા પ્રમાણેનું લખાન લખવામાં નથી આવતું, અહીં સર્વમાન્ય અને સર્વ સ્વિકૃત(શાસ્ત્રો) માહિતીઓજ તેના યથાયોગ્ય (શાસ્ત્ર) સંદર્ભ સાથે લખવામાં આવે છે. શાસ્ત્રોમાં વરણન ના હોય એવા 'ભગવાન', 'અવતારી', 'પુરૂષોત્તમ' વગેરે લેખો ડિલીટ કરવાં મારે પ્રબંધક બનવું છે. - V dasનાં જય સ્વામિનારાયણ

સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ લેખ PSPatelએ બનાવ્યો છે. મારું નામ તો ઇતિહાસમાં પણ નથી. પ્રબંધકે ખોટા આરોપો લગાવવાં જોઇયે નહી.. - V das

ચિત્ર:Vishnu on Lotus.jpg

ચિત્ર:Vishnu on Lotus.jpgને ડિલીટ કરો. કૉમ્નસ્ પર File:God Vishnu.jpg અથ્તિત્વ છે. - V dasનાં જય સ્વામિનારાયણ

કૉમ્નસ્ પર વિડીયો

કૉમ્નસ્ પર વિડીયો કઇ રીતે ચડાવવું તે વીષે માહિતી આપો. - V dasનાં જય સ્વામિનારાયણ

File extension does not match MIME type. લખેલો સંદેશ આવે છે. - V dasનાં જય સ્વામિનારાયણ

આ ફાઇલ .wmv છે, .ogv કરીને ચડાવજો. ફાઇલની લિંક નીચે છે.

કમળો

પ્રિય ધવલ સરજી, કમળો આલેખમાં કોઠો બનવામાં કાંઈ ગડબડ થઈ ગઈ છે. સુધારી આપશો. --sushant ૦૮:૨૯, ૧૫ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ઢાંચો

આભાર ધવલભાઈ, હવે સરસ દેખાય છે. આજે "સંધિ" નો ઢાચો બનાવ્યો પણ એક પ્રશ્ન થયો કે શા માટે આપણે અંગ્રેજી ઢાચાઓ નો ઉપિયોગ ન કરી શકીયે? દા.ત. "Treaty". વધુમાં infobox person માં name = "સીતારામ" લખિયે કે infobox વ્યક્તિ માં નામ="સીતારામ" એમ લખિયે તો વધું સરળ ન બને? કહેવાનો મતલબ એમ કે infobox વ્યક્તિ અને infobox person બન્ને સહ-અસ્તિત્વ ધરાવે. આવું કરએ તો કેમ લાગે? સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૧૪:૨૪, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ભાષાંતર

વધુમાં ગુગલ ટ્રાન્સલેટ ટુલકિટ વડે થતા ભાષાંતરીત લેખો ખરેકર સુંદર છે. હમણા જ બનેલા સભ્યો દ્વારા આવું ઉમદા યોગદાન સરાહનીય છે. સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૧૪:૩૫, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)


માહિતીચોકઠાં અને નવા બનેલા સભ્યોનું યોગદાન

ભાઇશ્રી ધવલભાઇ.. તમે લખેલ મુદ્દા ઘાટા અક્ષરે આપેલ છે.

  • બે ઠાંચાઓ રાખવા બાબતે વિચારી શકીએ, જો કે તેનાથી ડુપ્લિકેશન વધી જશે: આવા ડુપ્લિકેટ લેખોને ફક્ત એક શ્રેણીમાં રાખિ જ્યારે ઠિક સમય લાગે ત્યારે દૂર કરવા અઘરું નહીં પડે.
  • આમે આપને સ્વતંત્ર થઈએ તો વધુ સારૂં નહી? શું કામ કોઈના પર પરતંત્ર રહેવું અને ક્યાં સુધી?: સ્વતંત્રતો છીએ જ પણ આ પ્રશ્ન સ્વતંત્રતા નો નહીં પણ સહેલાઇનો અને સગવડનો વધું છે.
  • ગુગલ ટ્રાન્સ્લેટ ટૂલકીટનો ઉપયોગ...વધુમાં આ સભ્યો (કે પછી કોઈ એક જ સભ્ય) આપણી લેખન શૈલીથી માહિતગાર નથી હા! એટલા માટે જ તો આપે જે પશ્નો લખ્યા તે ઉભા થાય છે. જેવા કે શબ્દશ: ભાષાંતર, લાલ કડીઓ વગેરે. પરંતું જો આપડે ધીરજ રાખી થોડી મહેનત કરીયે તો આ લેખો મઠારી શકાય. પણ તમારી વાત સાચી તેમની ઉપસ્થિતી કંઇક અજીબ રીતે જ થાય છે.
  • મને લાગે છે કે આ કોઈક પ્રોજેક્ટના ભાગરૂપે થતું કામ હોય... તો-તો સારું ન કહેવાય? શરુઆતમાં ભૂલ કરશે અને ત્યાર બાદ લેખનશૈલીનો પરિચય મેળવશે. આપણે તેમના લેખ મઠારીને તેમને તેઓ ક્યાં ભૂલ કરે છે તે દર્શાવવા પ્રયત્ન કરએ તો? હાની કશી નહીં પણ લાભ તો સ્પષ્ટ છે જ.

સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૦૯:૧૦, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

તમારી વાત થી સહમત થાવ છું ધવલભઇ. તમારી વાત સાચી છે. સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૦૯:૩૭, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

સીતારામ - જય માતાજી

મિત્ર ધવલભાઈ, હું આપણા ગુજરાતી વિકિપીડિયા પરિવારનાં સભ્યમિત્રોથી ઘણા દિવસથી દુર છુ. તે માટે ક્ષમા માંગુ છુ. તમને બધાને ખ્યાલ જ છે કે, મે "સીતારામ ટ્રેડીંગ કંપની" નામે લોખંડનાં સ્ક્રેપનો નવો ધંધો શરૂ કર્યો છે. જેથી તેનાં સેટીંગમાં નવરાશ નથી મળતી. તમારી બધાની યાદ તો આવે જ છે. પણ અહીં વાત કરી શકાતી નથી. બીજુ કે, મેં વિકિપીડિયામાં જે લેખથી શરૂઆત કરી હતી તે જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધારનો એક બ્લોગ બનાવેલ છે જે આપલોકો વાંચજો અને તેમાં આપની કોમેન્ટ અને સજેશન આપશો તેવી મારી વિનંતી છે. જેની અહીં કડી આપેલ છે. [શ્રી નાથજીદાદા.વર્ડપ્રેસ.કોમ] મારો સંપર્ક મારા ઈમેઈલ ઉપર કરતા રહેજો...જય માતાજી--જીતેન્દ્રસિંહ ૧૬:૦૦, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

Hello,

Please could you replace the current logo being used with the new logo that I have created on the right? Wikimedia recently changed the logo to a new design and new logos are already on English, Malayalam, Bengali etc. Thanks.

--RaviC ૧૪:૨૭, ૨૪ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

બ્લોગ આધારિત યોગદાન

કદાચ તમે રુપેનભાઇને વિકિનીતિ વિશે મારા કરતા વધારે સારી-રીતે સમજાવી શકો. જુઓ

સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૦૬, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

અંગ્રેજી અંકો

આ ગુગલ ટ્રાન્સલેટ ટુલ દ્વારા બનેલા લેખો માં તથા બીજા અમુક લેખોમાં અંગ્રેજી આકડાઓ આપેલા છે. કોઇ સરળ-ઓટોમેટિક રસ્તો ખરો કે બધા આકડા ગુજરાતીમાં થઇ જાય? સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૧૪, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

બૉટ, એક માત્ર ઉપાય છે. જે હું આજે રન કરવા પ્રયત્ન કરીશ. પરંતુ તે આપને વખતો વખત કરતા રહેવું પડશે, કેમકે બૉટ રન કર્યા પછી બનેલા લેખોમાં તે નહી બદલાય. પરંતુ, નિશ્ચિત સમયાંતરે યાદ રાખીને બૉટ રન કરતા રહીશું. પરંતુ મારે તે પહેલા તપાસ કરવી પડશે કે સભ્યનામોની સહીમાં રહેલા આંકડાઓનું તો રૂપાંતરણ નહી થઈ જાય ને, જો તેમ હશે તો અન્ય કોઈક માર્ગ શોધવો પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૦, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
બૉટ ફક્ત લેખોમાં જ ફેરફાર કરે અને ચર્ચાના પાનાઓ ને અવગણે તેવું ન બને? સ્કોપ નક્કી કરવાનો ઓપ્શન ખરો તેમા? સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૩૫, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
I think there is such option, that is what I need to check.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૯, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
માફ કરજો, તમને જણાવવાનું ભુલી ગયો કે આ કામ બોટ દ્વારા શક્ય નથી. હું ગયા અઠવાડીયે કરવા બેઠો હતો, પણ પછી, ધ્યાન ગયું કે અંગ્રેજી આંકડા અન્ય ઘણી જગ્યાએ વપરાય છે, જેમકે રંગોના નામમાં, વેબસાઈટ્સનાં એડ્રેસીસમાં, સ્થળોના અક્ષાંશ-રેખાંશમાં વગેરે, અને આ બધા આંકડા બદલાઈ જતાં તકલીફ થાય તેમ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૯, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

Template Citation needed

સંદર્ભો નામે ઢાંચો તો છે પણ જે તે લખાણમાં (સંદર્ભ???) એમ આપણે લખીયે છીએ. કે આપણી પાસે આવો કોઇ ઢાંચો મોજુદ છે? અંગ્રેજી વિકિ મા તો સોફેસ્ટીકેટૅડ ઢાંચો છે... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૧:૪૧, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

છે, જરૂરથી છે. આપણી પાસે પણ સંદર્ભ છે જ, જે આપ જે તે જગ્યાએ {{સંદર્ભ}} લખીને વાપરી શકો છો. આ ઉપરાંત મેં ઉપરની ચર્ચામાં પણ લખ્યું છે જે જોઈ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૪, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

નવો અવતાર

ધવલજી, આજે ગુજરાતી વિકીનો નવો અવતાર જોયો. ઠીક છે કાંઈ ખાસ સુંદર નથી. વળી મને તે ઘણો ધીમો લાગે છે. ફોન્ટ કાંઈ વધુ પડતા વણાંક ધરાવે છે.(જૂના ફોન્ટ લાવી શકાયતો પ્લીઝ જરૂર પ્રયત્ન કરશો.) સૌથી મહત્વની વાત તો એ કે કી બોર્ડ પરની ડીલીટ કી કામ નથી કરતી. જેથી અમને એડીટીંગ કરવામાં ઘણી અગવડ પડે છે.--sushant ૧૬:૪૧, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

જો કે મારે તો સ્પિડમાં કોઈ ફેર નથી પડ્યો, પરંતુ તમે કહો છો તેમ હોઈ શકે, જો કે આપને જો આ નવું રૂપ બીલકુલ જ પસંદ ના હોય તો ઉપર Take me back લખેલી કડી છે, જેના પર ક્લિક કરતાં તમે જૂના રૂપ પર પાછા જઈ શકશો, અને તેમ કરતા તે તમને તમારા પ્રતિભાવો પણ પુછશે, ત્યાં તમે તમને નડતી બધી સમસ્યાઓ જણાવી શકો છો. મારે તો જો કે ડિલિટ કી પણ કામ કરે છે, પરંતુ સૌથી મોટી તકલીફ છે સર્ચ બોક્સની, તેમાં ગુજરાતી ટાઈપ નથી થતું અને લેખન માટેના બોક્સની ઉપર જે અંગ્રેજી લખવા માટેની પસંદ આવતી હતી તે નથી, પરંતુ તે તો આપ આપના કોમ્પ્યૂટરની Esc key પ્રેસ કરીને લખી શકો છો, જે પહેલાના વિકિમાં નહોતું થતું. હા, આપણે આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૯, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

આલમપનાહ

માનનિય સાહેબશ્રી સુરત નાં પેજ પરથી આલમપનાહ નેં કાઢવા નું કારણ જણાવશો?, હું આ રજાઓ દર્મ્યાન સુરતનાં આ બંન્ને ઐતિહાસીક કોટ નીં તસ્વીરો લઇ આવ્યો હતો.

Gujarat International Finance Tec-City

Hello, could you provide an accurate transliteration into the Gujarati alphabet of Gujarat International Finance Tec-City?

I have added one from Google, but I believe it is not correct.

