ધન તેરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q26994 (translate me)
લક્ષમિ પૂજા શામાટે કરે છે
લીટી ૧: લીટી ૧:
'''ધન તેરસ'''ને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. [[કારતક]] માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં [[લક્ષ્મી| લક્ષ્મીજી]]નાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ [[કુબેર]]ની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા [[રાવણ|રાવણે]] પણ [[કુબેર]]ની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને [[સમુદ્ર મંથન]]નાં ફળ સ્વરૂપે ભગવાન [[ધન્વંતરિ]] ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

==પૌરાણીક કથા==
==પૌરાણીક કથા==

૧૧:૦૨, ૨ નવેમ્બર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

પૌરાણીક કથા

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીયએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછીજ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).