ગંધક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 129 interwiki links, now provided by Wikidata on d:q682 (translate me)
નાનું ?????:?????_??????
લીટી ૧૪: લીટી ૧૪:
==સંદર્ભ==
==સંદર્ભ==
{{reflist}}
{{reflist}}
{{આવર્ત કોષ્ટક}}


[[શ્રેણી:રાસાયણિક તત્વો]]
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]

૨૧:૦૮, ૨૫ મે ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ગંધક (સલ્ફર) એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્ર્માંક ૧૬ અને સંજ્ઞા S છે. આ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવું અધાતુ તત્વ છે તે પરિવર્તી બંધનાંક ધરાવે છે. સામાન્ય ઉષ્ણતામન અને દબાણે ગંધકના પરમાણુઓ મળીને વલયાકાર અષ્ટક રચના બનાવે છે આથે ગંધકનું રાસયણિક સૂત્ર S8 છે. શુદ્ધ સ્વરૂપે ગંધક સ્ફટીકમય અને પીળારંગનો હોય છે. રાસાયણિક દ્રષ્ટિએ ગંધક ઓક્સિકારક અને ક્ષપણ કારક હોય છે. તે મોટા ભાગની દરેક ધાતુ તત્વો અને અમુક કાર્બન સહીત અમુક અધાતુઓનું ઓક્સિડેશન કરે છે જેને પરિણામે તેના ઋણભારિત ઓર્ગેનોગંધક સંયોજનો બને છે. આ સાથે તે અમુક તીવ્ર ઓક્સિકારકો જેમકે ઓક્સિજન અને ફ્લોરિનનું ક્ષપણ પણ કરે છે.


પ્રકૃતિમાં ગંધક તેના શુદ્ધ સ્વરૂપ ઉપરાંત સલ્ફાઈડ અને સલ્ફેટ સ્વરૂપે મળી આવે છે.ખનિજ સંહ્રહનો શોખ ધરાવનાર લોકોમાં ગંધકના તેના પોલીહેડ્રોન આકારના ભડકીલા રંગના સ્ફટીકની ખૂબ માંગ હોય છે. શુદ્ધ સ્વરૂપે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવતા હોવાથી ઘણાં પ્રાચીન કાળથે મનવ જાતિને ગંધકની જાણ છે. પ્રાચીન ગ્રીસ, પ્રાચીન ચીન અને પ્રાચીન ઈજીપ્ત સંસ્કૃતિમાં તેના ઉપયોગ થતો હોવાનું વર્ણન છે.ગંધકની બાષ્પનો ઉપયોગ જંતુનાશક તરીકે, ગંધક મેળવેલા વૈદકીય મિશ્રણનો ઉપયોગ બામ તરીકે અને પક્ષઘાતરોધક તરીકે થતો આવ્યો છે.

બાઈબલમાં ગંધકનો બ્રીમસ્ટોન તરીકે ઉલ્લેખ કરેલો છે. આજે પણ અમુક બિન વૈજ્ઞાનિક લેખનમાં ગંધક ને બ્રીમષ્તોન કહેવામાં આવે છે.[૧] ગંધકને પોતાનું એક અલ્કેમિકલ ચિન્હ પણ અપાયું હતું. આનો ઉપયોગ શ્રેષ્ઠ દરજ્જાનો દારુગોળો બનાવવા માટે થતો આ ઉપરાંત પ્રાચીન અલ્કેમીસ્ટ્આ એમ પણ મનતા હતાં કે સોનાના અમુક ગુણધર્મો તેનામાં છે અને તેમાંથી સોનું બનાવવના પ્રયત્નો પણ કર્યાં હતાં. ૧૭૭૭માં એન્ટોની લેવોસીયર નામના શોધકે વૈજ્ઞાનિક સંઘને તે ખાત્રી કરવામાં મદદ કરે કે ગંધક એ સંયોજન નહીં પણ તત્વ છે.

ગંધકના તત્વને એક સમયે લવણ ગુમ્બજ માંથી નિષ્કર્ષીત કરાતા જ્યાં આ શુધ સ્વરૂપે જામતું પણ ૨૦ મી સદીમાં આ પદ્ધતિ નામશેષ થઈ ગઈ છે. આજે મોટા ભાગનું ગંધક પ્રાકૃતિક ગેસ અને પેટ્રોલિયમ પેદાશોના શુદ્ધિકરણ દરમ્યાન આડ પેદાશ તરીકે મેળવાય છે. આ તત્વના મૂળ ઉપયોગ ખાતરમાં થાય છે કેમકે વનસ્પતિને આ તત્વ વિશેષ પ્રમાણમાં જોઈ એ છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં થાય છે જે એક મહત્વનું ઔદ્યોગિક રસાયણ છે. અન્ય મહત્વના ઉત્પાદનો છે માચિસ, જંતુનાશકો અને ફૂગ નાશકોની બનાવટ. ગંધકના ઘણાં સંયોજનો ગંધ મુક્ત મુકત કરે છે. પ્રાકૃતિક ગેસ, સ્કંક (અમેરિકન નોળીયો જે ના પર હુમલો થતાં તે એક ગંધાતું પ્રવાહી બહાર ફેંકે છે) દ્વારા છોડાતી વાસ, ગ્રેપફ્રુટ (સંતરા જેવું ફળ જે અંદરથી લાલ હોય છે ) ની વાસ અને લસણની વાસ એ બધું ગંધકના સંયોજનોને કારણે હોય છે. જીવિત પ્રાણીઓ દ્વારા મુક્ત થતો ગેસ હાયડ્રોજન સલ્ફાઈડ ગેસ પણ ગંધ ધરાવે છે દા.ત સડતા ઈંડાની ગંધ.


ગંધક એ દરેક સજીવો મટે આવશ્યક તત્વ છે, અને જીવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. સામન્ય જીવો માટે ગંધકના સંયોજનો ચયાપચયની ક્રિયામાં ઈધણ તરીકે અને શ્વસન (ઓક્સિજનવાહક) પદાર્થ તરીકે ઉપયોગિ છે. કાર્બનિક સ્વરૂપે ગંધક બાયોટિન અને થાયમિન નામના વિટામિનમાં મળીએ આવે છે. ગ્રીક માં ગંધકને થાયમિન કહે છે. ઘણાં ઉત્પ્રેરકો અને એન્ટિઓક્સિદેન્ટ અણુઓ જેવા કે ગ્લુટૅહિયોન અનેથિયોરેડોક્સિન આદિનો પણ ગંધક એક મુખ્ય ભાગ હોય છે. કાર્બનિક રીતે બણંધાયેલ ગંધક દરેક પ્રોટીનનો અને સીસ્ટીન અને મેથિઓનાઈન નામના એમિનો એસિડનો ભાગ હોય છે. પ્રાણેઓની બાહ્ય ત્વચા વાળ અને પીંછા આદિમાં કેરેટિન નામનું એક પ્રોટીન મળી આવે છે જેના ડાય સલ્ફાઈડ બંધ આને પાણીમાં અદ્રાવ્યતા અને મજબૂતાઈ આપે છે. આ પ્રોટીન બળતા ગંધકની મોજૂદગીને કારણે એક અપ્રિય દુર્ગંધ મારે છે.


સંદર્ભ

  1. Greenwood, N. N.; & Earnshaw, A. (1997). Chemistry of the Elements (2nd Edn.), Oxford:Butterworth-Heinemann. ISBN 0-7506-3365-4.