Thanks. --92.9.89.252 ૧૨:૪૩, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

શબ્દ પ્રયોગ વિષે અવઢવ

હમણાં અનુવાદ કરતી વખતે મને બે શબ્દો સામે થયાં galaxy અને milky way. આ બનેં શબ્દોનો ગુજરાતી અનુવાદ આકાશગંગા થાય છે.આ શબ્દોથી ગૂંચવડ થાય છે. તો આપણે શું કરવું? galaxy ને ગુજરાતીમાં પણ ગેલેક્સી રાખીએ કે તેને 'તારા મંડળ' કહીએ કે પછી milky wayને ગુજરાતીમાં "દૂધીયો પટ્ટો" કહીયે કે તેને અકાશ ગંગા જ રહેવા દઈએ? મારા મતે galaxy ની વ્યાખ્યા એ તારાઓનો ગતિમાન સમૂહ એમ થતો હોવાથી galaxyને "તારામંડળ" કહી અને milky wayને આકાશ ગંગા કહીયે તે વધુ યોગ્ય ગણાશે. ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તકો જેમાંથી આપ ભણ્યા હશો તેમાં galaxy માટે કોઈ અલગ શબ્દ હતો? માર્ગદર્શન આપશો અને સૂચન કરશો.--sushant ૧૭:૧૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અમે તારામંડળ એવો શબ્દ ચોક્કસપણે ભણ્યા છીએ, અને આકાશગંગા પણ. માટે, આપનું સુચન તદ્દન યોગ્ય છે, galaxy માટે તારામંડળ અને milky way માટે આકાશગંગા શબ્દોનો પ્રયોગ કરવો એકદમ ઉચિત રહેશે. પરંતુ ધ્યાન રાખજો, તારામંડળ અને આકાશગંગા બન્ને સમાસરૂપ શબ્દો છે, એટલે 'તારા મંડળ' અને 'આકાશ ગંગા' એમ ધૂટું પાડીને ન લખતાં 'તારામંડળ' તથા 'આકાશગંગા' લખવું. અને છેલ્લે, શબ્દ છે ગુંચવણ નહીકે ગુંચવડ. કોઈ લેખમાં વાપરતી વખતે ધ્યાન રાખજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

આભાર

તારક વડે નવાજવા બદલ આપનો ખુબ ખુબ આભાર ધવલભાઇ... સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૦૮:૩૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

અરે ભાઈ, આભાર તમારે નહી, મારે માનવો જોઈએ, આવી સુંદર કામગીરી નિભાવવા બદલ. અને સાથે સાથે મારે માફી પણ માંગવી જોઈએ, આપને તારક એનાયત કરવામાં મોડું થયું તે બદલ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૦, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

Broken links and image tags

Broken links and image tags જે લેખમાં હોય તે automatic કોઇ શ્રેણીમાં ઉમેરાય જાય તો આવા લેખો ને મઠારવા સહેલા પડે... સીતારામ.. મહર્ષિ --Maharshi675

વાળ ખરવા

શ્રી ધવલભાઈ, વાળ ખરવા લેખના ઢાંચામાં તસવીર દેખાતી નથી. આપને આ ક્ષતિ નિવારવા મારી વિનંતી છે.--PSPatel ૨૨:૨૮, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

જૈન ધર્મ - જૈનત્વ

ધવલજી, જૈનત્વ આવો કોઈ શબ્દ પ્રચલિત નથી. પણ મારા મતે આવો શબ્દ પ્રચલન આવે તેમાં કશું ખોટું નથી. હિંદુત્વ આ શબ્દ પણ ક્યારેક કોઈએ પ્રથમ વખત પ્રચલનમાં લીધો હશે અને આગળ જતાં પ્રચલીત બન્યો. જો વ્યાકરણની દ્રષ્ટીએ તેમાં કોઈ આપત્તિ ના હોય તેને વપરાશમાં લાવવો જોઈએ. અને એક જૈન ધર્મ નામે પેજ બનાવી તેને જૈનત્વ પર રીડાયરેક્ટ કરી દેવો જોઈએ. --sushant ૧૫:૫૪, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ડાયરેક્ટ રીડાયરેક્ટ જે રીતે કરવું હોય તે રીતે કરો મારે કશો વાંધો નથી. --sushant ૧૫:૧૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ગ્લોબલ વોર્મિંગ

ગ્લોબલ વોર્મિંગ ના લેખને વૈશ્વિક ઉષ્ણતા નામે બનાવાયું છે. વોર્મિંગ આ શબ્દ નું ભાષાંતર ઉષ્ણતા એ થોડું અજુગતું લાગે છે. વોર્મિંગ એ ગરમ થવાની ક્રિયા છે તેને ઉણતા ન કહી શકાય. ઉષ્ણતાનો અંગ્રેજી પર્યાય warmth થઈ શકે છે. મેં હિંદી વિકિપીડીયા પર જોયું, ત્યાં આને ઉષ્મીકરણ એવું નામ અપાયું છે , જે મને વ્યાકરણની દ્રષ્ટીએ પણ યોગ્ય લાગે છે. શું આ શબ્દ આપણે પણ વોર્મિંગ માટે વાપરીશું? --sushant ૧૫:૪૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

હિંદીમાં વપરાતા ઘણા શબ્દો મને વ્યક્તિગત રીતે પસંદ નથી, કોઈ પણ શબ્દનું ભદ્રંભદ્ર ભાષાંતર કરવા કરતાં તેનો મર્મ સમજીને સરળતાથી જીભે ચઢે તેવા શબ્દોનો વપરાશ કરવો મને ઉચિત લાગે છે. ઉષ્ણતા શબ્દતો અસ્તિત્વમાં છે (અને 'વૈશ્વિક ઉષ્ણતા' શબ્દસમૂહ પણ), પરંતુ ઉષ્મીકરણ એવો શબ્દ આજ સુધી મેં તો ક્યારેય સાંભળ્યો નથી. અને મૂળ ગ્લોબલ વોર્મિંગ શબ્દસમૂહનો અર્થ આપણે વૈષ્વિક ઉષ્ણતા શબ્દોથી સરળતાથી સમજાવી શકીએ છીએ, માટે મને આવા પરગ્રહથી ઉતરી આવેલા ઉષ્મીકરણ જેવા શબ્દનો પ્રયોગ ઉચિત નથી લાગતો. અંગ્રેજી શબ્દ વોમિટિંગનું શું ગુજરાતી કરીએ આપણે? ઉલટીકરણ કે ફક્ત ઉલટી? A vomiting patient came to see doctorનું ગુજરાતી આપણે ઉલટીકરણનો દર્દી દાક્તર પાસે આવ્યો એવું કરીએ તેના બદલે ઉલટીનો દર્દી દાક્તર પાસે આવ્યો એ વધુ વ્યવહારૂં લાગે છે, ઉલટીકરણ વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય લાગતું હોવા છતાં ગુજરાતી ભાષામાં વ્યવહારમાં નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૫, ૧ ઓકટોબર ૨૦૧૦ (UTC)
સૌથી પહેલાંતો તમારું ઉદાહરણ મને અસંગત લાગે છે. વળી તમે આપેલ ઉદાહરણ માટે ગુજરાતીમાં પ્રયોગ છે કે કે જે અંગ્રેજીના vomoting patient શબ્દને યોગ્ય રીતે દર્શાવે - ઊલટી કરણ નહી પણ ઊલટીપીડિત થાય, અને તે વાપરી શકાય. પણ વોર્મિંગ આ શબ્દ માટે યોગ્ય પર્યાય નથી માટે આપણે નવો શબ્દ બનાવવો પડે. જો આપણને આઈસક્રીમ, હોસ્પીટલ જેવા શબ્દો અંગ્રેજી ભાષામાંથી લેવામાં આપત્તી ના હોય, તો આપણી ભાષાની સગી બહેન જેવી ભાષામાંથી નવો શબ્દ લેવા સામે આટલી આપત્તિ કેમ? વળી જ્યારે શબ્દકોશ આદિની રચના થઈ ત્યારે આવી સમસ્યા ન હતી માટે આ વા શબ્દોબ્દો ન રચાયા અને વ્યવહારમાં ન હતાં પણ હવે તેને ઉપયોગમાં લઈ વ્યવહારમાં લવાવા જોઈએ. આપણે શબ્દકોષ, વ્યવહાર જેવી મર્યાદિત સીમાના કુંડાળાથી બહાર જોવું જોઇએ અને ભાષાનો વિકાસ રુંધવો ન જોઈએ. નવા શબ્દોથી ભાષા સમૃદ્ધ બને છે અને કોઈ નુકશાન તો નથી જ.તે ઉપરાંત ઉષ્મીકરણ આ શબ્દ બોલવામાં સરળ અને સુગમ છે. --sushant ૦૨:૫૯, ૨ ઓકટોબર ૨૦૧૦ (UTC)
સવાલ સુગમતા અને નવા શબ્દો શોધવાનો નથી, સવાલ છે, જે શબ્દો પ્રચલિત હોય તેનો ઉપયોગ કરવાનો. તમને ખ્યાલ ના હોય તો જણાવું કે આનાથી પણ અઘરો પ્રષ્ન હતો જુનાગઢ કે જૂનાગઢ બેમાંથી કઈ જોડણી પસંદ કરવી, આમાંથી એક સાચી છે અને બીજી પ્ર॑ચલિત, ત્યાં સુધી પ્રચલિત કે ગુજરાત સરકાર અને ખુદ જિલ્લા પંચાયત પણ આ ખોટી જોડણી વાપરતી આવી છે, આવા સમયે આપણે ડહાપણનો દરિયો લહેરાવીને અને સુધારાવાદી વિચારો લઈને આગળ વધીને સાચી જોડણીને અહીં પ્રાધાન્ય આપીએ તો બહોળો વર્ગ કે જે આજે નહી અને કાલે પ્રચલિત જોડણીને કારણે અહીં તે શબ્દ સર્ચ કરે તો તેને લેખ હોવા છતા હાથમાં કશું ના આવે. અંગ્રેજી શબ્દો જેને આપણે સ્વિકાર્યા છે તે ભાષા પ્રત્યેની આભડછેટને કારણે નહી પણ લોકજીભે ચઢી ગયા હોવાને કારણે, અને માટે જ આપણે આઈસક્રીમ માટે હીમ-મલાઈ અને હોસ્પીટલમાટે અસ્પતાલ કે ઋગ્ણાલય જેવા શબ્દો વાપરવાનું અહીં ટાળ્યું છે. માટે મને લાગે છે કે તમારી દલિલ અને દૃષ્ટાંત બન્ને અહીં અસ્થાને છે. આપણો ધ્યેય અહીં એ છે કે સમાજમાં પ્રચલિત શબ્દો વિષે જાણકારી શોધનારને અહીં રહેલી અમુલ્ય માહિતી આપણી ભાષામાં સુલભ થાય, આપણો ઉદ્દેશ્ય નવો શબ્દકોષ લખવાનો કે સમાજને નવાશબ્દો ધરવાનો નથી. જો તમારા સુચવેલા સંકર શબ્દો (હાઈબ્રિડ)નો ઉપયોગ કરીએ તો લોકોમાં જે પ્રચલિત શબ્દો છે તેનાથી સર્ચ કરતા આપણું પાનું ક્યારેય સર્ચ રિઝલ્ટમાં દેખાશે જ નહી, હવે મહેરબાની કરીને એવી દલીલ ના કરશો કે આપણે સર્ચ એન્જીનનમાં પણ સુધારા લાવવા જોઈએ. માટે હું આ ઉલટીકરણ, ઉલટીપીડિત અને ઉષ્મીકરણ જેવા શબ્દોનો સખ્ત વિરોધ કરૂં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૩, ૩ ઓકટોબર ૨૦૧૦ (UTC)
બહુ કરી! ગાંધીજ્યંતીની વધાઇ. :-) કાશ આપણા વિકિમાં એક ભાષાવિદ હોત પણ ખેર. આપણે એક લેખનાં મથાળા પાછળ આટલી દીર્ઘ ચર્ચા ટાળીયે અને પરસ્પર સહકાર થી વધુ ને વધું સારું યોગદાન આપવા પ્રયત્ન કરીયે. પણ એક વાત સારી એ છે કે આવી સુદીર્ઘ ચર્ચાથી મંથન સારું થાય છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૭:૦૮, ૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)
મહર્ષિભાઈ, સાચી વાત છે, કિ-બોર્ડ પર ફરતી આંગળીઓ અટકે, માઉસ વડે 'સાચવો' પર ક્લિક કરી દઈએ પછી સાલું લાગે કે આ બહુ વધારે પડતું લખાઈ ગયું. પરંતુ, જ્યાં સુધી નિવેડો ના આવે ત્યાં સુધી મન જંપે નહી, એટલે આવું થાય છે. માફ કરજો!--ધવલચર્ચા/યોગદાન ૦૮:૦૭, ૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)
તમારો અત્યંત આક્ર્મક પ્રત્યુત્તર વાઁચી ને લાગે છે ધવલજી કદાચ તમે આ ચર્ચા વધુ પડતી પર્સનલી લઈ લીધી છે. જે હોય તે - મને એક વાત સમજાતી નથી કે સંકર અને હાયબ્રીડ વસ્તુઓને નીચી નજરથી કેમ જોવામાં આવે છે? સંકર જાતિના ઢોર વધુ દૂધ આપે છે, હાયબ્રીડ ફળો વધુ મધુર હોય છે અને વધુ પોષક તત્વો ધરાવે છે. આવું એટલા માટે થાય છે કે સંકરીત વસ્તુ જે બે કે વધુ વસ્તુના સંવર્ધનથી બને છે તે દરેકના ગુણ તે ધરાવે છે. પ્રકાશસંશ્લેષણૢ સાત્મીકરણૢ નિર્જલીકરણ આદિ સંજ્ઞાઓ પહેલેથી શબ્દકોષમાં ન હતી. વખત જતે નવી શોધો થઈ અને તેમાં રહેલ ક્રિયા આદિને ધ્યાનમાં રાખતા નવા શબ્દોને ગૂંથી કાઢવામાં આવ્યા. (તમારા મતે સઁકર કે હાયબ્રીડ શબ્દો બનાવાયા કેમ ને?) આ નવા (સંકર) શબ્દો ભાષામાં આવવાથી ભાષા સમૃદ્ધ બની. આપે લખ્યું કે - સમાજમાં પ્રચલિત શબ્દો વિષે જાણકારી શોધનારને અહીં રહેલી અમુલ્ય માહિતી આપણી ભાષામાં સુલભ થાયૢ આપણો ઉદ્દેશ્ય નવો શબ્દકોષ લખવાનો કે સમાજને નવા શબ્દો ધરવાનો નથી. - હું તેનાથી સહેમત નથી. નવી માહિતી ઉમેરતાૢ અન્ય ભાષામાઁથી અનુવાદ કરતાં એવા ઘણા શબ્દો આવે છે કે જેનો તાત્પર્ય ગુજરાતીમાં મળતો નથી તેવા સમયે ગુજરાતે ભાષાના બે શબ્દોનું યુગ્મ બનાવીને જો વધુ સચોટ સંજ્ઞા બનતી હોય તો તે વાપરવામાં આપત્તિ ન હોવી જોઇએ. અને જ્યાઁ સુધી સરળ શબ્દો શોધવાનો પ્રશ્ન છે તો આપણે તેવા પ્રચલિત શબ્દના નામે એક નવો લેખ લખી તેને રીડાયરેક્ટ કરી શકાય છે જ. આમ કરતા લોકોને વધુ સચોટ શબ્દની જાણ પણ થઈ જાય.
માતૃભાષાની સમૃદ્ધિ એતો દરેક ગુજરાતીનો ઉદ્દેશ્ય હોવો જોઈએ અને તે મારો ઉદ્દેશ્ય છે. વિકિપીડિયામાં મારું યોગદાનનો ઉદ્દેશ્ય પણ માહિતી દ્વારા ભાષાની સમૃદ્ધી જ છે અને તેમ કરતાઁ ક્યારેક કોઇ નવો શબ્દ નિર્મિત થઇ જાય તો તે કરવો જોઈએ. અહીં મુદ્દો માત્ર “ઉષ્મીકરણ”નો નથી એક સિદ્ધાંતનો છે કે નવા વધુ યોગ્ય શબ્દો લેવા કે જૂના પ્રચલિત શબ્દોથી ચલાવ્યે રાખવું. મારા મતે જેમ બારીમાંથી ઘરમાં વહી આવતી હવા ઘરના વાતાવરણને સ્વસ્થ રાખે છે તેમ અન્યભાષામાંથી આવેલ શબ્દો કે અન્ય સાહિત્યમાંથી કે તેજ આપણીજ ભાષાના યુગ્મિક શબ્દો (સંકરીત) ભાષાને સમૃદ્ધ બનાવે છે માટે તેમને વપરાશમાં મુકાવા જોઈએ. --sushant ૧૬:૧૧, ૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)
મૂળ મુદ્દા પર ચઢતાં, આપના છેલ્લા ફકરામાં લખેલા સવાલના જવાબમાં એટલું જ લખવાનું કે, જે શબ્દો પહેલેથી પ્રચલિત હોય તેને સ્થાને નવા સંકર શબ્દોનો ઉપયોઙ ટાળવો જ ઘટે, તેના કારણે ભાષાની સમૃદ્ધિ ના થાય, કેવળ કન્ફ્યુઝન થાય. સવાલ ફક્ત એ શબ્દનો નથી, આપને લેખમાં જેટલી વાર વાપરવો હોય તેટલી વાર વાપરો, આપનો પોતાનો બ્લૉગ બનાવો અને સમાજને આ શબ્દથી પરિચિત કરાવો, પુસ્તકઓ લખો તે શબ્દ પર, મને કશો વાંધો નથી, પરંતુ તે લેખનું શીર્ષક બદલીને તેને આ નવા શબ્દ હેઠળ મુકવાની તરફેણમાં હું બીલકુલ નથી. જય શ્રી કૃષ્ણ!--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૯, ૫ ઓકટોબર ૨૦૧૦ (UTC)

