સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧: લીટી ૧:
'''સરદાર પટેલ રીંગ-રોડ''' અથવા ટૂંકાક્ષરીમાં '''એસ.પી.આર.આર''' એ અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમિટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમિટર અને શહેરની બહાર નિકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામો માંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
'''સરદાર પટેલ રીંગ-રોડ''' અથવા ટૂંકાક્ષરીમાં '''એસ.પી.આર.આર''' એ અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમિટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમિટર અને શહેરની બહાર નિકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામો માંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યુ છે<ref name="એસપીઆરઆર1"> {{cite web |url=http://auda.org.in/library/ring_road.pdf |title=એસપીઆરઆર વિષે ઔડાના જાળસ્થળ પર માહિતિ |author=ઔડા |publisher= ઔડા|accessdate=૩-જુલાઇ-૨૦૧૫ |archiveurl =https://web.archive.org/web/20150703163213/http://auda.org.in/library/ring_road.pdf |archivedate =૩-જુલાઇ-૨૦૧૫ }}</ref>.


== રીંગ રોડના વિભાગો ==
== રીંગ રોડના વિભાગો ==

૨૨:૦૯, ૩ જુલાઇ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

સરદાર પટેલ રીંગ-રોડ અથવા ટૂંકાક્ષરીમાં એસ.પી.આર.આર એ અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમિટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમિટર અને શહેરની બહાર નિકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામો માંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યુ છે[૧].

રીંગ રોડના વિભાગો

વિભાગ - ૧

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશન સુધીનો ૧૪.૧૦૬ કિલોમિટરનો વિભાગ

વિભાગ - ૨

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશનથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો ૨૫.૫૧૮ કિલોમિટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી લાંબો છે.

વિભાગ - ૩

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન સુધીનો ૨૨.૮૬૨ કિલોમિટરનો વિભાગ

વિભાગ - ૪

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો રસ્તો ૧૩.૮૨૭ કિલોમિટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી ટૂંકો છે.

તબક્કાવાર ઉપલબ્ધ થનારી માળખાકીય સવલતો

તબક્કો ૧

સંપુર્ણ રીંગ-રોડનું વચ્ચે ડીવાઇડર વાળી અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતા માર્ગની રચના. રીંગ-રોડ બે વખત સાબરમતીને ઓળંગે છે ત્યાં પુલોનિં નિર્માણ. આ તબક્કો ૨૦૦૪માં શરૂ થયેલો અને ૨૦૦૭માં પુરો થયેલ હતો.

તબક્કો ૨

વચ્ચે ડીવાઇડર હોય તેવા અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતાસંપુર્ણ રીંગ-રોડનું ડીવાઇડરની બન્ને બાજુ ચાર ચાર લેન ધરાવતા રીંગ-રોડમાં પરીવર્તન અને બન્ને બાજુ સર્વિસ રોડની રચના. પહેલો તબક્કો હજું સંપુર્ણ પુરો નહોતો થયો ત્યાજ ૨૦૦૬માં જ આ તબક્કાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. અને ૨૦૧૧ સુધીમાં આ કાર્ય પુરૂ થઇ ચુક્યુ હતું.

તબક્કો ૩

આ તબક્કામાં બીઆરટીએસ સેવા ચાલુ કરવામાં આવશે.

સંદર્ભ

  1. ઔડા. "એસપીઆરઆર વિષે ઔડાના જાળસ્થળ પર માહિતિ" (PDF). ઔડા. મૂળ (PDF) માંથી ૩-જુલાઇ-૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૩-જુલાઇ-૨૦૧૫. Check date values in: |accessdate= and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)