ધવલભાઈ તમારો આભાર. મને વિકિમાં પ્રવેશ કર્યાને એક જ દિવસ થયો છે એટલે વિકિના બધા નિયમો સમજાઈ જશે પછી તો સહજ રીતે વ્યવસ્થિત બની શકીશ. દાખલા તરીકે તમારી તરફથી જે જાણ થઈ ત્યાર પછી કવિ જયન્ત પાઠકને મળેલા ચન્દ્રકની યાદીમાં ઉમેરો કર્યો છે તે તમે નોંધ્યું હશે. ફરી તમારો આભાર અને તહેવારોની શુભેશચ્છાઓ. તમે નીચે સહી કરવા જે રીત બતાવી એ કઈ ‘કિ’થી લખાય તે જણાવશો

વિકિપીડિયા મીટઅપ - અમદાવાદ

કેમ છો, ધવલભાઈ?

અમે અમદાવાદમાં વિકિપીડિયા મીટઅપનું આયોજન કરી રહ્યા છીએ. આ અંગે તમારા સૂચનો આપવા વિનંતી. ઈમેલ પર આ અંગે વધુ માહિતી મોકલીશ પછી આપણે આ અંગે અલગ પાનું બનાવીશું.

--Kartik ૦૫:૩૩, ૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)

ચિત્ર

ધવલજી, બે લેખ ઓડિસી અને શાત્રિય, આમાં અમુક ફોટા જોઈ શકાતા નથી. તે લાવી આપવા વિનંતી. --sushant ૧૨:૦૭, ૨૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)

જો કોપીરાઈટની પળોજણ હોય તો રહેવા દો. અને સાત્રિય નૃત્યનો પ્રતિભાવ મેં આપ્યો છે. --sushant ૦૪:૨૪, ૨૧ નવેમ્બર ૨૦૧૦ (UTC)

મોઢેરા, સૂર્યમંદિર

આ લેખમાં મેં માહિતી ચોકઠું મંદિર મુકવાની ઘણી મથામણ કરી પણ બરાબર આવતું નથી. જરા ઠીક કરી આપશો અને મને જણાવશો મેં ક્યાં ભૂલ કરી?--sushant ૧૨:૪૫, ૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

એમ નહીં, ચિત્ર નથી દેખાતું અને તેને બદલે 280px વંચાય છે --sushant ૧૫:૨૫, ૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

સાતપુડા પર્વત

આ લેખના ઢાંચા માં કાંઈક ગડબડ છે. જરા રિપેર કરી આપશો. --sushant ૧૫:૪૬, ૪ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

વિંધ્યાચલ પર્વતમાં પણ કંઈક ગડબડ છે.--sushant ૧૬:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

ભાષાંતર

ભાઇ શ્રી, ડી એસ વ્યાસ, બીજી ભાષાઓ માંથી ઉતારેલા લેખોમાં પહેલી લીટીમાં ભાષાંતર લખવાનું હોય એવી મને ખબર નહોતી. માટે માહિતી આપવા બદલ આભાર. એક લેખનો અનુવાદ પુરો કર્યા પછી બીજો લેખ હાથ પર લેવાની આપની સલાહનો પણ અમલ કરવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. - કૌશલ દેરાસરી

ટાયફોઈડ

ધવલજી , રોગ આ શ્રેણીમાં ટાયફાયડ, અને ટાઈફોઈડ નામે બે લેખ છે . એકનું ભાષાંતર થઈ ગ્યું છે અને બીજાનું ફરી ન થાય તે માટે બંને માંથી એક શૂરો લેખ કાઢી નાખશો જી. --sushant ૦૧:૫૭, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

સ્વાગત

{{સ્વાગત}} ઓટોમૅટિક કેમ નહીં હોય? જો કોઇ નવું ખાતું ખોલાવે (manually) તો આપો આપ આ સંદેશ જવો ન જોઇયે? Admin માં ફક્ત તમે જ એક્ટિવ છો તો સ્વાગત સંદેશમાં અન્ય પ્રબધકોની બદલે તમારું નામ મુકીયે તો કેમ? કારણ કે કોઇ નવા સભ્ય અન્ય પ્રબધક ને મદદ માગે તો જવાબ મળવાની સંભાવના નહિવત છે... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૧૯, ૩૦ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

ના ભાઇ, મારુ નામ મુકવાનું નહીં પરંતુ મારો કહેવાનો અર્થ એમ હતો કે અન્ય કોઈ જ પ્રબંધક સક્રિય નથી તો સંદેશમાં અન્ય પ્રબંધકોની બદલે "ધવલભાઇ વ્યાસ"નો સંપર્ક કરો એમ લખીયે તો વધુ યોગ્ય રહે.... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૯:૧૬, ૩ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

ઢાંચો અક્ષાંસ રેખાંશ

ધવલજી, માથેરાન આ લેખમાં ભૂગોળ પરિચ્છેદમાં એક ઢાંચો છે તે બરાબર દેખાતો નથી, તે સરખો કરી આપશો? --sushant ૧૭:૫૩, ૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC) પશ્ચિમ ઘાટમાં તો પર્વતમાળાનું ચોકઠું જ ગાયબ છે. શું કાંઈ પ્રોબ્લેમ છે? --sushant ૧૭:૫૭, ૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

ધન્યવાદ ધવલ! --sushant ૧૬:૨૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

The Gujarati Wikisource

Hi! Honorable administrators of the Gujarati Wikipedia! Sorry for writing in English, I don't know the Gujarati language. The Gujarati test-Wikisource is pretty big, so, it needs to be a normal Wikisource, not a part of the Old Wikisource. Please, help in creation of the independent Gujarati Wikisource! The Request for opening the Gujarati Wikisource is here, also it needs to translate these messages. Thank you very much for your attention to this problem and, please, ask wikipedians of the Gujarati Wikipedia, who can help you in the creation! --Andrijko Z. ૧૩:૨૬, ૯ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

So, what will we do for its creating? What’s next step?--Andrijko Z.

Of course no=) I'm just usual user of Wikimedia project, as you, and Admin in Incubator, as you in Gujarati Wikipedia=) I just asked all the admins to start active work for creating the project.--Andrijko Z. ૧૮:૦૮, ૯ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

It should do someone of the Gujarati Wikipedia. What about you or admins of your wiki?--Andrijko Z. ૧૫:૨૧, ૧૦ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
For the creation must be translated all the messages on translate.wiki, also some users sould do 10 changes in Gujarati category's articles (about 2-3 months), also someone should write to the Language committee for asking what to do next, better to start doing all these positions now (I will do 10 changes per month, just miserable, also some more users (2-4) should do the same)--Andrijko Z. ૧૧:૧૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
You’re welcome. I’ll help you as I can.--Andrijko Z. ૧૧:૩૬, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
આ બધું શું છે? these messages આ પાના પર તો ભાષાંતર કરવા માટે કશું છે જ નહીં! --sushant ૧૬:૨૬, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
છે. કુલ ૧૫૧૦ સંદેશા એવા છે જેનું ભાષાંતર બાકી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૯, ૧૨ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
તે કેમ કરવાનું છે તે જણાવશો. એકાદુ સેમ્પલ ત્યાં ભાષાંતર કરીને મુકશો તો આઈડીયા આવશે.. મહાબળેશ્વરના લેખમાં મદદ કરવા ધન્યવાદ. --sushant ૦૩:૩૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

દિવ્યાશ ભાઇ તમે મારા ઉત્પલ દત્ત આર્ટીકલમાં ફેરફાર કર્યા પણ તમે શું ફેરફાર કર્યા તે મને સમજાયું નહીં...મેં ભેદ ખોલીને જોયું તો બધુ તેમનું તેમ જ લાગ્યું...મને આ અંગે જાણવશો...ને શું ફેરફાર કર્યા તે કંઇ રીતે જોવું તે પણ જણાવશો...જો આજ પછી તમને મારા કોઇ આર્ટીકલમાં ફેરફાર કરવાનું મન થાય તો તેમ કરતા પહેલા મારી જોડે તે અંગે ચર્ચા કરશો તો મને વધુ ગમશે.

નમસ્કાર

મિત્ર, કુશળ હશો ! હું હવે નિયમિત અહીં આવવાની કોશીષ કરેશ. Vkvora2001 ૧૮:૩૧, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

જન્મદિવસની શુભકામનાઓ

ભાઇ શ્રી ધવલભાઇ, તમને જન્મ દિવસ નિમિત્તે મારા હાર્દિક અભિનંદન. આપનું દરેક વર્ષ મંગળમય નિવડે અને આપ ખુબ પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૦૩, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

હાર્દિક અભિનંદન. સીતારામ..Vkvora2001 ૧૬:૧૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)
  • ભાઇશ્રી ધવલ, તુમ લીખો હજારો સાલ, સાલ કે એડીટ હો પચાસ હજાર. જન્મદિન નિમિત્તે અનેક શુભેચ્છાઓ.--સતિષચંદ્ર ૧૭:૧૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. વધુમાં મારી પસંદ [૯] પર ક્લિક કરવાથી ખુલતા પાના પર કંઇક વાંધો પડે છે. અહીં આંતરિક ત્રુટિ મથાળાવાળું પાનું દેખાય છે. યોગ્ય કાર્ય કરી ત્રુટિ નિવારી આપશો.--સતિષચંદ્ર ૧૬:૨૬, ૧૦ માર્ચ ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ, આ 'આંતરિક ત્રુટિ મથાળાવાળું પાનું [૧૦] અને (english wikipedia) પર પણ દેખાય છે.--સતિષચંદ્ર ૦૯:૩૫, ૧૮ માર્ચ ૨૦૧૧ (UTC)

છન્ યોઉ હેલ્પ્ મે પ્લેઅસે ?

Sorry to bother you, but I am looking for a person who could upload on gu.wikipedia an artiche about an international artistic movement [૧૧]. Can you help me when you have time ? Thanks !--Alessandroga80 ૨૦:૦૨, ૧૪ માર્ચ ૨૦૧૧ (UTC)

મસૂરી

ધવલ ભાઈ, મસૂરી આ લેખમાં એક હવામાન સંબંધી ચોકઠું છે. તેમાં અમુક એરર દેખાય છે. જરા જોઈ આપશો? --sushant ૧૧:૧૦, ૧૭ એપ્રિલ ૨૦૧૧ (UTC)

Please HELP

Hi. I am Vaibhav Jain. I have contact you to inform you that we have open a new Sanskrit Wikipedia Embassy and need users who can help new users in languages other than Sanskrit. It will not take much of your time. Please inform me on my English userpage if you are interested. Vibhijain ૧૧:૩૧, ૨૫ એપ્રિલ ૨૦૧૧ (UTC)

વિકિપીડિયામાં પરત ફરવાના મુળમા

શ્રી ધવલભાઈ, હરે ક્રિષ્ના, સીતારામ, જય માતાજી.. હવે મારો નવો ધંધો હળવે હળવે સેટ થતો જાય છે..એટલે હવે નજીકનાં સમયમાં જ નિયમિત તમારા દર્શન કરવાનો મોકો મળશે..તેવુ લાગે છે..બીજુ કે, ઘરનાં બધા સભ્યો મજામાં ને... યાદી આપજો.. --જીતેન્દ્રસિંહ ૧૨:૧૪, ૧૫ મે ૨૦૧૧ (UTC)

એક્સપ્લોરરમા પ્રોબ્લેમ

Dear Dhaval, since last two days i have problem in opning wikipedia in IE. When i open wikipedia i can not see the left column where globe and other options are seen. the full screeis coverd by મુખષ્ઠ and things coming below by comparatively bigger fonts. Even there is no horizontal slide bar.... the same problem occurs at my office also. but in chrome or fire fox this problem does not come. please check up --sushant ૧૪:૩૬, ૫ મે ૨૦૧૧ (UTC)

I use IE 8 and face this problem --sushant ૧૬:૩૪, ૬ મે ૨૦૧૧ (UTC)
Today i have observed same problem in google chrome also. However i have observed some thing else also. the list of options appearing in the left and at the top i.e personal options generally are visible at the bottom in this mysterious display. now if u lick at any of the options there(i.e. visible at the bottom), the new page which is displayed becomes automatically ok. --sushant ૦૨:૪૮, ૮ મે ૨૦૧૧ (UTC)

હેમંત ચૌહાણ તથા મણિરાજ બારોટ અંગે

મા.ધવલભાઇ,કુશળ હશો,વિગતમાં લખવાનું કે હેમંત ચૌહાણ તથા મણિરાજ બારોટના લેખોમાંથી પ્રશસ્તિભર્યાં વાક્યો દૂર કર્યાં છે. તેમ છતાં હજું કંઇ વાંધાજનક લાગતું હોય તો સુધારી લેવા વિનંતી છે. હેમંત ચૌહાણ અને સ્વ.મણિરાજના ચાહકો તથા અન્યોને તેમના વિશે જાણકારી મળી રહે તે માટે આ પાનાં રાખવાં જ જોઇએ.

માર્ગદર્શન બદલ આભાર

શ્રી ધવલભાઇ,કુશળ હશો.

મારી અને જીતેન્દ્રસિંહજીની ચર્ચામાં વચ્ચે પડીને મદદ કરવા બદલ ધન્યવાદ. બીજું કે આપ ક્યાર સુધી આ રીતે મદદ કર્યા કરશો. તૂટેલી કડી ફરી પાછી કેવી રીતે પ્રસ્થાપિત કરવી ? અને ખોટાં લખાયેલાં શિર્ષકોને કેવી રીતે બદલવાં (દા.ત. પ્રેમસાહેબની જગ્યાએ પ્રેમ સાહેબ કરવું હોય.) એ જ અમારા જેવા નવોદિતોને શીખવી દો તો આપનું કાર્યભારણ ઓછુ થાય અને અમે જાતે કંઇક કર્યાનો સંતોષ મેળવી શકીએ.--Pranay ૧૭:૦૫, ૨૩ મે ૨૦૧૧ (UTC)

લેખ કાઢી નખવા બાબત

શ્રી ધવલભાઇ,કુશળ હશો.

મેં સ્વ.કે.કા.શસ્ત્રીજી આ શિર્ષકથી એક લેખ બનાવેલો, સર્ચ કરતાં કે.કા.શસ્ત્રી શિર્ષકથી આ લેખ અગાઉથી હતો જ જેને વિકિપિડીયાના લેવેલનો લેખ બનાવવા માટે સુધારવાની(ક્લિન અપ) ની ટેગ હતી. આથી મેં મારા લેખમાંની માહિતી તેમાં ઉમેરીને આ લેખને વ્યવસ્થિત કર્યો છે. એટલે હવે મારા સ્વ.કે.કા.શસ્ત્રીજી આ શિર્ષકવાળા લેખની કોઇ જરૂર રહેતી ના હોવાથી તેને ડિલિટ કરશો.વધુમાં મેં જોસેફ મેકવાનનો પણ લેખ બનાવ્યો છે. તેમાં પણ "જોસેફ મેકવાન આ રીતે લખવું જોઇએ.." નામનું એક વાક્ય લખેલું જોસેફ મેકવાન નામનું બીજું પાનું છે.એને પણ ડિલિટ કરવા તકલીફ લેશો.

શ્રી ધવલજીને નિવેદન

પ્રિય વિકિપીડિયન મિત્ર, સન્ત કબીર વિષેના લેખમાં મે ઉપર મુજબ ના સુધારા કરેલ.(આ સુધારા સન્ત કબીરની ચર્ચાના પાના પર હાલ પણ લખેલા છે.) જેને આપણા પ્રબન્ધક શ્રી ધવલજીએ વિકિ બોટ દ્વારા એકી ઝાટકે ઉલ્ટાવી દીધા.

પ્રિય મિત્ર, મારા આ સુધારાઓમા વાંધાજનક શુ હતું ? તે તેમને ઉલ્ટાવવાની શ્રી ધવલજીને ફરજ પડી, મિત્રો, આટલું કોઇ ધવલજીને પૂછી શકશે.

કંઇ વાંધાજનક હોય તો તે વિશે સન્ત કબીરની ચર્ચાના પાના પર કે અન્ય જગ્યાએ જાણ કરવી જોઇતી'તી. આ રીતે કોઇની મહેનતને વેડફી દેવામાં આવશે તો પછી વિકિપીડિયા ગુજરાતી નબળું જ રહી જશે ? વળી અહિં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક છે.(વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તે બોલવાનો કે લખવાનો કોઇને હક નથી એ હું જાણું જ છું), પણ સાચા વિચારો -સાચી વાત રજૂ કરવાનો દરેકને હક છે એ કોઇએ ભૂલવું ન જોઇએ.(જે પુસ્તકમાંથી મેં પંક્તિઓ લીધેલી એ કોઇ સામાન્ય પુસ્તક નથી. વિશ્વસનીય અને ઉચ્ચકોટિનું સાહિત્યિક મૂલ્ય ધરાવતુ એ પુસ્તક છે. જેના લેખનમાં લેખકે પ્રાચીન હસ્તપ્રતો પર આધારિત 25 થી વધુ પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી લખેલું છે.) સાચી વાત રજૂ કરવી તેને ભાગફોડિયા પ્રવ્રુતી ગણાય ? ક્યા કારણસર આ સુધારા વારમ્વાર ઉલ્ટાવી નાખવામા આવે છે એ(સન્ત કબીરની ચર્ચાના પાના પર)

જણાવવા તસ્દી લેવા વિન્નતી. અસ્તું....જય ભારત.

ગામનામો સુધારવા બાબત

શ્રી ધવલભાઇ, કુશળ હશો.

આપે આપેલ માર્ગદર્શન પ્રમાણે મેં વડગામ તાલુકાનાં 48 ગામોનાં નામ ખોટાં હતાં, એ સુધારીને તેની કડીઓ પણ પૂર્વવત કરી લીધી છે. વધુમાં આ ગામોના લેખોમાં પણ ગામોનાં નામ ખોટાં હતાં, એ સુધારી લીધાં છે એ જાણશો. બીજું કે આપ પાલનપુર તાલુકાનાં 30 ગામોનાં નામ ખોટાં હતાં જે મેં સુધારેલાં તેની કડીઓ પૂર્વવત કરવાનું આપે જણાવેલ પણ હજુ કરી નથી, એ કામ થાય તો કરી લેજો ના થાય તો વાંધો નહીં હું બે દિવસમાં એ કામ પણ કરી નાખીશ. બસ એજ,....આવજો...મારા લાયક કામ હોય તો જણાવશો.--Pranay ૧૨:૫૪, ૨૬ મે ૨૦૧૧ (UTC)

કલ્યાણપુર તાલુકાનાં ગામો અંગે

શ્રી ધવલભાઇ, કુશળ હશો.

જામનગરના કલ્યાણપુર તાલુકામાં મેં આજથી બાર વર્ષ પહેલાં સાતેક વર્ષ શિક્ષક તરીકે સેવા આપેલી. આથી આ ગામો પ્રત્યે મને લાગણી હતી અને તેમનાથી હું પરિચિત પણ હતો. વિકિપીડિયામાં કલ્યાણપુર તાલુકામાં જોયું તો તેનું એકપણ ગામ બતાવતું ન હતું, એટલે જે ગામોનાં નામ યાદ આવ્યાં તે લખીને તેમના લેખ તૈયાર કરવાનો ઇરાદો રાખેલ. પણ પાનાં કોરાં જોઇ આપે ડિલિશનની ટેગ મારતાં ઉતાવળમાં આ ગામો વિષે લખી નાખવું પડ્યું છે. તો આપ એ લેખો જોઇને તેમાં જે કંઇક સુધારા-વધારા કરવા જેવા લાગે તે કરીને ડિલિશનની ટેગ હટાવી લેશોજી. બસ એજ,....આવજો...એક વૃક્ષ વાવજો. પ્રકૃતિપ્રેમી હોઇ આ વાક્ય લખ્યું છે, મોકો અને જ્ગ્યા મળે તો આ કામ કરવા જેવું ખરું, શું કહો છો ? ધવલભાઇ. --Pranay ૧૮:૪૮, ૨૯ મે ૨૦૧૧ (UTC)

અભિનંદન

તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. I am very happy that under your active administrativeship wiki has achived this feat! --sushant ૧૭:૦૧, ૩ જૂન ૨૦૧૧ (UTC)

ખરેખર ધવલભાઇની આગેવાનીને કારણે જ અહીં ટકી શક્યા છીએ, નહીંતર ક્યારેક કંટાળૉ તો આવે જ છે. લાંબા સમયથી કાર્યરત રહેલા સભ્યોમાં ધવલભાઇને પણ કેમ ભુલી શકાય? ભવિષ્યમાં પણ આ રીતે જ યોગદાન તથા માર્ગદર્શન આપતા રહેશો એવી આ ગૌરવપ્રદ અવસરે શુભેચ્છા સાથે ખુબ ખુબ અભિનંદન--સતિષચંદ્ર ૦૪:૦૨, ૬ જૂન ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ,

નમસ્કાર. ખાસ તો મેરા નામ જોકર માટેની તસવીર ફાઇલ અંગ્રેજી વિકિમાંથી ગુજરાતી વિકિમાં અપલોડ કરી છે. તેના પ્રકાશન અધિકાર માટે ચકાસણી કરી આપવા વિનંતી છે. આ રીતે ફાઇલ લેવાનું શક્ય હોય તો અહીં ઘણા લેખો માટે તસવીર પ્રાપ્ય થાય તેમ હોવાથી અન્ય વિકલ્પ (કોમન્સ સિવાય) પણ વિચારી શકાય. હિંદી વિકિમાં આ રીતે અમુક ચિત્રો અપલોડ થયેલાં જોવા મળે છે.--સતિષચંદ્ર ૧૯:૩૧, ૭ જૂન ૨૦૧૧ (UTC)

સ્ટ્રાસબોર્ગ (ફ્રાન્સ)

ધવલભાઇ, નમસ્કાર સહ જણાવવાનું કે સ્ટ્રાસબોર્ગ (ફ્રાન્સ) લેખના ઢાંચામાં એરર મેસેજ આવે છે. આપ સમય ફાળવી ઠીક કરી આપશો એવી મારી વિનંતી છે.--PSPatel ૦૬:૧૩, ૨૭ જૂન ૨૦૧૧ (UTC)

Kalita

Hello Dhaval! Would it be possible to translate in Gujarati this article about this important Indian journalist (preserving references)? [૧૨] Thanks for all! Amiens984 ૧૨:૧૨, ૮ જુલાઇ ૨૦૧૧ (UTC)

Invite to WikiConference India 2011


Hi Dsvyas,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

હાજરી પત્રક

હું વીકી કોન્ફરન્સમાં હાજર રહીશ. Vkvora2001 ૧૫:૪૭, ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)


Dear Dsvyas. Namaste. By way of introduction I am an active member on English and Hindi Wikipedias. With I recently worked with Vibhijain on translating the article on Jagadguru Rambhadracharya from English and Hindi into the Gujarati article જગદ્ગુરુ રામભદ્રાચાર્ય. It is a best efforts translation and none of us knows Gujarati well, so I would request you to proofread the article and correct spelling and grammatical mistakes. Also I would like to make this article featured on the cover page of Gujarati Wikipedia. It is already on the main page of Hindi, Sanskrit and Pali Wikipedias. Vaibhav is working towards the main page layout and it looks like this. Please help in making this article appear on the main page - it would be a great thing for Gujarati Wikipedia as well as it currently has no article on main page. Thanks in advance. Nmisra ૦૧:૦૨, ૧૩ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)

શું વિકિ મિત્રો મળવાના છે?

ધવલ જી, શું ગુસાપ સાથે મિટીંગ નક્કી થઈ? કૃપયા તાત્કાલિક જણાવશો. જેથી મારે તત્કાલ ટિકિટ કઢાવવાની ખબર પડે. --sushant ૧૫:૫૫, ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)

લેખનું નામ બદલવા

ટનાસવા (તા. ઉપલેટા) આ ગામનું નામ તણસાવા છે. જેને બદલવાની જરૂર છે. ઘટતું કરશો. --sushant ૧૬:૧૨, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)


લેખનું નામ બદલવા

નાની ભાગેડી (તા. કાલાવડ) આ ગામનું નામ ભગેડી સોરથા (તા. કાલાવડ) આ ગામનું નામ સોરઠા છે. જેને બદલવાની જરૂર છે. ઘટતું કરશો.છે. જેને બદલવાની જરૂર છે. ઘટતું કરશો. --sushant ૦૫:૨૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)


લેખનું નામ બદલવા

નીચેના ગામની નામની જોડણીમાં ફરક છે અને નામ બદલવાની જરૂર છે. ઘટતું કરશો.છે. --sushant ૦૫:૨૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)


- * બાગધારા (તા. જામજોધપુર) + * બગધરા (તા. જામજોધપુર) <br\> - * બાવડીદાદ (તા. જામજોધપુર) + * બાવડીદડ (તા. જામજોધપુર) <br\> - * કલાણપુર (તા. જામજોધપુર) + * કલ્યાણપુર (તા. જામજોધપુર)<br\> - * મંડાસણ (તા. જામજોધપુર) + * માંડાસણ (તા. જામજોધપુર)<br\> - * છાતર + * છતર (તા. કાલાવડ)| છાતર<br\> - * ફગસ + * ફગાસ (તા. કાલાવડ)| ફગસ <br\> - * ગાલપાદર + * ગળાપાદર (તા. કાલાવડ)| ગાલપાદર <br\> - * જલાણસર + * ઝાલાણસર (તા. કાલાવડ)| જલાણસર <br\> - * માછલીવાડ + * માછલી વડ (તા. કાલાવડ)| માછલીવાડ<br\> - * નાના બડનપર + * નાના બાદનપર (તા. કાલાવડ)| નાના બડનપર <br\> - * નાની ભાલસણ + * નાની ભલસાણ(તા. કાલાવડ)| નાની ભાલસણ<br\> --sushant ૦૫:૨૪, ૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)

લેખનું નામ બદલવા

વ્યવસ્થપક સાહેબ, રીંછવડ ગામની નામની જોડણીમાં ફરક છે આ ગામ રીંછવાડ છે. નામ બદલવાની જરૂર છે. ઘટતું કરશોજી. --sushant ૦૮:૧૩, ૪ ઓકટોબર ૨૦૧૧ (UTC)

પરિચય

નમ્સ્કાર, હુ ગુજરાતિ વિકિપેડિયા પર નવો Editor છું, આપ નું કામ ખરે ખર પ્રશંસનીય છે. હું મૂળ જામનગર નો રહેવાસી, હાલ માં પુને અભ્યાસ કરું છું, અંગ્રેજી વિકિપેડિયા પર અત્યાર સુધી યોગદાન દેતો હતો, અને હું પુને માં વિકિપેડિયા Campus એમ્બેસેડર છું. અને ગુજરાતી વિકિપેડિયા પર ટેકનીકલ યોગદાન દેવા પણ ઈચ્છું છુ. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૦:૪૯, ૧૭ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ, WikiConference India 2011, Mumbai ખાતે તમે પધારશો એ જાણી ખુશી અનુભવું છું. જો કે મારે એ દિવસોમાં સામાજીક વ્યસ્તતા રહેવાને કારણે હાજર રહેવાય તેમ નથી. વધુમાં દિવાળી વેકેશન+ઉત્સવની તૈયારીમાં છીએ. બસ એજ--સતિષચંદ્ર ૧૮:૧૫, ૨૦ ઓકટોબર ૨૦૧૧ (UTC)

શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

ધવલભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૩૦, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)

શુભકામના

બધા મીત્રોને, દીવાળી અને નવા વર્ષ માટે સાલ મુબારક અને નુતન વર્ષ અભીનંદન...Vkvora2001 ૦૫:૨૮, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)

DELETE

ભાઈ શ્રી ધવલ ભાઈ, આજ કાલ એક વિચિત્ર ઘટના જોવા મળે છે. હજી લેખ લખવાનું શરૂ કરીએ તેટલામાં તો કોઈ તેના પર ડીલીટ ટેગ મુકી દે છે. તેને જરા સમજાવોને કે આવા નકામના કામ કરવા કરતાં નવા લેખ રચીને રચનાત્મક યોગદાન કરે! સૈન્ય જ્યારે નાનું હોય ત્યારે રાજા પણ જો મેદાન માં ઉતરી પડે તો સૈનિકોનો જુસ્સો વધી પડે. --sushant ૧૬:૪૧, ૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Bot flag for Vagobot

Hi, Dsvyas. I requested for bot status. Best regards, Vago ૧૨:૫૮, ૧૪ નવેમ્બર ૨૦૧૧ (UTC)

બે સુધારા

ભઈ શ્રી, બે સુધારા કરવાના છે ડાભા (તા. બાયડ)‎ આ લેખ ડીલીટ કરવાનો છે કેમકે તેમાં ક્રોસ લિંક નથી. અને પછી દાભા (તા. બાયડ)‎ અનું નામ બદલીને ડાભા (તા. બાયડ)‎ જરવાનું છે. લેખની સાચી જોડણી ડાભા (તા. બાયડ)‎ છે. --sushant ૦૮:૪૧, ૧૫ નવેમ્બર ૨૦૧૧ (UTC)

મારી ચર્ચા માં મયુર ની વિનંતી અંગે.

સુ ધવલ.

હું સ્પંદન ગુજરાતી વિકિપીડિયા નો અત્યંત જુનો પ્રબંધક છું. તમે અને તમારા સાથીઓ એ જે રીતે ગુજરાતી વિકિપીડિયા ને જીવતું રાખ્યું છે તે બદલ તમને સૌને ધન્યવાદ. મેં વર્ષોથી અહિંયા કઇં યોગદાન આપ્યું નથી પણ વિકિપીડિયા ની વુદ્ધી જોઇ મને અત્યંત ખુશી થાય છે. જો તમને કોઇ પણ પ્રશાસન ને લગતી જરૂર પડે તો મને ચોક્કસ સંપર્ક કરજો. મારી એક વિનંતી છે. મયુર કરીને એક વ્યક્તિ એ મારા ચર્ચા પત્ર પર એક વિનંતી મુકી છે (છેક નીચે). તેને પોતાનું યઝરનેમ બદલવું છે અને તેને અમુક અધિકારો પણ જોઇએ છે. તમે જો આ વ્યક્તિ અંગે તપાસ કરીને નિર્ણય લઇ શકો તો ઘણું સારું રહેશે. કારણકે હું ઘણા વખત થી અહિંયા આવતો જતો નથી, તેથી મને ખબર નથી કે જનતા એ ભેગી થઇને કેવા નિયમો બનાવ્યા છે, અને મારે સમાજે ભેગા થઇને તૈયાર કરેલા નિયમોથી વિરદ્ધ બને ત્યાં સુધી નથી જવું. મયુર એ મને ઇમેઇલ પણ કર્યો છે જેમાં અધિકારો ની માગણી છે. તમે તેને પુછી શકો છો કે તેને શું જોઇએ છે. તમને વિકિપીડિયા ના નિયમો અંગે ચર્ચા કરવી હોય કે એવું કઇંક કરવું હોય જે તમારા વિકિપીડિયા પર ના હાલ ના અધિકારો થી શક્ય ન હોય તો મને ચોક્કસ ઇમેઇલ કરજો. સ્પંદન (Spundun) ૨૦:૫૩, ૧૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Hi! Please feel free to send me an email!

Logicwiki ૧૧:૨૦, ૨૦ નવેમ્બર ૨૦૧૧ (UTC)

કાપીરાઇટ ચિત્ર

નમસ્કાર, મૈંને કુછ સમય પહલે [સમસ્ત ચિત્ર જિનકા કોઈ લાઈસેન્સ વિકલ્પ નહી દિયા ગયા થા ઉનકો ઉપરોક્ત શ્રેણી મેં વર્ગીકૃત કિયા થા. કૃપયા બતાયે કિ ઇન ચિત્રોં કા ક્યા કરના હૈ. યહિ આપ ચાહે તો ઇનકે નિર્માતા કો સૂચિત કિયા જા સકતા હૈ. --Mayur (talkEmail) ૦૫:૧૯, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આ તરફ એક નજર ફેરવવા વિનન્તી. મે અમુક ફેરફારો અને અમુક નવા પ્રોજેક્ટ્સ સુઝવ્યા છે, તો ક્રુપા કરી એમને આગળ ધપાવવા પોતાના ઇનપુટ્સ આપશો.

--DharavSolanki ૦૫:૩૨, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આ લેખમાં એક ચિત્ર ખૂટે છે તે લાવી આપશો પ્લીઝ. --sushant ૧૦:૫૩, ૨૪ નવેમ્બર ૨૦૧૧ (UTC)

ઘનશ્યામ ઠક્કર

ભાઈ શ્રી આ લેખ મને કંઈક વધુ પડતો અલંકારી ભાષામાં લાગે છે. જે વિકિની માપદંડ અનુસાર નથી લાત્ગતો. જરા મઠારી આપશો. --sushant ૧૫:૧૨, ૨૫ નવેમ્બર ૨૦૧૧ (UTC)

અભ્યારણ્યો --- જોડણી

અભ્યારણ્યો કે અભ્યારણ્ય આ શબ્દ ની જોડણી ખોટી છે. તો કોઈ બોટ ચલાવીને તેને અભયારણ્ય કે અભયારણ્યો કરી શકાય? જો હોય તો કરી આપશો જેથી મારે એક એક લેખમાં ફાઈન્ડ રીપ્લેસ ની માથાકૂટ મટે--sushant ૦૮:૨૨, ૨૯ નવેમ્બર ૨૦૧૧ (UTC)

ધ્યાન દોરવા બદલ આભાર. આજે સાંજે જ બોટ દ્વારા આ ફેરફાર કરવાનો પ્રયત્ન કરીશ. તમે મેન્યુઅલી કરવાની જહેમત ના ઉઠાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૯, ૨૯ નવેમ્બર ૨૦૧૧ (UTC)

માતૃભાષા, વીકીપીડીયા

આજ શુક્રવાર ૨.૧૨.૨૦૧૧ના નેપાળના એક ભાઈના કામ માટે મુંબઈમાં એક સરકારી કાર્યાલયમાં ગયો હતો. મને કહેવામાં આવ્યું દસ પંદર મીનીટમાં કામ થઈ જશે ત્યાં સુધીમાં બેસો અથવા ક્યાં જવું હોય તો જઈ આવો. સમય પસાર કરવા મારી બેગમાંથી ગુજરાતી સાહીત્ય પરીષદ તરફથી પ્રગટ થતા પરબના જુના અંકો કાઢી વાંચવા બેસી ગયો.

પરબ પાનું ૭૯, સપ્ટેમ્બર ૨૦૧૧. તારીખ ૨૧.૮.૨૦૧૧ના રોજ માતૃભાષા, વીકીપીડીયા અને ઈન્ટરનેટના સંદર્ભે યુકેથી આવેલા શ્રી ધવલભઅઈ વ્યાસ સાથે ચર્ચાનો કાર્યક્રમ ગુજરાતી સાહીત્ય પરીષદ દ્વારા યોજાયો હતો. વરીષ્ઠ સાહીત્યકાર રતીલાલ બોરીસાગર અને રમણ સોની ઉપસ્થીત હતા. વગેરે, વગેરે,

પરબ પાનું ૭૩. ઓક્ટોબર, ૨૦૧૧. ગુજરાતી ભાષા અને એનું સાહીત્ય આવતી કાલની પેઢીને સુપેરે ઈન્ટરનેટ ઉપર મળી રહે એ માટે વીકીપીડીયા સાથેના જોડાણોને વધુ દ્દઢ અને વેગવાન કરવામાં આવ્યા. યુકેથી આવેલા ધવલ શાહ અને પરીષદના રુપલ મહેતા આમાં ખુબ કાર્યરત છે.

આ માહીતી વીકીપીડીયા ઉપર ધવલભાઈ વ્યાસને તથા અશોકભાઈ મોઢવાડીયાને વાંચનયાત્રા - મારૂં વાંચન ઉપર ચીત્રકથા મોંઘેરા મહેમાન ઉપર મુકેલ છે. Vkvora2001 ૧૧:૧૩, ૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અણિયોડ કે અણીયોર

ભાઈશ્રી, તાજે તરમાં એક અજ્ઞાત સભ્ય દ્વારા અણિયોડ નામે એક લખાયો છે. વિકી પર પહેલેથી અણીયોર (તા. માલપુર) નામે લેખ છે. શું આ બંને એક જ હશે? અને હોય તો તેમને જોડી દેવા જોઈએ. --sushant ૧૩:૪૫, ૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અણિયોડ નામે એક ગામ તલોદ તાલુકામાં છે, જેનું નામ અહીં અણીઓદ તરીકે લખવામાં આવેલું હતું. મેં તેને સુધાર્યું છે. મારા મતે તે જ આ ગામ હોવું જોઈએ. લેખ બનાવનાર આઈ.પી. એડ્રેસ પર સંદેશો તો મુક્યો છે. જોઈએ હવે ત્યાં કોઈ જવાબ મળે છે કે નહી.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૦, ૪ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

I am a user limited by local language skills

Dear friend,

I am not very familiar with the script of your language. Although I may be able to read the text and contents written in your script very slowly and poorly, I may not be able to comprehend the proper meaning of the same fast, accurate or efficient. My intention of staying here as a user is mostly to get involved in the cross-integration of Indic Wikipedias.

Therefore, Kindly try to write to me in English, whenever you need to communicate with me.

In the meanwhile, I will try my level best to learn more and become fluent in your language.

Thank you. Viswaprabha ૧૫:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

Re:Your message

Sorry, I can´t understand anything. Please write me in english, if possible.Thank you Antur ૧૬:૧૨, ૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

સવિનય કાનૂનભંગની ચળવળ

આ લેખમાં અમુક એરર મેસેજ દેખાય છે. જોઈ જશો. --sushant ૦૮:૨૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

લોગ ઈન કરવામાં તકલીફ

ધવલજી, લાગે છે કે વિકિપીડિયાના લોગ ઈન અને ફોન્ટ પસંદ કરો આદિમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સવારે લોગ ઈન કરતાં મને એરર મેસેજ મળ્યો કે કૂકીઝ એનેબલ કરેલી નહીં હોય તો વિકિપીડિયામાં પ્રવેશ કરવા નહીં મળે. શું કૂકીઝ એનેબલ કરવી જરૂરી છે? તો પછી હું કદાચ મારી ઓફીસ થી લોગઈન નહીં કરી શકું. --sushant

આજે હું પણ લોગીન કરી શક્યો છું. ધન્યવાદ --sushant ૦૪:૦૧, ૧૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

આભાર

ભાઇશ્રી ધવલ. પુનઃસ્વાગત બદલ ખુબ ખુબ આભાર. વળી અશોકભાઇ તથા બાપુ પણ આવી ગયા છે એ જોઈ મઝા પડી ગઇ. હવે મળતા રહીશું. --સતિષચંદ્ર ૦૯:૧૮, ૧૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

મુખપૃષ્ઠ

આ વિષે મે આપને એક ઇ-મેલ મોકલેલ છે. મારા પર જ્ઞાનાભિષેક કરશો એવી આશા સાથે...

પ્રત્યુત્યર ની રાહ જોઈ રહ્યો છું. આપનો ઇ-મેલ મળ્યો નથી.--121.247.193.212 ૦૩:૧૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
માફ કરજો, કોઈક કારણે અટકી ગયો હતો, હવે પાક્કા પાયે ગયો છે, તમને મળી જવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

(નામ ફેર માહિતિ પત્રક); ૧૩:૩૧ . . Dsvyas (ચર્ચા | યોગદાન)‎ હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા નું નામ બદલી ને વર્...

ધવલભાઇ,

વર્ણવ્યવસ્થા અલગ અલગ ધર્મોમાં અલગ અલગ રીતે જોવા મળે છે. અહીંયાથી તમે જે હટાવ્યું તે હિંન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા વિષેનું હતું. આથી વર્ણવ્યવસ્થાનો લેખ દરેક ધર્મની વર્ણવ્યવ્યસ્થાને લગતો હોવો જોઇએ જ્યારે હિંન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા એ એક સ્પેસિફિક લેખ અલગ હોવો જોઈએ.

આશા છે હું મુદ્દાને સમજાવવામાં સફળ રહ્યો છું. --Tekina ૧૪:૩૨, ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

માફ કરજો. મને અન્ય ધર્મોમાં વર્ણવ્યવસ્થાનો ખ્યાલ નથી, સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે જ્યારે વર્ણવ્યવસ્થા એમ કહીએ ત્યારે સીધો નિર્દેશ હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા પર જ હોય છે. અન્ય ધર્મોમાં જે વ્ય્વસ્થા હોય તેને આપણે જે તે ધર્મની વર્ણવ્યવસ્થા તરીકે ઓળખાવી શકીએ. જેમ હિંદુ ધર્મમાં વર્ણવ્યવસ્થા કે વર્ણાશ્રમ ધર્મ એવો ઉલ્લેખ છે, તેમ અન્ય ધર્મમાં જે તે શબ્દ પ્રચલિત હોય તે વાપરીને આપણે તે વર્ણવ્યવસ્થાઓને અલગ તારવી શકીએ. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા એ નામે લેખ તો રહેવા જ દીધો છે, જેથી કોઈ વાંધો ના હોવો જોઈએ. છતાં જો ચર્ચાને અંતે યોગ્ય લાગે તો બધું પુર્વવત્ કરવામાં મને કશો વાંધો નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૯, ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ઘાંચી નામફેર ?

ધવલ ભાઈ આપે નામ બદલ્યું એ સારું કર્યું પણ મને એમ થાય છે કે જો પ્રથમ વખત ઘાંચી પાનું બનાવવામાં આવ્યું અને એમાં મુસ્લિમ ઘાંચી નું વિવરણ કર્યું તો પછી તેનું ટાઈટલ ઘાંચી (મુસ્લિમ ) કરવું જરૂરી છે? મુસ્લિમો માં પટેલ સરનેમ પણ હોય છે તો હવે શું હું એવી વિનંતી કરી શકું કે પટેલ નું પાનાંનું શિર્ષક બદલી ને પટેલ (હિંદુ) કરી દેવું, જેથી હું પટેલ (મુસ્લિમ ) પાના નું વિવરણ લખી શકું ? અને મુસ્લિમોમાં સોલંકી સરનેમ પણ હોય છે તો શું હું તમને એમ વિનંતી કરી શકું કે તેનું નામ બદલી ને સોલંકી(હિંદુ) કરી દેવું જેથી નવા પાના સોલંકી (મુસ્લિમ) વિષે હું લખી શકું ? આશા છે આ બાબતે આપ પ્રકાશ પાડશો.

હું પટેલ વિષે પણ સરસ પાનું બનાવવા માંગું છું જો તેનું શિર્ષક તમે ઘાંચીના સંદર્ભમાં કર્યું તેમ પટેલ (હિંદુ) અને પટેલ(મુસ્લિમ) {આ પાનું હું ભવિષ્ય માં બનાવી શકીશ } કરી દો તો.

http://en.wikipedia.org/wiki/Ghanchi પાનાંનુ શિર્ષક પણ Ghanchi (Hindu) કરવા વિનંતી.

મુસલમાન પાનાંનું શિર્ષક મુસ્લિમ કરવા વિનંતી. કારણકે મુસ્લિમ શબ્દ મુસલમાન શબ્દ કરતાં વધુ વ્યાપક છે.--હમઝા ૧૦:૨૧, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

હમઝાભાઈ, મુસ્લિમ નામે પાનું અસ્તિત્વમાં છે જ. મુસલમાન શબ્દ મૂળ ગુજરાતી ભાષાનો શબ્દ છે, જ્યારે મુસ્લિમ અંગ્રેજી શબ્દ છે તેમ મારૂં માનવું છે, જેની પુષ્ટિ આપ અહીં કરી શકશો. મારા અનેક મુસ્લિમ મિત્રોની સાથે વાત કરતા તેઓ પોતાને મુસલમાન તરીકે ઓળખાવવા વધુ પસંદ કરતા તેવું મને યાદ છે. શક્ય છે કે સમય જતાં સમાજમાં આવા પ્રેફરન્સીસ બદલાયા હોય અને આજકાલ લોકો મુસલમાન શન્દનો ઉપયોગ કરવાનું ટાળતા હોય અને તેને સ્થાને મુસ્લિમ શબ્દ વાપરવો વધુ ઉચિત માનતા હોય. આપણે અહીં શક્ય તેટલા ગુજરાતી શીર્ષક રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને માટે મુસલમાન નામે મૂળ પાનું રાખ્યું છે. છતાં આપનો અનુરોધ હશે તો મૂળ પાનું મુસ્લિમ બનાવી, મુસલમાન નામના પાનાંને ત્યાં રિડાયરેક્ટ કરવામાં મને કોઈ વાંધો નહી આવે.
રહ્યો સવાલ પટેલ, સોલંકી અને શાહ શબ્દોનો, તો તેમાં પણ ગુજરાતી ભાષામાં વાત કરતી વખતે મહદંશે પટેલ, સોલંકી કે શાહ શબ્દો સાંભળતા વેંત હિંદુ સમાજમાં આ નામે પ્રચલિત અટકો અને તે જ્ઞાતિઓ જ ધ્યાને આવે જ્યારે ઘાંચી જ્ઞાતિ બંને ધર્મના લોકોમાં છે તેવી મોટેભાગે સહુને ખબર હોય માટે ઘાંચી મુખ્ય લેખ બનાવી ઘાંચી (મુસ્લિમ) અને ઘાંચી (હિંદુ) એમ બે જુદા લેખો બનાવવા વધુ ઉચિત છે. તમે જ્યારે મુસ્લિમ સમાજમાં રહેલા પટેલ કે સોલંકી સરસ પાના બનાવો ત્યારે તેમને પટેલ (મુસ્લિમ) અને સોલંકી (મુસ્લિમ) એવા શીર્ષક સાથે બનાવવા વધુ યોગ્ય રહેશે. અને પટેલ તથા સોલંકી નામના મૂળ પાનાઓમાં મથાળે નોંધ મૂકી શકાય કે મુસ્લિમ સમાજમાં વપરાતી આ અટક માટે જુઓ લેખ પટેલ (મુસ્લિમ). આ સંદિગ્ધ પાનાની સ્પષ્ટતા કરવા માટેની એક સામાન્ય પદ્ધતિ છે. તમે અમેરિકા અને કરિયાતું આ બંને લેખો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે મેં જે સુચવ્યું છે તે કોઈ અપવાદ કે વિશિષ્ટ ગોઠવણ નથી, પરંતુ સામાન્ય પ્રથા છે.
આપ જાતે પણ અંગ્રેજી વિકિપીડિયામાં જઈને Ghanchiનું શીર્ષક બદલીને Ghanchi (Hindu) કરી શકો છો, તેના માટે મારા પર નિર્ભર રહેવાની જરૂર નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૦, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)


મિત્ર ધવલભાઇ, આપના સુચનો બદલ આભાર, મારા મતે ઘાંચી સમાજ એ ખાસ કરીને મુસ્લિમોમાં સામાન્ય છે. હિન્દુ ઘાંચી સમાજ મોટેભાગે મોદી એવી અટકનો ઉપયોગ કરે છે. દા.ત. ફેસબુકમાં તમે ઘાંચી શબ્દ શોધશો તો મોટાભાગે મુસ્લિમ વ્યક્તિઓના નામ જ દર્શિત થશે. માટે મારા માનવા મુજબ આપ જો પટેલમાં કર્યું તેમ મુળ પટેલ પાનું હિન્દુ સમાજ માટે જ્યારે પટેલ(મુસ્લિમ) પાનું મુસ્લિમ સમાજ માટે બનાવી શકાય તેમ જ મુળ ઘાંચી પાનું કેમ ના બનાવી શકાય, અહિં ગુજરાતમા ઘાંચી એટલે મુસ્લિમ ઘાંચી એવી જ વ્યાપક માન્યતા છે. તો પટેલ, શાહ, સોલંકી પાનાંની જેમ ઘાંચી પાનું (નહિ કે ઘાંચી (મુસ્લિમ)) બનાવી શકાય અને તે પાનાંમાં પટેલના સંદર્ભમાં આપે જણાવ્યું તેમ જ મથાળે નોંધ મૂકી શકાય કે હિન્દુ સમાજમાં વપરાતી આ અટક માટે જુઓ લેખ ઘાંચી (હિન્દુ). જ્યારે પાનું બની ચુક્યું છે તો તે પાનાંને મુળ શિર્ષક કેમ ના આપી શકાય ? આપ આ વિશે વિચાર કરો તો ગમશે.

અને અંગ્રેજી પાનાં માં શિર્ષક કેમ બદલવું તેની કડી આપવા વિનંતી.

મુસ્લિમ અને મુસલમાન બન્ને શબ્દોનો અર્થ એક જ થાય છે તો તે વિશે શું ફેરફાર કરી શકાય બન્ને પાનાંઓમાં, વિગતે જણાવવા વિનંતી. --હમઝા ૦૪:૪૫, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ભાઈ, તમે લેખ અટક મટે નહી પણ સમુદાય માટે બનાવ્યો છે, હિંદુઓમાં પણ ઘાંચી સમુદાય જ છે. મુસ્લિમ સમુદાયમાં ઘાંચી સમાજ અટક તરીકે પણ ઘાંચી જ વાપરે છે જ્યારે હિંદુ ઘાંચી મોદી અટક વાપરે છે. મારો વિશ્વાસ કરો કે જ્યારે ગુજરાતમાં પણ તમે ઘાંચી શબ્દ કહો એટલે વિચાર હિંદુ ઘાંચીનો જ આવે. અટક વિષેની તમારી વાત સાચી છે. લેખની શરૂઆતમાં લખેલું છે જે "એ ગુજરાતી મુસ્લિમ સમુદાય છે...", આને બદલે "એ ગુજરાતી મુસ્લિમ સમુદાય દ્વારા વાપરવામાં આવતી એક અટક છે..." તેમ કરવામાં આવે તો ઘાંચી નામે પાનું મુસ્લિમ સમુદાય વિષે માહિતી આપવા માટે યોગ્ય છે. પરંતુ તેથી આગળ એક પગલું વિચારીએ અને જો મુસ્લિમ શબ્દ કાઢવો જ હોય તો, તે જ લેખમાં હિંદુ ઘાંચી વિષેની માહિતી પણ ઉમેરી દઈએ તો કેવું રહેશે? તેમ કરવાથી બંને ઘાંચી સમુદાય વિષે માહિતી એક જ લેખમાંથી મળી રહે અને હિંદુ મુસ્લિમનો કોઈ બખેડો જ ના રહે. એક વાતનું આપણે ધ્યાન રાખવું પડશે કે અંગ્રેજી અને ગુજરાતી બંનેનો વાચક વર્ગ અલગ રહેવાનો. માટે બંને જગ્યાએ પાનાંના શીર્ષક એક સરખા હોવા જરૂરી નથી.
તમે ગુજરાતીમાં પણ ઘાંચી (મુસ્લિમ) રાખવા માટે સહમત નથી, તો શું ખરેખર તમારે અંગ્રેજીમાં પાનાંનું નામ બદલવું છે?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઇ, હું આપની એ વાત પર હું સહમત છું કે ઘાંચીનાં મુળ પાનાંમાં હિંદુ ઘાંચીની વિગત પણ ઉમેરી દેવામાં આવે. જો આપ ઘાંચીના પાનાઓમાંથી ઘાંચી (હિંદુ) તેમજ ઘાંચી (મુસ્લિમ) વિગત હટાવીને માત્ર ઘાંચી એવા શિર્ષકથી પાનું રાખો તો હું એમા જરુરથી ઘાંચી (હિંદુ) વિશેની માહિતી ઉમેરવાનો પ્રયત્ન કરીશ. સમસ્યાના સરળ નિદાનના સુઝાવ માટે આપનો આભાર. અને આવુંજ કૈંક અંગ્રેજી આવૃતીમાં પણ કરી શકાય કે કેમ એ વિશે જણાવવા વિનંતી. આગળની ચર્ચામાં કહ્યું તેમ મુસ્લિમ અને મુસલમાન બન્ને શબ્દોનો અર્થ એક જ થાય છે તો તે વિશે બન્ને પાનાંઓમાં શું ફેરફાર કરી શકાય ? વિગતે જણાવવા વિનંતી. --હમઝા ૧૩:૩૦, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
હમઝાભાઈ, મેં ઘાંચી એ નામે એક જ પાનું રહેવા દઈ, મુસ્લિમ અને હિંદુ એવા બે પાનાં દૂર કર્યા છે. તથા હિંદુ ઘાંચી વિષયક પણ થોડી ઘણી માહિતી ઉમેરી છે. આપ જોઇ લેશો. સ્વાભાવિક રીતે જ બંબે ધર્મના સમુદાયોનો સમાવેશ થતો હોવાથી લેખના આંતરિક સ્વરૂપમાં થોડો ઘણો ફેરફાર થયો છે, જે સહ્ય હશે તેમ આશા રાખું છું.
મુસ્લિમ અને મુસલમાન બંને શબ્દો સાચા છે, તો પછી હવે તે વિષયક કશું કરવાની આવશ્યકતા નથી. કારણકે ગુજરાતી વિકિપિડિયામાં આ બંને શબ્દોથી શોધ કરતાં એક જ લેખ પર દોરી જાય છે. તે લેખનું મૂલ શીર્ષક ગુજરાતી શબ્દનં રાખ્યું છે, જે મારા મતે તો યોગ્ય છે. જેમ ગુજરાતીમાં બ્રાહ્મણને અંગ્રેજીમાં બ્રાહ્મીન કહેવાય છે, પરંતુ અહીં આપણે બ્રાહ્મણ શબ્દ વાપરીને જ લેખ બાનાવ્યો છે તે રીતે મુસલમાન શબ્દ મારા મતે વધુ ઉચિત છે. કદાચ તમે પણ બોલચાલમાં "એક સાચો મુસલમાન દિવસમાં પાંચ નમાઝ પઢે" કે "એક મુસલમાન માટે હજ કરવી તે સૌથી મોટી ફરજ છે" જેવા વાક્ય પ્રયોગ વધુ કરતા હશો, નહી કે એક મુસ્લિમ માટે આમ કે તેમ અગત્યનું છે. હું ખોટો પણ હોઈ શકું છું, જો મારી ભૂલ થતી હોય તો સુધારશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઇ, આપે ખરેખર સરસ લખાણ ઉમેર્યું છે. જો કોઇ સુધારા વધારા જણાશે તો હું ચોક્કસ તે કરીશ. આખરે મુશ્કેલીનો સુખદ અંત આવ્યો એ સારું થયું. મુસલમાન પાનાંમાં જો આગળ કઈંક સુધારો કરવાની જરુર હશે તો હું ચોક્કસ જણાવીશ. હાલ પુરતું મુસલમાન શિર્ષક બરાબર છે.

New template created but shows error Template:Islam

ધવલભાઇ, મે ઇસ્લામના અંગ્રેજી ઢાંચા પરથી ગુજરાતી ઢાંચો બનાવ્યો પરંતુ તેમાં કોઇ પ્રોટેક્શન એરર આવે છે. શક્ય હોય તો એરર સુધારી આપવા અને ઢાંચો અધિકૃત કરવા વિનંતિ. --હમઝા ૦૬:૨૨, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

હમઝાભાઈ, ઢાંચો:ઇસ્લામ હવે બરોબર જોઈ શકાય છે. મેં પ્રયોગાત્મક ધોરણે મુસ્લિમ લેખમાં તે ઉમેરી પણ જોયો અને ત્યાં પણ બરાબર કામ કરે છે. ઢાંચામાં વપરાયેલા અમુક શબ્દો પર ગુજરાતીમાં થોડા અલગ નામે લેખો પહેલેથી જ અસ્તિત્વમાં છે, માટે મેં આપે બનાવેલા ઢાંચામાં તે નામો સુધાર્યા છે જેથી ઢાંચાની કડી પર ક્લિક કરતાં જ જે તે પાનાં પર પહોંચી શકાય. આપ એક વખત નજર નાંખી લેશો. મેં ઉપરના સંદેશામાં જણાવ્યું છે તેમ, ગુજરાતી અને અંગ્રેજીના વાંચક વર્ગમાં તફાવત છે અને માટે પાનાંના શીર્ષક પણ અહીં આબેહુબ અંગ્રેજીની જેમ જ હોવા આવશ્યક નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૧, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
આપનો આભાર ભુલો સુધારવા માટે. --હમઝા ૧૩:૧૯, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ના ભાઈ, તે ભૂલો નહોતી. ધ્યાન બહાર ગયેલી વિગતો હતી, જે મેં ઠીક કરી છે. તમે જે સુંદર યોગદાન કરી રહ્યાં છો તેમાં ભૂલ કે ખામી શોધવી શક્ય જ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૨, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઇ, મારું લખાણ વખાણવા બદલ આભાર પણ ભુલ દેખાય તો તરત જ સુધારી દેવા વિનંતી. --હમઝા ૦૪:૩૬, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ધવલભાઇ, મારા યુસર પ્રોફાઇલમાં હુ ધર્મ કેવી રીતે મુકી શકું ? મારી અંગ્રેજી પ્રોફાઇલમાં તે બરાબર ચાલે છે પરંતુ ગુજરાતી પ્રોફાઇલમાં એરર આવે છે. ઘટતું કરવા વિનંતી. --હમઝા ૦૪:૩૦, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ધવલભાઇ, બધુ બરાબર છે પરંતુ લિંક માં તકલીફ લાગે છે. જોઇ લેવા વિનંતી. --હમઝા ૦૫:૧૧, ૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

Query

નમસ્કાર,
શું ગુજરાતી વિકિપીડિયા પર ગુજરાતી માં ઈનપુટ માટે નારાયમ સ્ક્રીપ્ટ ચાલુ છે ?? કદાચ નથી.
શું આપણે ભેગા થય ને તે ચાલુ કરાવી છે ?? રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૪:૦૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ના, નથી. હું તેના પર કામ કરી રહ્યો છું. મુંબઈ હેકેથલોન દરમ્યાન મારે જુનેદ-નારાયમના ડેવલપર સાથે વાત થઈ હતી. તે પછી પણ હું તેના સંપર્કમાં છું. થોડા સમયમાં સક્રિય થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૮, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અભિનંદન

ધવલજી, આપે પાણીપૂરી ના લેખમાં માહિતીનું સુંદર સંકલન કર્યું છે. --sushant ૧૬:૧૪, ૫ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

આભાર. આનંદ છે કે મને થોડાઘણા સમયથી કાંઇક ફળદાયી યોગદાન કરવાનું સુઝે છે, અને તેથી વધુ આનંદ એ વાતનો છે કે આપના જેવા પ્રખર યોગદાનકર્તાને મારું યોગદાન ગમ્યું. :)--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૪, ૫ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ગુજરાતી શબ્દો

kideny, urology આ બંનેના ગુજરાતી પર્યાય જણાવશો. કીડની માટે મૂત્રાશય છે? કદાચ તે બ્લેડર માટે છે. અને યુરોલોજી માટે મૂત્રશાસ્ત્ર થોડું વિચિત્ર લાગે છે.--sushant ૦૧:૫૮, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

Kidney=મૂત્રપિંડ અને Urologyનું કોઈ ગુજરાતી ધ્યાને ચઢતું નથી, પરંતુ મૂત્રશાસ્ત્ર ભલે વિચિત્ર લાગે, યોગ્ય તો છે જ. મૂત્રશાસ્ત્ર નામે મૂળ લેખ બનાવી, યુરોલોજીને તેના પર વાળી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૮, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
આભાર --sushant ૧૨:૩૫, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

સભ્ય:Emijrp/List of Wikipedians by number of edits

આ એપ્લીકેશન બરોબર કામ કરતું નથી કે? under maintenance બતાવે છે. --sushant ૦૮:૨૩, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

હા, ઘણા વખતથિઇ આવો જ સંદેશો આવે છે. પણ તે સભ્યએ બનાવેલી એપ છે, માટે આપણે સભ્યનો સંપર્ક કરવા સીવાય બીજું કશું કરી શકીએ તેમ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૨, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
તમે આવી એપ્લીકેશન ન બનાવી શકો? --sushant ૧૨:૩૨, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ના ભાઈ, અત્યારે તો મારા ગજા બહારની વાત લાગે છે, પણ અખતરો કરી જોવાય. જો કે મેં સભ્યને ઈ-મેલ કર્યો છે, જોઈએ, શું જવાબ મળે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૬, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

અભિનંદન..

મારા જેવા યોગદાન કર્તા માટે પ્રખરતા તો ઘણો મોટો શબ્દ થઈ જશે ...કહો કે પ્રયાસ...બહેરહાલ, પ્રખરતા, પ્રયાસ જે હોય તે ખરેખર તો આપના ઉદાહરણ પરથી મળેલી પ્રેરણા ને આભારી છે. અમે તો આપના દ્વારા કંડારેલી પગદંડી પર આપની પાછળ પાછળ ચાલી તેની આસપાસ ફૂલ ઝાડ રોપવાનું કાર્ય કરીએ છીએ. --sushant ૧૨:૪૩, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ઢાંચો:Geographic location does not exist

ધવલભાઇ, ઢાંચો:Geographic location અસ્તિત્વમાં નથી લાગતો. એ વિષે આપ કોઇ મદદ કરી શકશો? આભાર,--Tekina ૧૪:૩૯, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ભાઈશ્રી, ઢાંચો:ભૌગોલિક સ્થાન બનાવ્યો છે, શ્રેણી:ભાવનગર જિલ્લોમાં તે જોઈ શકાય છે. આપની જાણ સારું જણાવી દઉં કે ઢાંચાનું ગુજરાતીકરણ કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૧, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ખુબ ખુબ આભાર. ધવલભાઇ.--Tekina ૦૩:૧૭, ૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ગુલાબ જાંબુ

આ લેખના માહિતી ચોકઠામાં ચિત્ર નથી દેખાતું. --sushant ૧૬:૧૪, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

મેં આપે કરેલા જામનગર માં છેલ્લા ફેરફાર ને detail માં ચકાસ્યું, આપે summary માં આપેલ કે copyrighted content ને હટાવ્યું, પણ મેં જ્યારે તે હટાવેલ મુદ્દા માં થી ગુગલ સર્ચ કર્યું તો મને કોઈ copyright violation નથી મળ્યું. પણ તે લેખ માં નીચે લખેલ છે કે તે માહિતી નોબત દોટ કોમ માં થી લીધેલ છે, આપે તે જોઈ ને ૨ થી ૩ ફકરા હટાવ્યા કે કઈ રીતે ? કૃપા કરી જણાવશો, મારે મતે આ લેખ માં કોઈ copyright violation નથી. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૯:૧૧, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

સ્વાગત, મુદ્દો ૭

ભાઈશ્રી ધવલભાઈ, સામાન્ય રીતે હું જોડણી ચકાસું છું પણ અમુક પરમ્યુટેશન છૂટી ગયું હોય તે શક્યતા છે. તાજેતરમાં મારી કોઈ ભૂલ થઈ હોય તો જણાવશો--sushant ૦૪:૨૧, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

આભાર

ધવલભાઈ ગઈકાલે હું અમદાવાદ વિકિપીડિયા મીટઅપ માં યો હતો ત્યાં અમારી ચર્ચા ગુજરાતી વિકિપીડિયા પર થઇ ત્યાં મને અનિરુધ્ધ ( વિકિપીડિયા એડમીન) એ કીધું કે વિકિપીડિયા ગુજરાતી પ્રોજેક્ટ લગભગ બંધ છે. હવે ખ્યાલ આવ્યો ક આવું નથી. અને પેજ પર મેસેજ છોડવા બદલ આભાર. તમે અંગ્રેજી વિકિપીડિયા એડિટ કરો છો?

મિત્રો, ગુજરાતી વિકિ વિષે અમદાવાદના આવા અજ્ઞાની અને પોતાને એડમીનીસ્ટ્રેટર કહેવડાવતા લોકો વિષે જાણી મને ગુસ્સો આવે છે. પોતાને જણકારી નહોય તો તેમણે કહેવું જોઈએ કે મને ખબર નથી પણ આવી ખોટી માહિતી ન ફેલાવી જોઈએ. તેમનું આઈ.ડી. શોધીને તેમને ઠપકો આપવો ઘટે. ભાઈશ્રી કોન્ડીચેરી, આપ ને જો તેમના આઈ.ડી. ની જાણ હોય તો મને જણાવશો. --sushant ૧૬:૫૨, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
આભાર Kondicherryજી આ માહિતી અમારી સાથે વહેંચવા બદલ. આ પરથી વિદિત થાય છે કે વિકિકોન્ફરન્સ ઇન્ડિયા જેવી મોટીમસ ઇવેન્ટ કેટલી નિરર્થક નિવડે છે. મેં તે કોન્ફરન્સમાં ગુજરાતી વિકિપીડિયાની સાંપ્રત સ્થિતી અને તેના વિકાસ પર, એક નહી બે-બે વખત પ્રેઝન્ટેશન કર્યું હતું, અને તે પણ આજથી પોણા બે મહિના પહેલા જ. જો તેમ છતાં પણ કોઈ એમ કહે કે ગુજરાતી વિકિપીડિયા લગભગ બંધ છે, તો તે ફક્ત તે વ્યક્તિની અજ્ઞાનતા છતી કરે છે, બીજું કશું નહી. આશા છે કે આપ અહીં યોગદાનમાં સહભાગી થશો. અને હા, હું અંગ્રેજી પર ક્યારેક-ક્યારેક એડિટ કરું છું.
સુશાંતભાઈ, મેં આપણી ટપાલયાદી પર આ સબબ સંદેશો મોકલ્યો છે, જે આપને મળશે, અને સાથે સાથે શ્રીમાન અનિરુદ્ધ ભાટીને પણ મળશે. આશા છે કે લોકો પોતાની આંખ ઉઘાડશે અને આસપાસની દુનિયાથી માહેતગાર થશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

હા મેં ટપાલયાદી માં નામ નોંધાવ્યું છે, અને હા અનિરુધ્ધ એ મને કીધું હતું કે વિકીપીડિયા ગુજરાત પ્રોજેક્ટ અંગ્રેજી વિકીપીડિયા પર લગભગ બંધ છે, આ માત્ર એક ગેરસમજ થઇ હતી, એતો એમ કહેતા હતા કે તમારે ઈંટરેસ્ટ હોય તો તમે ગુજરાતી વિકીપીડિયા પર એક્ટીવ રહો.-----કોનારકચર્ચા/યોગદાન

આ લેખમાં ચિત્ર દેખાતું નથી. જરા લાવી આપશો. --sushant ૧૭:૧૮, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

I took care of it :), તે file ખાલી અંગ્રેજી વિકિપીડિયા પર જ હતી, તેથી તે ગુજરાતી માં વાપરી નાં શકાય, મેં તેને commons પર transfer કરી નાખી જેથી હવે તે બધાજ વિકિપીડિયા પર વાપરી શકાશે. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૯:૧૩, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
આભાર આર્નવભાઈ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૭, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

પેરુ (ફળ)

આ લેખમાં બોટની ને લાગતી અમુક માહિતી મેં છોડી દીધી છે. તમારા સિવાય આ વિભાગનું યોગ્ય અનુવાદ કોણ કરી શકે? બોટની ને લાગતા ૫-૬ વક્યો જરા મઠારી આપશો. જેથી અનુવાદ પૂર્ણ થાય. --sushant ૧૫:૪૨, ૧૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

મારી ઉપર ભરોસો મુકવા બદલ આભાર. કામ થૈ ગયું છે અને ભાષાંતરનો ઢાંચો પણ કાઢી નાંખ્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૯, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ધવલજી, હું રહ્યો ટેકનિકલ અને ફાઈનાન્સનો માણસ એટલે મને તે વિચિત્ર નામ માં કશી ગતાગમ ન પડે, અને કદાચ ગોટાળો પણ કરી દઉં. વળી તમારા જેવા આ ક્ષેત્રના બુદ્ધિજીવી જ્યારે વિકિમાં હાજર હોય ત્યારે ભરસો એ તો બાય ડીફોલ્ટ વસ્તુ છે. --sushant ૧૬:૦૪, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ગાંધીજી

ધવલજી, ગાંધીજીની આત્મકથા કોપી રાઈટની અંદર છે?--sushant ૧૬:૪૮, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

મારા ખ્યાલ મુજબ ના, તેની બહાર છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૨, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ઓનલાઈન મિટિંગ યોજવા નિવેદન

ધવલજી, હું ઓનલાઈન મિટિંગ યોજવા નિવેદન કરું છે. આ બેઠક ૨૮-૨૯ જાન્યુ. ના રોજ રાખવામાં આવે તો સારું , કેમ્ કે રજા છે. aa miting skype par youjay athva g+ par to maza aavshe . hu skype પ્રિફર karu chhu.

જામા મસજિદ

જામા મસજિદ ના લેખ માં મેં ઈંગ્લીશ વિકિપીડિયામાંથી જોઈ થોડા ફેરફાર કાર્ય છે. બાકી સુઉધારા માટે ગુજરાતીમાં ચોક્કસ શબ્દ નથી મળતા તો સમય મળે ત્યારે તમે જોઈ લેજો.--Kondicherry ૧૮:૩૬, ૨૧ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

સારું લખાણ. નહિવત્ સુધારાની જરૂર હતી, જે કરી દીધા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૭, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

સીતાફળ

ધવલજી, આપ બોટનીના વિદ્યાર્થી હોવાથી આ મુદ્દો ચોતરા પર ન મુકતા આપને જ જણાવું છું. મારા મતે સીતાફળ અને રામ ફળ જુદા ફળો છે. પણ અંગ્રેજીમાં તેને custard apple કહીને તેની નીચે કદાચ રામફળની જ માહિતી આપી છે. સું કોઈ બીજા કોઈ નામે સીતાફળની માહિતી ઉપલબ્ધ છે.? --sushant ૦૪:૩૯, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

સીતાફળનું વૈજ્ઞાનિક નામ છે એનોના સ્ક્વોમોઝા, માટે અંગ્રેજી વિકિમાંથી Annona squamosa લેખ તમે અહીં લાવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૧, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ધવલજી, મોસંબી આ લેખમાં વનસ્પતિ શાસ્ત્રને લાગતાં બે ત્રણ વાક્યના ભાષાંતર માટે આપની મદદની જરૂર છે. --૦૫:૪૬, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ઘુડખરના લેખ અંગે

ભાઇ શ્રી ધવલભાઇ, કુશળ હશો અને રહો તેવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના સહ પ્રણયભાઇના જય ભારત વિગતમાં લખવાનું કે ઘણા સમય પછી વીકિ પર લખવાનો મને અવસર મળેલો. કેમ કે, અકસ્માત થવાથી એકાદ માસ સુધી પથારીવશ થવું પડેલ. વિગતે વાત કરવા જેટલો સમય નથી એટલે મુળ વાત પર આવું તો મેં વીકિ પર બનાવેલા ઘુડખરના લેખમાં કેટલીક અશુદ્ધિઓ દૂર થાય તથા તે લેખ જ્યાં પૂરો થાય છે ત્યાં અપૂર્ણ એવું લખાણ આવે છે તે દૂર થાય તેવા આશયથી લેખનો સુધારો કરેલ. પણ આપે તે સુધારા રદ કરી નાખ્યા છે, તે જાણી ઘણું દુખ થયું. પણ આપનો સંદેશ વાંચ્યા પછી કોઇ રંજ નથી રહ્યો. આપનો સંદેશ વાંચ્યા બાદ હકીકત જાણી, આપની વાત સો ટકા સાચી છે. પણ એ લેખ વિજ્ઞાનદર્શન સામયિકમાં પ્રાકાશિત થયેલા મારા લેખનો ઉતારો હોવાથી તેમાં એ ભૂલો આવી ગઇ હતી, તટસ્થતા જાળવવા જરૂરથી પ્રયત્ન કરીશ. --Pranay ૨૦:૦૧, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)


ઢાંચો:Infobox Indian jurisdiction બગડી ગયો લાગે છે

ધવલભાઇ, ઢાંચો:Infobox Indian jurisdiction બગડી ગયો લાગે છે, તમે કે કોઇ બીજા મિત્ર એમા જો સમારકામ કરી શકોતો સારૂ. આભાર--Tekina ૦૭:૨૭, ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ઢાંચાની મરામત કરી દીધી છે, હવે બરાબર જોઈ શકાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૬, ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
દીવાદાંડી શબ્દની જોડણી સુધારી આપવા બદલ આભાર ---Tekina ૦૪:૧૧, ૨૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ધવલભાઇ, હજુ હમણા તો આપે સરસ રીતે દીવાદાંડીની જોડણી સુધારી હતી અને હજુ હમણાતો ૫મી ફેબ્રુઆરીએ મળવાનું નક્કી કર્યુ હતુ. અચાનક શુ થયુ?

નમસ્કાર. આશા કરુ છુ કે આપ સકુશળ હશો. આહિર હોવા ને કારણે હુ તેના લેખ પર પહોચિ ગયો અને જોયુ તો ખુબ જ સરસ માહિતી મળી, તો મે તરત જ વધુ વાંચ્યા વગર જ ભાષાંતર નું tag હટાવી દીધું, પછી લેખ વાંચવાનું ચાલુ કાર્ય બાદ જોયું તો તેના lead section માં machine translation નાં અવશેષો જોવા મળ્યા. થોડું ઘણું માથું માર્યા બાદ બહુ ખબર નોતી પડતી. આ લેખ નું machine translation જોઈ લેવા અને મદદ કરવા વિનંતી. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૭:૨૨, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)